Tuesday, 26 January 2016

[amdavadis4ever] ક્રિયેટિવિટી અ ને કંગાલિયત: આ જનો ફાયદો જોવો કે આવતી કાલનો

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



૨૭ જાન્યુઆરી એની જન્મતિથિ એટલે આ લેખ પ્રાસંગિક ગણાય પણ એવા કોઈ આશયથી લખ્યો નથી. અને એવી જોડતોડ કરવાની જરૂર પણ નથી. રિયલ લાઈફની હસ્તીઓ પરથી બનેલી ફિલ્મો કે સત્યઘટના પર આધારિત નવલકથાઓ વિશે છેલ્લાં થોડા દિવસોથી ઘણું બધું મંથન ચાલ્યા કરતું હતું એટલે એ પ્રકારના પુસ્તકો વાંચતા વાંચતા અને એવી ફિલ્મો જોતાં જોતાં ઘરમાંના કલેકશનમાંથી એક ડીવીડી કાઢીને લગાવી જે અગાઉ તો ઘણી વખત જોઈ જ છે પણ આ વખતે ટુકડે ટુકડે એક વાર જોઈ પછી બીજીવાર સળંગ જોઈ અને દિમાગ પરથી ઊતરતી નથી એટલે થયું કે એના વિશે જ લખીએ. ફિલ્મ છે પાશ્ર્ચાત્ય સંગીતના એક મહાન સંગીતકાર

મોત્ઝાર્ટ વિશે. આખું નામ વુલ્ફગાં અમાડિયસ મોત્ઝાર્ટ. ફિલ્મનું નામ 'અમાડિયસ' જેના ડિરેક્ટર મિલૉફ ફૉરમૅને જૅક નિકૉલ્સનવાળી 'વન ફ્લ્યુ ઓવર ધ કકુઝ નેસ્ટ' પણ બનાવી હતી. બેઉ ફિલ્મો માટે એમને બેસ્ટ ડિરેક્ટરનો ઑસ્કાર અવૉર્ડ મળ્યો હતો. આ ફિલ્મ પીટર શૅફરે લખેલા વેસ્ટ એન્ડ અને બ્રૉડવે પર પણ ભજવાયેલા આ જ નામના નાટક પર આધારિત છે. પીટર શેફરના બહુચર્ચિત નાટક 'એકવસ' પરથી સિતાંશુ યશશ્ર્ચંદ્રે ગુજરાતીમાં 'તોખાર' નાટક લખ્યું હતું જે મહેન્દ્ર જોષીના દિગ્દર્શન હેઠળ પરેશ રાવળે અર્લી એઈટીઝમાં (કે લેટ સેવન્ટીઝમાં) પૃથ્વી થિયેટરમાં ભજવ્યું હતું.

'અમાડિયસ'ને કુલ ૮ ઑસ્કાર મળ્યા: બેસ્ટ પિક્ચર, બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ ઍક્ટર, બેસ્ટ એડપ્ટેડ સ્ક્રીનપ્લે, બેસ્ટ આર્ટ ડિરેકશન, બેસ્ટ કૉસ્ચ્યુમ ડિઝાઈન, બેસ્ટ મેકઅપ અને બેસ્ટ સાઉન્ડ મિક્સિગં.

મોત્ઝાર્ટની રિયલ લાઈફના છુટાછવાયા તાણાવાણામાં અનેક કલ્પનાઓના રંગ ભરીને પીટર શેફરે નાટક લખ્યું અને નાટકમાં નહોતા એવા પ્રસંગો-પાત્રો ઉમેરીને મિલૉફ ફૉરમૅને ફિલ્મ બનાવી. આવું કરવું કેટલું મુનાસિબ છે એ વિશે, આવું કરવું કેટલું જરૂરી છે એ વિશે અને આવું કરવાથી ક્યારે કેવું પરિણામ આવે તે વિશે મારા સ્પષ્ટ વિચારો અને કડક આગ્રહો છે પણ આજના લેખમાં મારે જે વાત કરવી છે તે જુદી છે.

માણસે કેવું કામ કરવું જોઈએ? ક્રિયેટિવ માણસની વાત કરું છું. એવું કામ જે એને ઈન્સ્ટન્ટ રેકગ્નિશન આપે? કે પછી એવું કામ જે એના મૃત્યુના વર્ષો, દાયકાઓ અને સદીઓ પછી પણ લોકોને યાદ હોય, સમયના વહેણ પર વહેણ પસાર થઈ ગયા પછી પણ એનું સર્જન દરેક જમાના માટે રિલેવન્ટ હોય.

૨૭ જાન્યુઆરી, ૧૭૫૬ના રોજ લિયોપાલ્ડ મોત્ઝાર્ટના પુત્ર તરીકે વુલ્ફગાં અમાડિયસ મોત્ઝાર્ટનો જન્મ થયો. પાંત્રીસ - છત્રીસ વર્ષની ઉંમરે તો એનું અવસાન થઈ ગયું. ૫ ડિસેમ્બર ૧૭૯૧. જગતભરના સંગીતના જાણકારો તો મોત્ઝાર્ટનું નામ પડતાં જ આજેય એને મનોમન સાષ્ટાંગ દંડવત્ કરે છે. જેમને સંગીતની શાસ્ત્રીય જાણકારી નથી એવા આપણા જેવા કરોડો કૉમન પીપલે પણ મોત્ઝાર્ટનું સંગીત સાંભળ્યું છે. મુંબઈ દૂરદર્શન શરૂ થયું ત્યારે કેટલાય કાર્યક્રમોની સિગ્નેચર ટ્યુન્સમાં, અગણિત હિન્દી ફિલ્મો અને ગુજરાતી નાટકોમાં મોત્ઝાર્ટની સિમ્ફનીઓ વપરાઈ છે. કાગળ પર કેવી રીતે સંભળાવું તમને? પણ યુ ટ્યૂબ પર ઍટ રેન્ડમ ચેક કરી જોજો, જિંદગીમાં ક્યારેક ને ક્યારેક તો તમે મોત્ઝાર્ટને કાન પર ઝીલ્યો જ છે. છેવટે ટ્વિન્કલ ટ્વિન્કલ લિટર સ્ટાર હાઉ આર વન્ડર વૉટ યુ આર મનમાં ગણગણી જાઓ. એ ધૂન પણ મોત્ઝાર્ટની જ છે. (હવે એમ નહીં કહેતા કે અમારા ઘરમાં તો એક બિલાડી જાડી જ ગવાતું આવ્યું છે. બાય ધ વે, તળાવમાં તરવા જતી બિલાડીની સાડીનો છેડો સરી ગયો એવું આ સેક્સી બાળગીત કોણે લખ્યું છે ખબર છે? ચન્દ્રવદન ચી. મહેતાએ, જેમનું બીજું એક બાળગીત ઘણું ફેમસ છે: કાલે રજા છે ગઈ છુંય થાકી, વાંચીશ વહેલા સૌ પાઠ બાકી...)

'અમાડિયસ'માં મોત્ઝાર્ટ અને એના સમકાલીન સંગીતકાર એન્ટોનિયો સાલિયેરીની રાઈવલ્રીની વાત છે. સાલિયેરી એના કરતાં ઉંમરમાં છ વર્ષ મોટો હતો. રાજદરબારમાં શાહી સંગીતકારનો ભપકાભર્યો હોદ્દો ધરાવતો હતો. (ક્યારેક તમને સુપરહિટ મરાઠી નાટક અને હવે સુપરહિટ ફિલ્મ 'કટ્યાર કાળજાત ઘૂસલી' માંની બે સંગીતકારો વચ્ચેની જીવલેણ પ્રતિસ્પર્ધા યાદ આવે. બાય ધ વે, મૂળ મરાઠી નાટકમાં જે રોલ આજના રંગમંચ અભિનેતા અને ગુજરાતી નાટક 'ટુ ઇડિયટ્સ'ના સહનાયક નિનાદ લિમયેના પિતા તથા વિખ્યાત શાસ્ત્રીય ગાયક પંડિત ચંદ્રકાન્ત લિમયેએ કર્યો હતો તે ફિલ્મમાં સચિને કર્યો છે - 'ગીત ગાતા ચલ'વાળા અભિનેતા સચિન (પલગાંવકરે).

ઍન્ટોનિયો સાલિયેરી ઘણું લાંબુ જીવ્યો. ૧૮૨૫માં એનું અવસાન થયું. અલમોસ્ટ ૭૫ વર્ષનું આયુષ્ય. મોત્ઝાર્ટના અવસાન પછી લગભગ ચાર દાયકાનું જીવન મળ્યું એને. પણ સાલિયેરીએ રચેલું સંગીત એના પોતાના જીવનકાળ દરમિયાન જ ખોવાઈ ગયું. જ્યારે મોત્ઝાર્ટે રચેલા સંગીતને શીખવા પાછળ આજે અઢીસો વર્ષ પછી પણ દુનિયાભરના સેંકડો - હજારો સંગીતવિદ્યાર્થીઓ આખું જીવન ગાળે છે. મોત્ઝાર્ટે રચેલી સિમ્ફનીઓ વગાડીને કંઈક કેટલાય સંગીતકારો જગતમાં આજે બે પાંદડે થયા છે અને એમાંથી કેટલાક પાસે તો મોત્ઝાર્ટના પ્રતાપે બે પાંદડા કરતાં કંઈક વિશે છે, ઉપવન છે.

પણ મોત્ઝાર્ટ મર્યો ત્યારે ચીંથરેહાલ હતો, દેવાદાર હતો. જીવ્યો ત્યાં સુધી એણે ખૂબ જલસા કર્યા, લિટરલી ખૂબ જલસા કર્યા. પણ શુદ્ધ સંગીતની આરાધના કરવાની ઘેલછા પાછળ કમાવા પર કે બચત પર ઝાંઝું ધ્યાન ન આપ્યું. કમાણીની તક સામેથી આવતી હતી ત્યારે કૉમ્પ્રોમાઈઝ નહીં કરું એવી જીદ કરીને લક્ષ્મીનો ચાંદલો સ્વીકારવાને બદલે વૉશ બેઝિન તરફ જતો રહ્યો. પછી જ્યારે ભૂખ્યો થયો અને ઘાસ પણ ચાલશે એવું સમાધાન કરવા ગયો ત્યારે કોઈએ એને એક તરણું પણ ન નાખ્યું.

સાલું, આવું કેમ હશે? જીનિયસોને માથે શું આવો અભિશાપ હશે? રિયલ લાઈફનો ગાલિબ હોય કે પછી ફિક્શન કૅરેક્ટર નટસમ્રાટ અપ્પા બેલવલકર હોય - બધાની સાથે આવું જ કેમ થતું હશે? અસીમ પ્રતિભા જે સદીઓ પછી પણ યાદ રહે, રિલેવન્ટ રહે પણ જીવતેજીવ કંગાલિયત અને દેવાદાર હોવાના ભાર નીચે સમાજમાં રહેવાનું. મોત્ઝાર્ટને સંગીતનો આઈન્સ્ટાઈન કહી શકો. રાધર આઈન્સ્ટાઈનનો જમાનો તો હમણાંનો એટલે આઈન્સ્ટાઈનને વિજ્ઞાનનો મોત્ઝાર્ટ કહેવાય.

આઈન્સ્ટાઈનની થિયરીઓને સમજવા આજના વિજ્ઞાનીઓ આખી જિંદગી ગુજારે અને આઈન્સ્ટાઈનની થિયરી પર શોધ-વિચાર-સંશોધનો કરીને કેટલાય વિજ્ઞાનીઓ આજે પણ પોતાની કરિયર બનાવતા હોય છે એવું જ મોત્ઝાર્ટનું, આગળ તમને કહ્યું એમ.

મોત્ઝાર્ટ, બાક બીથોવન કે વાગ્નર જેવા પાશ્ર્ચાત્ય ક્લાસિકલ મ્યુઝિકના માંધાતાઓ વિશે ગુજરાતીઓને જાણકારી હોવી જોઈએ. કમનસીબે આપણે ત્યાં આમેય જીવનકથાઓ - બાયોગ્રાફીઝ ઓછી લખાય છે, એમાંય કળાકારો કે સર્જકો વિશે તો ઘણી જ ઓછી, તો એમાં વેસ્ટર્ન મ્યુઝિકના સર્જકોનો તો ક્યારે નંબર લાગવાનો.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment