Tuesday, 26 January 2016

[amdavadis4ever] શૈક્ષણિક સપ નાંનો સૈની(ક)

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



તરવરિયો યુવાન. ઉંમર માત્ર ૨૪ વર્ષ. ભરજુવાની જ કહો ને. ઘટમાં ઘોડા થનગને ને આતમ વીંઝે પાંખ જેવી અવસ્થા. પોતાની છાબડીમાં ખૂબ જ મહેનત કરીને મેળવેલી ડૉક્ટર(એમબીબીએસ)ની ડિગ્રી. છોગામાં સિવિલ સર્વિસ એક્ઝામનું પ્રમાણપત્ર અને એ પણ પહેલે જ પ્રયત્ને મેળવેલું. આ બધાનો સુંદર સરવાળો થઈને જવાબમાં અસિસ્ટન્ટ ડિસ્ટ્રિક્ટ કલેક્ટરની રૂઆબદાર નોકરી જો પાસે હોય તો એ યુવાન શું વિચારતો હોય? સહેજ પણ વિચાર કર્યા વિના કહી શકાય કે ૧૦૦માંથી ૯૯ યુવાન એક મહાકાય સપનું, ખ્વાબ, ડ્રીમ જોવા લાગે અને એ સ્વાભાવિક પણ ગણાય. જોકે, રાજસ્થાનના જયપુર શહેરમાં જન્મેલો ડૉક્ટર રોમન સૈની પેલા ૯૯ની યાદીનો યુવાન નથી. એ તો બાકીના એકની પંગતનો છે. એટલે વહીવટી ક્ષેત્રે ઉજ્જવળ ભવિષ્ય બનાવી વીસેક વર્ષમાં ટોચના સરકારી અધિકારી બનવાનું સમણું એ નથી જોતો. એ તો આ બધી આકાંક્ષાઓ, અરમાનો અને સપનાઓનું પોટલું વાળીને એ અભરાઈએ ચડાવી દે છે અને મક્કમતાથી એક અલગ કેડી પર આગળ વધવાનું નક્કી કરે છે. પોતાના ભવિષ્યની નહીં, પણ વિદ્યાર્થીઓનાં ભવિષ્યની ચિંતા કરવાનું શરૂ કરે છે.

નાનપણથી જ ભણવામાં હોશિયાર રોમન માટે પરિવારે ઊંચા અરમાનો સેવ્યા હોય એ સ્વાભાવિક છે. તેના પિતા એક કુશળ એન્જિનિયર છે જ્યારે ભાઈ પીડિયાટ્રિશ્યન (બાળકોના ડૉક્ટર) છે. ઘરમાં આવો માહોલ હોય ત્યારે એક યુવાન સોનાની લગડી જેવા મનાતા ટોચના આઈએએસ ઑફિસર બનવાના સપનાનું ફીંડલુ વાળી દે એ તો પરિવારને રુચે જ નહીં ને. એ વખત યાદ કરીને સૈની કહે છે, 'મેં ગળામાંથી સ્ટેથોસ્કોપ કાઢીને હાથમાં ધૂળ ચડેલી ફાઈલ પકડવાનું નક્કી કર્યું ત્યારે પિતાશ્રી કે ભાઈએ કોઈ ફરિયાદ ન કરી પણ તેમનું એટલું જ કહેવું હતું કે મેં પસંદ કરેલો વિકલ્પ બહેતર નથી. સાચું કહું તો મારા માટે પણ આ નિર્ણય લેવો કંઈ સહેલું નહોતું. સિવિલ સર્વિસની પરીક્ષા માટે બે વર્ષ સુધી દિવસ રાત એક કરીને મહેનત કરી હતી. જોકે, મેં ઘણા બધા લોકો સાથે વિગતવાર ચર્ચા કરી અને પછી જ અંતિમ નિર્ણય લીધો.'

અને શરૂ થઇ એક નવી સફર. નસનસમાં ઢગલો પૈસા કમાવાની વૃત્તિ દોડભાગ કરતી હોય એ ઉંમરે આ યુવાને એક એવું ક્ષેત્ર પસંદ કર્યું જેમાં તેને એક ડૉક્ટર કરી શકે એવી કમાણી કદાચ નહિ થાય કે સરકારી બાબુઓ જેવો દબદબો સુધ્ધાં ક્યારેય નહીં બને. અલબત્ત આજની તારીખમાં રોમનને એની લેશમાત્ર પરવા નથી. બે વર્ષ મધ્ય પ્રદેશના જબલપુરમાં અસિસ્ટન્ટ કલેક્ટરની નોકરી કર્યા પછી પખવાડિયા પહેલા એનું રાજીનામું આપીને ભાઈસાહેબે વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતને ગળે વળગાડ્યું છે. પોતાની મહત્ત્વાકાંક્ષા સાકાર કરવા યુવાન વિદ્યાર્થીઓને આડે આવતા અંતરાયો દૂર કરવામાં તેમને બનતી મદદ કરવાનો ભેખ લીધો છે. સૈનીને આ સફરમાં સાથ મળ્યો છે ગૌરવ મુંજાલ નામના અન્ય એક તરવરાટભર્યા યુવાનનો. ગૌરવે બૅન્ગલુરુની એક સ્ટાર્ટ અપ કંપનીનો વીંટો વાળીને પોતાની બધી મૂડી રોમનનું ખ્વાબ હકીકત બનાવવા માટે કામે લગાડી દીધી છે.

રોમન તેના મિત્ર ગૌરવ સાથે વિદ્યાર્થીઓ માટે કામ શું કરે છે એવો સવાલ અત્યાર સુધીમાં તમારા મનમાં સળવળાટ કરવા લાગ્યો હોય એ સમજી શકાય એવી વાત છે. આ વિચારનો પાયો નખાયો ૨૦૧૧માં. એ વખતે સૈની ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સીસમાં એમબીબીએસનો અભ્યાસ કરી રહ્યો હતો અને આ ડિગ્રી મેળવ્યા પછી તેણે સિવિલ સર્વિસીસની પરીક્ષા પાસ કરી હતી. આ પરીક્ષા તેણે તો પહેલા જ પ્રયત્ને પાસ કરી હતી પણ કેટલાક વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ તેના ધ્યાનમાં આવી ગઈ હતી. એટલે ગૌરવે તેનો સંપર્ક કર્યો એટલે તરત એક ને એક બે થયા અને બેના બાવીસ કરવાના વિચારો મગજમાં દોડતા થઇ ગયા. બેઉએ સાથે મળીને ીક્ષફભફમયળુ.શક્ષ નામનું વેબ પોર્ટલ (ચોક્કસ પ્રકારના હેતુવાળી વેબસાઈટ) શરૂ કર્યું. આ પોર્ટલ સિવિલ સર્વિસીસની પરીક્ષા પાસ કરવા માગતા વિદ્યાર્થીઓ પૂરતું સીમિત નથી. ડૉક્ટર, કમ્પ્યુટર પ્રોગ્રામર તેમ જ વિદેશી ભાષા શીખી એમાં નિષ્ણાત બનવા માગતા હોંશીલા વિદ્યાર્થીઓ માટે લેક્ચર્સ એના પર અપલોડ કરવામાં (મૂકવામાં) આવે છે. ખાસ વાત એ છે કે અત્યારે આ સર્વિસ વિનામૂલ્ય આપવામાં આવતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પોતાની મહત્ત્વાકાંક્ષા વિષે બોલતા ડૉક્ટર સૈની કહે છે, 'ગુણવત્તાવાળું શિક્ષણ વિદ્યાર્થીઓને સહજ અને સુલભ રીતે મળે એ મારું ધ્યેય છે. મારું દૃઢપણે માનવું છે કે પરંપરાગત પદ્ધતિ પૂરતી નથી. આપણે ત્યાં માળખાકીય સુવિધા પર્યાપ્ત ન હોવાથી ટેકનોલૉજીની મદદ લઇ વધી શકાય એટલું આગળ વધવું જોઈએ. આવા પ્રયત્નો કરવાથી લાખો વિદ્યાર્થીઓની જરૂરિયાતને પહોંચી વળાશે. આ વિચારે જ મારા મનમાં ીક્ષફભફમયળુ.શક્ષનું બીજ રોપ્યું હતું.' સોશ્યલ નેટવર્કિંગ સાઈટ પર રોમનના પ્રયત્નોને અત્યાર સુધીમાં ઘણો સારો આવકાર મળ્યો છે. ઘણા વિદ્યાર્થીઓ આ વેબ પોર્ટલની મદદ લઈને સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરી શક્યા હોવાનું પણ કહેવાય છે. આસમાનો કો છૂને કી આશા સાથે સૈની આગળ વધી રહ્યો છે. વિદ્યાર્થીઓને આડે આવતા આર્થિક અંતરાયો દૂર કરીને ગુણવત્તાવાળું શિક્ષણ આપવાનું તેનું ધ્યેય છે.

સારી વાત છે. અત્યારે ધગશ છે, ધગધગતું જુવાન લોહી પણ છે. આપણે આશા રાખીએ અને શુભેચ્છા આપીએ કે રોમન સૈનીને આ દિશામાં આગળ વધવાની શક્તિ મળતી રહે અને પ્રારંભનું શૂરાતન એક વિશાળ વ્યવસ્થાનું સ્વરૂપ લે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment