Sunday 10 January 2016

[amdavadis4ever] પરિવર્તન મ ાટે ભ્રષ્ટા ચારને નાબૂદ કરવો જરૂરી

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



વડા પ્રધાને પોતાના અગ્રણી અધિકારીઓને નાગરિકો માટે વધુ સારી સુવિધા પૂરી પાડીને ભારતની પ્રગતિમાં સહાય કરી શકે એવી સારી મહત્ત્વની યોજના અને વિચાર રજૂ કરવા સૂચના આપી હતી. અધિકારીઓને આ સંબંધમાં બે અઠવાડિયાં વિચારીને પોતાનો અહેવાલ મોદીને સુપરત કરવાની સૂચના અપાઇ હતી.

હું માનું છું કે જો કોઇ નવા વિચાર રજૂ કરાય તો પણ તેનો અમલ કરાવવો ઘણી વખત મુશ્કેલ બની જાય છે. આધુનિક લોકશાહી અઢીસો વર્ષ જૂની છે (અને તેની વિચારધારા એથેન્સમાંની ઇ. પૂ. પાંચમી સદીની છે). લોકતાંત્રિક સરકાર અંદાજે ૫૦૦ વર્ષ જૂની ગણી શકાય અને તેથી તેના દ્વારા સાવ નવી કહી શકાય એવી યોજના તૈયાર થવાની શક્યતા હાલમાં નથી જણાતી. આમ છતાં, એ વાત પણ સાચી છે કે નવીનતા માટેનો વિકલ્પ હંમેશાં રહેલો હોય છે. વડા પ્રધાને જ આવી એક નવી યોજના ગુજરાતમાં અમલમાં મુકાવી હતી. તેમણે ખેતરમાંના પંપ્સને દિવસમાં થોડા કલાક જ વીજળી આપીને ગામના ઘરોમાં વીજપુરવઠો અવિરત ચાલુ રાખવાની યોજનાનો અમલ કરાવ્યો હતો. આ નવી યોજનાને પગલે વિશ્ર્વના એક નાના વિસ્તારમાં મોટો ફરક પડ્યો હતો. અગાઉ, આ પ્રદેશમાં વીજચોરી અને અવિરત વીજપુરવઠાના અભાવને લીધે પૂરું બિલ ભરવા માટે ગ્રાહકો દ્વારા કરવામાં આવતા ઇનકાર જેવી સમસ્યા જોવા મળતી હતી.

વડા પ્રધાનની આ સૂચના અંગે ટી. એન. નિનાને બિઝનેસ સ્ટાન્ડર્ડમાં લખ્યું હતું કે સરકારી અધિકારીઓ (અમલદારો) માટે નવી સારી અને મહત્ત્વની યોજના રજૂ કરવી મુશ્કેલ રહેશે, કારણ કે તેઓ નિયમ અને પોતાના પુરોગામીને અનુસરવા ટેવાયેલા હોય છે.

તેમણે લખ્યું હતું કે મોટા ભાગના સરકારી અમલદારો સમસ્યા ઉકેલતા મેનેજર નહિ, પરંતુ વહીવટદાર જેવા છે. આ કારણને લીધે જ નવા આઇડિયા મોટા ભાગે રાજકારણીઓ, ટૅક્નોલોજીના નિષ્ણાતો અને સામાજિક કાર્યકરો પાસેથી જ આવે છે.

તેમણે બહારથી આવેલી નવી યોજનાની યાદીમાં રાહતદરે ચોખા આપવાના કાર્યક્રમ, મધ્યાહ્ન ભોજન યોજના અને રાઇટ ટુ ઇન્ફોર્મેશનનો સમાવેશ કર્યો હતો. મોટા ભાગની મોટી યોજનાના અમલ માટે સંબંધિત કાયદા ઘડવા જરૂરી છે.

અમુક લોકો માને છે કે એકત્રિત કરવેરાની યોજના અથવા જમીન સંપાદન ધારાના વધુ અસરકારક અમલથી દેશનું અર્થતંત્ર સુધરી શકશે, પરંતુ હું તેમની સાથે અસહમત છું. તે નાટ્યાત્મક પરિવર્તનને બદલે માત્ર થોડા ફેરફાર કરી શકે છે. મોદી જેને સારું વહીવટીતંત્ર કહે છે તેનો અમલ કરાવવાનો હજી બાકી છે. મેં અગાઉ પણ જે અંગે લખ્યું હતું તેનું હું અહીં પુનરાવર્તન કરવા માગું છું. લોકોના વર્તનમાં પરિવર્તન લાવવાનું અને સદાચાર શીખવવાનું કામ સરકારનું નથી. આપણે સ્વચ્છ ભારત અભિયાનનો દાખલો લઇએ. મોદીએ જાતે શેરીઓમાં સફાઇ કરીને સ્વચ્છતા અભિયાનને શરૂ કરાવ્યું હતું. ભારતીયોને સ્વચ્છતાના પાઠ શીખવવાનું કાર્ય ઘણું જ સારું છે, પરંતુ શું તે માત્ર સરકારે જ કરવું જોઇએ? હું નથી માનતો. આ બાબત સામાજિક પરિવર્તન ગણાય અને તે સરકારી અધિકારીઓ કે પ્રધાનો દ્વારા નહિ, પરંતુ સમાજ અને સામાજિક કે ધાર્મિક સંસ્થાઓ દ્વારા હાથ ધરવું જોઇએ.

ટી. એન. નિનાને લખ્યું હતું કે ભારતમાં કામ કરનારા એમઆઇટીના બે પ્રાધ્યપકે 'પુઅર ઇકોનોમિક્સ' નામનું લખેલું પુસ્તક મોદીએ વાંચવું જોઇએ.

એસ્થર ડફ્લો અને અભિજિત બેનરજી નામના આ બે વિદ્વાને હાથ ધરેલી વિવિધ પરીક્ષામાંની એકમાં કલાકારોને પાંચ મહારોગના લક્ષણની ફરિયાદ સાથે સરકારી તબીબો પાસે મોકલ્યા હતા. આ ડૉક્ટરોમાંના ૯૭ ટકાએ યોગ્ય નિદાન નહોતું કર્યું અને તેઓએ કોઇ દરકાર પણ નહોતી કરી. તેઓએ સરેરાશ દરદીને ૬૦ સેકંડથી વધુ સમય નહોતો તપાસ્યો. સરકારી તબીબો માત્ર ત્રણ ટકા જ સરખું નિદાન કરી શકતા હોવાથી તમારે તેઓ પાસે સારવાર લેવાને બદલે ઘેર જ આરામ કરવો જોઇએ.

ભારતમાં કામ કરી રહેલા હાર્વર્ડના વિદ્વાન લેન્ટ પ્રિટચેટે ભારત સરકારની આ સમસ્યાને સમજાવવા વધુ બે દાખલા આપ્યા છે.

પ્રથમ દાખલામાં જણાવાયું હતું કે દિલ્હીમાં તમે વચેટિયાને જ્યાં સુધી નાણાં ન ચૂકવો ત્યાં સુધી તમારા માટે વાહન ચલાવવાનું લાઇસન્સ મેળવવું મુશ્કેલ રહેશે. આનો અર્થ એવો થાય કે તમે કાયદાનું પાલન કરવા માગતા હો તો પણ તમને દંડ થાય અને તમને વાહન ચલાવતા આવડતું ન હોય અને તમે વચેટિયાને લાંચ આપો તો તે તમારા માટે ડ્રાઇવિંગ લાઇસન્સની વ્યવસ્થા કરી આપશે.

લાંચ આપવાનું આ કૌભાંડ એટલું બધુ સુયોજિત છે કે રોડ ટ્રાન્સપોર્ટ ઑફિસના કોઇપણ કર્મચારીને સીધી લાંચ નથી અપાતી, પરંતુ હોશિયાર ડ્રાઇવરોને છેવટે આ લાંચ આપવાની ફરજ પડે છે.

લેન્ટ પ્રિટચેટે બીજા દાખલામાં જણાવ્યું હતું કે રાજસ્થાનમાં મોટી સંખ્યામાં નર્સ ફરજ પર જ નથી આવતી. અંદાજે પચાસ ટકા નર્સને ઘેર બેઠા કે કોઇ બીજી પ્રવૃત્તિ કરવાનો પગાર મળે છે. એક બિનસરકારી સંસ્થાએ નર્સની હાજરી પર નજર રાખવાનું નક્કી કર્યું હતું, પરંતુ તેને આ કાર્યમાં નિષ્ફળતા મળી હતી. આ વખતે બધી નર્સ પાસે પોતાની ગેરહાજરીના બહાના તૈયાર જ હતા.

દેશમાં ચાલતા કૌભાંડની જાણકારી ધરાવતા લોકોને આ બધી વાતથી આશ્ર્ચર્ય નથી થતું. રાજ્યમાં વહીવટીતંત્ર પડી ભાંગ્યું હોવાનું અથવા નિષ્ફળ ગયું હોવાનું કહી શકાય. તમે પોલીસ સ્ટેશનમાંની કામગીરી કે નવી તૈયાર કરાયેલી ફૂટપાથ જોવાથી પણ ભ્રષ્ટાચાર કે નિષ્ફળ વહીવટીતંત્રનો અંદાજ આવી જાય.

શું આ બધી સમસ્યા સરકારની ગણાય? શું નવી દિલ્હીએ આ સમસ્યાનો યોગ્ય ઉકેલ શોધવો જોઇએ? કે પછી આ સમસ્યા સમાજની ગણાય? હું તો આવી બધી સમસ્યા સામાજિક જ ગણું છું.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment