Wednesday, 28 September 2016

[amdavadis4ever] માંસાહારથી મૃત પશુની પ્ રકૃતિ અને ચ ેતના ખાનારમા ં પ્રવેશે છ ે....... માર ી યાત્રા - જિતુ સોમપુરા

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



પ્રશ્ર્ન: ઉત્તમ સ્વાસ્થ્ય અને માનસિક વિકાસ માટે માંસાહાર શા માટે અયોગ્ય કહી શકાય?

મહામંડલેશ્ર્વર યોગગુરુ પરમહંસ સ્વામી મહેશ્ર્વરાનંદજી મહારાજ: ઉત્તમ સ્વાસ્થ્ય અને માનસિક વિકાસનો મૂળ આધાર ઉત્તમ ભોજન છે. યોગે ભોજનને ગુણોના આધારે ત્રણ શ્રેણીઓમાં રાખેલ છે. આ શ્રેણી ત્રણ ગુણોને દર્શાવે છે. ૧) સાત્વિક એટલે કે, શુદ્ધ, વ્યવસ્થિત, સ્પષ્ટ, સંતુલિત, શાંતિપૂર્ણ. ર) રાજસિક એટલે કે આક્રમક, અશાંત, ક્રોધી, અભિલાષી, આકાંક્ષી. ૩) તામસિક એટલે કે સુસ્ત, અકર્મણ્ય, નિસ્તેજ, અંધકાર, અજ્ઞાન.

તામસિક ભોજન એટલે કે માંસ, માછલી, ઇંડા, માદક પદાર્થ, સંગ્રહીત કરેલું ભોજન અને વાસી, ફરીથી ગરમ કરેલું ભોજન આપણને આળસુ બનાવે છે અને અયોગ્ય કર્મ કરાવડાવે છે. રાજસિક ભોજન અત્યંત ચટપટુ જે અશાંત અને આક્રમક બનાવે છે. અતિ કોફી અથવા ચોકલેટના સેવનથી રાજસિક ગુણ વધે છે. સાત્વિક ભોજન શરીર અને મનને સંતુલિત અને વ્યવસ્થિત બનાવે છે. સાત્વિક ભોજન દૂધ, શાક આદીથી પ્રાપ્ત થાય છે. જેમાં પૂર્ણ ભોજન સામગ્રી જેમ કે અનાજ, શાક, દાળ, ફળ, મેવો, બીજવાળી ખાદ્ય સામગ્રી, દૂધ અને દૂધથી બનેલ પદાર્થ જેવી ખાદ્ય સામગ્રી હોવી જોઈએ. શાકાહારી ભોજન, આપણા શરીરનેે વિષહિન, સ્વચ્છ અને શુદ્ધ રાખે છે તથા રોગ પ્રતિરોધક શક્તિ વધારે છે. 

યોગી લોકો અનેક કારણોસર શાકાહારી હોય છે. સ્વાસ્થ્યના પાસા ઉપરાંત મુખ્ય કારણ એ પણ છે કે દરેક જીવધારી ઈશ્ર્વરના સંતાનો છે. આમાં પશુ પક્ષી પણ સામેલ છે. આપણને દરેકને પેદા કરવા વાળા ઈશ્ર્વર જ છે. ઈશ્ર્વરનો પ્રકાશ જે રીતે માનવોમાં વિદ્યમાન છે એ રીતે પશુ પક્ષીઓમાં પણ છે. 

દરેક પ્રાણી સુખ ઈચ્છે છે અને યાતનાઓથી બચવા માગે છે. પશુ પક્ષી ભય અને પીડાનો અનુભવ કરે છે. જેમ દરેક માનવ ભય અને પીડાનો અનુભવ કરે છે. પશુ પક્ષી મૃત્યુથી ડરે છે જેમ આપણે માનવ મૃત્યુથી ડરીએ છે. યોગ પશુઓને મારવા અને તેમને ખાવાનો નિષેદ્ય કરે છે. કારણ કે તેમનામાં આંતરિક નૈસર્ગિક જાગૃતિ છે. જે તમામ જીવધારીઓને એક ચેતનાથી જોડે છે. 

એક સૂત્રમાં કહેવાયું છે તમે એ જ છો જે તમે ખાવ છો. બે તત્ત્વ-સમાજ અને ભોજન પૌષ્ટિકતા માનવ વિકાસના પ્રમુખ ગુણોને નિર્ધારિત કરે છે. અયોગ્ય ભોજન કેવળ શારીરિક સ્વાસ્થ્યને જ ખરાબ નથી કરતું, પરંતુ મનને પણ વિચલિત કરે છે. આ પ્રાણિક ઊર્જાને નષ્ટ કરે છે અને આક્રમક વૃત્તિ, નિરાશા અને ભય ઉત્પન્ન કરે છે. આપણે જીવિત રહેવા માટે આપણા અસ્તિત્વના હર તંતુથી ચીટકેલા રહીએ છે અને પોતાના અસ્તિત્વનું અંતિમ લક્ષ્ય સ્વતંત્રતા અને ખુશી માનીયે છે. દરેક પશુ અને જીવધારી પણ સ્વાતંત્રતા તથા ખુશી ઈચ્છે છે. 

દરેક પ્રાણી જેમ કે પક્ષી, કૂતરો, બિલાડી, ઘોડો અને ગાય સહજ સ્વભાવને કારણે ભાવિ પ્રાકૃતિક વિનાશથી આતંકિત થઈ જાય છે. આજ રીતે પશુને પણ પોતાના સંભવીત મૃત્યુનો પહેલા જ ખ્યાલમાં આવી જાય છે. પશુને કતલખાનામાં લઈ આવો એના થોડાક દિવસ પૂર્વે જ તેઓ બેચેન અને ભયભીત થઈ જાય છે. મૃત્યુનો ભય તેના સમગ્ર શરીરમાં ફેલાઈ જાય છે અને તેમની આંત:સ્ત્રાવ વાળી ગ્રંથીઓ લડો અથવા ઉડોના હોર્મોન્સ પશુની શિરાઓમાં રહે છે. આપણે આ સૂક્ષ્મ પદાર્થોને મૃત શરીરના માંસમાં સંગ્રહિત થયેલા નથી જોઈ શકતા, પરંતુ નિશ્ર્ચિતપણે આપણે જ્યારે તેમનું માંસ ખાઈએ છીએ ત્યારે આપણે પશુઓના મૃત્યુનો ભય આપણી અંદર લઈ જઈએ છીએ. આ ઉપરાંત પશુના પ્રાણ પણ અર્થાત્ પશુના ગુણ અને તેની ચેતનાની પ્રકૃતિને પણ આત્મસાત્ કરી લઈએ છીએ. આ આપણા આધ્યાત્મિક વિકાસ અને જીવન વિકાસ માટે અત્યંત બાધક છે. આક્રમકતા અને પશુની ચેતનામાં ભય આપણા અવચેતન મનમાં ઊંડાણપૂર્વક પ્રવેશે છે. તથા આપણી મૃત્યુની ક્ષણોમાં પુન: જાગૃત થાય છે. સાથો સાથ આપણે જ્યારે પોતાનામાં ગહન રૂપથી આત્મસાત્ થવા લાગીયે છીએ ત્યારે ધ્યાન અને પ્રાર્થનામાં પણ આ ભય ઉત્પન્ન થાય છે. ખોટા કાર્ય કરવા પ્રેરિત થઈએ છે. આવા ભયનું જ પરીણામ છે કે અનેક લોકો ધ્યાન અને ધર્મથી ડરે છે અથવા વિમુખ રહે છે. 

આ ઉપરાંત ક્યારેક આપણે આ અવચેતન ભયમાંથી પસાર થવું જ જોઈએ. આપણે ધ્યાન, પ્રાર્થના અને સત્કર્મોના માધ્યમથી સ્વયંની ચેતનાને શુદ્ધ કરી લઈએ અથવા મૃત્યુના સમયે આ ભયમાંથી ફરી પસાર થવું પડશે, જો કે એ સમયે આપણે આ બાબતમાં કંઈ જ નહીં કરી શકીયે. આપણું પ્રારબ્ધ કર્મના સિદ્ધાંત પ્રમાણે પૂરું થાય છે. આની તુલના એ પર્વતારોહણ કરનારની દુર્દશા સાથે કરી શકાય જ્યારે એની રસ્સી તૂટી ગઈ હોય. આ ક્ષણે તેની ઈચ્છામાં કોઈ શક્તિ નથી હોતી. ચેતના પર કોઈ પ્રભાવ નથી પડતો. એ ત્યાં પડી જાય છે જ્યાં પડવાની તેની ઈચ્છા હોય કે ન હોય.

ઋષિઓ અને યોગીઓનું ધ્યાન ન કેવળ એના પર હોય છે કે પોતે શું ખાય છે, પરંતુ એના પર પણ હોય છે કે એ ભોજન ક્યાંથી આવે છે? શું એ ભોજન બીજા પાસેથી આચકીને લેવાયું છે કે ખોટા ઢંગથી પ્રાપ્ત કરવામાં આવ્યું છે? આવી પરિસ્થિતિ એમનામાં નકારાત્મક સ્પંદન પેદા કરે છે. જેઓ એવું ખાવાનું ખાય છે તેમનામાં આંતરિક અવ્યવસ્થા ઉત્પન્ન થઈ શકે છે. 

રસોઈ અને ભોજનમાં એક સાહચર્ય હોય છે. આથી આપણે જ્યારે ભોજન રાંધીયે ત્યારે પ્રેમથી રાંધવું જોઈએ અને સદ્વિચારો સહિત ભોજન રાંધવું જોઈએ. આનાથી જીવનમાં વિકાસ નિશ્ર્ચિત છે. પરિવારમાં હકારાત્મકતા સર્જાય છે. પશુઓથી ભિન્ન આપણા માનવોમાં એ સ્વતંત્રતા છે કે બુદ્ધિ એ વિવેકના માધ્યમથી આપણો માર્ગ પસંદ કરીએ. આના કારણે આપણે યોગ્ય ભોજન કરવામાં અને સારા લોકો સાથે રહેવા પર યોગ્ય ધ્યાન આપવું જોઈએ. આનાથી આપણી ચિત્તવૃત્તિ અને આપણા આંતરિક ગુણો પર બહુ અધિક પ્રભાવ પડે છે. જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ. આપણે કેવી રીતે વિચારીએ છે અને કાર્ય કરીએ છે તેનો ભોજનના ગુણ પર અને જેમની સાથે રહીએ છે એ સાથીઓ પર સીધી અસર પાડે છે. આ આપણા કર્મોને પણ પ્રભાવિત કરે છે. 

આપણે આપણા પાળેલા પશુઓ જેમ કે બિલાડી, કૂતરા અને અન્ય પશુપંખીઓને પ્રેમ કરીએ છે અને તેને મારી પણ દઈએ છે. સાથો સાથ મરઘા, માછલી, ગાયનું માંસ, સુઅરના માંસના ટુકડા પણ ખાઈએ છે. ઘણા લોકો એ હકીકત પર ધ્યાન નથી આપતા કે સ્વાદને કારણે આપણે જીવતા પ્રાણીઓનાં બલીદાન લઈએ છીએ. તેમને યાતના આપીએ છીએ. ઈશ્ર્વર સાથે અનુભૂતિ ધરાવતી વ્યક્તિ કહે છે જ્યારે તમે કોઈને જીવન નથી આપી શકતા તો તમને કોઈનું જીવન લેવાનો અધિકાર નથી. દરેક જીવધારી પછી ભલે એ માનવ હોય કે પશુ તેને એના નિર્ધારિત સમય પૂર્વે હિંસક રીતે મારી નાખ્યાં હોય તેણે પોતાનું પ્રારબ્ધ પૂર્ણ કરવા માટે ફરીથી એક શરીર ધારણ કરવું પડે છે. જે વ્યક્તિ જીવિત પ્રાણીઓના મૃત્યુનું કારણ બને છે અથવા આત્મહત્યા જેવા કાર્ય કરી પોતાનું જીવન નષ્ટ કરે છે. તેને બહુ કપરા કર્મો કરવા પડે છે. 

માંસનું ઉત્પાદન કેવળ પશુઓ પ્રત્યેની ક્રૂરતા જ નથી, પરંતુ ભોજન ઉત્પાદન ક્ષેત્રની ક્ષતિ પણ છે. ૧ કિલો માંસ પ્રાપ્ત કરવા માટે સાતથી પંદર કિલો અનાજ અને દાળનો ઉપયોગ કરવો જરૂરી છે. આપણા ખેડૂતો દ્વારા ઉગાડાયેલા અનાજનો મોટો ભાગ માનવ ભોજન માટે નહીં, પરંતુ પશુઓના ચારા માટે હોય છે. એક અન્ય રોચક આંકડો એ છે કે અનાજ અને દાળમાંનું ૯૦ ટકા પ્રોટિન અને ૯૯ ટકા કાર્બોહાઈડ્રેટ્સ નષ્ટ થઈ જાય છે. જ્યારે માણસ આ ઉત્પાદિત માંસનું ભક્ષણ કરે છે. ૧ કિલો ઘઉં પેદા કરવા માટે ૬૦ લિટર પાણીની જરૂર પડે છે. જ્યારે ૧ કિલો માંસનું ઉત્પાદન કરવા માટે રપ૦૦-૬૦૦૦ લીટર પાણીની જરૂર પડે છે. આ પાણી ફરી પાછું જંતુનાશક ખાદ્યમાં મળી જાય છે અને ખાદ્યના રૂપે જમીનમાં ચાલી જાય છે. આ રીતે એ ભૂતળમાં અને પીવાના પાણીના સ્તર સુધી પહોંચી જાય છે. વૈજ્ઞાનિકોની ગણના મુજબ સામાન્ય ઘરોના પ્રમાણમાં જ્યાં માંસનું ઉત્પાદન થાય છે એ ઘરોમાં દસગણું અધિક પ્રદૂષણ હોય છે. અને આવા ઉદ્યોગોમાં આનાથી ત્રણ ગણું વધી જાય છે. કેવળ એક બર્ગરના ઉત્પાદન માટે જમીનને યોગ્ય બનાવવા પાંચ વર્ગમીટર ભૂમિની જરૂર પડે છે. આટલી જ જમીન ર૦ શાકાહારીઓેને તૃપ્ત કરી શકે છે. માંસ ભક્ષણનો ત્યાગ કરવો એ કેવળ નૈતિક પ્રશ્ર્ન નથી, પરંતુ આપણા આ ધરતી ગ્રહ પર અસ્તિત્વનો પ્રશ્ર્ન પણ છે. વિશ્ર્વના અનેક ભાગોમાં દુકાળ, પાણીની સમસ્યા, ઋતુઓનું તાંડવ, મૂલ્યવાન કુદરતી સાધનનો વિનાશ આ બધી સમસ્યા આપણા પૌષ્ટિકતા સંબંધિત વ્યવહારથી સીધા પ્રભાવિત છે. જીવનના સંતુલન માટે આપણે અતિ સાવચેત થવું જરૂરી છે. લોભ, સુવિધા, અજ્ઞાનને કારણે માનવ અતિ નાજુક સંતુલનને નષ્ટ કરવાની પ્રક્રિયામાં છે. લેખક અને માનવતાવાદી લિયો ટાલ્સટૉયએ કહ્યું છે જ્યાં સુધી કતલખાના છે ત્યાં સુધી યુદ્ધક્ષેત્ર પણ છે. દસ લાખ જેટલા આપણા નાના ભાઈઓને આપણે યાતના પહોચાડતા હોઈએ ત્યારે વિશ્ર્વમાં સુખ અને શાંતિ કઈ રીતે સ્થાપિત કરી શકીશું?

માનવ રૂપે આપણો ધર્મ, આપણું કર્તવ્ય, ઉત્તરદાયીત્વ, આપણો ઉદ્દેશ, આપણું લક્ષ્ય છે અન્યની સહાયતા કરવાનું, રક્ષા કરવાનું, સમર્થન કરવાનું, શોષણ અથવા નષ્ટ કરવાનું નહીં. અહીંસા સર્વોચ્ચ કર્તવ્ય છે. કોઈને મારવું અથવા ઘાયલ કરવાથી મોટું કોઈ પાપ નથી. પશુને જ્યારે કાપવામાં આવે છે ત્યારે એ જેટલું દુ:ખી હોય છે ત્યારે જો આપણામાં તેના પ્રત્યે કોઈ સહાનુભૂતિ ન હોય અથવા તેની ઉપેક્ષા કરતા હોઈએ તો માણસ જાતે ભયંકર યુદ્ધ, પર્યાવરણ વિધ્વંશ, કેટલાય રોગો, પ્રાકૃતિક સર્વનાશ જેવી યાતનાઓ ભોગવવી પડે તો આપણને આશ્ર્ચર્ય થવું જોઈએ નહીં.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment