Tuesday 12 January 2016

[amdavadis4ever] તો શું ક્ યારેય કોઈન ી ટીકા કર વી જ નહીં?

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



રવિવારે પ્રગટ થયેલો 'પોઝિટિવ થિન્કિંગની વાત પછી, પહેલાં નેગેટિવિટીથી તો દૂર થઈએ' લેખ લખતી વખતે જ મનમાં ગડમથલ ચાલતી હતી કે એમાં જે મુદ્દાઓ મૂક્યા છે એના અપવાદો વિશે વાત કરવી કે નહીં. પણ પછી માંડી વાળ્યું, એમ વિચારીને કે એમાં અપવાદોની વાત કરવા જઈશ તો ક્ધફ્યૂઝન ઊભું થશે. તે વખતે વિચાર નહીં આવ્યો કે અપવાદો માટેનો બીજો લેખ પણ થઈ શકે. એ વિચાર મને મારા સૌથી નિકટના મિત્રોના વૉટ્સઍપ ગ્રુપમાં આવેલી આ કમેન્ટ વાંચ્યા પછી આવ્યો:

'સૌરભભાઈ, નેગેટિવિટીવાળા લેખ સાથે હું સહમત છું છતાં આટલી અ-સહમત છે. જો તમને કોઈ પુસ્તક કે મૂવી ન ગમે અને તમે એને ઝાડી નાખો, તમારાં પ્રોપર લૉજિકલ કારણો આપીને, તો એ નેગેટિવિટી ન થઈ. એ જ રીતે જ્યારે તમે સ્યુડો ઈન્ટલેકચ્યુઅલ્સ કે સ્યુડો સેક્યુલરિસ્ટ્સને ઉઘાડા પાડતા હો તો એમના વિશેની ટીકાને પણ નેગેટિવિટી ન કહેવાય. મને લાગે છે કે સૌથી હાનિકારક નેગેટિવિટી દિમાગમાં ત્યારે જમા થતી હોય છે જ્યારે તમે કોઈ એવી વ્યક્તિને સતત ઉતારી પાડતા હો છો જેની તમને ભડભડતી ઈર્ષ્યા થતી હોય. આપણાથી જ વધુ સફળ, વધુ લોકપ્રિય, કે વધુ પૈસાદાર છે તેની સતત ટીકા જ સૌથી વધુ નેગેટિવિટી પેદા કરે છે.'

આ કમેન્ટ ગ્રુપમાં પોસ્ટ થયા પછી

મેં કહ્યું: 'હું આ કમેન્ટના એકેએક શબ્દ સાથે શત પ્રતિશત સહમત થાઉં છું અને એનો વિસ્તાર કરીને સંપૂર્ણ લેખ પણ લખીશ.'

કોઈ પુસ્તક ન ગમ્યું કે પિકચર ન ગમ્યું તો તેની ટીકા કરતું લખાણ લખવું નહીં કે એના વિશે નેગેટિવ બોલ્યા ન કરવું એ વાતમાં અપવાદ ત્યારે કરવો પડે જ્યારે એ પુસ્તકને કોઈ મોટું - પ્રતિષ્ઠિત ગણાતું ઈનામ મળે કે પછી એ પિકચરને ભારતની ઑસ્કાર એન્ટ્રી તરીકે મોકલવામાં આવે. આવા વખતે તમારે બોલવું જ પડે કારણ કે ખોટી ચીજને (એટલે કે તમારી દૃષ્ટિએ જે ખોટી છે તેને, બીજાઓની દૃષ્ટિએ તે ખોટી ન પણ હોય) પ્રતિષ્ઠા અપાતી હોય ત્યારે ખોટાં માપદંડો સ્થપાતાં હોય છે. હરીન્દ્ર દવેના કાવ્યસંગ્રહ 'હયાતિ'ને ૧૯૭૦ના દાયકાના અંતભાગમાં દિલ્હીની સાહિત્ય અકાદમીનો અવૉર્ડ મળ્યો ત્યારે હું નવોસવો 'ગ્રંથ'માં જોડાયો હતો. હજુ ટીનએજમાં હતો. હરીન્દ્ર દવે મારા પ્રિય કવિઓમાંના એક હતા અને એમના તંત્રીપદ નીચે જુનિયર મોસ્ટ સ્ટાફર તરીકે નોકરી કરવાનું સદ્ભાગ્ય પણ પાછળથી મને મળ્યું. 'હયાતિ'માં હરીન્દ્ર દવેનાં અગાઉ ગ્રંથસ્થ થઈ ચૂકેલાં કાવ્યો હતા. પ્રથમ વાર ગ્રંથસ્થ થતાં કાવ્યો બહુ ઓછાં હતા. અકાદમીના નિયમ મુજબ આ પ્રકારના સંકલનને ઈનામને પાત્ર ન ગણી શકાય. મેં 'ગ્રંથ'ના તંત્રી યશવંત દોશીને વાત કરી તો એમણે પણ મારી દલીલ મંજૂર રાખી. પણ હરીન્દ્ર દવે મોટા માણસ, હું સાવ જંતુ. વળી 'ગ્રંથ'નું પ્રકાશન જેના દ્વારા થતું તે પરિચય ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી વાડીલાલ ડગલી સાથે હરીન્દ્રભાઈના ઘણા સારા સંબંધ. યશવંતભાઈ મૂંઝવણમાં હતા. મેં એમની મૂંઝવણ સૉલ્વ કરી આપી.

'ગ્રંથ'ની જૂની ફાઈલોમાંથી ખુદ વાડીલાલ ડગલીએ, અનંતરાય રાવળ કે એવા જ કોઈક મોટા વિવેચકને અકાદમીએ ઈનામ આપેલું ત્યારે સંકલનના આ જ નિયમો ટાંકીને એક લેખ લખેલો. મેં મહિનો, વર્ષ સાથે એ લેખનું અવતરણ ટાંકીને મારો મુદ્દો રજૂ કર્યો અને મારો પત્ર 'ગ્રંથ'માં પ્રગટ થયો. જોકે, આ મુદ્દા પર ઝાઝો હોબાળો થયો નહીં અને હરીન્દ્ર દવેને અકાદમી, 'હયાતિ' માટે ઈનામ મળ્યું જ અને એમણે સ્વીકાર્યું પણ ખરું. હરીન્દ્ર દવેની કવિતા આ અવૉર્ડને લાયક છે પણ એમના આ સંગ્રહને નિયમાનુસાર અવૉર્ડ ન આપી શકાય એ મુદ્દે થયેલો મારો વિરોધ તે વખતે પણ વાજબી હતો અને અત્યારે પણ વેલિડ છે.

બે વર્ષ પહેલાં એક તદ્દન ગટરક્લાસ ગુજરાતી ફિલ્મને ભારત વતી ઑસ્કારની શ્રેષ્ઠ વિદેશી ફિલ્મોની કેટેગરીમાં કૉમ્પીટીશન કરવા માટે મોકલાઈ ત્યારે મારા સહિત ઘણા બધાએ એની ટીકા કરી હતી. એમાં જરૂર ક્યાંય નેગેટિવિટી નહોતી. એ ફિલ્મની આવી પ્રતિષ્ઠિત સ્પર્ધા માટે પસંદગી ન થઈ હોત તો કોઈએ એના વિશે એક શબ્દ પણ ન લખ્યો હોત. ફિલ્મ ચૂપચાપ એનું જ્યાં પ્રોપર સ્થાન હતું ત્યાં અર્થાત્ ગટરમાં જતી રહી હોત.

એ જ રીતે અમુક વ્યક્તિઓની ટીકા તમારે કરવી જ પડે. કેજરીવાલના જોકરવેડા વિશે મેં ઘણું લખ્યું અને ભવિષ્યમાં પણ જ્યારે તેઓ એવું કરતા રહે તો લખવું જ પડવાનું. સિસ્ટમોની ટીકા પણ કરવી જ પડે. આપણી કાનૂની વ્યવસ્થા વિશે મેં વારંવાર લખ્યું છે અને મસમોટા મુદ્દાઓ ઉઠાવ્યા છે. આ પ્રકારની ટીકાને નેગેટિવિટી સાથે ન સાંકળી શકાય. પબ્લિકલી જ નહીં, પ્રાઈવેટલી પણ આવી ચર્ચાઓ થતી હોય તો તે નેગેટિવિટી નથી એવું મારે પરમ દિવસના જ લેખમાં લખવું હતું પણ મેં કહ્યું એમ અપવાદોના ઉલ્લેખથી ક્ધફયૂઝન ઊભું થશે એ ભયે ન લખ્યું. સારું થયું પેલી કમેન્ટને લીધે મને નવો લેખ લખવાનું સૂઝયું અને જો કોઈના મનમાં ક્ધફયૂઝન ઊભું થયું હોય તો તેને દૂર કરવાની મને તક મળી.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment