Wednesday, 27 January 2016

[amdavadis4ever] ફોટોગ્રાફી, સ્વિ મિંગ જેવા શોખ મગ જને શાર્પ બનાવે છે -N Raghuraman

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ફોટોગ્રાફી, સ્વિમિંગ જેવા શોખ મગજને શાર્પ બનાવે છે
આ કલાકૃતિઓની કિંમત સમજીને રાખવામાં આવી, જેથી વધુમાં વધુ લોકોની પહોંચમાં આવી શકે અને 20 પેઇન્ટિંગ્ઝના નફાને કોલકાતામાં ડિમેન્શિયાના રીસર્ચ પર લગાવવામાં આવ્યા. ઓપરેશન થિએટરમાં રહેવાના પોતાના પહેલા પ્રેમ છતાં   તે ક્યારેય આઉટડોર એક્ટિવિટીઝથી પાછળ ખસ્યા નથી, જેમ કે પરિવારમાં પૂજાના દિવસોમાં એમ્બ્રોડરી અને રંગોળી કરવી. લાંબો સમય પસાર થયા પછી હવે તેમની યાદો બાકી છે. થોડાંક તૂટેલા શબ્દોમાં તે જણાવે છે, આસામમાં તે નાનકડી ધારા પર બનેલા પૂલ વિશે, જ્યાં તે તેમના 11 ભાઇ-બહેનો અ્ને તેજ પ્રવાહવાળી બ્રહ્મપુત્ર સાથે મોટી થઇ. તે લેસ્ટરથી બેડફોર્ડની લાંબી ટ્રેન યાત્રા,  વિક્ટ્રી પરેડ અ્ને બીજા વિશ્વયુદ્ધ દરમ્યાનના ફૂડ રાશનિંગને યાદ કરે છે. ઇના પુરી, જેણે અણિમાના પેઇન્ટિંગ્ઝનું પ્રદર્શન યોજ્યું,  તે જાણીતી ક્યૂરેટર છે.
આ પ્રદર્શનના માધ્યમથી ઇના લોકોને વડીલોની સંભાળ માટે પ્રેરણા આપે છે. ખાસ કરીને અણિમા જેવા લોકો, જે કણસવાને બદલે ખુશીથી જીવન વીતાવે છે. એક રિસર્ચમાં જાણવા મળ્યું કે ચેલેન્જ ભરેલા શોખ વડીલોને ગતિશીલ બનાવે છે. આ રીસર્ચનું પરીણામ કારણે તાજેતરમાં જ રેસ્ટોરેટિવ ન્યૂરોલોજી અને ન્યૂરોસાયન્સ જનરલમાં પ્રકાશિત થયું અને તેમાં દાવો છે કે આનંદ અને શિક્ષા આપનારી લાઇફસ્ટાઇલ જીવન શક્તિ વધારે છે. રિસર્ચનું પરિણઆમ છે કે વડીલોને દિમાગી કસરત દિમાગને તંદુરસ્ત બનાવે છે. રીસર્ચની સમરીના કેટલાંક શબ્દો : 'યુઝ ઇટ ઓર લૂઝ ઇટ. જો કે ડિમેન્શિયાના કેસમાં  હજુ ઘણું થઇ શકે છે.
 ફંડા એ છે કે ડિજિટલ ફોટોગ્રાફી,  સ્વીમિંગ અને પેઇન્ટિંગજેવા શોખ તમારા મગજની કાર્યક્ષમતાને પડકાર આપે છે, શાર્પ બનાવે છે. પોતાનામાં આ શોખ યુવાવસ્થાથી જ વિકસીત કરો, અને તેને ઘરના વડીલોના મગજમાં પણ ઉતારો અને જોવો કે શું પરિવર્તન આવે છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment