Saturday 9 January 2016

[amdavadis4ever] સમય આવશે એ વો જ્યારે વર મળવો બન શે મુશ્કેલ!

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્ર વિષયના પ્રમુખ તરીકે કામ કરી રહેલાં રિદ્ધિ કશ્યપ દ્વારા કરવામાં આવેલું સંશોધન થોડા સમય અગાઉ બહાર પડ્યું હતું. આ સંશોધન પ્રમાણે ૩૦-૩૫ વર્ષ બાદ ભારતમાં શિક્ષિત યુવતીઓને લગ્ન માટે શિક્ષિત યુવાનો મળવા મુશ્કેલ બનશે. એવું અનુમાન છે કે ૨૦૫૦ સુધીમાં તો ૨૫-૨૯ વય ધરાવતી ૧૦૦ યુવતીની સરખામણીમાં શિક્ષિત યુવાનોની સંખ્યા ૯૨ હશે. યુવતીઓ યુવાનોની તુલનામાં ઉચ્ચ શિક્ષિત હશે. ભારતીય લગ્ન પ્રથા મુજબ કુટુંબના સભ્યો દ્વારા દીકરીના લગ્ન માટે મુરતિયો જોવાનો હોય તો તેનું ભણતર ક્ધયાના ભણતર કરતાં વધુ હોવું જરૂરી છે. હાલમાં કોઈ કોઈ કેસમાં બાંંધછોડ થતી જોવા મળે છે, ક્યારેક અપવાદ પણ જોવા મળતા હોય છે. હવે સંજોગો બદલાઈ ગયા છે. શિક્ષણ પ્રત્યે યુવાનોની સરખામણીમાં યુવતીઓનો લગાવ વધતો ગયો છે. 

એવી આશંકા સેવાઈ રહી છે કે ૨૦૫૦ સુધીમાં તો ભારતીય યુવતીઓને મનગમતો ભરથાર મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. તેનું મુખ્ય કારણ વર્તમાન સમયમાં જે રીતે યુવતીઓમાં ભણતરનું પ્રમાણ વધતું જાય છે, તેની સરખામણીમાં છોકરાઓ શિક્ષણ પ્રત્યે બેધ્યાન બનતા જાય છે. એવું પણ બની શકે કે આજની સરખામણીમાં યુવતીઓ મોટી સંખ્યામાં કુંવારી રહેવાનું પસંદ કરશે. 

આજે પણ હજારો નારી એવી જોવા મળે છે કે જેઓ તેમણે લીધેલ શિક્ષણને યોગ્ય મુરતીયો ન મળવાને કારણે અપરિણિત રહેવાનું પસંદ કરે છે. 

ભારતમાં લગ્નનું માળખું

ભારતમાં લગ્નની પેટર્ન વિશે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે તથા ઈકોનોમિક સર્વે (૧૯૯૯,૨૦૦૪)ના આંકડા દર્શાવે છે, તે મુજબ ૫૪.૪ પ્રતિશત લગ્નમાં યુવાનો સ્નાતક સુધી અભ્યાસ ર્ક્યો હોય છે. જ્યારે યુવતીઓ પ્રાયમરી કે સેકંડરી સુધીનો અભ્યાસ કરે છે. એ પણ સત્ય છે કે સ્નાતક બનેલી ૨૬.૬ ટકા યુવતીઓ તેમનાથી ઓછું ભણેલ યુવકો સાથે લગ્ન કરીને ઠરીઠામ થવાનું પસંદ કરે છે. ભારતની આ પદ્ધતિમાં બદલાવ લાવવાની જરૂર છે. જો બદલાવ લાવવામાં નહીં આવે તો ભવિષ્યમાં લગ્ન કરીને સંસાર વસાવવો એક સ્વપ્ન બની જશે! આ સમસ્યા યુવતીઓ અને યુવાનોને અલગ અલગ રીતે અસર કરશે. તેનું મુખ્ય કારણ ઉચ્ચ શિક્ષણ મેળવેલી યુવતીઓને વર મળવો મુશ્કેલ બનશે. યુવાનોને ઓછું શિક્ષણ લીધું હોવાને કારણે ક્ધયા મળવી મુશ્કેલ બનશે. 

આંકડા શું કહે છે 

૨૦૧૦માં ૧૦૦ યુવતીઓની તુુલનામાં ૧૫૧ યુવાનોએ કોલૅજમાં જઈને સ્નાતકની ડિગ્રી મેળવી હતી. ૨૦૫૦માં ૨૫-૨૯ વર્ષની વય ધરાવતી ૧૦૦ યુવતીઓની તુલનામાં ફક્ત ૯૨ પુરુષો જ યુનિવર્સિટીમાં જઈને સ્નાતક બન્યા હશે. સાક્ષરતાની ટકાવારીમાં આ એક મોટો બદલાવ ગણાશે. જેના મૂળ ૨૦૧૦ના વર્ષથી મંડાઈ ચૂક્યા છે. 

૨૦૧૫માં થયેલી ગણતરી મુજબ યુવતીઓ જે યુવાનોની તુલનામાં વધુ ભણેલી હતી. લગ્ન માટે યોગ્ય ઉમેદવાર પસંદ કરવા અસમર્થ હતી તેની ટકાવારી 

૦.૦૭ ટકા હતી. જો આ પ્રમાણે ચાલતું રહેશે તો ૨૦૫૦ સુધીમાં આ ટકાવારી

વધીને ૯ ટકા થશે તેવી આશંકા સેવાઈ રહી છે. વળી અપરિણિત યુવતીઓની મોટી સંખ્યા ઉચ્ચ શિક્ષિત યુવતીઓની હશે. યોગ્ય તકેદારી લઈને શિક્ષણ પ્રત્યેનો યુવાનોનો ઝોક બદલવામાં આવશે નહીં તો ભવિષ્યમાં અવિવાહિત મહિલાઓ અને અવિવાહિત પુરુષોની મોટી સંખ્યા જોવા મળશે. જે સમાજ માટે એક પડકાર બનશે. 

સાક્ષરતાને કારણે ઊભી થયેલી સમસ્યા

કોઈપણ દેશ કે શહેરનો વિકાસ જે તે દેશ કે શહેરની સાક્ષરતાની ટકાવારી ઉપર નિર્ભર જોવા મળે છે. ભારતમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી સાક્ષરતાનું સ્તર વધ્યું છે. સ્ત્રી અને પુરુષ બંનેની ટકાવારીમાં વધારો જોવા મળ્યો છે. ભારત આઝાદ થયું તે વર્ષ એટલે કે ૧૯૪૭માં સાક્ષરતાની ટકાવારી ૧૨ હતી. જે ૨૦૧૧માં વધીને ૭૪.૦૪ હતી. તેમ છતાં પણ આઝાદીના ૬૬ વર્ષમાં ટકાવારીમાં જોઈએ તેટલો વધારો થયો નથી. વાસ્તવમાં ભારતમાં પુરુષ અને મહિલાઓની સાક્ષરતાના દરમાં જમીન આસમાનનો તફાવત જોવા મળે છે. 

૨૦૧૧માં થયેલી જનગણના મુજબ પુરુષોનો સાક્ષરતાનો દર ૮૨.૧૪ ટકા અને મહિલાઓનો દર ૬૫.૪૬ ટકા જોવા મળે છે. પાછલાં ૨૦ વર્ષમાં મહિલાઓનો સાક્ષરતાનો દર પુરુષોની સરખામણીમાં વધી ગયો છે. આ બધા જ આંકડા અને ટકાવારીમાંથી એક સત્ય એ પણ ઊભરી આવે છે કે જો હાલમાં તો મહિલાઓની સાક્ષરતાનો દર પુરુષો કરતાં થોડો નીચો જોવા મળે છે. ઉચ્ચ અભ્યાસની વાત નીકળે તો યુવતીઓ ઝડપથી આગળ વધી રહી છે. લગ્ન બજારમાં યુવતીઓનું ઉચ્ચ શિક્ષણ અનેક સમસ્યા ઊભી કરશે તેવી આશંકા સેવાઈ રહી છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment