Wednesday, 27 January 2016

[amdavadis4ever] યે જો જિંદગી કી કિતાબ હૈ...

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



પુસ્તક એક એવી બાબત છે જે કોઈના અનુુભવના આધારે લખાય છે અને હજારોના અનુભવમાં વધારો કરે છે. આવું જ કોઈ સારું પુસ્તક આપણા હાથમાં આવી જાય ત્યારે આપણે વાંચ્યા પછી તેના વિશે વાત કર્યા વગર રહી શકતા નથી. આપણને સાહજિક રીતે જ એમ થાય કે આપણને જે જાણવા મળ્યું તે બીજાને પણ વહેંચીએ. આ વહેંચણી દરમિયાન કોઈ પુસ્તકની માગણી કરી બેસે ત્યારે જોવા જેવી થાય. પહેલા તબક્કે તો ના પાડવાનું જ મન થઈ આવે. ધીમે ધીમે મન મનાવીએ ત્યારે એમ થાય કે ચાલ આપી દઈએ. આપતાં પહેલાં અનેક વાયદા, શરતો બધું નક્કી થાય. સામેની વ્યક્તિ પુસ્તક લઈ જાય છતાં મનમાં સતત બેચેની રહ્યા કરે. આ બેચેનીનું નામ છે, 'પુસ્તક પાછું તો આવશે ને? તે બરાબર રીતે પુસ્તક સાચવશે ને?' ક્યારેય વિચાર્યું છે કે આવું શા માટે થાય છે?
મોટાભાગનાં લોકો પુસ્તક માગતાં હોય છે 'લઈ જવા' માટે, 'વાંચવા લઈ જવા' માટે નહીં. કોઈપણ સારું પુસ્તક આપણી પાસે દેખાય એટલે કોઈ મિત્ર કે પાડોશી કે સહકર્મી કે કોઈપણ એક જ સવાલ કરે હું આ લઈ જાઉં? ખલાસ... તે વ્યક્તિ ક્યારેય એમ નથી પૂછતી કે હું વાંચવા લઈ જાઉં. તેનો કહેવાનો સીધો અર્થ એ જ હોય છે કે હું આ લઈ જાઉં છું અને તું ભૂલી જજે, હવે આ પુસ્તક પાછું આવવાના ચાન્સિચ ભયંકર અકસ્માતમાં બચી જતા દર્દી જેવા હોય છે. આપણે બે-ચાર વાર ઉઘરાણી કરીએ પછી અચાનક જ એ કહી દે કે, અરે યાર મળતું નથી ક્યાંક આડુંઆવળું મુકાઈ ગયું હશે... અથવા તો એમ કહી દે કે યાર કોઈ લઈ ગયું છે ખ્યાલ નથી... કોઈકને અપાઈ ગયું છે... યાદ આવશે એટલે આપી જઈશ.
અહીંથી સંબંધો બગડવાની શરૂઆત થાય છે. મોટાભાગે પુસ્તક લઈ જતાં લોકો પુસ્તક વાંચતાં હોય તો ઠીક છે પણ તેઓ માત્ર તેમનાં ટેબલ અને લાઇબ્રેરીને શોભાવવા માટે પુસ્તકો લઈ જતાં હોય છે. ઘણાં લોકોને ત્યાં લાઇબ્રેરી ખૂબ જ સુંદર હોય છે. અનેક પુસ્તકો, ડિક્શનરી, રેફરન્સ વગેરે ગોઠવેલા હોય છે. દર અઠવાડિયે તેની સાફસફાઈ પણ થતી હોય છે. કબાટના કાચ લુછાતા હોય છે પણ પુસ્તકો તરસ્યાં પ્રિયજનની જેમ પોતાનાં પ્રિય પાત્રની રાહ જોતાં હોય છે, જે આવે અને તેમને પહેલા સ્પર્શ દ્વારા આહ્લાદકતા અર્પે. વાસ્તવિકતા એ છે કે પુસ્તક લઈ જનારો મોટાભાગનો વર્ગ માત્ર પુસ્તકની માલિકી ધરાવવા માગે છે. સામાન્ય વાંચન બાદ સામાજિક મેળવડા, કિટી પાર્ટી, જાહેર સમારંભો અને અન્ય પ્રસંગે તેની ચર્ચા કરતા હોય છે. તમે આ પુસ્તક વાંચ્યું? પેલા પુસ્તકમાં કેવું સરસ લખાણ છે? તેમને એવી ખાતરી હોય છે કે બીજાએ તો નહીં જ વાંચ્યું હોય.
પુસ્તકોની બાબતમાં ખાસ કરીને ગુજરાતીઓ વિચિત્ર હોય છે. આપણે ત્યાં ખૂબ જ ઓછા પરિવારો અને શિક્ષકો હોય છે જે પુસ્તકનું મહત્ત્વ સમજાવતા હોય છે. તમે સાહજિક સંશોધન કરી લેજો ગુજરાતીઓને ત્યાં શેર અને ડિવિડન્ડ મળશે પણ પુસ્તકો નહીં મળે. વ્રતકથા જેવાં ર્ધાિમક પુસ્તકો પણ લોકો વસાવતાં નથી. ફ્લેટમાં કે સોસાયટીમાં એકાદને ત્યાં હોય એટલે ઘણું, બધાને વ્રતકથા વંચાઈ જાય. કોઈ સવારે લઈ જાય તો કોઈ સાંજે લઈ જાય, આ રીતે એડજેસ્ટમેન્ટ કરી લેતાં હોય છે. બંગાળમાં એવું નથી, ત્યાં સંતાનોને, બાળકોને પુસ્તકનું મહત્ત્વ સમજાવવામાં આવે છે, ત્યાં તહેવારોએ પુસ્તકમેળા યોજાય છે. વાર-તહેવારે,જન્મદિવસે લોકો એકબીજાને પુસ્તકોની ભેટ આપે છે. ગુજરાતીઓ પોતાનાં સંતાનોને નવો આઈફોન, એક્ટિવા અને પીએસટુ જેવાં સાધનો લાવી આપે છે પણ પુસ્તક લેવાની વાત આવે એટલે કહે કે ખોટો ખર્ચ ન થાય.
તેમાંય આધુનિક પેઢીને ગૂગલ નામનો અલ્લાદિનનો ચિરાગ મળી ગયો છે, જેના વિશે જાણવું હોય તે ગૂગુલે ઘસો અને માહિતી હાજર. ઓનલાઈન માહિતીને કારણે અનેક લોકો પુસ્તકો વસાવતાં નથી અથવા વસાવા દેતાં નથી. વાંચન એટલે શું? આપણે ત્યાં વાંચન એટલે નવલકથા, કવિતાઓ કે નિબંધો, વાસ્તવિકતા તેનાથી જોજનો દૂર છે. પૂર્વ રાષ્ટ્રપતિ અને મિસાઇલમેન ડો. કલામે ભારતીય લોકશાહી પર લખેલું પુસ્તક 'મેનિફેસ્ટો ફોર ચેન્જ' દેશ અને દુનિયાની લોકશાહી અને ગવર્નન્સની સાચી તસવીર રજૂ કરે છે, તે ઉપરાંત અમર્ત્ય સેન - જેમને ઇકોનોમિક્સનું નોબેલ મળ્યું છે, તેમનાં પુસ્તકમાં ભારતીય વર્ણવ્યસવ્થા અને તેને કારણે સર્જાતા વર્ગવિગ્રહને રજૂ કરાયો છે. આપણે ત્યાં માત્ર કનૈયાલાલ મુનશી, રવીન્દ્રનાથ ઠાકુર અને અંગ્રેજી જાણતું હોય તે શેક્સપિયરની વાતો કરે, તે સિવાય બર્નાર્ડ શો, લિયો ટોલ્સ્ટોય, અશ્વિની ભટ્ટ, ઝવરેચંદ મેઘાણી, ગાંધીજી, કાકાસાહેબ કાલેલકર, સમરસેટ મોમ, ઓ હેનરી, ટોમસ હાર્ડી, જેન ઓસ્ટિન, ચાર્લ્સ ડિકન્સ, અમૃતા પ્રીતમ કે પછી ગિરીશ કર્નાડ જેવા લેખકો પણ પડયા છે. તેમને પોતાના સમયને સીમાચિહ્નમાં ફેરવી નાખ્યો છે. આ લોકોનાં પુસ્તકો જીવનની દિશા અને દશા બંને બદલવા સક્ષમ છે પણ આપણી પાસે વાંચવાનો સમય નથી. આપણે માત્ર તેને વસાવવા કે વટાવવામાં માનીએ છીએ.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment