Wednesday, 28 September 2016

[amdavadis4ever] મારો પ્રો બ્લેમ એ છે કે હું મ ાફ કરી શકત ો નથી! : ચિંતનની પળ ે – કૃષ્ણ કાંત ઉનડકટ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



એક યુવાનની આ વાત છે. સફળતા માટે એ ખૂબ મહેનત કરતો. તેના વિરોધીઓ અને હરીફો એ યુવાન સફળ ન થાય એના માટે ખૂબ જ પ્રયત્નો કરતા હતા. બધાને ખબર હતી કે અમુક લોકો તેને સફળ થવા દેવા ઇચ્છતા નથી. જોકે, આખરે એ યુવાન સફળ થયો. એ યુવાનને પૂછવામાં આવ્યું કે તું કેમ આટલી સફળતા મેળવી શક્યો? તેં તારા વિરોધીઓને માફ કરી દીધા? યુવાને કહ્યું, હા મેં તો તરત જ માફ કરી દીધા હતા. એટલા માટે માફ કરી દીધા હતા કે મારે બીજું ઘણું કરવાનું હતું. મેં માફ કર્યા ન હોત તો હું કદાચ આ સ્થાને પહોંચી ન શક્યો હોત! હું માત્ર માફ નથી કરતો, જરૂર લાગે ત્યારે માફી માગી પણ લઉં છું. રોડ પર પથરો આવે ત્યારે આપણે વાહનને બાજુએ તારવી પસાર થઈ જઈએ છીએ. જો ન થઈએ અને પથરા પર વાહન ચડી જાય તો થડકો આપણને જ લાગે છે. જિંદગીનું પણ આવું જ છે. તમારા રસ્તે આગળ વધતા હોય ત્યારે ઘણી જગ્યાએ તમારી જાતને તારવી લેવાની હોય છે.
આપણે ઘણી વખત કેવું કરતા હોઈએ છીએ? માફી માગનારને પણ આપણે કરગરાવતા હોઈએ છીએ.  બે મિત્રો હતા. એક મિત્રથી મશ્કરી દરમિયાન થોડાક ન બોલવાના શબ્દો બોલાઈ ગયાં. મિત્ર હર્ટ થઈ ગયો. આ વાતની ખબર પડી એટલે બીજા મિત્રએ સોરી કહ્યું. તો પણ મિત્રનું વર્તન ન બદલ્યું. બીજા મિત્રએ આખરે કહ્યું કે યાર મેં તને અનેક વખત સોરી કહ્યું. હવે તો મને માફ કરી દે. એ માફ નહોતો કરતો. એક વખત તેના બીજા મિત્રએ કહ્યું કે એ માફી માગે છે પછી શું છે? એ યુવાને કહ્યું કે, એ ભલે માફી માગે, પણ હું માફ કરવાનો નથી! એને રિયલાઇઝ થવું જોઈએ કે તેણે ભૂલ કરી છે! આપણે શું રિયલાઇઝ કરાવવાનું ઇચ્છતાં હોઈએ છીએ? એ કરગરે, પગમાં પડી જાય? આવું કરવાથી ઘણાનો ઇગો સંતોષાતો હોય છે.
એક પરિવારની વાત છે. એક મુદ્દે ઘરમાં ઝઘડો થયો. વાત વણસી ગઈ. બધા જુદા થઈ ગયા. બોલવાના સંબંધો પણ ઘટી ગયા. એ દરમિયાન એક ભાઈના ઘરે સારો પ્રસંગ આવ્યો. નારાજ હતો તેને કાર્ડ મોકલ્યું. ફોન કે મેસેજ ન કર્યો, આવવું હોય તો આવે, મારે કંઈ ગરજ નથી. એના વગર પણ પ્રસંગ પતી જ જવાનો છે. ગરજ કોઈને નથી હોતી, અટકતું કંઈ પણ નથી હોતું. બસ, એક નાનકડો ખાલીપો સર્જાતો હોય છે. આ ખાલીપો ન ભરાય ત્યારે માણસ ખાલીપા સાથે પણ મન મનાવી લેતો હોય છે. પ્રસંગ હતો ત્યારે એ વ્યક્તિ આવી. આંખો મળી ત્યારે માફી માગી પણ લેવાઈ અને માફી આપી પણ દેવાઈ. માફી માગવા માટે કે માફી આપવા માટે દરેક વખતે શબ્દોની જરૂર પડતી નથી! તું આવ્યો તો મને ગમ્યું. એણે કહ્યું, હું એટલો પણ જડ નથી. સાવ સાચું કહું, બહાનું શોધતો હતો!
આપણે ઘણી વખત માફી માગવી પણ હોય છે અથવા તો માફ કરી દેવા પણ હોય છે. મોકાની રાહ જોતા હોઈએ છીએ! મોકાની રાહ જોવામાં ઘણી વખત મોડું થઈ જાય છે. એક બાપ-દીકરીની વાત છે. દીકરીએ પોતાની પસંદગીની વ્યક્તિ સાથે મેરેજ કર્યા. બાપે ચોખ્ખું સંભળાવી દીધું કે આજથી તું મારા માટે મરી ગઈ છે. હવે કોઈ દિવસ તારું મોઢું ન બતાવતી. વર્ષો વહી ગયાં. એક પ્રસંગમાં દીકરી અને બાપ અચાનક જ મળી ગયાં. દીકરીને જોઈને બાપની આંખો ભીની થઈ ગઈ. દીકરીને ગળે વળગાડી દીધી. બાપે કહ્યું, એક વખત પણ તને એમ ન થયું કે ડેડી સાથે વાત કરું? દીકરીએ કહ્યું કે, તમે તો કહી દીધું હતું કે, તું મારા માટે મરી ગઈ છે. હું જીવતી હતી, પણ તમારા શબ્દો મને રોજ થોડું થોડું મારતા હતા. પિતાએ કહ્યું, હું ગુસ્સામાં હતો. બોલાઈ ગયું હતું. રાહ જોતો હતો કે તું આવે. આપણા લોકો રાહ જ જોતા હોય છે. આપણે બસ, એક ડગલું આગળ વધવાની જરૂર હોય છે.



--

 

Blog : www.krishnkantunadkat. blogspot.com


 

__._,_.___

Posted by: krishnkant unadkat <krishnkantu@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment