Thursday, 14 January 2016

[amdavadis4ever] માઈક્રોવેવ અવનના જમા નામાં માટલ ાના ઊંધિયાન ી મહેફિલ.. ...‘ઉત્તરાય ણ સ્પેશયલ’ - સૌરભ શાહ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સૌથી પહેલાં પાપડી. સુરતથી કતારગામની વાલ પાપડી મંગાવી શકો તો સારું. પાપડીને ફોલ્યા વિના અકબંધ રાખીને ધોઈ નાખવી અને કોરી કરીને એને તલના તેલવાળા હળવા હાઠે મસળી નાખવી. તેલ એટલા માટે કે એ છૂટી રહે, ચોંટી ન જાય. બહુ તેલ ન પડે એની તકેદારી રાખવી જેથી પાપડી કડક ન થઈ જાય. પ્રમાણસર મીઠું અને અજમો લઈ એમાં પાપડીને રગદોળવી. એક માટલામાં આ પાપડી, માત્ર પાપડી જ, બીજું કોઈ શાક નહીં, મૂકીને માટલાના મોઢા પર દિવેલાનાં પાન ઠાંસીને માટલું સીલ કરવું. પાન એ રીતે ઠાંસવા કે અંદરથી કોઈ વરાળ બહાર ન નીકળી શકે. આ જ રીતે બીજા માટલામાં રીંગણા ભરવાનાં. તેલ, મીઠું, અજમો, દિવેલનાં પાનનું સીલ – બધી જ વિધિ કરવાની. ત્રીજા માટલામાં બટાટા અને રતાળુ. ચોથામાં શક્કરિયાં.

દરેક માટલાને જુદો જુદો તાપ જોઈએ. રીંગણાંના માટલાને સૌથી ઓછો, પાપડીના માટલાને એનાથી થોડોક વધારે. સૌથી વધુ તાપ બટાટાના માટલાને. બટાટા નવા હોય તો વધુ સારું. કૉલ્ડ સ્ટોરેજમાં સંઘરેલાં અને બજારમાંથી ખરીદેલા બટાટાને ચડતાં અસહ્ય રીતે વધારે સમય લાગે છે. સામાન્ય રીતે તાપ આપવાની પ્રક્રિયા અડધોથી પોણો કલાકમાં પૂરી થઈ જાય. અહીં પ્રથમ અંક પૂરો થાય.

 

માઈક્રોવેવ અવનના આ જમાનામાં માટલાના ઊંધિયું કેવી રીતે ખાશો? સૌપ્રથમ પાપડી ફોલતાં જાવ. એક એક પાપડી ફોલીને દાણાનો ઢગલો શાકવાળા પતરાળામાં કરો અને છીલકાં પેલા ખાલી પતરાળામાં જમા કરો. ધીરજનું કામ છે. પાપડી ફોલતાં ફોલતાં મોઢામાં નાખતાં જવાની લાલચ થશે જે રોકી રાખવાની. પંદરેક મિનિટમાં બધી જ પાપડી (એટલે કે તમારા પતરાળાંમાં તમારા માટે પિરસાયેલી બધી જ પાપડી) ફોલવાનું કામ તમે પૂરું કરી શકશો. નસીબદાર હશો તો તમારી બાજુવાળો કે બાજુવાળી તમારા પતરાળામાં હાથ મારીને દાણોનો ઢગલો પોતાના પતરાળામાં મૂકીને તમને નવી વણફોલાયેલી પાપડી આપવાનું દુષ્કાર્ય નહીં કરે. પણ ચાન્સ મળે તો તમારે એવું જરૂર કરવું. કારણ કે પાપડી ફોલતાં ફોલતાં ધીરજનો અંત આવી જશીવી ઉત્ક્ટ લાગણી થયા કરતી હોય છે. પછી બટાટાની છાલ દૂર કરવી. રતાળુની ખરબચડી છાલને ચમચીના દાંડાને ચપ્પુ ગણીને આખેઆખા ઉતારી લેવી. શક્કરિયાં છાલની બાબતમાં સીધા છે. રીંગણાંમાં પણ વાંધો નથી. શાકનાં ઢગલા તૈયાર. આ બાજુ બીજું પતરાળું છીલકાંઓથી ભરાઈ ગયું હશે. એને રિટાયર કરી દેવાનું.

 

 

પાપડી, બટાટા, રતાળુ, શક્કરિયાં, રીંગણાં – આ પંચરંગી પ્રજાને ભેગી કરીને સેક્યુલરુઝમનો ઉપદેશ અપાતો હોય એ રીતે એમના પર તલના તેલની ધાર રેડવી. તેલથી તરબતર થઈ જાય એટલે ઉપર કેસરી અને લીલા રંગની ચટણીઓ ભેળવીને ચારેય આંગળી તથા અંગૂઠા વડે આ મિશ્રણને હળવા હાથે મિક્સ કરવું. પતરાળામાં હુલ્લડ ફાટી નીકળશે. બેઉ ચટણીઓનો સ્વાદ બરાબરનો હશે તો એનો સ્વાદ જીભ પર પણ જડબેસલાક રીતે ચોંટી જશે. વચ્ચે વચ્ચે અમન માટે છાશના ઘૂટડા લેવાના જેથી થોડી ક્ષણો માટે જીભ પર કરફ્યુ જેવી શાંતિ છવાઈ જાય. શાંતિ પરમેનન્ટ થઈ જશે એવું લાગે કે તરત હાથ પતરાળા તરફ લંબાવવાનો. બટાટા, શક્કરિયાં, પાપડી, રતાળુ – આયુર્વેદ મુજબ વાયુ નિપજાવનારાં કહેવાય. ફિકર નહીં કરવાની. માટલામાં મીઠાની સાથે અજમો એટલા માટે તો નાખ્યો હતો. દોઢથી બે કલાલ સુધી ચાલનારા ઊંધિયાભોજન પછી જિંદગીમાં કરવા જેવું કામ એક જ લાગે છે. ઊંઘ.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment