Wednesday, 28 September 2016

[amdavadis4ever] વિલાયતી દવાઓ હારી ગઈ : ય ુનોએ પણ ચિંત ા વ્યક્ત કરી

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



વિલાયતી દવાઓ હારી ગઈ: યુનોએ પણ ચિંતા વ્યક્ત કરી

વીસમી સદીના મધ્યભાગમાં શોધાયેલી મોટા ભાગની એન્ટિબાયોટિક્સને જાદૂઇ ઔષધી ગણવામાં આવતી હતી અને તેનાથી અબજો લોકોના જીવ બચ્યા છે. સાથે એ હકીકત પણ વિજ્ઞાાનની સમજણમાં આવી કે બેક્ટેરિયા દવાઓ સામે લડી શકે તેવું નવું સ્વરૂપ ધારણ કરી રહ્યાં છે. માનવીના આરોગ્ય, પશુઓના આરોગ્ય અને ખેતીવાડીમાં એન્ટિબાયોટિક્સના વપરાશના અતિરેકને કારણે બેક્ટેરિયામાં દવા સામે લડવાની શક્તિ પેદા થઇ છે. એવો સમય આવી શકે કે એક નાનકડો ઘા અથવા ચેપ જીવલેણ બની શકે. બીજી મોટી તકલીફ્  એ છે કે નવી એન્ટિબાયોટિક્સ આવવાની શક્યતા ઓછી છે. નવી દવાઓની પાઇપલાઇન ખલાસ થઇ ગઇ છે. અમેરિકા અને બ્રિટન આ સમસ્યા તરફ્ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે, પણ સમસ્યા તો વિશ્વભરમાં ફ્ેલાયેલી છે. એક કરતાં વધુ દવાને નહીં ગાંઠતા સુપરબગ્સ તરીકે ઓળખાતા બેક્ટેરિયાનું પ્રમાણ ઝડપભેર વધી રહ્યું છે. ચીનમાં કોમિસ્ટિન નામક એન્ટિબાયોટિક્સે અસર ગુમાવી દીધી છે. યુનો પોતાની રીતે નિષ્કર્ષ અને નવા ઉપાયો નક્કી કરશે પણ અમેરિકામાં અમુક વિજ્ઞાાનીઓ પોતાની રીતે નવી એન્ટિબાયોટિક્સ તૈયાર કરવામાં મચી પડયા છે. એમનું આકલન છે કે જૂની પધ્ધતિની આયુર્વેદિક જડીબુટ્ટીઓમાંથી જ નવી દવા અને નવા ઉપાયો મળશે.
એટલાન્ટા, અમેરિકાની એમોરી યુનિર્વિસટીના ૩૮ વરસના મહિલા વિજ્ઞાાની કસાન્દ્રા કવોવે વનસ્પતિ ઔષધો શોધવા માટે ભેખ લીધો છે. જૂના ગ્રંથોમાંથી સંશોધનો કરી, દુનિયાના ગ્રામીણોને મળી પરંપરાગત ઔષધોનું જ્ઞાાન મેળવી એ ઝાડ-પાન કે છોડ મેળવી લેબોરેટરીમાં તેનું સંશોધન કરે છે અને તેમાં એમને ઘણી સફ્ળતા પ્રાપ્ત થઇ છે. એથનોબોટની એ સોશિયલ સાયન્સનો એક નાનકડો વિષય છે જે જે તે પ્રદેશના મૂળ રહેવાસીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા અન્ન, વસ્ત્રો, કલા, ઔષધી વગેરે બાબતોને આવરી લે છે. આ એથનોબોટનીમાં રસ લઇ રહેલા વિજ્ઞાાનીઓ નવી રોગનાશક દવાઓ પણ એથનોબોટનીમાંથી જ મળશે તેમ માને છે. કવોવ કહે છે કે હાલની દવા બિનઅસરકારક થવાને કારણે ૨૦૫૦ સુધીમાં વરસના એક કરોડ લોકોનાં મરણ થશે. આજે વરસ દહાડે સિત્તેર લાખ લોકો બેક્ટેરિયા રેઝિસ્ટન્સ અર્થાત્ બેક્ટેરિયાની ટકી રહેવાની શક્તિને કારણે મરણ પામે છે.

માનવીની આસપાસ, અંદર સર્વત્ર બેક્ટેરિયાનો વાસ છે અને તે થોડાઘણા નથી. અનેક પ્રકારના, અલગ અલગ અસર ધરાવતા છે. ગાઢ વિષુવૃતીય જંગલમાં અનેક પ્રકારના ઝાડ એકમેકને વળગીને જંગલને વધુ ગાઢ બનાવે છે તેવું આ બેક્ટેરિયાનું છે. તેઓ એકમેકનો ખોરાક પણ બને છે. સમય, હવામાન, પોતાના પ્રકારના બેક્ટેરિયાની સંખ્યાનું પ્રમાણ, પડોશના બેક્ટેરિયાની સંખ્યાશક્તિ વગેરેને આધારે તેઓ એકમેક સાથે વર્તન કરે છે.

 

આજની એન્ટિબાયોટિક દવાઓ આપણને કૃત્રિમ જણાય છે. પણ સાવ તેવું નથી. તેમાંથી મોટા ભાગની દવાઓ કૂદરત તરફ્થી જ માણસને મળી છે. ૧૯૪૦થી ૧૯૬૦ની વચ્ચેનો સમય એન્ટિબાયોટિક્સની શોધનો સુવર્ણકાળ ગણાય છે. સંશોધકો અને દવા કંપનીઓએ જમીનમાંથી બેક્ટેરિયાના મોલેક્યુલ લઇ તેને રસાયણોથી થોડું અલગ સ્વરૂપ આપી તેમાંથી ડઝન જેટલી એન્ટિબાયોટિક્સનું નિર્માણ કર્યું હતું, જેમાંની સૌથી વધુ પ્રસિધ્ધ થયેલી પેનેસિલિન હતી, જે ફ્ૂગ અથવા ફ્ૂંગીમાંથી પ્રાપ્ત કરવામાં આવી હતી. જમીનમાંથી મળતા બેક્ટેરિયા ખૂબ મબલખ પ્રમાણમાં છે અને તેને પ્રાપ્ત કરવાનું પણ સરળ છે તેથી તેમના પર વધુ ધ્યાન ખેંચાયું. સંશોધકોને એ પણ સમજાયું કે બેક્ટેરિયાની અનેક જાતોમાંથી માત્ર એક ટકા બેક્ટેરિયાને જ લેબોરેટરીમાં ઊગાડી શકાય છે. એ પછીના દાયકાઓમાં મોટી દવા ઉત્પાદક કંપનીઓ એન્ટિબાયોટિક્સના કૂદરતી સ્ત્ર્રોતથી દૂર જતા રહ્યા અને સિન્થેટિક દવાના નિર્માણમાં શક્તિઓને કામે લગાડી દીધી. મોલેક્યુલર બીલ્ડીંગ બ્લોક (કૂદરતી) સાથે અનેક પ્રકારના રસાયણોના સંયોજનોથી અનેક નવી દવાઓની લાઇબ્રેરીઓ વિજ્ઞાાનીઓએ વિકસાવી. આમ છતાં કૂદરતી મોલેક્યુલ્સની અજોડતા અને તેના સ્વરૂપની જટીલતાની નકલ બનાવવામાં માનવી હજી સુધી સફ્ળ થયો નથી. સસ્તન પ્રાણીઓની વિશ્વમાં હયાતી ન હતી ત્યારથી આ મોલેક્યુલ અથવા બેક્ટેરિયા હયાતી ધરાવે છે.

 

સન ૧૯૮૦ બાદ ખૂબ થોડી એન્ટિબાયોટિક્સ દવા મારકેટમાં આવી છે. છેલ્લાં વીસ વરસમાં ફઇઝર, એલી લીલી, બ્રિસ્ટોલ માયર્સ સ્ક્વીબ અને તેના જેવી મોટી કંપનીઓએ નવી એન્ટિબાયોટિક્સ દવા શોધવાના પોતાના પ્રોગ્રામો બંધ કરી દીધા છે. તેનું એક કારણ એ છે કે કેન્સર, ડિપ્રેશન, કોલેસ્ટોરોલ જેવી લાંબી ચાલતી બીમારીઓની દવાઓમાંથી દવા કંપનીઓને જે આવક થાય છે તેની સામે એન્ટિબાયોટિક્સ દવાથી કોઇ ખાસ નફે મળતો નથી. દરમિયાન દુનિયાએ રોગનાશક દવાનો એટલો આંધળો ઉપયોગ કર્યો કે હવે કોને દોષ આપવો તે જ નક્કી થતું નથી. ડોકટરો, દરદીઓ, દવા કંપનીઓ, ખેડૂતો વગેરે બધા જ આ અતિરેક માટે જવાબદાર છે. દવાઓનો સામનો કરીને બેક્ટેરિયા એમની પેઢી દર પેઢી વધુ મજબૂત બનતા ગયા અને એ મજબૂતાઇ તેના વારસદારોને પણ વારસામાં આપતા થયા. નિર્બળ બેક્ટેરિયા મરતા ગયા અને મજબૂત વધુને વધુ ટકતા થયાં.

હવે દુનિયા પાસે નવી એન્ટિબાયોટિક્સ રહી નથી તેથી વિજ્ઞાાનીઓ સોઇલ અથવા જમીનના બેક્ટેરિયા તરફ્ પાછા ફ્રી રહ્યા છે. જમીન પરના બેક્ટેરિયા પર લગભગ પ્રયોગો થઇ ચૂક્યા છે. આથી વિજ્ઞાાનીઓ સમુદ્રના તળિયે, મહાસાગરમાં, બરફ્ના પ્રદેશોમાં અને વિષુવવૃતીય જંગલોમાં નવા બેક્ટેરિયાની તપાસમાં નીકળી પડયા છે. પણ આવા કરોડો પ્રકારના બેક્ટેરિયા લઇને આડેધડ એક પછી એક ઉપાડી સંશોધનો કરવામાં યુગો લાગી જાય. આથી જે પ્રજાએ પરંપરાગત ઔષધીઓના નિર્માણમાં જે વનસ્પતિઓ કે પદાર્થોનો ઉપયોગ કર્યો હોય તેને વિજ્ઞાાનીઓ વધુ મહત્વ આપી રહ્યા છે. છોડ અને ઝાડને કૂદરતી રસાયણોના ચમત્કાર તરીકે ઓળખાવાય છે. છોડ અથવા ઝાડ એક સ્થળે સ્થિર હોય છે. તે પોતાનાં મૂળ ઊખેડી બીજી જગ્યાએ સ્થાયી થવા જઇ શકતા નથી. આથી પાણીના અભાવે વિકાસ ન થાય, પશુપક્ષીઓ આવીને તેના બીજને ફ્લિત કરતા ના હોય, જીવડા ઇયળો વગેરે છોડનું ભક્ષણ કરતા હોય એવી તમામ પરિસ્થિતિનો સામનો તેણે એક જગ્યાએ ઊભા રહીને જ કરવાનો હોય છે. આથી તેનામાં ટકી રહેવાના અનેક જટિલ ગુણોનો ઉદ્ભવ થયેલો છે. તેનામાં રોગ સામે ટકી રહેવાની શક્તિ આવે છે. મેલેરિયા સામે અસરકારક પુરવાર થયેલી આર્ટેમિસિનિન દવા જે છોડમાંથી મળે છે તેને આર્ટેમિસિયા કહે છે. વિયેતનામમાં ચીની સૈનિકો મેલેરિયાથી મરી રહ્યા હતા ત્યારે માઓ જે દોંગના પ્રયાસોથી ચીની વિજ્ઞાાનીઓએ ૨૦૦ પ્રાચીન ઔષધીનો અભ્યાસ કરી આ છોડ શોધી કાઢયા હતા. એ વખતે વિજ્ઞાાનીઓને એ પણ સમજાયું કે અમુક પ્રકારની જડીબુટીને ઊકાળવાને બદલે પાણીમાં પલાળી રાખવાથી તેના ગુણો પ્રાપ્ત કરી શકાય છે. મલેરિયાની સૌથી અસરકારક બીજી દવા ક્વીનાઇન લેટિન અમેરિકાના કિંચોના ઝાડની છાલમાંથી પ્રાપ્ત થઇ હતી. એસ્પિરિન એક જડીબુટી તરીકે જ પ્રાપ્ત થઇ હતી. આજે અફીણ અને ગાંજામાંથી અનેક પ્રકારની એલોપિથિક દવાનું નિર્માણ થાય છે, જે માનસિક બીમારીમાં અસરકારક પુરવાર થાય છે. મડાગાસ્કરના પેરીવિન્ક ઝાડમાંથી કેન્સર માટેની દવા વિન્ક્રિસ્ટિન અને વિનહબ્લાસ્ટિનનું નિર્માણ થાય છે. વરસ ૨૦૦૩ સુધીમાં આજની વિલાયતી દવાઓમાંથી ૨૫ ટકાનું ઝાડ છોડ અને વેલામાથી નિર્માણ થતું હતું. હવે એ પ્રમાણ વધી રહ્યું છે. કસાન્દ્રાએ એવી ઔષધ શોધી કાઢી છે જેનું પાતળી ફ્લ્મિ જેવું પડ બેક્ટેરિયાને મારી નાખતું નથી, પણ તેની આજુબાજુ ફ્રી વળીને બેક્ટેરિયાની વૃધ્ધિ રોકી દે છે તેથી રોગજનક બેક્ટેરિયા કામ કરી શકતા નથી. આમ રોગ પ્રતિકારક બેક્ટેરિયાને મારી નાખીને જ તેની સામે જીત મેળવી શકાય તેવું જરૂરી નથી. પણ પેનેસિલિનની શોધ બાદ માનવીના મગજમાં ઠસાઇ ગયું છે કે બેક્ટેરિયા સામે જીતવા માટે તેને મારી નાખવા જરૂરી છે. ઝાડ-છોડની આ ઔષધીઓ નવાં પરિણામો, નવી દ્રષ્ટિ અને નવી યુક્તિઓ પુરી પાડે છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment