Wednesday, 28 September 2016

[amdavadis4ever] ગૂગલબૂગલનો જમાનો આવ્ યો તે પહેલ ાં અને પછી

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



વિજયગુપ્ત મૌર્યને અમે હરતાફરતા એન્સાઈક્લોપીડિયા કહેતા. 'અખંડ આનંદ'માં આવતી એમની કૉલમનું નામ જ હતું 'પૂછવું હોય તે પૂછો.' આ એ જમાનો હતો જ્યારે માહિતીના સ્રોત લિમિટેડ હતા. કોઈ પણ વિષય પરની માહિતી મેળવવા માટે તમારે એ વિષયના નિષ્ણાતને મળવું પડતું અથવા તો કોઈ છાપાની સારી રેફરન્સ લાઈબ્રેરીનો આશરો લેવો પડતો. ઘરગથ્થુ જ્ઞાન મેળવવા એન્સાઈક્લોપીડિયા બ્રિટાનિકા (કે અમેરિકાના)ના તોતિંગ વોલ્યુમ તોતિંગ ખર્ચે વસાવવા પડતા. ગુજરાતીમાં એની ગરજ ભગવદ્ગોમંડલ કોશ સારતો. ઑક્સફર્ડ કે વેબસ્ટર કે કૅમ્બ્રિજની બૃહદ ડિક્શનરીઓ પણ કામ લાગતી, ખાસ કરીને શબ્દોના ઉચ્ચારો જાણવામાં અને અંગ્રેજી સિવાય, ફ્રેન્ચ કે જર્મન ભાષાના શબ્દોના ઉચ્ચારો માટે ડૉ. ઊર્મિબહેન ઘનશ્યામ દેસાઈ જેવાં ભાષાઓના મહારથીઓ પાસે જવું પડતું. ઝયાઁ પોલ સાર્ત્ર અને નિશ્ર્ચેના ઉચ્ચારો એમણે શીખવ્યા ત્યાં સુધી ગુજરાતીમાં સૌ કોઈ પોતપોતાની આ રીતે આ કે આવા અટપટા નામોના ઉચ્ચારો લખતા. ડૉન કિહોટે કે પછી એલેકઝાંડર ડુમા કે ગટેના ઉચ્ચારો પણ દરેક ગુજરાતી લેખક પોતપોતાની રીતે કરે અને પૅરિસ જઈને ફ્રેન્ચ શીખી આવનાર કવિ નિરંજન ભગત એ શહેરનો સાચો ઉચ્ચાર પારિ કરે તો પણ કોઈ સ્વીકારે નહીં. આજે ગૂગલ સર્ચ કરો તો થોડીક જ મિનિટમાં દુનિયાની કોઈપણ ભાષાના શબ્દનો સાચો (અથવા અલમોસ્ટ સાચો) ઉચ્ચાર તમને જાણવા મળે. અલમોસ્ટ સાચો એટલા માટે કે શબ્દો જે રીતે બોલાય છે તેમાં સ્વરની જે વિવિધ અર્થછટાઓ હોય છે તે લિપિની મર્યાદાને કારણે પૂરેપૂરી વ્યક્ત થઈ શકતી નથી. ગુજરાતીનો જ દાખલો લો. પડધરી ગામનું નામ અમુક રીતે ઉચ્ચારો (પડધ્રી) તો જ સાચું બાકી પડ-ધરી બોલશો તો ખોટું. એ જ રીતે ધરપકડ બોલતી વખતે ધરપ-કડ ના બોલાય પણ ધર-પકડ જ બોલાય. આટલું ઓછું હોય એમ નળના 'ળ'નો ઉચ્ચાર હિંદી ભાષીઓ નથી કરી શકવાના. પણના 'ણ'નો ઉચ્ચાર પણ તેઓ નહીં કરી શકે. ઋષિ અને રુષિના ઉચ્ચારભેદને હવે કોણ સમજાવશે. કર્ણાટકથી આવેલા એક મહેમાનો મને દલીલ સહિત સમજાવ્યું હતું કે ક્ધનડ ભાષામાં 'ક' એકલાના છ અલગ-અલગ ઉચ્ચારો છે જે લિપિમાં વ્યક્ત નથી થતાં પણ શબ્દ-સંદર્ભ મુજબ બદલાયા કરતા હોય છે. (દાખલા તરીકે 'કમળ' અને 'કાગડા'નો 'ક' જુદી જુદી રીતે બોલાય. આ માત્ર કલ્પનાનો દાખલો છે, રિયલ એક્ઝામ્પલ મને યાદ નથી.)

ભાષા અને ઉચ્ચારોને લગતી માહિતી તો એક નાનકડો હિસ્સો છે. પણ નીલ આર્મસ્ટ્રોન્ગે ચંદ્ર પર પગ મૂક્યો તે તારીખ કઈ હતી તે જાણવા પણ તમારે ખાસ્સી મહેનત ઉઠાવવી પડે. આજે તો તમને સેક્ધડના છઠ્ઠા ભાગમાં એ તારીખ જ નહીં નીલ આર્મસ્ટ્રોન્ગનો જન્મ કઈ તારીખે થયો હતો તેની પણ માહિતી મળી જાય અને એના જીવનની આખી કુંડળી પ્રાપ્ત થઈ જાય, ગણતરીની સેક્ધડ્સમાં.

૨૯૨ ભાષાઓમાં તમને માહિતી આપતું વિકિપીડિયા ૧૫ જાન્યુઆરી, ૨૦૦૧ના રોજ લૉન્ચ થયું તેના છ વર્ષ પહેલાં યાહૂ નામનું સર્ચ અન્જિન લૉન્ચ થયું. યાહૂ ૧૯૯૫માં આવ્યું તે પહેલાં ૧૯૯૩માં 'ડબલ્યુથ્રીકૅટેલોગ', 'અલિવેબ', 'જમ્પ સ્ટેશન', 'ડબલ્યુડબલ્યુડબલ્યુુવર્મ' નામનાં સર્ચ એન્જિનો શરૂ થયા હતાં. સર્ચ એન્જિનોની શરૂઆતના આ દિવસો હતા. આજે આ ચારમાંના દરેક એન્જિન પાટા પરથી ખડી પડ્યાં છે. ૧૯૯૪-૯૫માં બીજાં દસેક આવ્યાં જેમાંના કેટલાંક હજુય સર્વિસ આપે છે પણ યાહૂ એમાંથી સૌથી જાણીતું. આ વાંચનારાઓમાંના મોટાભાગનાઓએ કૉમ્પ્યુટર વાપરવાની શરૂઆત કરી હશે ત્યારથી યાહૂનું સર્ચ એન્જિન વાપર્યું હશે. ગૂગલ તો એના ત્રણેક વર્ષ પછી આવ્યું. ૧૯૯૮માં. પણ સમ હાઉ ઓર ધી અધર હું યાહૂથી એટલો ટેવાઈ ગયો હતો કે ગૂગલને ટોટલી નિગ્લેક્ટ કરતો હતો. ૧૯૯૯માં હું એક વર્તમાનપત્રમાં તંત્રી તરીકે જોડાયો ત્યાર પછી થોડાક અઠવાડિયામાં મારા એક સિનિયર સ્ટાફ મેમ્બરે મને યાહૂ પર કશુંક સર્ચ કરતાં જોયો અને જાણે હું બાબા આદમના જમાનાનો હોઉં એવા આઘાતથી મને કહ્યું: તમે હજુ યાહૂમાં જ પડ્યા છો!

એમણે મારી પાસે ગૂગલ ઈન્સ્ટૉલ કરાવ્યું અને એકાદ બે દિવસની ટેન્ટેટિવનેસ પછી હું પણ ગૂગલના કરોડો ચાહકો વપરાશકારોમાંનો એક બની ગયો.

ગૂગલ પછી ચાઈનાએ બાયદુ શરૂ કર્યું. આ બાજુ એઓએલ સર્ચ શરૂ થયું, થોડાંક વર્ષ પહેલાં બિન્ગ પણ આવ્યું. પણ ગૂગલ એટલે ગૂગલ. જો પ્રોપરલી સર્ચ કરતાં આવડે અને નીરક્ષીરનો વિવેક તમારામાં હોય તો દુનિયાની એવી કોઈ માહિતી નથી જે તમને કૉમ્પ્યુટર પરથી ન મળે.

અફકોર્સ, આમાં અપવાદો પણ હોવાના. પુસ્તકો અને પર્સનલ રેફરન્સીસનું મહત્ત્વ ઓછું થયું હોવા છતાં મટી ગયું નથી. એવી ઘણી માહિતી છે કે તમને આજની તારીખેય ગૂગલબૂગલ પરથી નહીં મળે. હજારો પુસ્તકો એવાં છે જે તમારે તમારા રસના વિષયમાં ઊંડા ઊતરવા માટે વસાવ્યા વિના છૂટકો જ નથી. અને બીજી અગણિત માહિતીઓ એવી હોવાની જેનું ઈન્ટરપ્રીટેશન જાણવા માટે તમારે વ્યક્તિગત સંપર્કો કરવા પડવાના, જે તે ક્ષેત્રના નિષ્ણાતોની મદદ લેવી પડવાની.

સર્ચ એન્જિન બનાવવાનો વિચાર આવવો જ કેવી ભવ્ય વાત છે. વિકિપીડિયા જેવું પ્લૅટફૉર્મ બનાવવાનો આઈડિયા જ કેટલો રોમાંચક છે. આમાં યુ-ટ્યુબ ઉમેરો. આખું તમારું પર્સનલ જગત પુલકિત થઈ જાય. અધૂરામાં પૂરું હવે તો પાછું તમે યુ-ટ્યુબને તમારા ફોન કે લૅપટૉપ પર જ નહીં ડાયરેક્ટ ટીવી પર પણ જોઈ શકો. આ દુનિયા અદ્ભુત હતી અને વધુ ને વધુ અદ્ભુત બની રહી છે. આવતી કાલે આના કરતાં પણ અદ્ભુત દુનિયા હોવાની. આવતાં પચ્ચીસ વર્ષ પછી આ બધું ક્યાં પહોંચ્યું હશે એની કલ્પના કરવાનું ગજું મારું નથી પણ પચ્ચીસ વર્ષ પહેલાં દુનિયા ક્યાં હતી તે તો જોયું જ છે. અને ક્યાંથી ક્યાં આવી ગઈ તે પણ અનુભવ્યું છે. એટલે કલ્પના કરવાનું ગજું ન હોવા છતાં, રોમાંચ તો છે જ કે જ્યાં છીએ એના કરતાં વધુ અદ્ભુત અનુભવો તરફ હવે આપણે જવાના છીએ. ગૂગલ સર્ચ કરતાં કરતાં ગૂગલના લોગોને માથે ફુમતા ટોપી અને રંગબેરંગી ફુગ્ગાઓ સાથે ઉજવણી કરતાં જોયો એટલે થયું કે ચાલો, આપણે પણ સર્ચ એન્જિનની હેપી બર્થડેમાં જોડાઈએ.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment