Thursday, 28 January 2016

[amdavadis4ever] કેલિડોસ્કોપ - Gujarati (Posted by B D Jesrani)

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



એવી રીતે જીવીએ કે, જીવવાનો અફ્સોસ ન થાય

અકબર જેવો રાજવી લડાઈઓ લડે, રાજકારભાર ચલાવે, સંગીતનો આનંદ માણે, સાહિત્યકૃતિઓનું રસપાન કરે, કલાકૃતિઓ માણે, ધર્મસભાઓ યોજે, બિરબલ જેવા મિત્ર સાથે મજા કરીને જિંદગીનો બોજ હળવો કરે, એનો વિચાર કરીએ ત્યારે આપણને લાગે કે કામકાજમાં દિનરાત વ્યસ્ત રહેનાર અને અનેક પ્રકારની ચિંતાઓ નીચે જીવનાર જો જીવનને આટલી વિવિધ રીતે માણી શકે તો આપણા જેવી સામાન્ય વ્યક્તિઓ તો ચોક્કસ એમ કરી શકે. એ માટેની સમજ અને ઈચ્છા આપણામાં હોવી જોઈએ. પોતાની જાતને વ્યવસ્થિત કરવાની અને વ્યવસ્થિત રાખવાની ક્ષમતા કેળવવી જોઈએ. કોઈ એક જ વસ્તુ પાછળ ગાંડા થઈને દોડવાના બદલે જીવનમાં જે કાંઈ પ્રાપ્ત થાય એનો આનંદ માણસવાની તત્પરતા અને જે કાંઈ પ્રાપ્ત ન થઈ શકે એનો અફસોસ નહિ કરવાની સમજ હોવી જોઈએ.
આધુનિક માનવીને આનંદ આપનાર સૌથી મોટું અને સૌથી ઉમદા સાધન પુસ્તક છે. સિનેમા અને ખાસ તો ટેલિવિઝન પુસ્તકને બાજુ પર હડસેલી દેવા માટે હુમલાઓ કરે છે, પરંતુ હજી તો પુસ્તક અડીખમ છે. પુસ્તક વાંચવાના આનંદની તોલે ભાગ્યે જ બીજો કોઈ આનંદ આવી શકે છે. પુસ્તક સાથે માણસ એકાંત માણી શકે છે, પ્રેમ કરી શકે છે. ટેલિવિઝનની બાબતમાં એ શક્ય નથી. આનંદપ્રમોદનાં બીજા સાધનો કરતાં પુસ્તક અનેક રીતે ચડિયાતું છે. પુસ્તક સાથેની માણસની દોસ્તી વિશિષ્ટ પ્રકારની છે. પુસ્તક ક્યારેક ગુરુ ક્યારે મિત્ર, ક્યારેક સોબતી, ક્યારેક રાહબર, કયારેક પ્રિયજન આ ઘણું ઘણું હોય છે. સારા પુસ્તકની તોલે ભાગ્યે જ કોઈ વસ્તુ આવી શકે છે. પુસ્તક સાથે માણસ રડે છે, હસે છે, વાતો કરે છે, દિલને ખુલ્લું કરે છે. જે વ્યક્તિ સારાં પુસ્તકોની સોબત ચૂકી જાય છે તે જિંદગીમાં ઘણું ચૂકી જાય છે. યોશીદા કેનાકે કહે છેઃ'દીવા પાસે એકલા બેઠા હોઈએ અને પાસે પુસ્તક હોય, એના જેવો આનંદ દુનિયામાં બીજો એકેય નથી.' આ વાત તદ્ન સાચી છે.


જીવનને જાણવાની અને માણવાની વાત આપણે ગયા અઠવાડીયે કરી હતી. જિંદગીનો વધુમાં વધુ માણવાની ઈચ્છા રાખનાર વ્યક્તિ હંમેશાં સમતુલા જાળવે છે. સમતોલ વ્યક્તિ જ એ માટે સક્ષમ હોય છે. એવી સમતુલા પ્રાપ્ત કરવા ઈચ્છનારે કેટલીક બાબતો જીવનમાં ઉતારવા જેવી છે. ગયા સપ્તાહે આપણે કેટલાંક મુદ્દાઓની ચર્ચા કરી હતી. હવે વધુ કેટલાંક મુદ્દાઓ વિશે વાત કરીએ.

સારું જીવન જીવવાની ઇચ્છા રાખનારે, કાયમ ન રહી શકાય તો જેટલો વધારે સમય કુદરતમાં રહી શકાય એટલો સમય તો રહેવું જ જોઈએ. આધુનિક માનવી થોરોના વખાણ કરશે પરંતુ તેને અનુસરશે નહિ. અનુસરવાની ઇચ્છા હશે પણ તોપણ અનુસરી શકશે નહિ. કોઈક સરોવરના કાંઠે ઝૂંપડી બાંધીને કે વાડી-વગડામાં નાનકડું ઘર બનાવીને કાયમ રહેવાનું તેને પાલવશે નહિ છતાં તેના પોતાના ભલા માટે અમુક સમય તો કુદરતમાં તેણે ગાળવો જ જોઈએ. જ્યારે અનુકૂળતા હોય ત્યારે નાનામોટા પ્રવાસો કરીને ખેતી કે બાગબાની કરીને કુદરત સાથેનો સંપર્ક તેણે જીવંત રાખવો જોઈએ. માણસને જેટલી જરૂર સારા ખોરાકની હોય છે, એટલી જ શુદ્ધ હવા અને ખુલ્લા આકાશની પણ હોય છે.

૨. સંગીત અને કલામાં અભિરુચિ રાખો.

માનવજીવનની એક વિચિત્રતા છે કે જે વસ્તુ બહારથી સાવ નકામી લાગતી હોય છે એ ખરેખર કામની હોય છે અને જેને કામની વસ્તુ માનીને માણસ લેવા દોડે છે એ વસ્તુ નિરર્થક હોય છે. સંગીત, કલા,સાહિત્ય એ બધી વસ્તુઓ બહારથી જોતાં સાવ નકામી લાગે છે. કાઠિયાવાડી ભાષામાં કહીએ તો એનાથી કાંઈ પેટ ભરાતું નથી. વાત બિલકુલ સાચી છે. સંગીત કે કલાથી પેટ ભરાતું નથી, પરંતુ મન તો ભરાય જ છે. સંગીત, કલા,કાવ્ય વગેરે ઉપર પ્રીતિ રાખનાર માણસ ભાગ્યે જ ખાલીપો અનુભવે છે. એકલોઅટૂલો માણસ પણ સંગીત અને સાહિત્યના સથવારે સમયનો બોજ સહન કરી શકે છે. માણસ કાંઈ સદાય યુવાન રહી શક્તો નથી, સદાય કાર્યરત પણ રહી શક્તો નથી. એ બીમાર પણ પડે છે, વૃદ્ધ પણ થાય છે, બીજાની અવહેલના અને અવગણના પણ પામે છે, એકલો પણ પડી જાય છે, આકસ્મિક રીતે આફત કે દુઃખમાં પણ સપડાઈ જાય છે ત્યારે સંગીત અને સાહિત્ય તેના સાચા સાથી બનીને ઊભા રહે છે.

૩. મિત્રો બનાવતા રહો. મૈત્રી નિભાવતા રહો.
સાચા મિત્રો આ સંસારનાં અમૂલ્ય રત્નો છે. સાચા મિત્રો મુશ્કેલીથી મળે છે, પરંતુ ખરેખરી મુશ્કેલી વખતે સાચા મિત્રો જ સાથ આપે છે. કોઈએ સાચું કહ્યું છે કે, મૈત્રી બાંધવામાં ઉતાવળ ન કરો અને તોડવામાં તો બિલકુલ ઉતાવળ ન કરો.

ઓસ્કાર વાઇલ્ડ લખે છે : જો મારો મિત્ર કોઈ ભવ્ય ભોજનસભારંભ યોજે અને મને આમંત્રણ ન આપે તો હું લેશમાત્ર પરવા ન કરું, પરંતુ જો સારો મિત્ર દુઃખમાં આવી પડે અને એમાં ભાગીદાર થતો મને રોકે તો મને અત્યંત માઠું લાગે.

જગતમાં ત્રણ વસ્તુઓ એવી છે. જેની કિંમત, એ જેમ જૂની થાય એમ વધે છે-મદિરા,મિત્ર અને પત્ની.

આપણામાંથી મોટા ભાગના માણસો દીવાસ્વપ્નો જોતા હોય છે અને નવાઈની વાત એ છે કે, એ દીવાસ્વપ્નોની અસર તેમના જીવન ઉપર અચૂક પડે છે. ઘણાનાં સપનાં સાચાં પડે છે.
પરંતુ, માણસ જ્યારે નિરાશ થઈ જાય છે ત્યારે તેને ઘણી બૂરી કલ્પનાઓ અને બૂરાં સપનાંઓ પણ આવે છે.
એ વસ્તુ પ્રયત્નપૂર્વક રોકવી જોઈએ. ખરાબ કલ્પનાઓ અને ખરાબ દીવાસ્વપ્નોને સારી કલ્પનાઓ અને સારાં દીવાસ્વપ્નોની મદદથી દૂર હઠાવવા કોશિષ કરવી જોઈએ.

હમણાં સુધી એમ માનવામાં આવતું કે, નવરા અને આળસુ માણસો દીવાસ્વપ્નોમાં રાચતા હોય છે અને એની કોઈ અસર માણસના જીવન ઉપર પડતી નથી, પરંતુ આધુનિક મનોવિજ્ઞાાન માને છે કે, દીવાસ્વપ્નોની ખૂબ જ ચોક્કસ અસર માણસના જીવન ઉપર પડે છે. માણસના જીવનને ઘડવાનું કામ આવાં દીવાસ્વપ્નો કરે છે. જે સપનાંઓ ઊંઘમાં આપણને આવે છે એના ઉપર આપણો કાબૂ હોતો નથી અથવા તો કાબૂ બહુ જ ઓછો હોય છે, પરંતુ દીવાસ્વપ્નો ઉપર આપણો કાબૂ ઘણો હોય છે. કલ્પનાનું પણ એવું છે. એટલે,શુભ કલ્પનાઓ અને શુભ સ્વપ્નોનો ઉપયોગ આપણા જીવનને યોગ્ય વળાંક આપવા માટે આપણે કરવો જોઈએ.

૫. કુટુંબ સાથે એકરૂપ બનીને જીવો

અને કુટુંબ સાથે એકરૂપ થઈને જીવવાનો જ્યારે આપણે પ્રયત્ન કરીએ છીએ ત્યારે સ્વાભાવિક રીતે જ કેન્દ્રસ્થાનમાંથી આપણે સહેજ બાજુ પર ખસીએ છીએ. આપણા સ્વાર્થને થોડો ઓછો કરીએ છીએ. મા જ્યારે બાળકના સુખ-દુઃખનો વિચાર કરે છે ત્યારે સ્વાભાવિક જ પોતાના સુખ-દુઃખનો વિચાર બાજુ પર રાખી દે છે. એને તમે બલિદાન કહો, ત્યાગ કહો, પ્રેમ કહો, જે કહેવું હોય તે કહો, પણ કુટુંબ માટે જીવનારે એવું કશુંક કરવું જ પડે છે અને એવી રીતે વર્તનારને-પોતાની પત્ની,બાળકો,પોતાનાં પ્રિયજનો કે પોતાના પ્રિય આદર્શોને કેન્દ્રમાં મૂકીને અને પોતાની જાતને બાજુ પર રાખી દઈને વર્તનારને પોતાની પત્ની,બાળકો, પોતાનાં પ્રિયજનો કે પોતાના પ્રિય આદર્શોને કેન્દ્રમાં મૂકીને અને પોતાની જાતને બાજુ પર રાખી દઈને વર્તનારને-કશુંક એવું પ્રાપ્ત થાય છે જે કોઈક વિશિષ્ટ પ્રકારની શાંતિ, સુખ,આનંદ, કે એવી રીતે વર્તવાનો અફસોસ એને ક્યારેય થતો નથી.

૬. પોતાના પિંડને અનુરૂપ જીવન જીવો.

એક યુવાન માણસ ડોકટર થવા માટે મેડિકલ કોલેજમાં દાખલ થાય છે. ચિત્રકલાનો એને શોખ છે અને કુદરતી બક્ષિસ પણ છે. કોલેજમાં એ શોખ એને જંપવા દેતો નથી. ડોક્ટર બનવું છે, પરંતુ એક પછી એક પરીક્ષામાં એ વારંવાર નાપાસ થાય છે. બીજી તરફ ચિત્રકલા માટે કોઈ યોગ્ય માર્ગદર્શન એને મળી શક્તું નથી. એનું ભાવિ અનિશ્ચિત અને અંધકારમય બનતું જાય છે.અનેક શક્તિશાળી યુવાનોની કથા આવી હોય છે.

આઇરિશ લોકો કહે છેઃ
કામ કરવામાં સમયગાળો, એ સફળતાની કિંમત છે.
વિચાર કરવામાં વખત ગાળો, બળનો એ સ્ત્રોત છે.
રમતગમતમાં સમય ગાળો, યૌવનનું રહસ્ય એમાં છે.
વાંચવામાં વખત વિતાવો, એ ડહાપણનો ઝરો છે.
હસવામાં સમયગાળો, આત્માનું એ સંગીત છે.
મૈત્રી બાંધવામાં સમય ગાળો, સુખ તરફ લઈ જતો એ માર્ગ છે.

__._,_.___

Posted by: imamdavadi@ymail.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (11)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment