Saturday 9 January 2016

[amdavadis4ever] ‘સીમાડા વિ નાના પ્રેમન ું તે મૂર્ત સ્વરૂપ છે’

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



મારા હૃદયમાં જે ધબકે છે એ તે છે

શું તમને ક્યારેય વિચાર આવ્યો છે કે કોણ મને સતત દોડતો અને સંઘર્ષ કરતો રાખે છે? શું તમે જાણો છો કે મારી આ ઊર્જાનો સ્રોત ક્યાં છે?

મારી નસોમાં વહેતા રુધિરનો ધબકાર તે છે.

તમે જો તેને મળશો તો તમને મારી વાત પર વિશ્ર્વાસ આવશે. તમે એક વાર તેને મળશો તો માનવીના એકબીજા સાથેના સંબંધોમાં પ્રતિક્રિયા, ભાવનાઓ અને સામાજિક ઢાંચા તેમ જ આ બધા વિશેની તમારી માન્યતાઓમાં કદાચ ધરમૂળથી પરિવર્તન આવી જશે. સીમાડા વિનાના પ્રેમનું તે મૂર્ત સ્વરૂપ છે.

મારા અસ્તિત્ત્વમાં ધબકતો આનંદ તે છે.

તે સદા મુસ્કુરાતી રહે છે, ભૌતિક ચીજવસ્તુઓનું તેને મન કોઈ મૂલ્ય નથી. એકાદ ફુગ્ગો કે તેને ભાવતી વાનગી તેને આ ધરાતલ પરની સૌથી આનંદિત વ્યક્તિ બનાવી દે છે. તે તમારી પાસેથી ચાહે છે ફક્ત તમારું સંપૂર્ણ ધ્યાન.

તે એ હૃદય છે જે મારી છાતીમાં બેસીને ધબકે છે, તે એ રુધિર છે જે મારી નસોમાં મારું હોવાપણું થઈને વહે છે, તે એ આનંદ છે જે મારા આત્માને પુલકિત કરે છે.

જ્યારે તે ઊંઘી ગઈ હોય છે ત્યારે મને ખાતરી છે કે તે નક્કી આકાશમાં ઉડાન ભરી રહી હશે કારણ કે તેને રજાઓમાં વિમાનમાં પ્રવાસ કરવો અને ફરવું બહુ ગમે છે.

જ્યારે હું ઘરે આવું છું ત્યારે તેના ચહેરા પરનું સ્મિત જરા વધુ ફેલાઈ જાય છે અને તે બે હાથ પહોળા કરે છે પણ તે આવીને મને ભેટી પડતી નથી પણ દોડીને મા પાસે જાય છે એવું દર્શાવવા કે 'જો તો ખરા, કોણ આવી ગયું!'

શું હજુ તમને એ પ્રશ્ર્ન છે કે કોણ મને દોડતો અને સંઘર્ષરત રાખે છે?

તે એ હૃદય છે જે મારી છાતીમાં બેસીને ધબકે છે, તે એ રુધિર છે જે મારી નસોમાં મારું હોવાપણું થઈને વહે છે, તે એ આનંદ છે જે મારા આત્માને પુલકિત કરે છે.

તમે ક્યારેય તેને ડાન્સ કરતા જોઈ છે? બોલીવૂડના ગીતો પર તેના પપ્પા સાથે નાચવું તેને બહુ ગમે છે, પણ તે ક્યારેય એકલી નાચતી નથી તે તેની માનો હાથ ખેંચીને તેને પણ નચાવે છે.

તે આ જગતને જુદી રીતે જુએ છે. તે દરેક વ્યક્તિને એવી રીતે જ મળે છે જાણે તે વ્યક્તિ સાથે તેની લોહીની સગાઈ હોય કે પછી તેનું પોતાનું સ્વજન હોય અને તે સાચી છે, બરાબરને?

તે બધાની બહુ કાળજી લે છે અને ચિંતા પણ કરે છે. તે દરેક વખતે ઈશારાથી પૂછે છે કે તમે જમ્યા, તમે નાહ્યા? હું જતી વખતે તેને આવજો કહું છું તો એ મને યાદ કરાવે છે કે તેં હાથમાં ઘડિયાળ નથી પહેરી અને હું ક્ષણભર તેની આંખોમાં અચરજથી તાકી રહું છું.

શું હજુ તમને એ પ્રશ્ર્ન છે કે કોણ મને દોડતો અને સંઘર્ષરત રાખે છે?

તે એ હૃદય છે જે મારી છાતીમાં બેસીને ધબકે છે, તે એ રુધિર છે જે મારી નસોમાં મારું હોવાપણું થઈને વહે છે, તે એ આનંદ છે જે મારા આત્માને પુલકિત કરે છે.

શું અમે ઝઘડીએ છીએ? હાસ્તો! તેણે મારી ઘણી બધી ચીજવસ્તુઓ તોડી નાખી છે, પણ જ્યારે તે સૂતી હોય છે ત્યારે હું તેની પાસે જઈને તેને વહાલ કરું છું. તે આ બધું જાણતી-સમજતી નથી અને અમારા ઝઘડાઓ માટે તેણે તો મને ક્યારનોય માફ કરી દીધો છે. હું તેને જ્યારે સવારે ઉંઘમાંથી જગાડવા જાઉં છું ત્યારે તે આંખ ખોલે છે અને પાંચે આંગળીઓ દેખાડી કહે છે પાંચ મિનિટ, 'પાંચ મિનિટ સૂવા દે'

તમે હજુ વિચારો છો કે તે કોણ છે જે મને દોડતો રાખે છે?

તે એ હૃદય છે જે મારી છાતીમાં બેસીને ધબકે છે, તે એ રુધિર છે જે મારી નસોમાં મારું હોવાપણું થઈને વહે છે, તે એ આનંદ છે જે મારા આત્માને પુલકિત કરે છે. તેનો પ્રેમ સમય અને આખા અવકાશમાં મને વહેતો રાખે છે.

'હા, તે મારી બહેન છે.' 

---

આહૃદયસ્પર્શી કવિતા ૨૫ વર્ષના તીર્થ નામના યુવાને લખી છે. તેની બહેનની શારીરિક ઉંમર તો સોળ વર્ષની છે પણ માનસિક ઉંમર કદાચ ૬ વર્ષથી પણ ઓછી. તેની બહેન પાસે વાચા નથી પણ અઢળક વાતો છે, સંવેદનાઓ છે, લાગણી છે અને છલકાઈ જતો પ્રેમ છે. સોળ વર્ષની ઉંમરની પણ સાવ નાના બાળકની જેમ વર્તન કરતી, પોતાની મોંઘીદાટ વસ્તુઓ તોડી નાખતી, કોઈકવાર મોંમાંથી લાળ નીકળી પડતી હોય, કોઈ વાર કમર પરથી પેન્ટ સરકી જતું હોય એવી આ બહેન આ યુવાન માટે સંકોચ કે શરમનું કારણ નથી બનતી. તેની બહેનમાં દુનિયાદારીની સમજણ નથી, તે બે વત્તા બે ચાર પણ કરી શકતી નથી પણ તેની માસૂમિયત, કોઈ પારકું નથી અને બધા જ પોતાના હોય એ રીતે તેના સંપર્કમાં આવતા સૌ કોઈને પ્રેમથી ભીંજવી નાખતી બહેન આ યુવાન માટે તેના જીવનને દોડતું રાખવાનો, તેની ઊર્જાનો સ્રોત્ર બને એ નાનીસૂની વાત નથી. તીર્થ કોઈ લેખક કે કવિ નથી પણ તેની પાસે કહેવા જેવું ઘણું છે અને અભિવ્યક્તિ છે. તે બ્લોગ લખતો રહે છે અને તેના બ્લોગમાંથી તેનું આ દિલને સ્પર્શી જાય એવું સર્જન અહીં વાચકો સાથે વહેંચ્યું છે.

એક તરફ આપણી આજુબાજુ આપણે જોઈએ અને સાંભળીએ છીએ કે સગા મા-બાપને દીકરીઓ ખપતી નથી અને તેઓ ક્રૂરતાથી ગર્ભમાં જ તેમની હત્યા કરી નાખે છે. અલ્ટ્રાસાઉન્ડ ટેક્નોલોજીની શોધ કરનાર વૈજ્ઞાનિકનો આશય તો કોઈ ખોડખાંપણ હોય તો ગર્ભમાંના બાળકને ત્યાં જ સારવાર ઉપલબ્ધ થાય એવો હશે પણ તેને કલ્પના પણ નહીં હોય કે ખાસ કરીને હિંદુસ્તાનમાં આ જ ટેક્નોલોજીનો ઉપયોગ બાળકીઓનો

સંહાર કરવામાં થશે.

જે લોકો પૈસા કે સંપર્કોને અભાવે ઇચ્છા હોવા છતાં અલ્ટ્રાસાઉડનો ઉપયોગ કરી શકતા નથી અને જેમને દીકરી એટલે સાપનો ભારો જ લાગે છે તેવા લોકો ઉકરડામાં, ટ્રેનમાં કે ગમે તે જગ્યાએ નાની-નાની બાળકીઓને મરવા માટે મૂકી દે છે. નોર્મલ અને સાજીસમી દીકરીઓ હજુ પણ આપણા સમાજમાં અવગણના પામે છે તો આવી 'સ્પેશિયલ' દીકરીની તો વાત જ શું કરવી! 

એકવીસમી સદીમાં પણ પુત્ર પામવા માટે પાગલ થયેલા લોકોને કેટલાક કહેવાતા આયુર્વેદાચાર્યો પુત્રપ્રાપ્તિના મંત્ર આપીને પોતાની દુકાન ધમધોકાર ચલાવવા નીકળી પડ્યા છે અને સંવેદનહીન મા-બાપ પુત્ર મેળવવા માટે તેમની પાછળ હડીઓ કાઢે છે. તાંત્રિકો-માંત્રિકો અને પુરાણો તેમ જ આપણા વૈદ્યકીય શાસ્ત્રોમાંથી પુત્રપ્રાપ્તિ માટેની વિધિઓ શોધી કાઢનારોઓનો રાફડો ફાટ્યો છે એવા સમયમાં પોતાની માનસિક રીતે વિકાસ ન પામેલી બહેનને માથે આવી પડેલો વણમાગ્યો બોજો ગણવાને બદલે આ યુવાન માટે તેની બહેન જીવવાનું, શ્ર્વાસ લેવાનું અને દોડતા રહેવાનું કારણ બને એ સુખદ્ આશ્ર્ચર્ય છે. આપણે ત્યાં સતત નવી પેઢીને વખોડવાનો વાયરો છે પણ દરેક જનરેશનની જેમ આ પેઢીમાં પણ સંવેદનશીલ યુવાન-યુવતીઓ છે અને એટલે જ આ પૃથ્વી હજુ વસવાલાયક ગ્રહ બની રહી છે. 

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment