Saturday 9 January 2016

[amdavadis4ever] જાતને ધિક ્કારો છો?

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



૨૬ વર્ષનો આકાર આમ તો હસમુખો અને તરવરીયો યુવાન છે. ઓફિસ, ઘર અને મિત્રવર્તુળમાં સૌથી ઉત્સાહી કહી શકાય એવું વ્યક્તિત્વ ધરાવતો આકાર હમણાં હમણાં ગુમસુમ રહે છે. પોતાની સાથે બનતી ઘટના કે સમસ્યા માટે તે પોતાની જાતને જવાબદાર ઠેરવે છે અને એવું માનતો થઈ ગયો છે કે 'હું સાવ નકામો છું'. 

આવું જ કંઈક થયું છે ૨૩ વર્ષના ભરત સાથે. ભરત જે કોઈ પણ કામ કરવા જાય તેનાથી હંમેશા કંઈકને કંઈક ઊંધુ જ બને. લોકો માટે સારું કરવાની ઈચ્છા ધરાવતો ભરત લોકોનું સારું કરવા જાય તો પણ તેમાં કંઈકને કંઈક વિઘ્ન આવે જ. આ બધાનું પરિણામ એ આવ્યું કે હવે ભરત પોતાને જ ધિક્કારતો થઈ ગયો છે. 

આમાં વાંક ભરતનો કે આકારનો નથી. આવા તો કંઈ કેટલાય આકાર અને ભરત આપણી આસપાસ જ હોય છે, જેઓ પોતાની જાતને ધિક્કારવા લાગ્યા છે. સેલ્ફ... સેલ્ફ (પોતાની જાત) દુનિયામાં એક એવું અસ્તિત્વ છે જેની સામે લડવાનું કદાચ સૌથી અઘરું હોય છે, એટલું જ સહેલું હોય છે પોતાની જાતની નફરત કરવાનું. જ્યારે તમે તમારા પોતાની નફરત કરવા લાગો છો ત્યારે એ સૌથી મોટી અને જોખમી ખતરાની ઘંટડી છે. 

'હું સારો નથી', 'હું કંઈ જ નથી', 'હું મૂરખ છું' 'હું મારી જાતને ધિક્કારું છું' જેવી લાગણી ક્યાંક તમને પણ થવા લાગી હોય તો તમારે ચેતી જવાની જરૂર છે. આવી લાગણીને કારણે તમે એક અંધકારભરી ગર્તામાં ધકેલાઈ રહ્યા છોે. આવા સમયે દિવસમાં થોડો સમય એકાંતમાં વિતાવો અને જાતને જ સવાલ પૂછો અને એના જવાબ પણ તમને તમારા અંદરથી જ મળશે. જો એમાંથી તમે બહાર આવવા માગતા હો તો તમારે આ પાંચ સ્ટેપ્સને અનુસરવું જરૂરી છે. કયા છે આ પાંચ સ્ટેપ્સ ચાલો એક નજર નાખીએ...ઉ

---



સૌથી પહેલાં તો નક્કી કરો કે તમે શું બદલવા માગો છો

બધા જ નેગેટિવ વિચારોને ખંખેરી પોઝિટિવ વિચારવાનું શરૂ કરો. એક વાત હંમેશાં ધ્યાન રાખો કે સૌથી ખરાબમાં ખરાબ બાબત હોય તેને પણ ધિક્કારો નહીં, કારણ કે તમે જેને સૌથી વધુ ધિક્કારોે છો ધીરે ધીરે તમે એવા જ થઈ જાવ છો. તમે જ તમારી જાતને સૌથી વધારે પ્રેમ કરી શકો છો અને આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ એવી નથી કે જે તમને તમારી જાત કરતાં વધુ પ્રેમ કરી શકે. પોતાની જાત વિશે પોઝિટિવ વિચારો અને સતત તમારી જાતને કહેતા રહો કે 'હું સારો છું', 'હું સારું વિચારી શકું છું' 'હું સારી રીતે વર્તી શકું છું'. 

તમે જે બદલી શકતા હો તે નક્કી કરીને એ દિશામાં આગળ વધો

તમારા વ્યક્તિત્વમાં એવી કઈ બાબત છે, જે તમે બદલી શકો છો અને એ નક્કી કરીને એનું વર્કઆઉટ શરૂ કરો. તમે કોઈ જાળમાં ફસાઈ ગયા છો, એવું માનીને હાથ પર હાથ ધરીને બેસી રહેવા કરતા જાતને વ્યસ્ત રાખવાનો પ્રયાસ કરો. દાખલા તરીકે જો તમને તમારું વધુ પડતુ વજન નથી ગમતું, તો એ દિશામાં આગળ વધીને એના પર કામ કરવાનું શરૂ કરો. સારું ડાયેટ પ્લાન કરો. જિમ જોઈન્ટ કરો અને એક સરસ અને સુંદર કહી શકાય એવું જીવન જીવો, જે તમે ડિઝર્વ

કરો છો. 

તમારું સ્વમાન જાળવી રાખવાનો પ્રયાસ કરો

તમારી કોઈ પણ ૧૦ સારી બાબત વિશે વિચારો, પછી ભલે એ નાની હોય. દાખલા તરીકે 'હું એક સારો મિત્ર છું', 'હું એક પ્રામાણિક વ્યક્તિ છું', 'હું લોકોની કાળજી કરું છું'. ૧૦ બાબતોની યાદી તૈયાર કરો અને આ યાદીની સાથે સાથે એક બીજી યાદી પણ તૈયાર કરવાનું શરૂ કરો. આ યાદી હશે તમારા પરિવારજનો અને મિત્રોની. તમારા પરિવારજનો અને મિત્રોને તમારી કઈ બાબત ગમે છે એની. આ યાદીને જોઈને તમે ખરેખર આશ્ર્ચર્યચકિત થઈ જશો અને તમને જાણ થશે કે લોકો તમારા વિશે શું માને છે, લોકો માટે તમે કેટલા મૂલ્યવાન છો. આ ઉપરાંત એક ધ્યેય નક્કી કરો. ધ્યેય પ્રાપ્તીની સાથે સાથે દિવસમાં એક એવું કામ કરો કે, જેનાથી તમને તમારી જાત માટે ગર્વ થાય, તમને તૃપ્તિની અનુભૂતિ થાય. 

પોતાની જાત પ્રત્યેના તિરસ્કાર સામે કૃતજ્ઞતાને હથિયાર બનાવો

તમારી આસપાસ એવા અનેક લોકો હશે જે પોઝિટિવિટી સાથે જીવે છે, એમની જેમ જ જીવવાનો પ્રયાસ કરો. આખા દિવસમાં તમારી સાથે શું સારું થયું એ વિશે વિચાર કરો. એવું જરૂરી નથી કે રોજ તમારી સાથે કંઈક વધુ સારું થાય. નાનામાં નાની બાબત જેમ કે આજે તમારા મિત્રએ તમને સામેથી સ્માઈલ આપી, કોઈ સરસ અને સ્વાદિષ્ટ કપકેક ઓફર કર્યું, તમારા સાથી કર્મચારીએ તમારા ડ્રેસિંગ સેન્સના વખાણ કર્યા વગેરે વગેરે. આ બધું વિચારવા માટે તમારે દિવસમાં પોતાની જાત સાથે થોડો સમય વિતાવવો પડશે, અને તમે ખરેખર સારું ફીલ કરવા લાગશો. 

લાસ્ટ બટ નોટ ધી લિસ્ટ, ભગવાન તમને પ્રેમ કરે છે

દુનિયામાં સૌથી મોટી કોઈ શક્તિ હોય તો તે ભગવાન છે અને એ જ ભગવાન તમને પ્રેમ કરે છે બાબત સૌથી મહત્ત્વની છે. ભગવાન તમારા સારા-નરસા બંને પાસાંઓને સ્વીકારે છે અને તમારી ખૂબી અને કમીઓ સાથે તમને પ્રેમ કરે છે, પોતાની જાતને પ્રેમ કરવા માટેનું આ સૌથી સરળ અને અસરકારક પગલું છે. ભગવાને તમને બીજા લોકોથી જુદા બનાવ્યા છે અને આ અલગપણું જ તમને સ્પેશિયલ બનાવે છે, લોકોથી અલગ પાડે છે. 

આ પાંચ પગલાંને અનુસરશો, તો એક વાત તો ગેરન્ટેડ છે કે તમે જીવનમાં ક્યારેય એવું નહીં કહો કે 'આઈ હેટ માય સેલ્ફ'.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment