Monday, 4 January 2016

[amdavadis4ever] સાવ જ નવા ઈશ્વર, તન ે મળવું છે, કાં તો પછી જાતે જ ઝળહળવું છે Dr Sharad Thakar

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સાવ જ નવા ઈશ્વર, તને મળવું છે, કાં તો પછી જાતે જ ઝળહળવું છે

આજે તેજલની જિંદગીનો સૌથી સોનેરી દિવસ હતો. સાત ઘોડાના અસવાર સૂરજદેવ એમનાં કિરણો જેવા જ ઝળહળતા. સમાચાર લઈને પધાર્યો હતો, 'ગુજરાતના એક ગરીબ પરિવારની દીકરીએ માતા-પિતાનું નામ ઉજાળ્યું. આઇ.પી.એસ.ની પરીક્ષામાં જ્વલંત સફળતા પામ્યા પછી એનું પોસ્ટિંગ ડી.એસ.પી.ના હોદ્દા પર કરવામાં આવ્યું છે. આવતી કાલથી તેઓ વિધિવત્ કાર્યભાર સંભાળશે. આજે તેમના માનમાં શહેરના પોલીસ વડા તરફથી ભવ્ય સ્વાગત સમારંભ યોજાશે.'


તેજલનાં માતા-પિતા પ્રથમ હરોળમાં બેઠાં હતાં. તેજલે બંનેને પ્રણામ કરીને શરૂઆત કરી, 'મિત્રો, હું વાતોનાં વડાં કરવા માટે નથી આવી. આઇ બિલીવ ઇન વર્ક. મારું કામ આવતી કાલથી શરૂ થઈ જશે અને એ કેવું રહેશે એની જાણ આખા જિલ્લાની જનતાને એક જ મહિનાના અંતે થઈ જશે, પણ આજે હું તમારા માટે એક 'પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન' લઈને આવી છું. એમાં મારી અત્યાર લગીની જિંદગીની સંઘર્ષયાત્રા છે. એમાં મારા અભાવો પણ છે અને મારાં ગરીબ માતા-પિતાની લાચારીઓ પણ છે. અનેક આશાઓ, નિરાશાઓ, સફળતા અને નિષ્ફળતા, સ્મિત અને આંસુના પડાવો પસાર કર્યા પછી આજે હું અહીં સુધી પહોંચી શકી છું. આ પ્રેઝન્ટેશન ખાસ તો અહીં ઉપસ્થિત બહેનો અને નાની દીકરીઓને પ્રેરણા મળે એ માટે છે. હિયર વી ગો...'

તેજલની સાથે શ્રોતાઓ પણ આંસુના સરોવરમાં ડૂબી ગયા. દૃશ્યો ઊપસતાં રહ્યાં અને આથમતાં ગયાં. ક્યાંક તેજલની બીમારી હતી, તો ક્યાંક હાથ-પગમાં થયેલી ઈજાઓ હતી. ક્યાંક પરીક્ષામાં ફર્સ્ટ આવી એના માટે મળેલું ઇનામ હતું તો ક્યાંક એકાદ માર્ક માટે ચૂકી ગઈ એ સમયે રડતી દીકરીને છાતીએ ચાંપીને છાની રાખતી માનું દૃશ્ય હતું.
'આ તસવીર મારી બોર્ડની એક્ઝામના રિઝલ્ટનું છે. હું ફર્સ્ટ આવી હતી. એ વર્ષે મારા પપ્પાએ ત્રણ વિષયના ટ્યુશન્સ માટે પૂરા એંશી હજાર રૂપિયા ખર્ચ્યા હતા. ક્યાંથી આવ્યા હશે એટલા બધા પૈસા? એ વખતે તો મને સમજણ ન હતી. આજે સમજાય છે કે મમ્મીએ શા માટે આવું કહ્યું હતું, 'સાંભળો છો તમે? કહું છું આખો દિવસ ઘરમાં રહીને મારો સમય જતો નથી, તમે રજા આપો તો...!' અને પછી મમ્મીએ એક કારખાનામાં નોકરી સ્વીકારી હતી. નોકરી શાની? નરી મજૂરી જ હતી. પરીણામ શું આવ્યું? બોર્ડના પરિણામમાં આ ઇનામ મળ્યું. સાથે સ્કોલરશિપ પણ...'

તેજલની દરેક વાતનું અંતિમ વાક્ય આંસુ અને ડૂમાના પ્રવાહમાં ડૂબી જતું હતું. એ પછી ગ્રેજ્યુએશન અને પછી આઇ.પી.એસ.માં પ્રવેશ, એની કડક શિસ્ત અને આકરી ટ્રેનિંગનાં દૃશ્યો હતાં. હવે તસવીરો શ્વેત-શ્યામની જગ્યાએ રંગીન બનતી જતી હતી. સ્કોલરશિપ અને પછી સ્ટાઇપેન્ડના રૂપિયાની ચમક તેજલના ચહેરા પર રોનક બનીને પથરાતી જતી હતી. એનું રૂપ વધુ ને વધુ ખીલતું જતું હતું અને એનાં મમ્મી-પપ્પા ક્રમશ: કરમાતાં જતાં હતાં.
'આ મારા પપ્પાની બીમારીનો ફોટો છે. હું જ્યારે છેલ્લા વર્ષમાં હતી ત્યારે જ પપ્પાની તબિયતે પરચો દેખાડવાનું શરૂ કર્યું. દાયકાઓનો આકરો પરિશ્રમ ઝિલ્યા પછી શરીરે જવાબ દઈ દીધો. એક સવારે પપ્પાને લોહીની ઊલટી થઈ. ડોક્ટરે ટી.બી. રોગનું નિદાન કર્યું. નવ મહિનાની સારવાર બાદ એ પાછા ઊભા થયા, પણ હવે એમનાથી કામ કરી શકાય એવી તાકાત રહી ન હતી.'

હવે છેલ્લું દૃશ્ય, 'પપ્પાએ હવે મજૂરી કરવાની જરૂર પણ ન રહી. હું ગોલ્ડ મેડલ સાથે ફાઇનલ યરમાંથી પાસ થઈ હતી. હવે મારા ઘરમાં હું એક જ ગીત-પંક્તિ ગણગણતી રહું છું, દુ:ખ ભરે દિન બીતે રે ભૈયા! અબ સુખ આયો રે...! રંગ જીવન મેં નયા લાયો રે...!'
પ્રેઝન્ટેશન પૂરું થયું. સભાગૃહમાં બત્તીઓ ઝળહળી ઊઠી. મિસ તેજલ એમની ખાખી વર્દીમાં છેલ્લી કોમેન્ટ્રી પીરસી રહ્યાં હતાં, 'તમે પડદા ઉપર જોયું એ છેલ્લું દૃશ્ય ન હતું. છેલ્લું દૃશ્ય તો હું અહીં તમારી સામે ઊભી છું એ છે. જિંદગીના બધા રંગો કેમેરામાં ઝડપી શકાતા નથી હોતા.  જિંદગીનાં સાચાં દૃશ્યો તમારા વ્યક્તિત્વમાં પડઘાય છે, તમારી સફળતામાં સમાયાં હોય છે, તમારા સ્થાનમાં, હોદ્દામાં ને તમારાં કાર્યોમાં ઝિલાય છે. મારી અત્યાર સુધીની જિંદગીનું છેલ્લું દૃશ્ય હું પોતે છું. તમારી સામે ઊભી છું

'બહેનો અને ભાઈઓ!' ડો. આશરે કંપતા સ્વરમાં શરૂ કર્યું, 'આજથી પચીસેક વર્ષ પહેલાંની વાત છે. એક ચીંથરેહાલ દંપતી વંધ્યત્વની સારવાર માટે મારી પાસે આવ્યાં હતાં. મેં રિપોર્ટ્સ કઢાવીને કહી દીધું- તમે ક્યારેય સંતાનનાં માતા-પિતા બની શકો તેમ નથી. એ લોકો આ સાંભળીને પહેલાં તો ભાંગી પડ્યાં, પણ પછી કહ્યું કે એ લોકો બાળક દત્તક લેવા ઇચ્છે છે. મેં એમને એક સંસ્થામાં જવાની સલાહ આપી. સંસ્થાના સંચાલકે એમને ધૂત્કારી કાઢ્યાં, 'તમારી પાસે સ્થાવર-જંગમ સંપત્તિના કોઈ પુરાવા છે? તમે પોતે જ ભિખારી જેવાં લાગો છો ત્યારે બાળકને શું ખવડાવશો?' જવાબમાં પુરુષે વચન આપ્યું હતું કે મને એક તક તો આપો! હું પુરવાર કરી આપીશ કે ગરીબ મા-બાપ પણ એના સંતાન માટે શું શું કરી શકે છે! મિત્રો, એ સંતાન એટલે આ નવાં ડી.એસ.પી. મેડમ તેજલ અને ગરીબ દંપતી એટલે મારી સામે બેઠાં છે તે કોદરભાઈ અને ઘેલીબહેન! છેલ્લું દૃશ્ય આ છે

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment