Monday 11 January 2016

[amdavadis4ever] કોની સાથે ઊ ઠવુંબેસવું, બોલવુંચાલવું , હળવુંભળવું

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



શનિવારે કુમાર સાનુની કૉન્સર્ટમાં હાજરી આપ્યા પછી જે વિચારો આવ્યા તે અહીં ટપકાવું છું. સંગીતની સાથે કે શો બિઝનેસની સાથે કે ફૉર ધૅટ મેટર ખુદ કુમાર સાનુ સાથે પણ આ લેખને કોઈ સંબંધ નથી. સીધીસાદી જિંદગી સાથે સંબંધ છે.

કુમાર સાનુ એક લેજન્ડરી ગાયક છે. એમના સુવર્ણ દિવસો ચાલતા હતા ત્યારે કેટલાકને એમનો અવાજ ક્લાસી નહોતો લાગતો, નેઝલ અને ચીપ પણ લાગતો હતો. પણ આજે એ અવાજ તમારા રોમેન્ટિક નોસ્ટેલ્જિયાનો એક અનિવાર્ય હિસ્સો છે. કુમાર સાનુની ગાયકીની તુલના તમે લતા-કિશોર-રફીની સાથે ભલે ન કરી શકો પણ ૯૦ના દસકાનો પૂર્વાર્ધ કુમાર સાનુ માટે લોકપ્રિયતાની દૃષ્ટિએ એ મહાન ગાયકોની બરાબરી કરે એવો જ હતો. ૧૯૯૧થી ૧૯૯૫ સુધીનાં પાંચ સળંગ વર્ષ કુમાર સાનુને બેસ્ટ મેલ પ્લેબૅક સિંગરનો ફિલ્મફેર અવૉર્ડ મળતો રહ્યો. અબ તેરે બિન (આશિકી-૧૯૯૧), મેરા દિલ ભી કિતના પાલ હૈ (સાજન-૧૯૯૨), સોચેંગે તુમ્હેં પ્યાર (દીવાના-૧૯૯૩), યે કાલી કાલી આંખે (બાઝીગર-૧૯૯૪), અને એક લડકી કો દેખા તો ઐસા લગા (નાઈન્ટીફોર્ટિટુ-અ લવ સ્ટોર-૧૯૯૫).

આ ઉપરાંત તુઝે દેખા તો યે જાના સનમ (દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે), કુછ કુછ હોતા હૈ (ટાઈટલ સૉન્ગ), આંખો કી ગુસ્તાખિયાં (હમ દિલ કે ચુકે સનમ), ધીરે ધીરે પ્યાર કો બઢાના હૈ (ફૂલ ઔર કાંટે), તુમ્હેં અપના બનાને કી કસમ (સડક), તુ પ્યાર હૈ કિસી ઔર કા (દિલ હૈ કિ માનતા નહીં), તેરે દર પર સનમ હમ ચલે આયે (ફિર તેરી કહાની યાદ આયી) જેવાં ડઝનબંધ ગીતો બેસ્ટ ઓફ કુમાર સાનુની યાદી બનાવતાં યાદ આવે. ૧૯૯૫-૯૬ પછી ક્રમશ: એમની લોકપ્રિયતા ઓછી થતી ગઈ, કામ મળતું ઓછું થતું ગયું આમ છતાં હિટ ગીતો આપવાનું તો ચાલુ જ રહ્યું. ૯૦નો દાયકો પૂરો થયો અને નવા મિલેનિયમમાં સ્પષ્ટ થઈ ગયું કે કુમાર સાનુને પહેલાંના જેવી ગ્લોરી હવે પ્રાપ્ત નહીં થાય. ટીકાકારો ફરી એકવાર બોલવા લાગ્યા કે શું યાર, એક જમાનામાં બારમાં બૅન્ડ સાથે ગાનારો ગાયક ક્યાંથી ચાલે? કિશોર કુમારની નકલ કરીને માણસ કેટલું ટકી શકે? ૨૦૦૫ પછી ભાગ્યે જ બે-પાંચ ફિલ્મો આવી અને ૨૦૧૦ પછી કુમાર સાનુનો અવાજ જાણે ગુમનામીમાં ખોવાઈ ગયો. ગયા વર્ષે 'દમ લગા કેં હૈશા'માં એક નાનો ચમકારો થયો એ અપવાદ.

ઓલ સેઇડ ઍન્ડ ડન કુમાર સાનુ ભલે હવે ભૂતકાળનું નામ ગણાતું હોય પણ એક જમાનામાં તેઓ લેજન્ડ હતા એટલું તો સ્વીકારવું પડે. હવે આખા વરસમાંથી કુલ ૨૩ ગીતો રેકર્ડ નહીં થતાં હોય, પણ ૧૯૯૩ના અરસામાં એક જ દિવસમાં ૨૩ ગીતો રેકર્ડ કરવાનો વિશ્ર્વવિક્રમ એમણે સર્જ્યો હતો. રેકોર્ડિગ્સ અને કૉર્ન્સ્ટ્સમાંથી એ વર્ષોમાં એમને ફુરસદ નહોતી મળતી. 

આવી ગ્લોરી જેમણે જોઈ છે, આવું લેજેન્ડરી કામ જેઓ કરી ચૂક્યા છે એ આજે પોતાની કૉન્સર્ટમાં કોઈ સી ગ્રેડની ગાયિકા સાથે યુગલ ગીતો ગાય છે. બી ગ્રેડના વાદકોને પોતાના વાદ્યવૃંદમાં રાખે છે. જ્યાંની સાઉન્ડ સિસ્ટમમાં કોઈ પ્રવચન પણ આપવાનું પસંદ ન કરે ત્યાં સંગીતનો માહોલ સર્જવાના ફાંફાં મારે છે. તમને દયા આવે છે કે ગુસ્સો એની પણ ખબર પડતી નથી.

પ્રોફેશનલી તમે કેવા લોકો સાથે શું કામ કરો છો તેના પરથી લોકો તમારા ગજાનો અંદાજ લગાવતા હોય છે. તમે ધંધામાં કોની સાથે ઊઠબેસ કરો છો એનું મહત્ત્વ વધારે છે, તમે કેટલા પૈસા કમાઓ છો એના કરતાં. પૈસા તો અંડરવર્લ્ડવાળા પણ કમાઈ લેતા હોય છે અને પૈસા તો એક જમાનામાં જેને મેઈડ ઈન ઉલ્હાસનગર કહેતા એવો માલ બનાવીને પણ લોકો કમાઈ લેતા હોય છે. બે પૈસા રળી લેવા માટે જ્યારે તમે ગમે તેવા લોકો સાથે ઊઠબેસ કરતા થઈ જાઓ છો ત્યારે, અધરવાઈઝ તમારું કામ ગમે એટલું મોટું હોય, તમારી આબરૂમાંથી ચોક્કસ ટકાની બાદબાકી થઈ જતી હોય છે.

માત્ર આબરૂનો જ સવાલ નથી. તમારી ટેલન્ટ પણ ઘસાતી જાય છે જ્યારે તમે તમારી હેસિયત કરતાં વામણા લોકો સાથે બોલવાચાલવાના સંબંધો રાખતા થઈ જાઓ છો ત્યારે. તમારી ટેલેન્ટની મહાનતા એ વામણાઓને ઉપર ઊડવામાં મદદ નથી કરતી પણ એમનું છિછરું કાર્ય જરૂર તમને તમારી કક્ષાએથી ખેંચીને નીચે લાવી દે છે.

કુમાર સાનુ આજની તારીખે કોઈ પ્રતિભાવંત ગાયિકા સાથે સ્ટેજ પર ડ્યુએટ્સ ગાવા આવતા હોત તો તેઓ વધારે સજાગ રહેતા હોત, ગળાનું વધારે ધ્યાન રાખતા હોત, નિયમિત રિયાઝ કરતા હોય, ઈન્ડસ્ટ્રીના ટૉપના સાજિંદાઓને પોતાની ઑરકેસ્ટ્રામાં આમંત્રણ આપતા હોત તો એમની ગાયકી વધારે સારી રીતે નિખરીને લોકો સુધી પહોંચતી હોત. અને સાઉન્ડ સિસ્ટમ. જગજિત સિંહ પોતાની કોઈપણ કૉન્સર્ટ વખતે સાઉન્ડના લેવલિંગ માટે બહુ માથાકૂટ કરતા, કલાક-કલાક બગાડતા. નેહરુની એક કૉન્સર્ટમાં મેં એમને આવું કરતાં જોયા છે. એમની બાયોગ્રાફીમાં પણ આ વિશે ઉલ્લેખ છે. રેકૉર્ડિંગ વખતે તો અભૂતપૂર્વ ચોકસાઈ રાખતા જ. ખુદ અમિતાભ બચ્ચને ૧૯૮૫ના અરસામાં કલ્યાણજી-આણંદજી સાથે વિશ્ર્વભરમાં પોતાની કૉન્સર્ટ્સ શરૂ કરી ત્યારેગમે એટલું મોટું વેન્યુ હોય, સાઉન્ડ સિસ્ટમની ચકાસણી કરવા આખા સ્ટેડિયમમાં ફરી વળતા. કાર્યક્રમના બે-ત્રણ કલાક પહેલાં આ જ કામ કરતા એવું ઘણા લોકોએ નોંધ્યું છે. સુરતની એક કૉન્સર્ટમાં મેં પોતે એમને છેક છેલ્લી રો પર જઈને સાઉન્ડ ચેક કરતાં જોયા છે.

તમે જ્યારે તમારા કામ સાથે સંકળાયેલી હરેક ચીજ અને હરેક વ્યક્તિ માટે એ ટ્રિપલ 'એ' ગ્રેડની હોય એટલે આગ્રહ રાખો છો ત્યારે જ તમારું કામ સોળે કળાએ ખીલી ઊઠે છે. બાકી આમંત્રણો તો રોજનાં ડઝન મળવાનાં. ગમે ત્યાં ગાવા માટે ઊપડી જવાનું ન હોય કે ફૉર ધૅટ મેટર તમે જે વ્યવસાયમાં હો તે કામ કરવા ઉપડી જવાનું ન હોય. તમે સારું કામ કરો છો એટલે પૈસા તો સારા મળવાના જ છે એવો ભરોસો રાખવાનો અને એવો ભરોસો રાખીને તમારી પાસે આવતાં રહેતાં ચિરકુટ કામો નહીં લેવાનાં.

વ્યવસાયિક ધોરણે તમે કયા સર્કલમાં ઊઠબેસ કરો છો એ તમારી પ્રતિષ્ઠા માટે જરૂરી હોય એના કરતાં તમારી ટેલેન્ટને શાર્પન કરવા માટે વધારે ઉપયોગી છે. ચિંદીચોરી કર્યા કરતા લોકો સાથે તમારી ઊઠબેસ હશે તો તમે પણ મેઈડ ઈન ઉલ્હાસનગરવાળો માલ બનાવીને વેચતા થઈ જવાના. તમે જેમની ટેલેન્ટને, દાનતને અને જેમના વ્યવહારને માનભેર જુઓ છો એમની સાથે હળવાભળવાનું રાખશો તો જ તમારી ટેલેન્ટની ધાર નીકળશે, તો જ તમને અંદાજ આવશે અને પ્રેક્ટિસ પડશે કે તમારે તમારી પ્રતિભાને ટોચ પર પહોંચાડવી હશે કે ત્યાં પહોંચ્યા પછી ટકાવવી હશે તો કઈ દાનતથી, કેવા વ્યવહારો રાખીને કામ કરવું.

કુમાર સાનુને સેલ્યુટ. કૉન્સર્ટની મોંઘી ટિકિટો ખર્ચ્યા પછી શ્રવણનો આનંદ ભલે ન મળ્યો પણ એના કરતાં અનેકગણો કિંમતી એવો જીવનનો પાઠ શીખવાનો મોકો તો મળ્યો.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment