Thursday 29 September 2016

[amdavadis4ever] કેવી સંપત્તિ સુખ આપી શકે?

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



કેવી સંપત્તિ સુખ આપી શકે?

યોગિક વેલ્થઃ ગૌરવ મશરૂવાળા

આપણા કરતાં વધારે પૈસાદાર મિત્રના મોઢે આપણે સાંભળ્યું હોય કે, 'ઓહ, ઘરમાં કોઈનો જન્મદિવસ આવે ત્યારે અમે તો ફાઈવસ્ટાર હોટલમાં જ ઉજવણી કરીએ છીએ.' જો આપણે (વાંચો આપણું મન) આ વાક્યનું અર્થઘટન એ રીતે કરીશું કે 'જીવનમાં સફળ થયેલા માણસો વરસગાંઠ ફાઈવસ્ટાર હોટલમાં ઉજવે છે' તો આપણું મન આવું કરવાની ઈચ્છા કરવા લાગશે. દેખીતું છે કે ફાઈવસ્ટાર હોટલમાં ખાણીપીણી કરવા માટે પૈસા જોઈશે. બસ, મન ઉધામા મચાવવાની શરૂઆત અહીંથી કરે છે. જે ઘડીથી આપણને લાગે છે કે અટેન્શન અને માનપાન મેળવવા માટે તેમજ સમાજના સન્માનનીય સદસ્ય બનવા માટે પૈસા વગર ચાલતું નથી, એ જ ઘડીથી આપણું મન સંતુલન ગુમાવવાનું શરૂ કરી દે છે. નાણાં સાથે સંકળાયેલી લાગણીઓ માથું ઊંચકવા લાગશે, જેમ કે લઘુતાગ્રંથિ ('જો હું મારો જન્મદિવસ અમુક રીતે નહીં ઊજવું તો લોકો કેવું વિચારશે?'); અહમ ('હું ફલાણી બ્રાન્ડની બેગ વાપરું છું એનો અર્થ એ થયો કે જીવનમાં હું એક સ્તર પર પહોંચી ગયો છું?'); ઈર્ષ્યા ('નક્કી પેલાએ આડાઅવળા ધંધા કર્યા હશે, એ સિવાય આટલા પૈસા ભેગા ન થાય'); હતાશા ('વિદેશ ફરવા જઈ શકું એટલા પૈસા હું ક્યારેય ભેગા કરી શકીશ ખરો?'); ગુસ્સો, વગેરે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment