Tuesday 5 January 2016

[amdavadis4ever] પત્ની અને પ ્રેમિકા: બા યપોલર કે બે લેન્સ એક્ટ?

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



"મને ડિવોર્સ જોઈએ છે. રત્નાએ કહ્યું, એનું ગળું ભરાઈ ગયું હતું, આંખોમાં પાણી હતું. 

"પણ, રત્ના... યોગિન કશું બોલી ન શક્યો, 

"વ્હાય ?

"કારણ કે તું મને પ્રેમ નથી કરતો

"હું તને બહુ જ પ્રેમ કરું છું યોગિને આગળ વધીને રત્નાને સ્પર્શ કરવાનો પ્રયત્ન કર્યો. રત્નાએ એનો હાથ ખસેડી નાખ્યો, "તું વિશ્ર્વાસ કેમ નથી કરતી ? મારામાં કશું જ બદલાયું નથી... યોગિનની આંખોમાં પણ પાણી હતાં. 

"ને સુષમાને ? એને પ્રેમ નથી કરતો ? 

"એને પણ પ્રેમ કરું છું. યોગિને સહેજ અપરાધ ભાવ અને તકલીફ સાથે કહ્યું, "હું બંનેને પ્રેમ કરું છું, ખૂબ પ્રેમ કરું છું.

અત્યાર સુધી રડી રહેલી રત્નાનો ચહેરો બદલાઈ ગયો. એના ચહેરા પર કોઈ વિક્ષિપ્ત વ્યક્તિ જેવા ભાવ આવી ગયા. એની આંખો ઉશ્કેરાટમાં પહોળી થઈ ગઈ. એ યોગિન તરફ ધસી ગઈ. એણે યોગિનને કોલરમાંથી પકડીને હચમચાવી નાખ્યો, "સ્ટોપ ધીસ નોનસેન્સ. એવું શક્ય જ નથી. રત્નાએ નખોરિયા ભરવા માટે હાથ લંબાવ્યો, "એક માણસ એક સાથે બે સ્ત્રીઓને ખૂબ પ્રેમ કેવી રીતે કરી શકે

"કેવી રીતે, એની મને ખબર નથી યોગિનના ચહેરા પર લાચારી હતી, પીડા હતી, દુ:ખ અને અસમંજસ હતા, "પણ હું ઓનેસ્ટ છું, એટલે તને બધું સાચું કહ્યું, હું છુપાવી શક્યો હોત પણ મેં છુપાવ્યું નથી...પ્લીઝ મને સમજવાનો પ્રયત્ન કર.

"મને સમજાતું નથી ને, મારે સમજવુંય નથી... રત્નાએ 

ઉશ્કેરાઈને યોગિનનો કોલર ફરી હચમચાવ્યો, "હું આવું કરું તો તું ચલાવી લે ? તું માની શકે, જો હું બે પુરુષોને એક્સાથે એક્સરખો પ્રેમ કરું તો ? 

***

રત્નાનો સવાલ સાચો હતો...ઘણી સ્ત્રીઓનો આ સવાલ સાચો છે અથવા સાચો હોઈ શકે. પતિ કે પ્રેમી એક કરતાં વધુ સ્ત્રીઓ સાથે સંબંધમાં હોય ત્યારે એમને ઈર્ષ્યા, અસલામતી અને છેતરપિંડી કે તરછોડાયાની લાગણીનો અનુભવ થાય છે. લગભગ દરેક સંબંધમાં સ્ત્રી એકહથ્થુ સત્તા અથવા વન-ટુ-વન સંબંધની ઝંખના રાખે છે. પુરુષ આનાથી જુદો નથી. એ પણ પોતાની પ્રિયા કે પત્નીના જીવનમાં એકમાત્ર પુરુષ હોય એવું ઇચ્છે છે. આ વાત જ્યાં સુધી બંને પક્ષે સહમતીથી સ્વીકારી લેવાય ત્યાં સુધી કોઈ સમસ્યા નથી, પરંતુ જે ક્ષણે બેમાંથી એક વ્યક્તિ આ કરારની બહાર જવા ઇચ્છે કે કરારની બહાર હોય ત્યારે એ વાતને બીજી વ્યક્તિએ કેવી રીતે જોવી, સ્વીકારવી કે નકારવી અથવા આ કરારભંગને કારણે એ બીજી વ્યક્તિને કેટલી પીડા, કેટલો સંતાપ થાય એ બાબત માણસમાત્રના કાબૂ બહાર હોય છે.

આપણા ઇતિહાસને તપાસીએ તો સમજાય કે એક રાજાને એકથી વધુ પત્નીઓ હતી. બધી જ એકબીજાને સ્વીકારીને જીવતી હતી ? રાણીવાસનાં રહસ્યો અને ષડ્યંત્રો ઇતિહાસનાં પાનાંઓ ઉપર આપણે વાંચતા રહ્યા છીએ. દ્રૌપદીના પાંચ પતિઓ અને એમની એકબીજા સાથેની સમજદારી કેવી રીતે ટકી હશે એ પ્રશ્ર્ન જનસામાન્યને કાયમ અટપટો લાગ્યો છે. એક વર્ષ એક પતિ સાથે વિતાવવાનું અને બીજું વર્ષ બીજા પતિ સાથે... આ સમજ કે આ સ્વીકાર શું સાચે જ દ્રૌપદીના મનને અનુકૂળ આવ્યો હશે ? એક કવિતામાં કહેવાયું છે, "પ્રેમ ગલી અતિ સાંકરી, જા મે દો ન સમાય... આમ જુઓ તો એક વ્યક્તિ બીજી વ્યક્તિને પ્રેમ કરતી હોય ત્યારે એ પ્રેમની ભાજન - ભાગ પડાવનાર વ્યક્તિ પ્રિયજનને ક્યારેય સ્વીકાર્ય હોતી નથી, પરંતુ ધીરે ધીરે આ પ્રેમની વ્યાખ્યા હવે શરીર સાથે જોડાતી જાય છે. વફાદારી માનસિક કરતાં શારીરિક રીતે વધુ મહત્ત્વની બનતી જાય છે. પ્રિયજન કોઈ બીજી વ્યક્તિનો વિચાર કરે કે એની ફેન્ટસી પણ કરે તો વિરોધ ન હોય, પરંતુ જો પ્રિયજન કોઈની સાથે ચેટિંગ કરે, સેટિંગ કરે કે મેટિંગ કરે... તો અંગ્રેજીમાં કહે છે તેમ, 'ધ હેલ બ્રેક્સ લૂઝ' (આકાશ તૂટી પડે છે).

સ્ત્રીઓના કિસ્સામાં આવા બે વ્યક્તિને એક્સાથે ચાહવાના પ્રસંગો બહુ સ્વાભાવિક રીતે આવતા નથી, પણ કદાચ આવે તો મોટા ભાગની સ્ત્રીઓ એ બેલેન્સ જાળવી લે છે. પતિ અને પ્રેમી કે બે પ્રેમીઓને એક જ સમયે મેનેજ કરવાની આવડત સ્ત્રીમાં પ્રમાણમાં સહજ પ્રગટતી હોય છે. રોલ બદલવાની આવડત સ્ત્રીને કદાચ એના ડી.એન.એ.માં મળે છે ! મા, પત્ની, દીકરી, પુત્રવધૂ, કાકી, મામી, માસી, મિત્ર, ભાભી જેવાં અનેક ટાઇટલ નીચે સ્ત્રી પોતાનો રોલ બખૂબી બદલી નાખે છે. શક્ય છે કે એની આ આવડત એને પોતાની જિંદગીના બે પુરુષો સાથે બેલેન્સ કરવામાં કામ લાગી જતી હશે ! મલ્ટિ ટાસ્કિંગ સ્ત્રીનો સ્વભાવ છે... પરંતુ પુરુષ માટે આ સહજ નથી. એક સાથે અનેક જૉબ, કામ, જવાબદારી કે રોલને નિભાવવા માટે પુરુષે અથાગ પ્રયાસ કરવો પડે છે. કદાચ એટલે જ પુરુષના જીવનમાં જ્યારે એકથી વધુ સ્ત્રીનો ગૂંચવાડો ઊભો થાય ત્યારે એ બંનેની સાથે હીંચકા જેવી મનોદશામાં આવી જાય છે. કદી આ તરફ ફંગોળાય છે તો કદી પેલી તરફ. પુરુષ માટે આ બાયપોલર જેવી પરિસ્થિતિ ઊભી થાય છે. જે તરફનો સ્વિંગ હોય એ તરફ એનું મન, શરીર, બુદ્ધિ અને વફાદારી પણ ખેંચાય છે... જ્યારે પત્ની સુખી હોય, મજામાં હોય કે પત્નીને સમય, ભેટ કે અધિકારો આપે ત્યારે પુરુષને લાગે છે કે એ પોતાની પ્રેમિકાને અન્યાય કરે છે. જ્યારે પ્રેમિકાને આ બધું આપતો હોય ત્યારે લાગે છે કે એ પત્નીને અન્યાય કરી રહ્યો છે. સાચા અર્થમાં અન્યાય કદાચ એને પોતાને થતો હોય તો પણ, એક વાર આવા સંબંધમાં દાખલ થયા પછી પુરુષ ખેંચી-તાણીને આવા સંબંધોને ટકાવવા અને બંને પક્ષને ખુશ રાખવાનો પ્રયાસ કરે છે ! મા અને પત્નીની બાબતમાં પણ કદાચ આવું જ બનતું હોય છે. પુરુષને લાગે છે કે એની જવાબદારી - એની લૉયલ્ટી, એની લાગણી અને એનું ઉત્તરદાયિત્વ બંને તરફ છે... બેમાંથી એકનો પક્ષ લઈને બીજાને નારાજ, દુ:ખી કે અપમાનિત કરવાનું સાહસ સામાન્ય રીતે પુરુષ કરી શક્તો નથી. 

એકથી બીજી તરફ ફંગોળાતો પુરુષ જ્યારે પોતાની પ્રેમિકા કે પત્નીને ફરિયાદ કરતી સાંભળે છે ત્યારે એનો અપરાધભાવ વધુ બુલંદ થઈ જાય છે... બીજી તરફ સ્ત્રી પોતાના પ્રેમી અને પતિ વચ્ચે પોતાની પર્સનાલિટીના બે ટુકડા કરીને વહેંચી કાઢે છે. કોઈક વાર જો આવી સ્ત્રીના પ્રેમીને એની પ્રેમિકા વિશે કંઈ કહેતી સાંભળીએ તો લાગે કે જાણે આ એ સ્ત્રી નથી, જે એના પતિ સાથે જોવા મળે છે, એવી જ રીતે પતિ જો પોતાની પત્ની વિશે, એના ગુણદોષ વિશે વાત કરે તો એ બધું પ્રેમીના ડિસ્ક્રિપ્શન સાથે મૅચ ના ય કરે... સ્ત્રી સામાન્ય રીતે એમ.પી.ડી. (મલ્ટિપલ પર્સનાલિટી ડિસઑર્ડર) સાથે જીવે છે અથવા જીવી શકે છે...

પુરુષ માટે ટુ ટાઇમિંગ કે બે સ્ત્રીઓ સાથે જીવવું એ મહા એનર્જી ક્ધઝ્યુમિંગ, એના મગજનો ભાગ રોકનારી એવી પ્રવૃત્તિ છે, જે એને સતત બિઝી રાખે છે. કદાચ એટલે જ 'સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે અને નિષ્ફળ પાછળ બે...' એવી કહેવત કહી શકાય છે. સ્ત્રીઓ માટે આવી કોઈ કહેવત નથી !

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment