Thursday, 29 September 2016

[amdavadis4ever] સંજોગો સા મે છેવટ સુ ધી ઝઝૂમવુ ં એટલે શું

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



૩. લડવાનું નક્કી કર્યા પછી કાં આ પાર, કાં પેલે પારનું ઝનૂન, એવી જીદ, એવી મક્કમતા હોવી જોઈએ અને ન હોય તો લડતાં લડતાં ક્રમશ: કેળવતાં જવું જોઈએ.

સંજોગો સામે છેવટ સુધી ઝઝૂમવું એટલે શું એ મને 'સલી'એ શીખવાડ્યું. કૅપ્ટન ચેસ્લી સૉલનબર્જર ઉર્ફે 'સલી'ની ફિલ્મ બીજી વાર જોયા પછી આ ફિલ્મ પહેલી વાર કરતાં પણ વધારે ગમી. ફિલ્મ વિશે અને કૅપ્ટનના જીવન વિશે ઑલરેડી ખૂબ લખી લીધું છે એટલે એનું પુનરાવર્તન નથી કરતો. કોઈને ફરીથી વાંચવું હોય તો ગયા અઠવાડિયાનાં છાપાં જોઈ જાય.

સંજોગોની સામે ઝૂકી જવાને બદલે ઝઝૂમવામાં આવે છે ત્યારે કાં તો તમારી હાર થાય, કાં જીત. ઝૂકી જઈએ તો તો હાર જ નિશ્ર્ચિત છે, જીતનો સવાલ જ નથી આવતો. જીવનમાં માથું ઊંચું રાખીને, ખુમારીભેર જીવવું હશે તો છેવટ સુધી ઝઝૂમી લેવું પડશે. મોઢું છુપાવીને, જાતને કોસ્યા કરીને, સેક્ધડ ક્લાસ સિટિઝનનું અસ્તિત્વ સ્વીકારી લેવું હોય તો ચૉઈસ તમારી છે. પછી કોઈને ફરિયાદ નહીં કરવાની કે મને અન્યાય થયો છે, પછી કોઈને ફરિયાદ નહીં કરવાની કે કોઈ મને પૂછતું નથી, માનભેર બોલાવતું નથી. ક્યાંક જઉં તો ઉષ્માથી આવકારો મળતો નથી. પછી કોઈને ફરિયાદ નહીં કરવાની કે આ જીવન મને જીવવા જેવું લાગતું નથી.

જીવવા માટે માત્ર આર્થિક સલામતી જ પૂરતી નથી. જીવવા માટે માત્ર કૌટુંબિક સ્થિરતા પણ પૂરતી નથી. જીવવા માટે માત્ર શારીરિક સ્વસ્થતા/સુંદરતા પણ પૂરતી નથી. જીવનનો છેલ્લો શ્ર્વાસ નિસાસાભર્યો ન હોય એવું ત્યારે જ બને જ્યારે તમે માથું ઊંચું રાખીને જીવ્યા હો. ખુમારીથી જીવ્યા હો. અને એ રીતે જીવવા માટે છેવટ સુધી ઝઝૂમવું પડે. અનેક ઘાની પીડા સહન કર્યા પછી જ્યારે લાગે કે સહનશક્તિની હવે હદ આવી ગઈ છે ત્યારે નક્કી કરવું પડે કે આ હદ પછી આવી રહેલી ભૂમિ પર પણ દોડવું છે. કૉમ્પ્યુટરનાં લિમિટેશન્સ હોય. હ્યુમન ઍન્ડ્યોરન્સની કોઈ મર્યાદા હોતી નથી. શારીરિક અને માનસિક બેઉ બાબતે કોઈ મર્યાદા હોતી નથી. મર્યાદિત આપણા અનુભવો હોય છે અને આપણે સાંભળેલી વાતોમાં વર્ણવવામાં આવતા અનુભવો પણ મર્યાદિત હોય છે.

તમે જ્યારે નક્કી કરો છો કે મારે છેવટ સુધી સંજોગો સામે લડી લેવું છે ત્યારે અડધી જીત તમારી ત્યાં જ થઈ ગઈ સમજો. બાકીની અડધી જીત તમને કોઈ તાસક પર ધરીને આપતું નથી અને એમાં જ મઝા છે ઝઝૂમવાની. જિંદગીમાં જે કંઈ સહેલાઈથી મળી જાય છે તેનું મૂલ્ય એ છિનવાઈ જાય ત્યારે જ સમજાતું હોય છે. બાકીની અડધી જીત જો કુદરત તમને તાસક પર ધરીને આપી દે તો તમને ઝઝૂમવાનું અને જીતવાનું મૂલ્ય ક્યારેય નહીં સમજાય. અને આવી સહેલાઈથી મળી જનારી જીત ટકાવી રાખવા જેટલી અક્કલ તમારામાં નહીં આવે એટલે ભવિષ્યમાં ગમે ત્યારે એ જીત છિનવાઈ જવાના સંજોગો સર્જાશે અને ત્યારે તમારામાં લડવાની તાકાત કે તમન્ના કે - બેમાંથી કંઈ જ નહીં હોય.

જિંદગી કંઈ ડગલે ને પગલે લડવા માટે નથી. દરેકે દરેક પરિસ્થિતિ, દરેક સંજોગોનો સામનો કરવાને બદલે જે થાય છે તે સારા માટે થાય છે એવું સ્વીકારીને આગળ વધતાં રહેવાનું હોય. ક્યારેક ઘડીભર થંભી જવાનું આવે ત્યારે ધીરજથી રાહ જોવાની હોય.

પણ જીવનમાં કેટલાક સંજોગો એવા આવે છે જ્યારે પરિસ્થિતિની શરણાગતિ સ્વીકારી લેવાની ન હોય, એની સામે ઝઝૂમવાનું હોય, છેલ્લી ઘડી સુધી સામનો કરવાનો, જીતનું સીલ ન લાગે ત્યાં સુધી લડતાં જ રહેવાનું હોય.

દરેકના જીવનમાં આવી ઝઝૂમવાને લાયક પરિસ્થિતિઓ આવતી નથી. કુદરતને ખબર છે કે ચકલીને શું અને કેટલું આપવું અને સમડીને કેટલું અને શું આપવું. બકરી અને ચિત્તા વચ્ચેનો તફાવત કુદરતે માણસજાતમાં પણ પારખ્યો છે અને એ ક્યારેય બકરીને એવી કપરી પરિસ્થિતિમાં નહીં મૂકે જેવી જોખમી પરિસ્થિતિ એ ચિત્તા સમક્ષ ઊભી કરશે. બકરીએ ચૂપચાપ ચારો ચરવાનો અને કોઈને મન થાય ત્યારે એણે હલાલ થઈ જવાનું હોય. એના જીવનમાં ઝઝૂમવા જેવી પરિસ્થિતિ સર્જાવાની જ નથી. ચિત્તાનું જીવન આવી અનેક પરિસ્થિતિઓથી હર્યુંભર્યું રહેવાનું. ચિત્તાની હાર પણ નામોશીભરી નથી હોતી.

માથા પર વીજળી ત્રાટકી હોય એવી પરિસ્થિતિ જીવનમાં સર્જાય ત્યારે ભરોસો રાખવાનો કે કુદરતે તમારા જીવનમાં આવા સંજોગો સર્જ્યા, બીજા કોઈના નહીં, એનું કારણ જ એ કે એને તમારા પર ભરોસો છે. એ પોતાની પ્રયોગશાળામાં એક્સપરિમેન્ટ કરીને જુએ છે કે આ મૉડેલનો રેઝિસ્ટન્સ પાવર કેટલો છે, મેં ધાર્યો હતો એટલો છે કે નહીં.

કુદરતને જો તમારા પર આટલો ભરોસો હોય તો તમને શું કામ ન હોવો જોઈએ.- તમારા પર અને કુદરત પર પણ.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment