Thursday, 1 September 2016

[amdavadis4ever] કર્મનું ફળ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



વાકોલા (સાંતાક્રુઝ-પૂર્વ) સ્થિત વિજય ઈન્ડિયન ઓટોમોબાઈલ ટ્રેડિંગ કંપનીના ૨૮ વર્ષના બાહોશ રાજેશ ગાંધીએ છેલ્લાં પાંચ વષમાં કંપનીનું વેચાણ આંતરરાષ્ટ્રીય સ્તરે મૂકી દીધું હતું. એમ.બી.એ. થયેલા રાજેશ ગાંધીએ માર્કેટિંગ અને એડવર્ટાઈઝિંગ વિશે યુ.કે.ની કંપનીમાં અનુભવ લીધો હતો અને રિસર્ચ વર્ક કર્યું હતું. હવે તે મુંબઈને જ પોતાની કર્મભૂમિ બનાવવા માગતો હતો. તેની કાર્યદક્ષતા અને ઈનોવેટિવ વિચારોને લીધે ઈનચાર્જ આલોક ચતુર્વેદી તેનાથી ખૂબ પ્રભાવિત હતા.

જર્મનીથી મોટો ઓર્ડર તથા સ્પેરપાર્ટ્સ વિશેના પ્રેઝન્ટેશન માટે કંપનીને ખાસ નિમંત્રણ અપાયું હતું. આ પ્રેઝન્ટેશનમાં ઓટોમોબાઈલની ઘણી વિદેશી કંપનીઓ હાજરી આપવાની હતી એટલે આલોકજીએ મેનેજર વિક્રમ પાંડેને આ જવાબદારી રાજેશને સોંપવા જણાવ્યું. બીજી તરફ રાજેશ ગાંધી પણ બેસ્ટ પ્રેઝન્ટેશન માટે નવા સ્પેરપાર્ટ્સ તથા તેમની કાર્યપદ્ધતિ - વિશેષતા વિશેની તૈયારીમાં પડી ગયો.

આલોક ચતુર્વેદીએ પોતાની દીકરી માધવીને આ જ કંપનીમાં કોરેસપોન્ડન્સનું કામ સંભાળવા રાખી, માધવીએ હાલમાં જ બિઝનેસ કોમ્યુનિકેશનમાં સ્નાતક પદવી લીધી હતી. રાજેશ ગાંધી સાથે માઘવીનો પરિચય કરાવતા આલોકજીએ કહ્યું: "માધવી આ આપણી કંપનીના પ્રોજેક્ટ ઈનચાર્જ રાજેશ ગાંધી ખૂબ પ્રતિભાશાળી અને મહેનતું છે. તને એમની પાસે ઘણું શીખવા મળશે. "રાજેશજી આપને મળીને આનંદ થયો. માધવીએ કહ્યું. "માધવી, મને પણ યંગ સ્માર્ટ મિત્ર મળ્યાનો આનંદ છે. રાજેશે મીઠું સ્મિત વેરતાં કહ્યું. 

પ્રથમ દિવસે લંચ અવર્સમાં રાજેશ અને માધવી સાથે કેન્ટીનમાં ગયાં. માધવીએ પૂછયું: "સર, તમને કૉફી ફાવશે? "મિસ માધવી... ફક્ત રાજેશ કહો, આપણે મિત્રો છીએ. રાજેશે કહ્યું "પણ... તમે મારાથી સિનિયર છો... ઊંચો હોદ્દો ધરાવો છો. માધવીએ સવિનય કહ્યું.

"સર, સંબોધનમાં એક જાતનો તનાવ અનુભવાય છે. એમાં ઔપચારિકતા વધારે છે, જ્યારે મૈત્રી-ભાવે બોલાયેલા નામના સંબોધનમાં મુક્તતા છે - આનંદ છે. રાજેશે હળવા ટોનમાં કહ્યું.

"ઓ.કે. પણ 'રાજેશજી' ચાલશે ને? માધવીએ પૂછયું.

"ઠીક છે મિસ.... માધવી - આપણી કંપનીની કાર્યપદ્ધતિ વિશે જણાવવું હું મારી ફરજ સમજું છું. સૌજન્યતા, સમયની ચોક્સાઈ, કાર્યનિષ્ઠતા અને વર્ક ડિસિપ્લિન આપણી કંપનીના પાયામાં છે. કંપનીની દરેક વ્યક્તિ સાથે માનવીય સંબંધોનું એક પોઝિટિવ વાતાવરણમાં કામ વધુ સારું થઈ શકે છે... રાજેશે કહ્યું.

"રાજેશજી..., મારે તો તમારી પાસે ઘણું શીખવું છે. માધવીએ કહ્યું... રાજેશજીએ હળવા સૂરે પ્રત્યુત્તર આપ્યો. - "માય પ્લેઝર.

માધવીની કાર્ય કરવાની તત્પરતા, દક્ષતા જોઈને રાજેશે વિક્રમ પાંડેને કહ્યું: "સર... માધવીને હું જર્મની ઓર્ડરના ગ્રુપમાં રાખવા માગું છું. વિક્રમ સરે... અનુમતિ દર્શાવી. ૨૪ વર્ષની માધવી ખૂબ મહેનતુ, પોતાનું કામ સમયસર શ્રેષ્ઠતાથી પાર પાડવામાં માનતી હતી. રાજેશજીના રાઈટ હેન્ડ તરીકે તે જર્મની પ્રોજેક્ટનું તથા કોરસપોન્ડન્સ કામ સંભાળતી હતી.

આ કંપનીમાં જોડાયાને છ મહિના થયા હશે અને માધવીની કૉલેજ સખી ભામિની વોરાએ પણ આ કંપનીમાં જોડાવા માટે અરજી કરી.

તેને ઈન્ટરવ્યુ કૉલ આપતાં માધવી ખૂબ ખુશ થઈ: 'અરે, વાહ, ભામિની પણ આ કંપનીમાં જોડાય તો મજા પડી જાય!

એણે રાજેશજીને ફોટો - બાયોડેટા...બતાવતાં કહ્યું: "રાજેશજી, આ મારી કૉલેજ સખી છે..... સિલેક્ટ થઈ જાય તો સારું.

રાજેશજીએ ફોટો જોયો - ખરેખર અપ્સરા જેવી રૂપાળી યુવતી છે, પણ... માત્ર ફોટો કે બાયોડેટાથી શું ખબર પડે? ઈન્ટરવ્યુ કેવો આપે છે તે જોવું પડે. રાજેશજી માત્ર મંદ મંદ હસ્યા... એમણે માધવીને કોઈ જવાબ ન આપ્યો.

રાજેશજીનું તોફાની મન બોલી ઊઠ્યું: આવી ઊડતી ચીડિયાને પકડવાની મજા આવે... અને જો એ જર્મની આવવા તૈયાર થાય તો? જર્મનીના ડેલિગેટ્સ અને બીજી કંપનીના ડિરેક્ટરોને ઈમ્પ્રેસ કરી શકાય... માધવી સ્માર્ટ છે પણ આ કીલિંગ લેડી છે.

"રાજેશજી, કયા વિચારોમાં ખોવાઈ ગયા? માધવીએ પૂછયું. પોતાના મનના ભાવને સંયમિત કરતાં રાજેશે કહ્યું: "કંઈ નહીં... મિસ માધવી, એ કેવો ઈન્ટરવ્યુ આપે છે.... તેના પર આધાર ચતુર્વેદી સાહેબ... અને વિક્રમ પાંડે સર... મોનિકા સિંહ મેડમ. ઈન્ટરવ્યુ લેશે.

આલોક ચતુર્વેદી સાથે વિક્રમ પાંડે, મોનિકા સિંહ પણ ઈન્ટરવ્યુ લેવામાં હાજર રહ્યા. ઈન્ટરવ્યુ વખતે સૌથી વધઉ અટપટા પ્રશ્ર્નો તો વિક્રમ પાંડેએ પૂછયા પણ... ભામિનીએ મારક અદાથી ટૂંકા ઉત્તર આપ્યા.

વિક્રમજી ભામિનીથી પ્રભાવિત થઈ ગયા હતા, એની નોંધ ચતુર્વેદીએ લીધી. ઈન્ટરવ્યુ પૂરો થયો ત્યારે મોનિકાએ મૂક સંમતિ આપી એટલે રાજેશજી અને ચતુર્વેદી પણ હકારમાં માથું ધુણાવ્યું.

વિક્રમ પાંડેએ જ ભામિની સાથે હસ્તધૂનન કરતાં કહ્યું: વેલકમ ટુ વિજય ઓટોમોબાઈલ ટ્રેડિંગ કંપની, ગુડલક ભામિની... યુ આર બોલ્ડ એન્ડ બ્યુટિફૂલ... સ્માર્ટ વિથ સ્ટ્રોંગ માઈન્ડ.

પોતાનું તીર બરાબર તકાયું છે એ વાતની ખાતરી થતાં ભાામિનીએ કહ્યું: "સર... આપનો ખૂબ ખૂબ આભાર પછી કહ્યું: "થેન્ક્યુ સો મચ... ટુ ઓલ ઓફ યુ.

ભામિની વોરાની કેેબિન વિક્રમ પાંડેની કેબિનની પાસે જ રાખવામાં આવી. ભામિની વિકી સાહેબની પર્સનલ સેક્રેટરી હતી.

એક મહિનામાં જ ભામિની વિકી સાહેબની પર્સનલ સેક્રેટરીથી વધુ અંગત બની ગઈ. કંપનીમાં 'ખાસ' વ્યક્તિ તરીકે ઓળખાવા લાગી...

એક વાર માધવીએ કહ્યું:- "ભામિની... વિકી સાહેબ સાથે વધુ અંગત સંબંધ રાખતાં પહેલા વિચાર કરજે. એ સ્ત્રીઓ ને ખાસ કરીને આપણા જેવી યુવતીઓ માટે...

"એટલે તું શું કહેવા માગે છે. હી ઈઝ વેરી કેરિંગ... ભામિનીએ હાથના ચાળા કરતાં કહ્યું.

"જો ભામિની, એક સાચી મિત્ર તરીકે મેં કહ્યું... તારી અંગત લાઈફમાં તારે જે કરવું હોય તે કર. પણ... તને 'રેડ સિગ્નલ' બતાવવાની મારી ફરજ છે. માધવી બોલી.

ભામિનીએ કશો ઉત્તર ન આપ્યો... અને પોતાની કેબિનમાં જતી રહી...

જર્મની જવા માટે હવે અઠવાડિયાની જ વાર હતી. વિક્રમજીએ રાજેશને કહ્યું:

"રાજેશ... જર્મની પ્રેઝન્ટેશનના ડેલિગેટ્સ... કોણ છે? ફ્લાઈટ બુકિંગ... હોટેલ બુકિંગ કર્યું?

રાજેશજીએ ડેલિગેટ્સનું લિસ્ટ.. બતાવ્યું.

તેન પર નજર નાખતા વિક્રમ પાંડે બોલ્યા: "રાજેશ... આમાં માધવીની જગ્યાએ ભામિનીનું નામ મૂકો.

"સર, ભામિનીને માત્ર બે મહિના જ થયા છે, અને માધવી આ પ્રેઝન્ટેશનમાં પહેલેથી જ મહેનત કરી રહી છે. રાજેશે કહ્યું.

"આય નો.., માધવી પણ બહુ મહેનતુ અને સ્માર્ટ છે, પણ ભામિની તેના કરતાં વધુ ઈમ્પ્રેસિવ અને ઈન્ટેલિજન્ટ દેખાય છે.. ફોરેન કંપનીને ઈમ્પ્રેસ કરવા ભામિની વધુ કામ આવશે.

વિક્રમ પાંડેએ સત્તાવાહી અવાજે કહ્યું.

"સર, ચતુર્વેદી સાહેબ નારાજ થશે. રાજેશે કહ્યું.

"જો, રાજેશ, અહીં વ્યક્તિગત નારાજગી જોવાય નહીં. કંપની મહત્ત્વની છે... વ્યક્તિ નહીં. વિક્રમ પાંડેએ કહ્યું.

રાજેશ કશું બોલ્યો નહીં. એટલે વિક્રમ પાંડેએ કહ્યું: "જો રાજેશ, તું પ્રોજેક્ટ ઈન્ચાર્જ છે એટલે તને વ્યવસ્થા કરવા જણાવું છું. આમ તો હું પર્સનલ સેક્રેટરી તરીકે પણ એને સાથે રાખી શકું છું...

રાજેશે કશો ઉત્તર ન આપ્યો. અને વિક્રમ પાંડેની કેબિનમાંથી બહાર નીકળી ગયો. રાજેશ ગાંધી ભારે દ્વિધા અનુભવી રહ્યો હતો. કંપનીના બીજા બે જુનિયર યુવકને એ લઈ જવાનો હતો, પણ માધવી આ પ્રેઝન્ટેશનમાં ઘણી ઉપયોગી થઈ શકત... માધવીને પ્રોજેક્ટમાંથી બાકાત કરે તો ચતુર્વેદી સાહેબ નારાજ થાય અને ભામિનીને તો લઈ જવી પડે... એ તો ખાસ...

રાજેશે માધવી સમક્ષ પોતાની મૂંઝવણ જણાવી. માધવીએ કહ્યું: "મારા માટે તમે ચિંતા ન કરો... હું સ્વેચ્છાથી આ પ્રોજેક્ટથી હવે દૂર રહીશ અને મારા પિતાને સમજાવીશ.

"પણ... હું ઈચ્છું છું તું આ પ્રેઝન્ટેશનમાં મારી સાથે હોય.

"ઈટ્સ ઓકે રાજેશજી, હું વિક્રમ પાંડે અને ભામિનીના અંગત સંબંધો વિશે જાણું છું... એમાં આવું થાય તેમાં શી નવાઈ? પણ, આપણા માટે કંપની મહત્ત્વની છે.

પ્રેઝન્ટેશનમાં આગલા દિવસે જ વિક્રમ પાંડે - ભામિની વોરા, રાજેશ ગાંધી અને બે જુનિયર યુવકો જર્મનીની નક્કી કરેલી હોટેલમાં પહોંચી ગયા.

પ્રેઝન્ટેશનમાં આગલી રાત્રે વિક્રમજી અને ભામિનીએ એક રૂમમાં સહશયન કર્યું અને ખૂબ નશો કર્યો.

સવારે ૭ વાગ્યે હોટેલના કાઉન્ટર પર મળવાનું હતું... નવ વાગે પ્રેઝન્ટેશન હોલના વેન્યુ પર પહોંચવાનું હતુું. રાજેશ તેના પ્રેઝન્ટેશન તથા અન્ય સ્પેરપાર્ટ્સ સેમ્પલ સાથે તૈયાર હતો. અન્ય બે યુવકોને પ્રેઝન્ટેશન વિશે બધું સમજાવી દીધું હતું. રાત્રિના બે વાગ્યા સુધી રાજેશ ગાંધીએ આ પ્રેઝન્ટેશન અંગેની તૈયારી કરી હતી...'

સાડાસાત વાગ્યા... રાજેશે રૂમ સર્વિસને આ અંગે તપાસ કરવા કહ્યું. હાઉસકીપરે માહિતી આપી: "સર, ડોન્ટ ડિસ્ટર્બનું બોર્ડ મૂકેલું છે. રાજેશજી પરિસ્થિતિને પામી ગયા. રાજેશજી પોેતે જ બે જુનિયર સાથે હોટેલના સેમિનાર હોલમાં ગયા અને પ્રેઝન્ટેશન આપ્યું. બધાએ રાજેશ ગાંધીના અને વિજય ઓટોમોબાઈલ કંપનીના ભારે વખાણ કર્યાં.

મુંબઈ આવ્યા પછી મોનિકા સિંહ અને ચતુર્વેદીના ભારે દબાણ વડે વિક્રમ પાંડે અને ભામિની વોરાને કંપનીમાંથી રાજીનામું આપવાની ફરજ પડી. રાજીનામાના પત્રમાં લખ્યું હતું: 'ફેલ્યોર ફ્રોમ માય ડ્યૂટી... આઈ રિઝાઈન' હું કંપની પ્રત્યેની મારી ફરજ ચૂક્યો છું એટલે મારું રાજીનામું સ્વીકારજો.

રાજેશને માધવીએ કહ્યું: "જોયું, કર્મનું ફળ?

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment