Sunday, 3 January 2016

[amdavadis4ever] માતાપિતાની કાળજી બાળકોન ો આત્મવિશ્ર્ વાસ વધારે છે

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



માનવીના સ્વભાવના, એના આત્મવિશ્ર્વાસના અથવા એના અભાવના, અન્ય પ્રત્યેની તેમની આસક્તિ, લાગણી અથવા અનાસક્તિના પાયા બાળપણમાં તેમના માતાપિતા અથવા તેમના વાલીઓ સાથેના તેમના સંબંધોના આધાર પર નખાય છે. બાળપણમાં અથવા સગીર વયમાં માનસિકતાને હચમચાવી નાખતા.-ભાવાવેશના ભારે પૂર લાવતા અકસ્માત બની જાય. આવા અનુભવમાંથી પસાર થવું ફરજિયાત બને તો કદાચ બાળપણમાં નખાયેલા પાયા પણ હચમચી જવાના. અન્યથા બાળકો મોટાં બનીને પણ તેમના બાળપણના વર્તન સમાન જીવવાના.

બાળકોની તેમના માતાપિતા પ્રત્યે આસક્તિ માત્ર એક જ પ્રકારની નથી હોતી. પ્રથમ વર્ગમાં એવા બાળકો તેમના માતાપિતામાં સંપૂર્ણ વિશ્ર્વાસ રાખતાં બાળકો બની જવાનાં. તેમના માતાપિતા નજર સામે હોય યા નહીં તેનાથી તેમના વિશ્ર્વાસમાં ફરક પડતો નથી. બીજાં પ્રકારનાં બાળકો આત્મનિર્ભર પ્રકારના બની જાય છે. તેમના માતાપિતા તેમની નજરમાં હોય યા લાંબાગાળા સુધી તેમની નજરથી ઓઝલ રહે. તેમના કાર્યમાં કોઈ વિઘ્નો આવતાં નથી. ત્રીજા વર્ગનાં બાળકો તેમના માતાપિતાની ગેરહાજરીમાં બિનસલામતીની ભાવનાથી પીડાતાં રહેવાના. ચોથા પ્રકારનાં બાળકો જીવનમાં ક્યારે પણ તેમની લાગણીઓને સંગઠિત બનાવી શકતાં નથી. તેમની લાગણીઓ અસ્થિર જ રહે છે કાયમ.

અમેરિકાના મનોવૈજ્ઞાનિકો તેમ જ સમાજશાસ્ત્રના નિષ્ણાતોએ આ અંગે સંશોધન ખાતર અનેક પ્રયોગ કર્યા છે. કેટલાક પ્રયોગોની મુદત તો બે દાયકાની હતી, એમ મનોવૈજ્ઞાનિક હૉવર્ડ ગાર્ડનર જણાવી ગયા. તેમના પુસ્તક મલ્ટિપલ ઈન્ટેલિજન્સીસમાં આ પુસ્તકમાં તેમણે બુદ્ધિમત્તાના નવ પ્રકારના આલેખો આપ્યા. એક પ્રયોગમાં નાના ભુલકાઓને તેમના માતાપિતાઓ સાથે એક ખંડમાં રાખવામાં આવ્યા. થોડીવાર પછી તેમને બાળકને એકલા મૂકી બહાર જણાવવામાં આવ્યું. થોડીવાર બાદ તેમને પરત મોકલવામાં આવ્યાં. માતાપિતાની હાજરીમાં તેમના બહાર ગયા બાદ અને તેમના પરત આવી ગયા બાદના પણ તબક્કાઓમાં બાળકોના નિરીક્ષણ કરવામાં આવ્યાં. તેમના હાવભાવ, વારંવાર બારણા પર જતી તેમની દૃષ્ટિ અને માતાપિતાને આવતા દૂરથી જોયા બાદ તેમની આંખોમાં આવતી ચમક. તેમના ચહેરા પર હાસ્યના ભાવ તેમ જ તેમના તનના તણાવમાં આવેલી રાહત તેમની મનસ્થિતિ બતાવી ગઈ.

બાળકોની દરકાર રાખતાં અને દાખવતાં તેમ જ તેની જરૂરિયાતોને સમયસર પૂરી કરતાં માતાપિતાનાં બાળકોમાં અસલામતીની બેચેની જોવા મળતી નથી. સમય સમય પર એમની માતા પાસે ન હોય અથવા દેખાય નહીં તો પણ તેઓ બેચેન બનતાં નથી. થોડા સમયની ગેરહાજરી બાદ માતા પરત આવે તો તેના પર એક જ વાર નજર ફેરવીને બાળકો તેમની પ્રવૃત્તિમાં જ મશગુલ રહેવાનાં.

જે માતાપિતા બાળકોની માગણીઓ જ નહીં પણ જરૂરિયાતો પ્રત્યે પણ ધ્યાન આપતા નથી. બાળકોને હંમેશાં તરછોડતા માતાપિતાના બાળકોને તેમના પિતા અને માતા પાસે હોય યા નહીં તેની જરા પણ અસર દેખાતી નથી જાણે કે માતાપિતાની સહાય વગર જ તેઓ મોટા થવાના સંકલ્પ કરી બેઠાં હોય. આવા બાળકો માતા પાસે આવી જાય તો પણ એ બાળક માતાને જોવા માટે પોતાની પ્રવૃત્તિમાંથી નજર હટાવતા નથી. પણ બાળકો પ્રત્યે ઉદાસીનતા અને વહાલના ઊભરાતા અસ્થિર ધોરણો રાખતાં માતાપિતાનાં બાળકો કાયમી દ્વીદ્ધામાં સપડાયેલાં દેખાયાં. માતાપિતા પ્રત્યેની તેમની આસક્તિ પણ અભાવ અને ઊભરા વચ્ચે ઝોલા લેતી દેખાઈ.

ચોથા પ્રકારમાં બાળકોના લાગણીના ઊભરા અને શમણાં સંગઠિત બનતાં નથી. તેઓ લાગણીઓના આવા અસ્થિર તોફાનમાં કેવી રીતે સપડાતા રહે છે તે અંગે હજી સંશોધનો ચાલી રહ્યાં છે. આવાં બાળકો માતાપિતાથી થોડા સમય માટે પણ વિખૂટાં પડી જાય તો તેમની બેચેની તેમના બદનના તણાવ, ચારે બાજુ ચકળવકળ ફરતી તેમની નજર તેમની બિનસલામતીની સ્થિતિ બતાવી જાય. તેમના ચહેરા રડમસ બની જાય અને ગમે તે ઘડીએ રડી પડશે એમ લાગે પણ માતા અથવા પિતા દેખાઈ આવતાં જ તેઓ રાહતની લાગણીના ઊભરા ઠાલવવાના બદલે મોં ફેરવી લેતાં દેખાયાં. મનોવૈજ્ઞાનિકની તત્કાળની માન્યતા છે કે જે માતાપિતા હંમેશાં લાગણીઓના દબાણમાં અથવા નર્વસ પ્રકારના જીવન વીતાતતાં રહે છે, તેમના દરેક કૃત્યમાંથી ભય તરી આવે તેવા માતાપિતાનાં બાળકોમાં આવી અસલામતીની ગ્રંથિ આવતી હશે. બાળક માટે તેમના દબાયેલા - ભયભીત જીવન સારા મોડેલ બની શકે નહીં, પણ મનોવૈજ્ઞાનિકો આ વિષય પર વધુ સંશોધન કરી રહ્યા છે કારણ કેટલાક સારા સંસ્કારી પરિવારોના બાળકો પણ આવી અસલામતીની ગ્રંથિથી પીડાતાં દેખાયાં છે.

બે વરસની વયનાં બસો બાળકોનો આ અભ્યાસ પ્રયોગ કરવામાં આવ્યો હતો. દસ વરસ બાદ - એ જ બાળકો અને બાળકીઓ બાર વરસની વયે પહોંચી ગયા બાદ તેમના પુન:અભ્યાસ માટે તેમને પ્રયોગશાળામાં લાવવામાં આવ્યા. પ્રથમવર્ગના બાળકોમાં પૂર્ણ આત્મવિશ્ર્વાસ દેખાયો. એ તમામના મિત્રમંડળો વિશાળ હતાં. તેમના કહેવા પ્રમાણે કોઈને મિત્ર બનાવવા તેમના માટે આસાન બાબત હતી. તેઓ ટીમ વર્કમાં આસાની સાથે ગોઠવાઈ જતાં. પણ ચોથા પ્રકારનાં બાળકોમાં આત્મવિશ્ર્વાસનો અભાવ કાયમ હતો. આ પરથી એક જ તારતમ્ય આવી શકે કે બાળપણમાં માતાપિતાની સાથેની આસક્તિના સંબંધોના પ્રકાર જ તેમના ભાવિ જીવનના સ્વભાવનાં કારણો બને છે.

પણ આ પ્રયોગ ગઈ સદીના છઠ્ઠા અને સાતમા દાયકામાં કરવામાં આવ્યા ત્યારે કોમ્પ્યુટરો આવવાની શરૂઆત જ થઈ હતી. ઈન્ટરનેટની કલ્પના પણ કરવામાં આવી નહોતી. એકવીસમી સદીના પ્રથમ દાયકામાં કોમ્પ્યુટરોનો એવો ફેલાવો થઈ ગયો છે કે લાખોની હથેળીમાં સમાઈ જતાં કોમ્પ્યુટરો આવી ગયાં. જીવનમાં આમુલાગ્ર પરિવર્તન આવી ગયા. એકવીસમી સદીમાં પ્રથમવાર માતાપિતા બનતાં યુગલોના તેમના બાળકોના - ખાસ તો પ્રથમ બાળકના ઉછેરના અભિગમો બદલાઈ ગયા. ઈન્ટરનેટ પર ઉછેરની નવી રીતો મળવા લાગી. બાળકને ચેપથી અને પર્યાવરણના પ્રદૂષણોથી બચાવવા ખાતર તેમ જ તેમના બાળકના આરોગ્યની સાચવણી બાબત નવા યુગલો એવાં ચોક્કસ બની ગયાં કે જૂની પેઢીના એમને વધુ ચિવટિયા ગણાવવા લાગ્યા. નવી પેઢીનો જૂની પેઢી માટેનો દેખીતો અણગમો પણ એ માટે જવાબદાર ગણાય.

નવા યુગલો તેમના બાળકોની યોગ્ય માવજતના મથાળા તળે તેમને અતિ વધુ સંરક્ષણો આપવા લાગ્યાં કે બાળકમાં આત્મવિશ્ર્વાસની આવવાની તકો તેમના અતિ વધુ સંરક્ષણના તેમના અભિગમો ઘટાડી રહ્યા છે. પાંચ વરસની બાળકીને તેઓ ઝૂલા પર એકલી બેસવા દેતાં ભય અનુભવે છે. આમ પોતાના ભયની ભાવના તેઓ બાળકોમાં ઉતારી રહ્યાં છે. બાળકો બહાર રમતા જવાનાં બદલે ઘરમાં કોમ્પ્યુટર પર ગેમ્સ રમતાં દેખાય છે.

ભારતની જૂની સમાજ રચનાના માળખામાં જાતિભેદ અને વર્ગભેદના અસ્તિત્વની ભારે ટીકા કરતાં યુવાન યુગલો તેમના બાળકોની સલામતીના નામ પર નવા વર્ગભેદ બનાવી રહ્યાં છે. 

પરિવારની સામાજિક સાંસ્કારિક, આર્થિક ક્ષમતા અનુસાર તેમના બાળકના પરિધાન બનવાના. બાળકના આરોગ્યની ચિંતા રાખતા આર્થિક રીતે નબળા વર્ગના બાળકોના પહેરવેશ તેમના સમાજમાં ધ્યાનના પુરાવા બની જવાના. આવાં પરિધાનોવાળાં બાળકોના શરીર પરના પ્રદૂષણવાળા જંતુઓ પોતાના બાળકોને નુકસાન કરે નહીં તેથી પોતાના બાળકોને દૂર સલામત રાખવા માગતાં માતાપિતામાં જાતિના અથવા વર્ગના ભેદભાવ નથી. એના સામાજિક પૂર્વગ્રહો નથી. આમ છતાં નવા આયામ પર તેઓ વર્ગભેદ તો કરી જ રહ્યા છે. બંને વર્ગોના બાળકોને અલગ અલગ વાડાઓમાં બાંધી રાખવા મથી રહ્યાં છે.

તેઓ પોતાના બાળકોના જીવન માટે વધુ મોટા ખતરા ઊભા કરી રહ્યા છે એ વાત તેમની બાળક માટેની ચિંતા તેમના મગજમાં ઉતરવા દેતી નથી. નાના બાળકો માટીમાં માટી સાથે રમે અથવા પાર્કમાં છોડવાના પાંદડા પકડે એના કારણે એમના શરીરમાં એમની સિસ્ટમમાં રોગપ્રતિરોધક બને. ઈમ્યુન સિસ્ટમ બને. આજકાલ ચેપના જંતુઓ - માત્ર સ્પર્શના માર્ગે જ આવતાં નથી. શ્ર્વાસના માર્ગે પણ આવે છે. એના પ્રતિકાર માટે શરીરમાં કુદરતી રીતે બનતી રોગ પ્રતિકાર શક્તિ જ અતિ ઉત્તમ ગણાય. પણ યુવાન યુગલો એવી પદ્ધતિ બનતા અટકાવવાના આડકતરા તમામ પ્રયોગો કરી રહ્યાં છે.

તમામ સાવચેતી રાખવા છતાં બાળકને સળેખમ થાય. ઋતુ પરિવર્તનના રોગ થાય ત્યારે તબીબ પાસે દોડી જઈ બાળકોને ચેપના નાશ કરવા એન્ટિ બાયોટિક દવાઓ ખવરાવવા અચકાતા નથી. ચેપના ડરના કારણે બાળકને કુદરતી ખાણાના સ્વાદ પણ લેવા દેતા નથી. એકંદરે જોતા માતાપિતા પોતાની માન્યતાઓ, ભયો અને સ્વાદો પણ તેઓ સાવચેતીના નામ પર તેમના બાળકો પર ઠોકી બેસાડી રહ્યા છે. તેઓ માતાપિતા નહિ પણ તાનાશાહો સમાન વર્તી રહ્યાં છે. આ બાળકો મોટાં બનતા તેમના વર્ગીકરણ માટે પાંચમા વર્ગ બનાવવા પડશે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment