Wednesday, 28 September 2016

[amdavadis4ever] યુદ્ધનો લ લકાર: સરહ દે નહીં, સેલફોનમાં

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



એક નાનકડી શૉર્ટ ફિલ્મ. એમાં લશ્કરના જવાન જેવા લાગતા બે યુવાન આતંકવાદીઓના હુમલાનો જડબાતોડ જવાબ આપવાનો લલકાર કરતા જોવા મળે છે. પછી જાણે યુદ્ધના નગારા વાગતા હોય એવો આભાસ થાય છે અને એક અવાજ રેલાય છે: 'જો હજી પણ તમારું લોહી ન ઉકળ્યું હોય તો તમારી નસોમાં પાણી વહી રહ્યું છે.' જાન્યુઆરી મહિનામાં પઠાનકોટ હુમલા વખતે સોશ્યલ મીડિયામાં વહેતી થયેલી આ ફિલ્મ તાજેતરના ઉડી હુમલા બાદ ફરી એક વાર ફરતી થઇ છે. જનમાનસ ઉત્સાહથી એનો ફેલાવો વધારી રહ્યું છે. આ તો એક ઉદાહરણ છે. છેલ્લા એક અઠવાડિયા દરમિયાન તો તિરંગામાં લપેટાયેલી શબપેટી, શહીદોના આંસુ સારતા બાળકો અને પત્નીઓની તસવીરો ઘડીના છઠ્ઠા ભાગમાં એક હાથમાંથી બીજા હાથમાં ફરી રહી છે. આ સિવાય કેટલાક વીડિયો પણ ફરી રહ્યા છે જેમાં ક્યારેક ભડકાવનારું લખાણ હોય છે તો ક્યારેક કોઇ યુનિફૉર્મ પહેરેલો લશ્કરી જવાન જેવો લાગતો માણસ પાકિસ્તાનને ચેતવણી આપતો નજરે પડે છે. સરહદ પરની પરિસ્થિતિ કરતાં સેલફોન પર વધુ આક્રમકતા જોવા મળી રહી છે. 

આજની તારીખમાં સ્માર્ટ સેલફોન એકદમ સહજ જણસ બની ગઇ હોવાથી તેમ જ મોટા શહેરોથી માંડી નાનકડા ગામડા સુધી એની પહોંચ હોવાને કારણે આ તસવીરો અને વીડિયો મોટી સંખ્યામાં શૅર બહુ સહેલાઇથી થાય છે. અત્યાર સુધી આવા બનાવો પછી શાંતિ મંત્રણા કે વાટાઘાટોની દરખાસ્તોની વાત શરૂ થાય એના પર જાણે કે પડદો પડી જવાનો હોય એવું ચિત્ર ઊપસી રહ્યું છે. એમાંય ઉડી પર આતંકવાદી હુમલા પછી તો જનઆક્રોશમાં મોટી ભરતી આવી છે. હવે બહુ થઇ ગયું, અનો જડબાતોડ જવાબ દેવો જ રહ્યો જેવી લાગણી સરહદના પ્રદેશો કરતા મોબાઇલ ફોન, ટૅબલેટ્સ અને લૅપટૉપ પર અગ્નિની જ્વાળા ફેલાય એ ગતિએ કરોડો ભારતીયોમાં ફેલાઇ રહી છે. 

પઠાનકોટના હુમલા વખતે બનેલી ફિલ્મ સાથે સંકળાયેલી એક વ્યક્તિનું કહેવું એમ છે કે 'યુદ્ધ કરવાથી આવી પરિસ્થિતિનો ઉકેલ ન આવે એવો મારો અંગત અભિપ્રાય છે. જગત આખાનો ઇતિહાસ તપાસતા યુદ્ધથી નિવેડો આવ્યો હોય એવું લગભગ ક્યારેય જોવા નથી મળ્યું. કોઇ પણ સમસ્યાનો ઉકેલ લાવવો હોય તો એનાં મૂળિયા સુધી પહોંચવું જોઇએ. પ્રથમ તો સરહદ પરથી થતી ઘૂસણખોરી અટકાવવાના પ્રયત્નો વધુ ધારદાર બનાવવાને પ્રાધાન્ય આપવું જોઇએ.' આ વાત સાંભળવામાં બહુ ડાહી ડાહી લાગે છે, પણ વિડિયોમાં આ શાણપણ જોવા તો નથી મળતું. આ મુદ્દો નીકળતા પોતાની ફિલ્મનો બચાવ કરી એ વ્યક્તિ કહે છે, 'લોકો જ્યારે આવા હુમલા જુએ છે ત્યારે તેમના દિમાગમાં પહેલો વિચાર સામો જવાબ આપવા વિશે જ આવતો હોય છે. જનમાનસની આ પ્રકારની લાગણીને જ વીડિયોમાં વાચા આપવામાં આવે છે.'

એવા કેટલાક લોકો છે જેઓ પોતાના ક્લાયન્ટ માટે શૉર્ટ ફિલ્મ કે વિડિયો તૈયાર કરી આપે છે. પોતે કોઇ રાજકીય વિચારધારા કે રાજકીય પક્ષ સાથે ઘરોબો નથી ધરાવતા એવો એમનો દાવો હોય છે. પઠાનકોટના હુમલા પછી કે અન્ય કોઇ સ્ફોટક બનાવ પછી આ લોકો જે ફિલ્મ બનાવે છે એ સોશ્યલ મીડિયા પર મૂકીને એમાંથી રાતી પાઇની કમાણી પણ ન કરતા હોવાનો દાવો પણ તેઓ કરતા હોય છે. અહીં ૨૦૧૦થી ૨૦૧૨ દરમિયાન આરબ જગતમાં બનેલી ઘટનાના દોર પર એક નજર નાખવા જેવી છે. આજથી છ વર્ષ પહેલા આરબ જગત (અરબી ભાષા બોલતા આશરે બાવીસ દેશોનો સમૂહ આરબ જગત તરીકે ઓળખાય છે)માં જે આંતરવિગ્રહની શરૂઆત થઇ એનો પ્રારંભ આફ્રિકન દેશ ટ્યુનિશિયાથી થયો હતો. ત્યાર બાદ સિરિયા, ઇજિપ્ત, બેહરિન સહિત અન્ય દેશોમાં એ પ્રસર્યો. ખાસ નોંધવા જેવી વાત એ છે કે એ સમયે સોશ્યલ મીડિયા ટ્યુનિશિયા અને ઇજિપ્તના લોકોને નિકટ લાવવામાં નિમિત્ત બન્યું હતું જ્યારે ભારતમાં તો સરકાર પ્રત્યેની નિરાશા વ્યક્ત કરવામાં એ નિમિત્ત બન્યું છે. ખાસ કરીને આવા હુમલાના સમયે. આમ સોશ્યલ મીડિયા પ્રવર્તમાન લાગણીનો પડઘો પાડે છે, અન્ય લોકોના અભિપ્રાયોમાં મૂક સંમતિ આપીને એનો ફેલાવો વધારે છે અને નવી માહિતીઓને જન્મ આપે છે. 

આ બધા વિચારો વચ્ચે એક એવો પણ મત વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કે સોશ્યલ મીડિયામાં એક ચોક્કસ વર્ગના અભિપ્રાયો ફરી રહ્યા છે. અલબત્ત જીવના જોખમે આપણી રક્ષા કરતા જવાનો જ્યારે આતંકી હુમલાનો ભોગ બને છે ત્યારે જો સરકાર દ્વારા ઉડીને આંખે વળગે એવા પગલાં નથી ભરવામાં આવતા ત્યારે જનમાનસમાં આ પ્રકારની લાગણીઓ જન્મે છે જેને ફિલ્મ કે વિડિયો દ્વારા વાચા આપવામાં આવતી હોવાનો દાવો કરવામાં આવે છે. પોતાની લાગણી વ્યક્ત કરવાનું એક તીવ્ર માધ્યમ બની રહ્યું છે સોશ્યલ મીડિયા.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment