Friday 8 January 2016

[amdavadis4ever] બાળકો પાસેથી શ ીખીએ સમજણના પાઠ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



શીખવાની કોઈ જ ઉંમર હોતી નથી અને આપણા જીવનમાં આવતી દરેક વ્યક્તિ પાસેથી આપણે કંઈક ને કંઈક શિખતા જ હોઈએ છે. જી હા, ઈવન બાળકો પાસેથી પણ આપણે ઘણું બધું શિખતા જ હોઈએ છીએ. જેમ જેમ આપણે મોટા થઈએ મેચ્યોરિટી, અંડરસ્ટેન્ડિંગ, ઈમોશન્સ વચ્ચે આપણે એવા ગૂંચવાઈ જઈએ કે એ વખતે મન થઈ જાય કે કાશ ફરી આપણે આપણા બાળપણમાં જઈ શકીએ તો કેટલું સારું? આપણે ધીરગંભીર બની જઈએ છીએ, વાતો અને મજાકને હળવાશમાં લેવાનું ભૂલી જઈએ અને લોકો માટે મનમાં એક ક્લચ, ખટકો રહી જ જાય છે, જ્યારે બાળકોમાં ક્યારે આવા રિસામણા મનામણા હોતા જ નથી. આવો જાણીએ કે જીવનને સુંદર બનાવવા અને ખુશીથી છલોછલ છલકાવવા માટે આખરે બાળકોની એવી કઈ ટેવો કે વાતો છે, જે આપણે આપણા જીવનમાં ઉતારવી જોઈએ....

૧. ભેદભાવ ભૂલી જાવ: બાળક દરેક વસ્તુને વિવિધ રંગ અને દૃષ્ટિકોણથી જુએ છે. એમની પાસે આપણી જેમ બે જ ઓપ્શન નથી હોતા. બાળકને ગોરા-કાળા, જાતિ વગેરે સાથે કોઈ લેવા-દેવા નથી અને બાળકની આ જ બાબત તેને આપણાથી અલગ તારવે છે. 

૨. બી રિઅલ: તમે જે છો એ જ બની રહો અને બાહ્ય આડંબરને તિલાંજલિ આપો. બાળક હંમેશાં પોતાની જ દુનિયામાં મસ્ત રહે છે. લોકો એના માટે શું વિચારે છે, બોલે છે એનાથી એને કોઈ ફરક નથી પડતો, એને ચિંતા હોય છે માત્ર પોતાના આનંદની, ખુશીની. 

૩. સ્માઈલ પ્લીઝ: અમુક વખતે જે કામ આપણે હાવભાવથી કે વાતોથી નથી કરી શકતાં એ કામ એક સીધું સાદું સ્મિત કરે છે. બાળક ગમે એટલું રડતું કેમ ના હોય પણ જો કોઈ નાની અમથી વાતથી એનું દિલ ખુશ થાય તો તે સ્માઈલ કરવા લાગે છે. બાળકની આ ક્વૉલિટી બધાએ જ અપનાવવી જોઈએ અને હંમેશાં પોઝિટિવ થિંકિંગ સાથે જ આગળ વધો અને તમારાથી બનતું બેસ્ટ આપવાનો પ્રયાસ કરો. 

૪. થિંક બિગ: નાના બાળકને હંમેશાં આપણે એક સવાલ લગભગ પૂછતાં જ હોઈએ છીએ કે તારે મોટા થઈને શું કરવું છે અને બાળક જે જવાબ આપે છે એ જવાબ અમુક વખત ખરેખર ખૂબ જ રમૂજી અને આપણને અશક્ય લાગે છે, પરંતુ એને કારણે એને ખુશી મળે છે. એવું જ આપણી બાબતમાં પણ શક્ય છે. હંમેશાં મોટું વિચારો. જો તમે ૧૦૦ ટકા વિચારશો તો તમે ૫૦ ટકા સુધી તો પહોંચી જ શકશો. સપના જોવાથી જ તેને પૂર્ણ કરવાની હિંમત પણ આવશે. 

૫. સ્ટ્રેસને બાય બાય: સ્ટ્રેસ લેવાનું બંધ કરી દો. બાળકોને ક્યારેય સ્ટ્રેસમાં જોયા છે? નહીં ને? કારણ કે તે સ્ટ્રેસ લેવા જ નથી માગતું. એ જ રીતે તમે પણ નાની બાબતોમાં સ્ટ્રેસ લેવાનું બંધ કરો. નેગેટિવ એનર્જીથી દૂર રહો, સારી વાતો સાંભળો અને સારી વાત જ કરો. 

૬. ડરવાનું બંધ કરો: બાળકને કોઈ જાતનો ભય નથી હોતો અને ડર્યા વિના એને જે કરવું હોય છે એ જ કરે છે. બાળકની જેમ જ જે પણ કામ કરો એ નિડર અને જી-જાન લગાવીને કરો, કારણ કે આને કારણેે અદમ્ય ક્ષમતાઓનો વિકાસ થશે. 

૭. મિત્ર બનાવો: બાળકને આપણી જેમ મિત્રો બનાવવામાં વાર નથી લાગતી અને તે બહુ ઝડપથી કોઈને પણ મિત્ર બનાવી લે છે. બાળક આપણી જેમ સ્ટેટ્સ જોઈને મિત્ર નથી બનાવતાં. બાળક મિત્ર બનાવતી વખતે એક જ વાત ધ્યાનમાં રાખો અને તે એટલે સામેવાળી વ્યક્તિ તેને ગમતી હોવી જોઈએ. મિત્રતા કરતી વખતે એક જ વાતને ધ્યાનમાં રાખો કે તે વ્યક્તિ મિત્રતાને લાયક હોવી જોઈએ નહીં કે તમારા સ્ટેટ્સને લાયક.

૮. સરળતાથી માફ કરવાનું શીખો: મોટા થઈને આપણે વાતોને સરળતાથી ભૂલી શકતા નથી અને તેને યાદ કરી કરીને આપણે મનમાં ને મનમાં ધૂંધવાતા રહીએ છીએ. જ્યારે બાળકોનું એવું નથી હોતું. બાળકો સરળતાથી વાતોને ભૂલીને માફ કરીને આગળ વધી જાય છે, અને આને કારણે તેમની લાઈફમાં ક્યારેય પૉઝ નથી આવતો. 

૯. ભાવનાઓને વ્યક્ત કરો: ભાવનાઓને વ્યક્ત કરવામાં બાળકો માહેર હોય છે, બાળકને રડવું હોય છે તો તે રડે છે, તેને હસવું હોય છે ત્યારે તે હસે છે. બાળક્ ક્યારેય દુનિયાદારીની ચિંતા કરતાં જ નથી અને કદાચ આ જ કારણ છે કે તેમને ક્યારેય અંદર ગૂંગળામણ નથી અનુભવાતી. સમયાનુસાર ભાવના વ્યક્ત કરવાનું શીખો. 

૧૦. નકલ કરવાનું શીખો: બાળક બહુ જલદી બીજા લોકોની નકલ કરવાનું શીખી લે છે, કારણ કે જેની નકલ કરવાની હોય છે તેની ઉપર બાળક ખૂબ ધ્યાન આપે છે. આને કારણે તેનું માઈન્ડ શાર્પ બને છે. તમે પણ આવું જ કરો. જે પણ શીખવું હોય તેની ઉપર ખૂબ જ ધ્યાન આપો, આમ કરવાથી તમારું માઈન્ડ પણ શાર્પ બનશે. 

૧૧. રિલેક્સ... અને તમારી ઊંઘ પૂરી કરો: બાળકની આ આદત તમે પણ અપનાવી લો. બાળક જ્યારે થાકી જાય છે ત્યારે તે ઊંઘી જાય છે, એ જ રીતે તમને પણ જ્યારે લાગે કે તમે થાકી ગયા છો તો એકાદ ઝોકું મારી લો, આને કારણે તમે ફરી વખત એનર્જીથી ભરપૂર હોવાનો અનુભવ કરી શકશો અને તમારી સમજવાની અને વિચારવાની શક્તિમાં વૃદ્ધિ થશે. 

૧૨. પ્રશ્ર્ન પૂછો: બાળકની જેમ પ્રશ્ર્નો પૂછો. ક્યારેક બાળક સાથે સમય પસાર કરો તો તમને ખબર પડશે કે બાળક એવા એવા સવાલો પૂછે છે જેનાથી તમે ચકરાવે ચડી જશો. બાળકની આ એક સારી બાબત છે અને એ ત્યાં સુધી કોઈ બાબત માટે હા નહીં પાડે જ્યાં સુધી તેને એ વાત પૂર્ણપણે સમજાઈ નહીં જાય. પ્રશ્ર્નો પૂછવાથી તમારી લર્નિંગ પ્રોસેસ સ્ટ્રોન્ગ બને છે. 

૧૩. એક્સ્પ્લોર કરો: નવી વસ્તુઓને સમજવાનો, જાણવા માટે બહાર નીકળવું અને જોવું ખૂબ જરૂરી હોય છે. બંધ ઓરડામાં ગૂગલ પર સર્ચ કરીને ક્યાં સુધી કામ ચલાવશો? જીવનમાં વ્યાવહારિક જ્ઞાન પણ એટલું જ જરૂરી છે. બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ એટલા માટે ઝડપથી થાય છે, કારણ કે બહાર નીકળીને ફરવામાં વધુ વિશ્ર્વાસ કરે છે. 

૧૪. નાની-નાની વાતોમાં ખુશ થાવ: બાળકની જેમ નાની-નાની વાતોથી ખુશ થવાનું શીખો.

ઘરમાં પાળેલી બિલાડી સાથે દોડવા મળે તો પણ બાળક ખુશ થઈ જાય છે. કોઈ જૂનું રમકડું પણ મળી Bજાય તો પણ બાળક ખુશીથી ઝૂમી ઊઠે છે એ જ અનુસાર તમે પણ નાની નાની બાબતમાં ખુશ થવાનું શીખી લો.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment