Wednesday, 27 January 2016

[amdavadis4ever] ઈશ્વરને પ ણ ચેન નહી ં પડે N Raghuraman

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



જો ઈરાદા નેક હશે તો તમારા પ્રત્યે મદદનો હાથ લંબાવ્યા વિના ઈશ્વરને પણ ચેન નહીં પડે
મળો રાષ્ટ્રીય પુરસ્કાર સન્માનિત લેખક, ચિત્રકાર અને ઇન્દ્રજાલ કોમિક્સના લોકપ્રિય સુપરહીરો 'બહાદુર'ના જન્મદાતા આબિદ સુરતીને. તેમણે આજે 80 વર્ષની ઉંમરે દરેક ચીજવસ્તુ સાથે પ્રેમ છે, પાઇપ કે નળમાથી ટપકતા પાણીના અવાજ સિવાય. તેમને આ અવાજથી એટલી નફરત છે કે જો વહેલીસવારે અંધારામાં પણ તેમને તે સંભળાય તો તે સફાળા જાગીને તેનું સમારકામ કરી દે છે, જેવું કે તેમનું ફાઉન્ડેશનનું નામ પણ છે. આ કામમાં તેઓ સમય અને સ્થળને જરાય ધ્યાનમાં લેતા નથી. સોસાયટીના મુદ્દાની જેમ શરૂ થયેલી દર રવિવારની આ સાપ્તાહિક ગતિવિધિ આજે સપ્તાહના બધાં દિવસોમાં ફેલાઇ ગઇ છે. આજે તેઓ રોજ સવારે એ સંકલ્પ સાથે ઉઠે છે તેઓ આજના દિવસમાં શક્ય તેટલાં પાઇપ-નળ રીપેર કરશે. 
સુરતી ગુજરાતના એક શાહી પરિવારમાં જન્મ્યાં હતા અને તેમની પોતાની એક હવેલી હતી. તેણે ઘણાં નાના હતાં ત્યારે તેમની માતા તેમને સાથે લઇ જતાં હતા, જ્યાં ગાડીઓમાં સિક્કાઓ ભરીને બેન્કમાં લઇ જવાતા હતા. સુરતી પરિવાર માટે પૈસા ક્યારેય સમસ્યા રહ્યાં નથી. પરંતુ કુદરતે આબિદ સુરતી માટે કંઇક અલગ જ લખણી લખી હતી અને તેમને હવેલી છોડીને મુંબઇના ફૂટપાથ પર આવ્યું પડ્યું. આ એક એવી વાત  છે, જેના પર ચર્ચા કરવી સુરતીને જરાય પસંદ નથી. તે સમયે જ તેમણે પોતાની લેખન અને ચિત્રકળા કારકિર્દીની શરૂઆત કરી, જેણે તેમને ઘણું સન્માન અને પુરસ્કારો અપાવ્યાં. જ્યારથી તેમણે પોતાનું આ એનજીઓ શરૂ કર્યું છે ત્યારથી પુરસ્કાર સ્વરૂપે મળેલાં નાણાં તેમણે આ કામમાં ખર્ચી નાંખ્યાં છે.

ફંડા એ છે કે, તમે પોતાની આજુબાજુ જે કોઇપણ સદકાર્ય કરો છો, તે કરતા રહો અને પછી જુઓ નસીબ કેવી રીતે ઘણી બધી વસ્તુઓને તમારા દરવાજે લાવીને તે કાર્યને સફળ બનાવે છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment