Sunday, 3 January 2016

[amdavadis4ever] ઈતિહાસ ભૂ લીએ નહીં અને સત્યન ે પણ સમજીએ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



મારા પિતા વિવાહ જેવા પારિવારિક સંબંધો સ્થાપિત કરતા પહેલાં સામેવાળા વર કે ક્ધયા ઉપરાંત એના પરિવારની વંશાવળી પણ ઝીણવટથી તપાસતા. સામે પક્ષે માતા, પિતા, પુત્ર, પુત્રી, મામા, માસી, કાકા કે ફઈ, કોઈએ પણ કશું પણ અનૈતિક કે અસામાજિક કૃત્ય કર્યું હોય એવું જાણમાં આવે એટલે મારા પિતા એમ કહેતા-'આવા સંસ્કારો કુટુંબના દીકરા કે દીકરીમાં ઊતર્યા વિના રહે નહીં એટલે આવા સંબંધનું જોખમ લેવું નહીં.'

ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના મુખપત્ર 'કૉંગ્રેસ દર્શન'માં કૉંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીનો પારિવારિક ભૂતકાળ પ્રગટ થયો છે એનાથી ઉહાપોહ મચી ગયો. સોનિયાના પિતા બીજા વિશ્ર્વયુદ્ધ વખતે ઈટાલીના ફાસીવાદી જુલ્મગાર મુસોલિનીના સમર્થક હતા અને ફાસીવાદના પક્ષે રહીને લડ્યા પણ હતા એવી વાત જાહેર થઈ છે. આ વાત જાહેર થવાથી પોતાને કૉંગ્રેસી કહેવડાવતા હિંદુસ્તાનીઓ શરમાઈ ગયા છે અને પોતાને કૉંગ્રેસ વિરોધી કહેવડાવતા ભાજપીઓ ભારે હરખાઈ ગયા છે. વાસ્તવમાં આમાં કોઈએ શરમાવાની કે હરખાવાની જરૂર જ નથી. 

અહીં સોનિયા ગાંધીનો બચાવ કરવાનો કોઈ આશય નથી, પણ ઈતિહાસનાં તથ્યોના આધારે વૈચારિક શુદ્ધિ જાળવીને વિવેકપૂર્વક વાત કરવી જરૂરી છે એ સૂચવવાનો જ આશય છે. સોનિયાના પિતા ફાસીવાદના સમર્થક હોય તો એમાં ખોટું શું છે? તત્કાલીન ઈટાલી આખું મુસોલિનીના પડખે જ ઊભું હતું. જે રીતે આખું જર્મની હિટલરનો જય જયકાર કરતું હતું આઝાદી પછી આખું ભારત બે દાયકા સુધી જવાહરલાલનો જયજયકાર કરતું હતું. આવાં અનેક ઉદાહરણો ઈતિહાસમાંથી ટાંકી શકાય એમ છે. 

પ્રાચીન કાળમાં અસ્પૃશ્યતા નહોતી, મધ્ય યુગમાં સવર્ણોના બળુકા પૂર્વજોએ ઘુસાડી દીધી એટલે એમના આજના વંશજોને પાપી ઠેરવવા એમાં કોઈ તર્કબદ્ધતા નથી. 

અસ્પૃશ્યતાનું નિવારણ કરવું એ સાચો ઉપાય છે. સવર્ણો ને ગાળગલોચ કરવા કે એમને વળતા અન્યાયનો ભોગ બનાવવા એ કોઈ શુદ્ધિ નથી. 

સોનિયાના પિતા ફાસીવાદના સમર્થક હતા એટલે જો સોનિયાએ લજ્જિત થવું પડે એવું કોઈ માનતું હોય તો એણે ઈતિહાસનાં થોડાંક પૃષ્ઠો ઉપર નજર ફેરવવી જોઈએ. છત્રપતિ શિવાજી મહારાજના પિતા શહાજી બીજાપુરના આદિલશાહ અને અહમદનગરના નિઝામશાહ બંનેના સૈન્યમાં વારાફરતી નોકરી કરતા હતા અને ક્યારેક બીજાપુરના પક્ષે રહીને અહમદનગર સામે યુદ્ધ કરતા તો ક્યારેક અહમદનગરના પક્ષે રહીને બીજાપુર સામે યુદ્ધ કરતા. બીજાપુર અને અહમદનગર બંને મુસલમાની રાજ્યો હતાં. આ રાજ્યોએ શહાજીના શૌર્યના પુરસ્કાર રૂપે જાગીર પણ આપેલી. શિવાજી હિંદવી રાજ્ય માટે મુસલમાન, સુલતાનો, શહેનશાહો, બાદશાહો અને નવાબો સહુ સામે લડ્યા હતા. શહાજી મુસલમાનોના સમર્થક હતા એ યાદ રાખીને શિવાજીને મહેણું મારી શકાય નહીં. 

એજ રીતે વિશ્ર્વ પ્રસિદ્ધ કવિ ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરના ત્રીજી કે ચોથી પેઢીના પૂર્વજો બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની સાથે મળીને અફીણનો વેપાર કરતા હતા. 'જન ગણ મન' આ રાષ્ટ્રગીત રવીન્દ્રનાથે બ્રિટિશ રાજાના ગુણગાન ગાવા માટે લખેલું ચારણી ગીત છે. એવું કહેનારો અને માનનારો એક વર્ગ આપણે ત્યાં છે આનાથી ટાગોરની પ્રતિભાને ઝાંખી પાડી શકાય નહીં. એમની 'ગીતાંજલિ' અને અન્ય સર્જનો માનવ સંસ્કૃતિને ઉજ્જવલ કરે એવાં છે.

વડી ધારાસભામાં બોમ્બ ફેંકવા માટે ક્રાંતિવીર ભગતસિંહને ફાંસીની સજા થઈ હતી. આ ફાંસીની સજા અદાલતમાં રજૂ થયેલા જે પુરાવાઓ ઉપર આધારિત હતી એ પુરાવો, દેશના ટોચના પત્રકાર અને લેખક ખુશવંત સિંહના પિતાની સાક્ષીનો હતો. ખુશવંત સિંહના પિતા વડી ધારાસભાની પ્રેક્ષક ગેલેરીમાં દરવાન તરીકે નોકરી કરતા હતા. દરવાનની નોકરીની નિષ્ઠા જાળવીને એમણે અદાલતને કહ્યું કે ભગતસિંહને બોમ્બ ફેંકતા એણે નજરોનજર જોયા હતા. એમની આ સાક્ષીનો ઉલ્લેખ ન્યાયમૂર્તિએ પોતાના ચુકાદામાં પણ કર્યો. પોતાના પિતા વિશેની આ વાત જ્યારે જાહેર થઈ ત્યારે ખુશવંત સિંગ દેશના લાખો માણસો માટે ટોચના સ્થાને હતા. એમણે પિતાના પગલાંનો બચાવ કરતા બે લેખો પણ અંગ્રેજી અખબાર 'હિન્દુસ્તાન ટાઈમ્સ'માં લખ્યા હતા. 

૧૮૫૭ના વિદ્રોહ વખતે દેશના મોટા ભાગના રાજાઓ બ્રિટિશ પક્ષે જ હતા અથવા તો તટસ્થ રહ્યા હતા. આજે જે રાજા મહારાજાઓના વંશવારસો સંસદમાં કે ધારાસભાઓમાં બિરાજમાન છે એમના પૂર્વજો અંગ્રેજી હકૂમતના સમર્થક જ હતા. દેશના વિભાજન વખતે રાજસ્થાનના જેસલમેર, બિકાનેર અને જોધપુરના મહારાજાઓએ મહમદઅલી ઝીણા સાથે ખાનગી મુલાકાતો કરીને પાકિસ્તાનમાં ભળી જવાની કોશિશ કરી જ હતી. આ ઈતિહાસનો ઈન્કાર કરી શકાય નહીં. 

દેશી રાજ્યોના વિલીનીકરણ વખતે સૌરાષ્ટ્રના રરર રાજ્યો પૈકી, પોતાનું રાજ્ય સહુથી પહેલું ગાંધીજીના ચરણે ધરી દેનાર ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજી હતા. ગાંધીજીએ એમને સાલિયાણાં માટે પૂછ્યું ત્યારે એમણે કહેલું-'બાપુ, એક રૂપિયો આપશો તો પણ હું માથે ચડાવીશ' આ જ મહારાજાના રાજ્યમાં આ લખનારે સાત આઠ વરસની ઉંમરે જે પાઠ્યપુસ્તક શાળામાં વાંચ્યું છે એ યાદ કરવા જેવું છે. રાજ્યના સત્તાવાર પાઠ્યપુસ્તક તરીકે 'સંસ્થાન ભાવનગરનો ઈતિહાસ' શીખવવામાં આવતો. એમાં લખાયું હતું કે ૧૮૫૭માં કંપની બહાદુરના કેટલાંક ગેરમાર્ગે દોરવાયેલા સિપાહીઓએ બળવો કર્યો ત્યારે ભાવનગર રાજ્યના સૈનિકોએ બ્રિટિશ લશ્કરના સેનાનીઓને પોતાના ખભા ઉપર બેસાડીને નદીનાળાં પાર કરાવ્યા હતા. બ્રિટનનાં રાણીસાહેબાએ સંસ્થાન ભાવનગર રાજ્યની આ વફાદારીથી પ્રસન્ન થઈને એમને સિરપાવ આપ્યો હતો.

અહીં નોંધ લેવા જેવી વાત એ છે કે ભાવનગર રાજ્યના પૂર્વજોએ ૧૮૫૭ના વિદ્રોહમાં અંગ્રેજોનો પક્ષ લીધો હતો. એજ વંશના મહારાજ કૃષ્ણકુમાર સિંહજી પોતાનું રાજ્ય સમર્પિત કરવામાં સહુથી પહેલાં હતા. એ વાતને આજે ત્રણ પેઢી થઈ ગઈ છે અને છતાં ભાવનગરના લોકો કૃષ્ણકુમાર સિંહજીને પ્રાત:સ્મરણીય ગણે છે. 

માણસ જ્યારે કોઈ પણ નિર્ણય લે છે ત્યારે એની બુદ્ધિશક્તિ પ્રમાણે એને એ ઉત્તમ લાગ્યો હોય છે. નાના કદનો માણસ આવા નિર્ણયો પોતાના કે પોતાના પરિવારના સ્વાર્થ કે હિતને લક્ષમાં રાખીને લેતો હોય છે. આવો માણસ સામાજિક અકલ્યાણ કરે એવો સંભવ છે જ. અને આમ છતાં મોટા કદનો માણસ જે લાંબા ગાળાના નિર્ણયો લેતો હોય છે એમાં એનો તત્કાલીન ઉદ્દેશ તો દેશ કે સમાજનાં હિતમાં હોય તોય ગણતરીઓ ઊંધી વળી જતી હોય છે અને નિર્ણયો વિઘાતક સિદ્ધ થતા હોય છે. 'કૉંગ્રેસ દર્શન'ના અંકમાં જે લખ્યું છે એ ઐતિહાસિક સત્ય છે. ગાંધીજીએ સરદારને વડા પ્રધાન નહીં બનવા દઈને દેશનું હિત અવરોધ્યું છે કે જવાહરલાલે સરદારની સલાહ કાશ્મીર કે અન્ય પ્રશ્ર્ને સ્વીકારી નહીં એથી દેશને ભારે નુકસાન થયું છે એ વાત હવે સ્વયંસિદ્ધ છે, પણ એથી આજે ગાંધી કે જવાહરલાલને અપરાધી ઠેરવીને એમના અવમૂલ્યનની વાતો કરવી એ ડહાપણ નથી. 

ઈતિહાસને ભૂલી જવો જોઈએ એવું કહેવું એ તો નરી મૂર્ખતા છે. વર્તમાનને મૂલવતી વખતે કે ભવિષ્ય વિશે નિર્ણયો કરતી વેળાએ ઈતિહાસને સતત નજર સામે રાખવો જોઈએ એમાં કોઈ શક નથી, પણ પૂર્વે જે કંઈ બન્યું છે એને જ વાગોળ્યા કરીએ એ વૈચારિક અશુદ્ધિ છે. આજે દેશમાં જે સહિષ્ણુતા અને અસહિષ્ણુતાના મુદ્દે ટૂંકા ગાળાના લાભ, લાંબા ગાળાની દૃષ્ટિહીનતા, દ્વેષયુક્ત બુદ્ધિનું વરવું પ્રદર્શન આ બધું થઈ રહ્યું છે એ નરી વૈચારિક અશુદ્ધિને કારણે છે. મુસલમાનોએ દેશમાં સંખ્યાબંધ મંદિરો તોડ્યાં છે એ સત્યનો ઈન્કાર કરવાથી સત્ય બદલી શકાતું નથી, પણ એ સાથે જ હવે મસ્જિદો પણ તોડવી જ જોઈએ એવું જો કોઈ કહે તો એ સત્યનો વિપર્યાસ છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment