Thursday, 14 January 2016

[amdavadis4ever] "અંડેરી ગંડે રી ટીપરી ટેન"

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



કોઈ વ્યક્તિ આર. ડી. એકસ. કે એ. કે. ફોર્ટીસેવન વગર પણ આતંક ફેલાવી શકે? જવાબ છે હા... આનું જીવતું જાગતું ઉદાહરણ છે મારા ઘરે એક મહિનો ધામો નાખવા આવેલાં મારાં સાસુ તરુલતા. 'તરુલતા' એના કોઈ પણ એક્સ. વાય. ઝેડ. સાસુએ આ નામ પાડ્યું હશે ત્યારે કલ્પના પણ નહિ કરી હોય કે મોટી થઈને આ તરુલતા તરખાટ મચાવવાની છે. સાંભળ્યું છે એના વર્તનને લીધે એને શાળામાંથી પણ કાઢી મૂકવામાં આવતી. આમ એ જમાનામા 'ફાઈનલ પાસ' એટલે પાંચમા છઠ્ઠા ધોરણ સુધી માંડ ભણેલાં મારાં સાસુએ છ વર્ષમાં સાતેક સ્કૂલ બદલી'તી.

કારણ એક જ... ના અનેક... "કોઈના ડબ્બામાંથી નાસ્તો ઝાપટી જવો... એ રીતે ચાલવું કે ચાર-પાંચ જણના પગ કચડાઈ જાય. અને બે જણ બેસી શકે એવી બેંચ પર એકલા જ બેસી શકવું... એની વે... જવા દો આ તો બધી સાંભળેલી ભૂતકાળની વાતો છે. "બાત નીકળી તો બહોત દૂર તલક જાયેગી...

મોડી સાંજે મારા નવા નાટક "ખુશ રહો યાર - લાઈફ ઈઝ બ્યુટિફુલના રિહર્સલ્સ પતાવીને આવી રહ્યો'તો. અને સોસાયટીમાં એન્ટર જ થયો ત્યાં મેઈન ગેટ પર અમારી સોસાયટીના સેક્રેટરી "ચંદન ચાવાળા' મળી ગયા... ચાવાળા માત્ર એમની અટક છે બાકી કામકાજમાં તો મેરેજ બ્યુરો ચલાવે છે. લાકડે માકડું મેળવી આપે છે. કહે છે વર્ષો પહેલાં એમના પરદાદાનો 'ચા'નો બીઝનેસ હતો એટલે 'ચાવાળા' અટક પડી ગઈ. 'બીઝનેસ' એટલે આસામ કે દાર્જીલિંગ બાગોનો કે ચાય નહિ. ઊંઝા ગામના રેલ્વે સ્ટેશનની બહાર એમના પરદાદાનો ચાનો બાંકડો હતો. આ ચંદનભાઈ કાયમ ગોગલ્સ ચડાવીને રાખે. ભરબપોર હોય તોયે... અને રાતના ઘરે બેસીને ટી.વી. જોતા હોય તોયે. સાંભળ્યું છે ન્હાતી વખતેય ઉતારતા નથી. કોઈ કહે છે એમને એવો વહેમ છે કે એ 'વિનોદ ખન્ના' જેવા લાગે છે... તો કોઈ કહે છે એ એક આંખે 'કાણા' છે. (માફ કરજો - એમની ગેરમૌજુદગીમાં આ શબ્દ વાપર્યો છે. બાકી કાણાને કાણો કહે કડવું લાગે વેણ... ઈવન આઈ નો.)

આપણે જનરલી કોઈની વાત કરતા હોઈએ તો એકાદ ફૂટનું અંતર રાખીએ. ચંદન ચાવાળો લગભગ તમને ચોંટી જ પડે. પાછો ગોગલ્સ પહેર્યા હોય એટલે ક્યાં જોઈને વાત કરે છે એ સમજાય જ નહિ. બેઠી દડીનો ત્રેપન ચોપન વર્ષનો માણસ... જીન્સની ઉપર ટી-શર્ટ પહેરે અને પાછું ઈનશર્ટ કરે. જીન્સ એટલું ઉપરથી પહેર્યું હોય જાણે છાતીથી જ સ્ટાર્ટ થતું હોય એવું લાગે. એની નીચે કોલ્હાપુરી ચંપલ અને ખભે લટકાવેલી એક શોલ્ડર બેગ. જેમાં જાતજાતના ઉમેદવારોના ફોટા અને બાયોડેટા મળે. 'ચાવાળા મેરેજ બ્યુરો' આ એના મેરેજ બ્યુરોનું નામ.

અમારી સોસાયટીના સેક્રેટરી તરીકે છેલ્લાં અનેક વર્ષોથી કોઈપણ જાતની હરીફાઈ વગર ચૂંટાઈ આવે છે, કારણ કે નડુ આઈટમ છે. બોલતો હોય ત્યારે વારે ઘડીએ જીભ બહાર કાઢીને લબકારા માર્યા કરે.

આવા ચંદન ચાવાળાને જોઈને મેં અવોઈડ કરવા માટે મારો મોબાઈલ કાઢયો ને ખોટેખોટી વાતો કરવાનો ડોળ કરતો હોઉં એમ આડી દિશામાં જોઈને ચાલવા લાગ્યો. પણ... "જેહના ભાગ્યમાં જે સમયે જે લખ્યું... આદરણીય નરસિંહ મહેતાની આ વાત મને પણ લાગુ પડીને ચંદન ચાવાળાએ મને બોલાવ્યો... "રાવલ સાહેબ, હું શું કે'તોતો... આ આ વખતના તમારા મેઈન્ટેનન્સમાં ચાર હજાર રૂપિયા વધારાના આવશે તો ચોંકતા નહિ... (જીભનો લબકારી) ના એટલે કે લિફટના કનેકટેડ રોડ અને વાયરમાં બહુ મોટું નુકસાન થયું છે અને એનો રિપેરિંગનો ખરચ તમારે ભોગવવો પડશે બાપના બોલે. (પાછો જીભનો લબકારો.)

મારી ડાગળી ચસકી... "ચંદનભાઈ, હદ થાય છે... લિફટના રિપેરિંગનો ખર્ચ એ આ આખી સોસાયટીનો સહિયારો ખર્ચ છે, હું એકલો શું કામ ભોગવું? હું શું એકલો લિફટ વાપરું છું...

ચંદન ઉવાચ વિથ જીભકા લબકારા... "હું શું કે'તોતો લિફટ તમે એકલા નથી વાપરતા તો તમારી સાસુ એકલાં જ રમે છેને? "એ હું શું કે'તોતો એમના લંગડી રમવાથી આપણી લિફટ લૂલી થઈ ગઈ હોય તો એનો ખર્ચો તો જમાઈરાજા ભોગવેને બાપના બોલે...

હું અવાચક થઈ જાઉં છું... માંડ મારી જાતને સ્વસ્થ કરું છું ને પૂછું છું. ક્યા સબુત હૈ કી લંગડી ખેલને વાલી અઉરત મેરી સાસ થી? કાનૂન સબુત માંગતા હૈ... સબુત કી બીના પે હી કાનૂન ચલતા હૈ... આપ ઈસ તરહ કિસી માસૂમ પર બેબુનિયાદ તહોમત નહિ લગા સકતે બરખુરદાર...

ચંદન ચાવાળા મારી સામે ચાર સેક્ધડ જોયા કરે છે ને પછી કૂકરની સીટી વાગે એવા અવાજમાં ફિસફિસફિસ કરતા હસી પડે છે. "અરે રાવલ સાહેબ, હું શું કે'તોતો બીના સબુતની નથી... સચીનની છે. મેં જ તો લગન કરાવી આપ્યા'તા બન્નેનાં બાપના બોલે. અને પાછો આ માણસ ફીસફીસફીસ કરતો પોતાના જ ફાલતુ જોક પર હસવા માંડે છે.

"હું શું કે'તોતો સબુતની ક્યાં માંડો છો? "આપણી લિફટમાં સી. સી. ટીવી કેમેરા લગાડ્યા છે. યાદ છેને બાપા બોલે. એ અમારો સબુત... જેના ચોથા ને પાંચમા માળની વચ્ચે લિફટ અટકી ગઈ ને તોયે તમારા સાસુનું કોઈ અજાણ્યા રિક્ષાવાળા સાથે લિફટમાં લંગડી લંગડી રમવાનું ચાલુ હતું... "ચોથે માળવાળા હર્ષદભાઈએ તો પોતાના સગ્ગા કાને સાંભળ્યું'તું. તમારાં સાસુ ગાઈ રહ્યાં'તાં. અંડેરી ગંડેરી ટીપરી ટેન... આઈસન માઈસન વેરી ગુડ મેન. ઓ મિસ્ટર કેટલા વાગ્યા... વન ટુ થ્રી... રિક્ષાવાળા ભાઈ, તમારો દાવ આવ્યો.

સમજ્યા રાવલસાહેબ? એટલે ચાર હજાર તૈયાર રાખજો બાપના બોલે? બોલીને પાછો કૂકરની સાતમી સીટી જેવું નબળું ફીસસસસ... જેવા અવાજવાળું હસીને આ શખસ જતો રહે છે. નાટકના રિહર્સલ્સના થાક સાથે અચનાક આ વધારાના ચાર હજારના ખર્ચનો થાક વર્તાવા માંડે છે. એમ થાય છે. "કોઈ ટાવરમાં સાડાત્રીસમા માળે ઘર લઉં... જેમાં લિફટ ન હોય અને સાસુમાને રોકાવા બોલાવું....

હું યુદ્ધમાં જીતેલા પણ પ્રેમમાં હારેલા બાજીરાવની જેમ ધીમે પગલે મારા ફલેટ સુધી પહોંચું છું. બેલ મારવા જાઉં છું ને અંદરથી કંઈક સંભળાતાં ફસડાઈ પડું છું.... અંદરથી સંભળાઈ રહ્યું છે... "અંડેરી ગંડેરી ટીપરી ટેન...

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment