Monday 11 January 2016

[amdavadis4ever] માનસ મંથન - મોરારિબાપુ... ..જે સંસ્થા વિદ્યાર્થીનું આશ્ર્ચર્ય છ ીનવી લે, એણે ડિગ્રી આપીને ડેથ આપ્યું છે

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



બચપણ કોઈના બંધાયે બંધાતા નથી. શાળામાં બાળકોને થોડી મુક્તતા હોવી જોઈએ. સાહેબ, મેં ઘણી જગ્યાએ જોયું છે કે નાના નાના શિષ્યો મને મળવા આવે ત્યારે મને ખબર ન પડે એમ મને અડવાની કોશિશ કરે, કારણ કે એ બંધાઈ ગયા છે! કૃષ્ણ નહોતો બંધાયો તો કૃષ્ણ અંશ કેમ બંધાય? માખણ કેટલી પ્રક્રિયા પછી થાય? ગાય ખરીદો, સારો ચારો નાખો, ચોખ્ખા પાત્રમાં દોહીએ, દુધને જામાવીએ, દહીં બને, મથીએ ને પછી માખણ મળે. કૃષ્ણને એમ લાગ્યું હશે કે આટલી પ્રક્રિયામાંથી જે બહાર નીકળે છે એ સત્ત્વ-તત્ત્વને ખાવું જોઈએ અને ખવડાવવું જોઈએ. સમાજનું શુભતત્ત્વ વેચાઈ જાય એના કરતાં તો બહેતર છે કે એ માટલાં ફૂટી જાય. ક્યાંક શિક્ષણ તો ક્યાંક સંપ્રદાયને નામે નાની નાની મટુકીઓ ઊભી થઇ ગઈ છે!માટલામાં નવનીત કેદ થઇ જાય, એકપણ સૂત્ર સાંપ્રદાયિક ઘટામાં કેદ ન થવું જોઈએ. કૃષ્ણએ ક્રાંતિ કરી. કૃષ્ણએ સંકીર્ણતાનાં માટલાં તોડ્યાં. સારતત્ત્વ ને અમુક લોકોએ પોતાની પુંજી બનાવી લીધી હતી. બચપણને બાંધી શકાતું નથી. સ્કૂલોને પણ સંપ્રદાયના કેન્દ્રો ન બનાવાય!એને યુનિફોર્મમાં બાંધી ન દેવાય, માળા-તિલકમાં તો નહીં જ. તમે અમારા જ તિલક કરો એ સ્કૂલોમાં ન હોવું જોઈએ. 

એક શિક્ષકે પોતાના ક્લાસમાં પ્રશ્ર્ન પૂછ્યો કે, દસ મિનિટમાં તમારી નોટબુકમાં દુનિયાની સાત અજાયબીઓ લખીને બતાવો. એટલે છોકરાઓએ હિંમત કરીને લખ્યું. પણ એક નાની એવી બાલિકા નથી લખતી! શિક્ષક એને પૂછે છે. બાલિકા કહે છે, 'અજાયબીઓ નથી આવડતી, એમ નથી પણ ભૂગોળવાળી નથી આવડતી. આ બધી અજાયબીઓ ધરતી ઉપરની, ભૂગોળની અજાયબી છે. મને જે સાત અજાયબીઓ કહેવાની ઈચ્છા થઈ છે એ આ છે, પરમાત્માએ આપેલી સ્પર્શ કરવાની વિદ્યા, સાંભળવું, સુંઘવું, બોલવું, કૂદવું, હસવું અને બીજાને પ્રેમ કરવો.' માસ્તર જોઈ રહ્યો! આ અજાયબીઓ મૂલ્યવાન અને શાશ્ર્વત છે, પેલી તો ભૂકંપ આવતા આમથી તેમ થઈ જશે!

પણ આવો પ્રશ્ર્ન કોઈ શિક્ષક મને પૂછે તો હું એટલું જ કહું, સાહેબ કે,રામચરિતમાનસનાં સાત સોપાન એ મારી સાત અજાયબીઓ છે. કારણ કે આમાં મને રોજ નવું ભળાય છે. પિરામિડ, તાજમહેલ એનો એ જ રહે,પણ જેણે શાસ્ત્ર-ઉપાસના કરી છે એને રુડણજ્ઞ રુડણજ્ઞ ણર્મૈ ણર્મૈ...' પ્રત્યેક કાંડ રોજ નવો લાગે છે! પેલી અજાયબીઓને પ્રણામ કરીને હું કહી શકું કે આ મારી અજાયબી છે. એક કવિને પ્રસન્ન અને પ્રશાંત ચૈતસિક સ્થિતિએ કોઈ કવિતા ઊતરે, એ કવિતા પછી રોજ એને નવી લાગે. એ કવિ માટે એ એક અજાયબી છે. સંગીતકાર એક સુંદર કમ્પોઝિશન કરે તો એ એના માટે અજાયબી છે. દરિયાખેડુને સાત સમુંદર, સાત અજાયબી લાગશે. જ્ઞાનીને જ્ઞાનની સાત ભૂમિકાઓ અજાયબી લાગશે. આશ્ર્ચર્યમાં જીવવું. જે શિક્ષણ સંસ્થા વિદ્યાર્થીનું આશ્ર્ચર્ય છીનવી લે એણે ડીગ્રી આપીને ડેથ આપ્યું છે, ડીગ્રીની સાથે મૃત્યુ આપ્યું છે. બાળકોનું આશ્ર્ચર્ય ન છીનવાવું જોઈએ. સર્જકનું આશ્ર્ચર્ય છીનવાવું ન જોઈએ. એક કથાકાર રોજ નવો હોવો જોઈએ. અને આપણે ત્યાં આ બધું થઈ રહ્યું છે. એકવીસમી સદીનાં આ વધામણાં છે-

આજની ઘડી તે રળિયામણી,

મારો વ્હાલોજી આવ્યાની વધામણી હો જી રે...

અને સાહેબ! આપણને આપણી અજાયબીની ખબર પાડવા માંડેને તો પતન શરુ થાય! કારણ કે, અહંકાર શરૂ થાય. આપણી અજાયબીનો આપણને ખ્યાલ ન રહે એવી હરિને પ્રાર્થના કરવી. નહીંતર વિદ્યાને જતાં વાર નથી લગતી. વિનોબાજી સાબરમતી આશ્રમમાં ગાંધીજીના આવેલા બધા જ પત્રોને જોતા હતા. કમલનયન બજાજ બેઠા છે. એમાં એક ટપાલ વિનોબાજીએ ફાડી નાખી! યુવાન બજાજને સંદેહ થયો. એમણે કહ્યું કે, કેમ ફાડી નાખી? એમાં બાપુનાં હસ્તાક્ષર હતાં અને તમારે નામ ટપાલ હતી, છતાં ફાડી નાખી?' યુવાને કાગળના ટુકડાઓ જોડ્યા. હવે એમાં ગાંધીબાપુએ વિનોબાજીને એમ લખ્યું હતું કે,મારા જીવનમાં અત્યાર સુધીમાં તમારા જેવા મહાન આત્માનો મને સંપર્ક નથી થયો. વિનોબાજીએ આનો બહુ સરસ જવાબ આપે છે કે, મોટો માણસ ભૂલ ન કરે એવું નહીં માનવાનું. મોટા માણસને એની ભૂલ સહિત સ્વીકારવાની તૈયારી હોય એ માણસ મહત્ત પુરુષોમાંથી પ્રેરણા લઈ શકે. એને તમે છબિમાં મઢી દો તો તમેય ખોટા પડો અને એનેય હાનિ થાય, વિશ્રવંદ્ય બાપુએ મારા માટે આ શબ્દો લખ્યા છે,એમાંથી મારા પતનનો પ્રારંભ થઈ શકે છે.'

પોતાનું આશ્ર્ચર્ય અકબંધ રહેવું જોઈએ. આધ્યાત્મિક જગતમાં તો ખાસ. સૂફીઓએ આશ્ર્ચર્યોને અકબંધ રાખ્યાં. અને હું તો એમ પણ કહું કે, જેનામાં આશ્ર્ચર્ય ફૂટતું હોય એને ડિસ્ટર્બ ન કરવા. કવિવર રવીન્દ્રનાથ ટાગોરને જ્યારે ટ્રેનમાં કવિતા ફૂટે છે ત્યારે આચાર્ય ક્ષિતિમોહનસેન અને હજારીપ્રસાદ દ્વિવેદી સાહેબ ટોયલેટમાં જતાં રહે છે! અહીંયા તો તમે આશ્ર્ચર્યથી આમ ફૂલને જોઈ રહો તો આ વ્યસ્ત જગત તમને ગાંડાનું પ્રમાણપત્ર આપે ! આપણો ઉર્વીશ વસાવડા કહે છે-

કવિના ગામ મધ્યે જઈ, કવિના પ્રાણ લઈ આવો,

કવન અકબંધ રહેવા દઈ, કવિના પ્રાણ લઈ આવો.

એનું કવન અકબંધ રહેવું જોઈએ.

પડે વિક્ષેપ ના સ્હેજે કવિની નિદ્રામાં,

ચરણને મૌન રહેવા કહી, કવિના પ્રાણ લઈ આવો.

કવિ, પૃથ્વીલોકનો માણસ નથી હોતો, દેવલોકનોય નથી હોતો. એ આશ્ર્ચર્યલોકનો માણસ છે. એના જનમ ક્યાંક બીજે જ થતાં હોય છે. દરેક ક્ષેત્રમાં હું આમ સમજુ છું. આ છે આશ્ર્ચર્યલોકના વિદ્યાવાનોની અદબ. અને, આ કમ્પ્યુટર ને એ બધું આવ્યું છે એમાં આજનું વિજ્ઞાન તો કોઈ આશ્ર્ચર્ય રહેવા દેશે જ નહીં. આજની નવી શોધોએ ઘણાં આશ્ર્ચર્યોને ઇતિ કરી નાખ્યાં છે. વિજ્ઞાનનું સ્વાગત કરીને, પણ બે મહિને બાપાનું એક પોસ્ટકાર્ડ આવે એનો મહિમા કંઈક જુદો હોય અને મિસ્ડકોલ મારો અને ફટ્ જવાબ આવે એમાં મહિમા જેવું કાંઈ રહ્યું જ નથી! જલનમાતરીસાહેબનો શે'ર દુ:ખો આવ્યાં છે હમણાં તો ફક્ત બે ચાર સંખ્યામાં, ભલા શી ખાતરી કે એ પછી લશ્કર નહીં આવે!

તો, રામચરિતમાનસ'નાં સાતેય સોપાનો મારા માટે પરમ આશ્ર્ચર્ય છે. આ મારી અતિશયોક્તિ નથી,મારી મસ્તી છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment