Wednesday, 28 September 2016

[amdavadis4ever] રેલવે: અકસ્મ ાત કે આપઘાત!

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



બૉસની દમદાટી કે પગાર કપાતથી બચવા સમયસર ઑફિસે પહોંચવાની મથામણમાં ભરચક ટ્રેનના ડબ્બામાં જાતને ઘૂસાડતો પ્રવાસી... પુલના પગથિયા ચડવાનો કંટાળો આવતો હોવાથી ઉતાવળે છ વર્ષના સંતાન સાથે રેલવેના પાટા ઓળંગી રહેલી મહિલા... ઝડપથી દોડી રહેલી ટ્રેનના દરવાજે લટકી સ્ટન્ટ કરવાની ઇચ્છા ન રોકી શકતો યુવાન... આ બધા દૃશ્યો મુંબઈની લોકલ ટ્રેનની દુનિયામાં સહજ અને સ્વાભાવિક ગણાય છે. જોકે, આમાંના એક કે બેથી વધુ મામલામાં વ્યક્તિ જીવ ખોઇ બેસે ત્યારે જનમાનસના હૈયામાં પહેલી અનુકંપા જાગે છે ભોગ બનેલી વ્યક્તિ પ્રત્યે. ભૂલ કોની છે એ વિચારવાનું ભાન ભૂલાઇ જતું હોય છે અને એક અવાજે કોરસમાં રેલવે પ્રશાસનના માથે માછલા ધોવાય છે. મોતને ભેટવાના અહેવાલો પછી રેલવે પર તૂટી પડનારાઓ સિક્કાની બીજી બાજુ તપાસવાનો પ્રયત્ન કરે છે ખરા? શું વધતા અકસ્માતો માટે કેવળ રેલવે જ જવાબદાર હોય છે?

રેલવેમાં રોજના અકસ્માતના અહેવાલ પછી રેલવે દર વખતની માફક એક વાતનું રટણ કરતી હોય છે કે 'મુંબઈમાં સતત પ્રવાસીઓની સંખ્યા વધતી રહે છે, પણ તેની સામે ટ્રેનોની સંખ્યા વધારવાનું શક્ય નથી. પર્યાપ્ત ઇન્ફ્રાસ્ટ્રકચર ઊભું કરવા માટે રેલવે પાસે પૈસા નથી, જ્યારે ટ્રેન (રેલવે)ના ખર્ચામાંથી આવક થતી નથી.' આ બધી વાત આમ આદમીને પચી જાય, પણ હાઇ કોર્ટને પચતી નથી. અકસ્માતો રોકવા માટે નિરંતર હાઇ કોર્ટ રેલવેની ઝાટકણી કાઢવામાં આવે છે. આ બાબતમાં હાઇ કોર્ટની લપડાક પછી રેલવે છેવટે કંઇક કરવાની હૈયાધારણ આપે છે, પણ હકીકત એ છે કે આ બધા અકસ્માતોને રોકવા માટે પ્રશાસન હાંફ્યું છે. રેલવેના વધતા અકસ્માતો (મોતને ભેટતા તથા ઇજાગ્રસ્ત થનારાની સંખ્યા) માટે રેલવે પ્રશાસન એકલું જવાબદાર હોવાની વાત મિથ્યા છે, કારણ કે પ્રવાસીની સમજદારીથી અકસ્માત થયાનું પ્રમાણ નજીવું જોવા મળે છે. વાત ગળે ઊતરે તેમ નથી, પરંતુ થોડા વધુ ઊંડાણમાં ઉતરીએ તો હકીકત સમજાય. મુંબઈ રેલવેમાં હાર્બર અને મધ્ય રેલવેમાં મેઇન લાઇનની સાથે પશ્ર્ચિમ રેલવેમાં રોજની ૨,૯૬૦થી વધુ લોકલ ટ્રેન દોડાવાય છે, પરંતુ તેમાં મુસાફરી કરનારાની સંખ્યા દૈનિક ૭૫થી ૮૦ લાખની છે. પ્રવાસીની સંખ્યા સતત વધે છે, પણ ટ્રેનોની સંખ્યા એટલી ઝડપથી વધતી નથી, પરિણામ ટ્રેનોમાં ભયંકર ભીડ રહે છે. ઉદાહરણ તરીકે મુંબઈના કોઇ પણ સ્ટેશનમાં ધસારાના સમયગાળા દરમિયાન આમ આદમીને ટ્રેન પકડવામાં નાકે દમ આવે છે. ટ્રેન પકડયા પછી પ્રવાસીને લોકલ ટ્રેનમાં ઘેટાબકરાંના માફક મુસાફરી કરવી પડે છે. એનાથી કફોડી હાલત તો લોકલ ટ્રેનના પ્રત્યેક કોચમાં માત્ર એક પ્રવાસીને ઊભા રહેવા માટે એક ઇંચની જગ્યા હોતી નથી ત્યારે શ્ર્વાસ લેવા માટે રામ (ઓ બાપા મરી ગયો) ચોક્કસ યાદ આવી જાય. આ બધી વાતનો ઉપાય નથી એ વરવી વાસ્તવિકતા બેદરકારીની છે. ચાલો મૂળ વાત અકસ્માતોના પ્રકાર અને તેના નિરાકરણની કરીએ. 

રેલવેમાં રોજના ડઝનેક પ્રકારના અલગ અલગ પ્રકારના અકસ્માતો બને છે. આ અકસ્માતમાં દા. ત. પ્રવાસીનું લોકલ ટ્રેનમાંથી પડતા, ઓવરહેડ વાયરના કરન્ટથી દાઝતા, લોકલ ટ્રેનના ફૂટબોર્ડ અને પ્લૅટફૉર્મના ગેપમાં પડતા, ટ્રેક પરના પોલથી ભટકાતા કિસ્સાનું પ્રમાણ વર્ષે ૨૦ ટકાથી વધુ હોતું નથી છતાં એ બધા અકસ્માતની ભયાનકતા હૃદયદ્રાવક હોય છે. એનાથી વિપરીત પ્રવાસીઓ દ્વારા આત્મહત્યા, કુદરતી કારણ, અન્ય કારણ તથા રેલવે ટ્રેક, સ્ટેશનના પરિસરમાંથી મળતા મૃતદેહનું કારણ પણ જાણી શકાતું નથી. આ બધા કિસ્સાનું પ્રમાણ લગભગ ૨૦ ટકાથી વધુ છે. એનાથી વધારે રેલવેમાં ટ્રેક ક્રોસ કરતાનું ૬૦ ટકાથી વધારે છે. છેલ્લાં બે વર્ષના વિવિધ પ્રકારના અકસ્માતમાં મોતને ભેટનારાનો આંકડો કુલ ૬,૭૨૭ હતો. આ બધામાંથી એકલા ટ્રેક ક્રોસ કરતા ૩,૭૩૧ જણ મોતને ભેટ્યા હતા. વિવિધ પ્રકારના અકસ્માતથી મોતને ભેટનારાની સંખ્યાની સામે આ બધા અકસ્માતથી ઇજાગ્રસ્ત થનારાની સંખ્યા પણ એટલી જ છે. બે વર્ષમાં ૬,૬૪૮ જણને ઇજા પહોંચી હતી. રેલવેના અકસ્માત નિવારવા માટે મુંબઈ રેલવેમાં જરૂરી ઇન્ફ્રાસ્ટ્રકચરનું નિર્માણ કરવું જરૂરી છે, જેમાં તકેદારીના ભાગરૂપે રેલવેએ રેલવેના બ્રિજ મોટા-પહોળા કરવા, સબવેની રેલવેના ફૂટઓવર બ્રિજ સાથે કનેક્ટિવિટી, સ્ટેશનના પરિસરમાં પર્યાપ્ત લિફ્ટ તથા ઍસ્કેલેટર બેસાડવાનું આવશ્યક છે. પ્રવાસીઓને ટ્રેક ક્રોસ કરતા રોકવા પર ભાર મૂકવાનું જરૂરી છે. હવે તો ટ્રેક ક્રોસ કરવા માટેના સંવેદનશીલ લોકેશન પર આરપીએફના જવાનને રાખવામાં આવશે, એવું મધ્ય રેલવેના આરપીએફના અધિકારીએ જણાવ્યું હતું.

રેલવેનો ટ્રેક ક્રોસ કરતા લોકોને રોકવા માટે અવારનવાર સ્વૈચ્છિક સંસ્થાઓની સાથે લોકોને ટ્રેક ક્રોસ કરતા રોકવાનું અનેક વખત અભિયાન ચલાવવામાં આવ્યું છે, પરંતુ તેમાં અંકુશ આવ્યો નથી એ સત્ય છે. રેલવે ટ્રેક ક્રોસ કરવા, ચાલતી ટ્રેન પકડવા માટે દોડવું, ચાલતી ટ્રેનમાંથી ઊતરવું, લોકલના દરવાજે લટકવું કે સ્ટંટ કરવાનું તથા લોકલ ટ્રેનના છાપરે ચઢીને પ્રવાસ કરવાની વાત વાસ્તવમાં 'આપઘાત' છે, પણ ક્યારેય કોઇ આ વાત ગંભીરતાથી લેતું નથી. આ બધા કિસ્સામાં પ્રવાસીઓ જાણે-અજાણે અવગણના કરે છે, પરિણામ રેલવે માટે શરમજનક અને નીચાજોણું હોય છે. એટલે આ બધા કારણથી વર્ષે ૨,૦૦૦ લોકો મોતને ભેટે છે. છતાં આ બધા આપઘાતને રોકી શકાતા નથી, એવું રેલવે કમિશનરની ઑફિસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. 

રેલવેના અકસ્માત અને તેના નિરાકરણ અંગે પશ્ર્ચિમ રેલવેના ઉચ્ચ અધિકારીઓ કહે છે કે 'છેલ્લાં થોડાં વર્ષોમાં રેલવેમાં નવા બ્રિજ બનાવાથી લઇને રેલવે સ્ટેશનના પરિસરમાં ઍસ્કેલેટર-લિફ્ટ બેસાડવાનું કામ ઝડપી પાર પાડ્યું છે. પશ્ર્ચિમ રેલવેમાં અત્યાર સુધીમાં ૨૩ ઍસ્કેલેટર બેસાડવામાં આવ્યા છે, જ્યારે આગામી મહિનામાં ૨૭ લગાવાશે. તમામ સ્ટેશનમાં ઍસ્કેલેટર બેસાડવાથી લઇને તમામ ટર્મિનસમાં લિફ્ટની યોજના ઘડી છે. પ્લૅટફૉર્મ અને લોકલ ટ્રેનના ફૂટબોર્ડ વચ્ચેનું અંતર ઘટાડવા માટે પ્લૅટફૉર્મની ઊંચાઇ વધારવાનું કામ હાથ ધર્યું છે, જેમાં અત્યાર સુધીમાં ૯૫ પ્લૅટફૉર્મની ઊંચાઇ વધારી છે, જ્યારે વધુ પચાસ પ્લૅટફૉર્મનું કામ પતાવવાનું છે. ઉપરાંત, હાઇ કોર્ટે અકસ્માત બાદ ઇજાગ્રસ્ત પ્રવાસીને તાકીદે સારવાર આપવા માટે સ્ટેશનના પરિસરમાં ઍમ્બ્યુલન્સ રાખવાનો નિર્દેશ કર્યો હતો. એટલું જ નહીં, સ્ટેશનમાં ઇમર્જન્સી મેડિકલ રૂમ બનાવવાની ટકોર કર્યા પછી ચર્ચગેટથી વિરારના કોરિડોરમાં ૨૪ કલાક ઍમ્બ્યુલન્સ રાખવાની સાથે લગભગ દસેક સ્ટેશનમાં ઇમર્જન્સી મેડિકલ રૂમ બનાવવામાં આવ્યા છે. લોકલ ટ્રેનના કોચના દરવાજા ઓટોમેટિક હોવાની બાબતમાં કામ કર્યું છે, પણ સંતોષજનક પરિણામ મળ્યું નથી. રેલવેના અકસ્માતમાં સૌથી વધુ પ્રમાણ રેલવેના પાટા ઓળંગવાનું છે, તેમાં અંકુશ આવતો નથી. રેલવેના પાટા ઓળંગવા માટે રેલવે એક્ટનું ઉલ્લંઘન બદલ દંડની વસૂલાત (પશ્ર્ચિમ રેલવેમાં ત્રણ વર્ષમાં ૧૪.૬૦ લાખ રૂપિયા) કરાય છે છતાં તેમાં અંકુશ આવતો નથી. આ બાબતમાં પ્રવાસીઓને સ્પોટ ફાઇન કરવાની યોજના છે, જ્યારે તેનાથી આગળ પ્રવાસીના સિઝનટિકિટ સસ્પેન્ડ (૧૫ દિવસથી લઇને છ મહિના) કરવા માટે વિચારવું જોઇએ, પરંતુ આ વાત ટેક્નિકલ રીતે રેલવે બોર્ડ નક્કી કરી શકે છે. હાલમાં આ બાબત વિચારણા હેઠળ લઇ શકાય, પરંતુ એનાથી વધુ કંઇ કહી શકાય નહીં. મુંબઈ રેલવેના અકસ્માત તથા ગુનાના અંકુશ માટે સૌથી મોટી બાબત 'એક્સેસ કંટ્રોલ સિસ્ટમ'નું નિર્માણ કરવાનું જરૂરી છે. રેલવે સ્ટેશનના પરિસરમાં ટિકિટવાળો પ્રવાસી જ એન્ટ્રી કરીને પ્રવાસ કરે એવા ઇન્ફ્રાસ્ટ્રકચરનું નિર્માણ કરવાનો સમય પાકી ગયો છે. આવા મોંઘા ઇન્ફ્રાસ્ટ્રકચર માટે રેલવે સ્ટેશન તથા રેલવેના ટ્રેકના પરિસરને બૅરિકેડ્સથી કોર્ડન કરવાનું જરૂરી છે, તેનાથી ચોક્કસ અકસ્માતમાં નિયંત્રણ લાવી શકાય, એવું તેમણે વધુમાં જણાવ્યું હતું.

અન્ય મહત્ત્વની બાબતમાં અકસ્માતને રોકવા માટે મહત્ત્વનું પરિબળ પ્રવાસીની સમજદારીનું છે. પ્રવાસી સમજીવિચારીને અને પ્લાનિંગ મુજબ ટ્રેનમાં મુસાફરી કરે તો ૧૦૦ ટકા અકસ્માતને રોકી શકાય. દા. ત. એક પ્લૅટફૉર્મથી બીજા પ્લૅટફૉર્મ પર જવા માટે પ્રવાસી શોર્ટ-કટ અપનાવીને ટ્રેક ક્રોસ કરે તેના બદલે બ્રિજનો ઉપયોગ કરે તો અકસ્માતનો ચોક્કસ ભોગ બનશે નહીં. આ બાબતમાં રેલવે અથવા સુરક્ષા પ્રશાસન તમામ પગલાં ભરે પણ પ્રવાસીએ સાવધાનીરૂપે ટ્રેક ક્રોસ કરવાનું ટાળવું જોઇએ. ચાલતી ટ્રેનમાંથી ઊતરવા કે ટ્રેનના દરવાજે લટકીને સ્ટંટ કરવા કે છાપરા પર ચઢીને પ્રવાસ કરવાનું પ્રવાસી ડહાપણ દાખવે તો પ્રવાસી પોતાના પરિવારને મોટી મુશ્કેલીમાં નાખતા રોકી શકે છે, એવું એક રેલવે એક્ટિવિસ્ટે જણાવ્યું હતું. ટૂંકમાં, પ્રવાસીની આજની સાવધાની આવતી કાલ ઉજ્જવળ બની શકે છે નહીં તો 'આપઘાત' નક્કી સમજજો!!!

વીતેલાં બે વર્ષમાં રેલવેના વિવિધ પ્રકારના અકસ્માતમાં મોતને ભેટનારા પ્રવાસીની સંખ્યાના આંકડા આ પ્રમાણે છે. 

અકસ્માત પ્રકાર ૨૦૧૫ ૨૦૧૪

ટ્રેક ક્રોસ ૧૮૧૯ ૧૯૧૨

ટ્રેનમાંથી પડતા ૮૦૬ ૭૯૭

થાંભલાથી ભટકાતા ૧૩ ૧૧

ગેપમાં પડતા ૪૦ ૩૪

વાયરના કરન્ટથી મોત ૧૭ ૨૪

આત્મહત્યા ૩૨ ૩૩

કુદરતી મોત ૪૭૯ ૪૬૮

અન્ય પરિબળ ૬૬ ૯૭

કારણ પેન્ડિંગ ૫૦ ૪૭

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment