Sunday 10 January 2016

[amdavadis4ever] પોઝિટિવ થિન્કિ ંગની વાત પછી, પ હેલાં નેગેટિવિ ટીથી તો દૂર થઈએ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



બી પોઝિટિવ અને પોઝિટિવ થિન્કિંગની વાતો બહુ ચાલી. છતાં આપણી જિંદગીમાં કોઈ ફરક પડતો નથી. એનું કારણ છે. પોઝિટિવ બનવાની સાથે સાથે નેગેટિવિટી છોડવાની વાત કોઈ કરતું નથી. પરિણામે કાણી બાલદીમાં ભરાતું પાણી ભરાયા જ કરે છે પણ બાલદીમાં ટકતું નથી.

શુક્રવારે 'વઝીર' જોતાં જોતાં મને આ વિચાર આવ્યો. ફિલ્મ ઘણી નબળી હતી. સારી હોત, ગમી ગઈ હોત તો એના વિશે લખવાની મઝા આવી હોત. નથી ગમી એટલે નહીં લખું એવું વિચાર્યું. જિંદગીમાં એવી ઘણી બાબતો બને છે જે નથી ગમતી. કેટલાંય પુસ્તકો નથી ગમતાં, કેટલાંય લોકો નથી ગમતા. ન ગમતી વાતો વિશે લખીને બે વાર હેરાન થવાનું. પહેલી વાર જ્યારે એ ફિલ્મ જોઈ, એ પુસ્તક વાંચ્યું કે એવા લોકોને મળ્યો ત્યારે, અને બીજી વાર એના વિશે લખાયું ત્યારે.

લખવાનું કામ બધા નથી કરતા, પણ ખરાબ ફિલ્મો, ખરાબ પુસ્તકો, ખરાબ લોકો દરેકના જીવનમાં આવતાં રહેતાં હોય છે. પોઝિટિવ અભિગમથી જીવવાનું શીખવું હોય તો આ બધી નેગેટિવ અસરોથી દૂર રહેતાં પહેલાં શીખવું પડે. અને ફિલ્મોની બાબતે હું એ શીખી ગયો છું. 'તમાશા' અને 'દિલવાલે'થી દૂર જ રહ્યો. સંજય લીલા ભણસાળીની ફિલ્મ જોઈ, કચરો છે, પણ એના વિશે લખવાથી દૂર રહ્યો. જેને વખાણ કરવાં હોય તે કરે. દરેકને એમનો ટેસ્ટ મુબારક. મને મારો, પણ મારે ખરાબ ફિલ્મ વિશે નથી લખવું. એનાં છોતરાં ફાડીને મારામાં નેગેટિવિટીની વૃદ્ધિ નથી કરવી. અગાઉ થતું આવું બધું. 'કમીને' નામની કોઈ ફડતૂસ ફિલ્મ આવેલી તેના વિશે ખૂબ ટીકાત્મક રિવ્યૂ લખેલો.

પુસ્તકો પણ કેટલાંય નકામાં નકામાં વાંચવામાં આવે છે. નકામું લાગ્યું તો એને તમારા મનમાંથી ડીલીટ કરીને પસ્તીમાં આપી દેવાનું. પણ એની ટીકા કરીને વખત નહીં બગાડવાનો. એવું જ કરવા બેસીશું તો સારું સારું વાંચવાનો વખત વેસ્ટ થશે. માણસોમાં પણ એવું જ. જેમની સાથે ઊઠબેસ કરવી ગમે એમની જ સાથે નિયમિત સંબંધ રાખવાનો. જેમને મળી લીધા પછી સમય બરબાદ થયેલો લાગે એમની સાથે હાય-હલ્લો પણ શું કામ કરવાનું. સારા, મળવા જેવા માણસો અગણિત છે આ દુનિયામાં. એ બધાને મળતાં મળતાં જ જિંદગી પૂરી થઈ જવાની. તો પછી ન મળવા જેવા માણસોનાં નામ ફોનબુકમાં પણ શું કામ હોવા જોઈએ.

પોઝિટિવ થિન્કિંગ કરો એવું કહેવાય છે ત્યારે મને એ વાત ઘણી કૃત્રિમ લાગે છે. લાફ્ટર ક્લબ ખોલીને સવારના પહોરમાં બગીચામાં જઈને કૃત્રિમ રીતે હસતા જોકરો જેટલા જ કૃત્રિમ. હસવું નૈસર્ગિક હોય, એની કંઈ થેરપી ન હોય. દુનિયામાં કોઈ બેવકૂફે કૃત્રિમ રીતે હાહાહાહા કરીને રાવણની જેમ હસવાના ફાયદાઓ વિશે ગપગોળા ચલાવ્યા અને આખી દુનિયાના બેવકૂફો ભેગા થઈને ગણપતિને દૂધ પીવડાવવા ભેગા થઈ ગયા. હાસ્યના ફાયદા ખરા પણ એ કુદરતી રીતે, સ્વાભાવિક તરીકાથી તમારા જીવનમાં આવે ત્યારે ફાયદા થાય.

એ જ રીતે પોઝિટિવ વિચારસરણીની બે ચમચી કોઈ તમને પ્રવચન દ્વારા પીવડાવી દે કે ક્ધસલ્ટિંગ રૂમમાં શીખવાડી દે એનાથી તમારી લાઈફ પોઝિટિવ બની જતી નથી. પણ લાઈફમાં નેગેટિવિટી ન હોય તે તમારા હાથમાં છે. નકારાત્મક ન બનવાનું શીખવાડી શકાય અને શીખી પણ શકાય.

જે વસ્તુ ન ગમી તેની સાથે નિસબત ન રાખવી. બને તો પહેલેથી જ એનાથી દૂર રહેવું. આમ છતાં પનારો પડે તો બને એટલા જલદી અળગા થઈ જવું અને છુટા થઈ ગયા પછી ગામ આખામાં કહેતાં ફરવું નહીં કે તમને આવો કડવો અનુભવ થયો. તમારી જાતને પણ ઘૂંટી ઘૂંટીને ન કહેવું કે આ અનુભવ કડવો હતો. શ્રેષ્ઠ ઉપાય એ કે 'વઝીર'ની નેગેટિવિટી દૂર કરવા ફરી એક વાર 'નટસમ્રાટ' જોઈ આવવું. કડવી કાકડી ખાવામાં આવી જાય તો તરત રસગુલ્લું મોઢામાં મૂકી દઈએ એમ કોઈ ન ગમે એવી 

વાત વાંચવામાં આવે તો એના વિશે ઢંઢેરો પીટવાને બદલે જૂના મનગમતા પુસ્તકનાં દસ પાનાં વાંચી લેવાં. કોઈ અણગમતી વ્યક્તિ સાથે ભેટો થઈ જાય તો બને એટલો જલ્દી એનાથી પીછો છોડાવીને તરત જ મનગમતા દોસ્તને રૂબરૂ મળીને કે પછી ફોન પર એની સાથે વાત કરીને અને એ પણ શક્ય ન હોય તો એને સંબોધીને એક પ્યારભર્યો પત્ર ઈમેલ કરીને પેલો કકળાટ મનમાંથી દૂર કરી નાખવો.

દુનિયામાં બધું જ છે - સારું અને ખરાબ બધું જ. અને આ દુનિયામાં જ આપણે રહેવાનું છે એટલે આ બધું જ ક્યાંક અને ક્યારેક આપણા સુધી પહોંચવાનું જ છે - સારું અને ખરાબ બધું જ. મરજી આપણી છે કે ખરાબ આપણા સુધી પહોંચે ત્યારે આપણે એને ભાવ આપીને એની સાથે સમય ગાળવા માટે રોકાવું છે કે નહીં, સારું આપણા તરફ આવે ત્યારે તરત એની આંગળી પકડીને ચાલવું છે કે નહીં.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment