Tuesday 5 January 2016

[amdavadis4ever] ભારતના વ ૈજ્ઞાનિક ોએ બનાવ્યું એવું તેલ જેને ખાવ છત ાં નહીં વધે શરીર

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



મૈસુર: ઈન્ડિયન સાયન્સ કોંગ્રેસમાં આવેલા વૈજ્ઞાનિકોએ એવુ તેલ બનાવ્યું છે જે શરીરમાં ચરબીના થર નહિ વધારે. મૈસુરના સેન્ટ્રલ ફૂડ ટેક્નોલોજી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (સીએફટીઆરઆઈ)એ ખાણી-પીણીની એવુ અમુક ચીજ વસ્તુઓ શોધી નાખી છે. તે ટેસ્ટમાં સારી હોવાની સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ સારી છે. આ ચીજ વસ્તુઓ આગામી સમયમાં બજારમાં પણ મળી શકશે.


કયા તેલથી નહિ વધે ચરબીના થર

- વૈજ્ઞાનિકોએ સનફ્લાવર (સપરજમુખી) અને રાઈસબ્રાન (ચોખાનું ભૂસુ)થી આ તેલ તૈયાર કર્યું છે. 
- આ તેલ ખાવાથી એનર્જી મળે છે અને ચરબીના થર નથી જામતા
- આ તેલને એન્ટી ઓબેસિટી નામ આપવામાં આવ્યું છે.
- વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ઓઈલમાં ટ્રાઈગ્લિસરાઈડ્સથી ચરબી વધે છે. પરંતુ અમારે બનાવેલા તેલમાં ટ્રાઈગ્લિસરાઈડ્સ હોતુ જ નથી.
- તેમાં એન્ટી ઓક્સિડન્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તેથી તેનો ટેસ્ટ પણ સારો બન્યો છે. 
 
ચાર મહિના સુધી પી શકશો શેરડીનો રસ
 

- મૈસુરના આ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા શેરડીના રસને બોટલમાં ચાર મહિના સુધી સુરક્ષીત રાખવાની ટેક્નોલોજી પણ ડેવલપ કરવામાં આવી છે. 
- તેના માટે ક્રશર મશીન પણ ડિઝાઈન કરવામાં આવ્યું છે. 
- મૈસુર કેમ્પમાં આસપાસના ખેડૂતો માટે બે પ્લાન્ટ પણ લગાવવામાં આવ્યા છે. જે આગામી ત્રણ મહિનામાં ચાલુ થશે. આ ટેક્નોલોજીને પેન્ટન્ટ પણ કરાવવામાં આવી છે.
 
સીલિએક બાલકો માટે ગ્લૂટેન ફ્રી બિસ્કિટ, પાસ્તા
 

- સીલિએક પીડિત બાળકો માટે ગ્લૂટેન ફ્રી બિસ્કિટ, બ્રેડ, મકેન અને પાસ્તા તૈયાર કરવામાં આવ્યા છે
- આ બીમારી ખાસ કરીને બાળકોમાં હોય છે.
- આ બીમારી ઘઉં, જવ અને ઓટ્સમાં મળતા ગ્લુટેન પ્રોટીનના કારણે થતી હોય છે.
- તેનાથી ઝાડા, લોહિ ન બનવું અને સ્કીન એલર્જી જેવી બિમારી થતી હોય છે.
 
લીલી હળદરમાંથી જ સીધો પાવડર તૈયાર થશે

- અત્યાર સુધી હળદરનો પાઉડર બનાવવા માટે લીલી હળદરને પહેલા ગરમ પાણીમાં ઉકાળીને પછી તડકામાં સુકવવામાં આવતી હતી. ત્યારપછી મશીનમાં તેને ક્રશ કરીને પાઉડર તૈયાર કરવામાં આવે છે. 
- પરંતુ વૈજ્ઞાનિકોએ એવી ટેક્નોલોજી ડેવલપ કરી છે જે લીલી હળદરને મશીનમાં સુકવીને ચીપ્સ બનાવી દે છે અને પછી તેને દળીને તેમાંથી ડાયરેક્ટર હળદર બનાવવામાં આવે છે. 

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment