Thursday, 1 September 2016

[amdavadis4ever] વચલી પેઢીની સ્ત્રીઓ જી વે છે ‘સેન્ ડવિચ જિંદગી’

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



હું પહેલાં કામ કરતી ત્યાં જતી વખતે ટ્રેનમાં એ બહેન મળી જતા. મુંબઈની લોકલ ટ્રેનોમાં બહેનપણાં જલદી થઈ જતાં. હવે એવું બને છે કે પાસે ઊભેલી કે બેઠેલી બહેનો એક સરખી સેલ ફોન કે ટેબલેટ પર સતત વ્યસ્ત હોય ને વાતચીત, વોટ્સઅપ વગેરે કરતી હોય, તે વખતે ઈન્ટરનેટ આમ છાઈ ગયું નહોતું. બહેન મારાથી વયમાં મોટા ખરા, લાગે પણ જરા જાજરમાન અને ખાસ મળતાવડા પણ નહીં, એ પણ રોજ કશે જતા જેમાંથી ધીરે ધીરે ઓળખાણ થઈ. થોડાં વર્ષ પછી એ જાણે અલોપ થઈ ગયા. મને એમ કે હવે એ બીજી ટ્રેનમાં જતા હશે, પણ ના, એમની દીકરીનો અમેરિકાથી ફોન આવેલો કે તમે અત્તરિયાળ અહીં આવો, એના પતિને અકસ્માત નડેલો, દિયર જોડે રહેવા આવેલો પોતાને દોડાદોડી અને એને રજા પણ મળી મળીને કેટલીક મળે? આ બહેન ઘર સાચવવા ને રસોઈ કરવા પહોંચી ગયેલાં ત્યાર પછી એમનું ગ્રીનકાર્ડ દીકરીએ સ્પોન્સર કર્યું. આ બહેન અને એમના પતિ, બંને માટે. કાળક્રમે એમનો વારો આવ્યો અને એ બંને ત્યાં પહોંચી ગયાં. વચ્ચેનાં વર્ષોમાં એમના વિધવા સાસુનું અવસાન થયેલું એટલે હવે એમની અહીં જવાબદારી રહી નહોતી. હવે તો નાની દીકરી પણ અમેરિકામાં રહીને ભણતી હતી અને એને માટે પણ ત્યાંનો જ મુરતિયો શોધવાની તૈયારી કરવાના હતા, એકાદ વાર અમેરિકાથી એ બહેન સ્વદેશ આવેલા પણ ખરા, વળી બેચાર વર્ષ થયાં કે બહેન પાછાં અહીંયા, 'સારું છે કે મેં મારું ઘર કાઢી નાખ્યું નહોતું.' વાત કરતાં એમણે કહ્યું. પૂછ્યું કેમ તો કહે, હું કાંઈ ત્યાં ઢસરડા કરવા ગઈ'તી? ઠીક છે, જ્યાં હોઈએ ત્યાં જરૂર મદદરૂપ થઈએ પણ આપણો પણ એ લોકોએ વિચાર કરવો જોઈએ ને!' બનેલું એવું કે આ બહેન પતિ જોડે આખો દિવસ ઘરમાં બારીમાંથી બહાર જોયા કરવાનું. 'પાંજરાપોળમાં હોઈ એ રીતે.' એમણે પોતાના શબ્દમાં કહેલું, કહે કે પોતાની જ દીકરી માને કામવાળી જેમ રાખે તો ફરિયાદ કરવા ક્યાં જવું? થયેલું એમ કે દીકરી કામેથી ઘરે આવતી હોય ત્યારે રસ્તામાંથી ફોન કરે કે શું બનાવવું ને કેવી રીતે બનાવવું. એને એક દીકરો થયેલો તેનો રોજ ડબ્બો ભરવાનો જેથી એ સ્કૂલમાં કાંઈ માંસાહારી ખાય નહીં, હજી બહુ મોટો થયો નહોતો કે ખોરાકની બાબતમાં સમજે, 'સવારે એ લોકો સિરિયલ ખાઈને ભાગે.' પછી બાકીનું માતાએ સંભાળવાનું એમાં અમેરિકામાં એવો રિવાજ કે જેટલી વાર વૉશ બેઝિન વાપરો એટલી વાર એને કોરું કરવાનું, ન થયું હોય તો પેલી એને ટોકે એ વખતે તો હિન્દી ચેનલો પણ ત્યાં આવતી નહોતી તો માબાપ શું કરે? બહેને તો ગ્રીનકાર્ડ પાછું આપી દીધું ને સ્વગૃહે ફરીથી વસવાટ કરી લીધો. 

આ પેઢી માટે સેંડવિચ જિંદગી જેવો શબ્દ વપરાય છે. આ સ્ત્રીઓ એવી છે કે જે પ્રમાણમાં જુનવાણી સાસરિયા જોડે એડજસ્ટ થઈને રહી છે. ચડભડ થાય તો પણ મોટે ભાગે એમણે સાસુની પરંપરાઓ સાચવી છે, જ્યારે પોતાનું ચલણ વધ્યું ત્યારે છોકરાંની ડિમાંડો પણ વધી, રોજ રોજ દાળભાત, રોટલી, શાક કે ખીચડી વગેરે નહીં, પણ નવી આઈટમો જોઈએ. ત્યાર પછી તો છોકરાં સ્વાભાવિક રીતે પોતાને અનુકૂળ હોય અને પોતાની તરક્કી જ્યાં થવાની હોય ત્યાં જ જઈને વસવાટ કરે, એક રીતે એને તિર્યંક યોનિનો અવતાર કહેવાય કારણ કે પોપટ, ચકલી વગેરેમાં હોય છે જ કે માબાપ પોતાનાં બાળકોને ચાંચમાં ચાંચ નાખીને ખવડાવે ને પછી બચ્ચાં ઊડી જાય ને મોટાં થઈ પોતાનાં બચ્ચાંને ખવડાવે, પ્રાણીઓમાં પણ તેમ જ છે, આમ ઊડીને અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા જઈ વસેલાં બાળકો કરી કરીને પણ માબાપનું કેટલુંક કરે? કેલિફોર્નિયામાં પોતાના અદ્ભુત સામાજિક સહાય માટે જાણીતા શ્રી હરિકૃષ્ણ મજમુદારનું કહેવું છે કે ઘરડાં માબાપ માંદાં પડે તો વારે વારે સંભાળ લેવા કોણ જાય? એ કારણે પણ માબાપને બોલાવી લે પણ પેલા લોકોને પાછલી ઉંમરે પોતાની જાણીતી જગ્યાઓ, પોતાનાં પાડોશીઓ, પોતાના મોદી, દૂધવાળા, શાકવાળા વગેરે યાદ આવે, મોટી વયે નવાં કાંઠા ચડે નહીં ને સાવ જુદી જાતના સમાજમાં રહેવું ભારે પડે. 

વાર્તાકાર ઈલા આરબ મહેતાએ કદાચ આ પ્રશ્ર્ન સૌથી પહેલી વાર ઉઠાવેલો કે પચાસ વર્ષે કોઈ સ્ત્રીને થાય કે છોકરાં ભણાવી, પરણાવી હવે પોતે મુક્ત થઈ કાંઈક યોગાસનો કરે, કશે સત્સંગમાં જાય, ક્યાંક સમાજસેવા કેન્દ્રમાં સહાય કરવા જાય કે અભરાઈ પર રાખેલાં પુસ્તકોનું અધ્યયન કરે એવી ઈચ્છા રાખે પણ એવું થઈ શકતું નથી. પુત્રવધૂને પોતાની કરિયર હોય તો એનાં બાળકોની કોણ સંભાળ રાખે? મધ્યમવર્ગી હોય તો બધાંનાં ટિફિનો ભરવા કોણ રસોઈ કરે? દીકરીએ કોઈ નવો કોર્સ શીખવાનું નક્કી કર્યું હોય તો બપોરે એના દીકરાને કોણ સંભાળે? એ પોતાની મા પાસે મૂકી જાય અને માતાનો પોતાને માટેનો સમય ગાયબ. પોતે સેંડવીચની બે બ્રેડ સ્લાઈસ વચ્ચેનો મસાલો, આગવી પેઢી અને પાછલી પેઢીની વચ્ચેનો.

યુગપરિવર્તન હવે વધુને વધુ ઝડપથી આવતું જાય છે, પાંચ વર્ષમાં તો તમારા બધા ગેજેટો આઉટ ઑફ ડેટ થઈ જાય છે, પછી એ સેલફોન હોય, કમ્પ્યૂટર કે મોટરકાર, તો પછી પરિવારમાં પણ દસ પંદર વર્ષે તો માણસ આઉટ ઑફ ડેટ થઈ જ જાય ને! આવાં પરિવર્તનો અને એમાં સ્ત્રીઓની કઠણાઈ માત્ર હમણાં જ થાય છે એવું નથી, એના એંધાણ એકબે પેઢી અગાઉ પણ દેખાવા માંડેલા પણ વાત્સલ્યના વંટોળિયામાં સ્ત્રીઓની ઈચ્છાઓ, આકાંક્ષાઓ, આરામ કે મનોરંજનની તકો વગેરે એવું ઊડી જતું કે બહેનોને પોતાને પેલી ટ્રેનમાં મળેલી બહેનપણી જેવી સ્પષ્ટતા નથી. જાણમાં આવેલા એક બહેન પોણી જિંદગી સાસુના સખત દબાવમાં રહેલા, પતિ એકદમ માવડિયા અને મિજાજી. દીકરાવહુને પહેલા જ પહેરેલે લૂગડે જુદા કરી દીધેલા. એક રૂપિયો કે વાસણ કે કશું જ નહીં આપેલું, પણ દીકરીએ જે કર્યું તેમાં દેખાય કે જેને કોઈ ન પહોંચે તેને એનું પેટ પહોંચે! દીકરી માટે માતાને મમત્ત્વ વધારે હતું. પોતે એને દરેક વાતે છાવરી લે, દીકરીએ પરનાતમાં પ્રેમલગ્ન કર્યા. પેલા ભાઈની ઝાઝી પહોંચ નહીં ને સંસાર ચલાવવા ઘર લેવાની એકેની ત્રેવડ નહીં, બાઈના પિયરથી દૂર રહેવા જાય તો એમને માટે રસોઈપાણી કે બાળસંભાળના ઢસરડા કોણ કરે? છેલ્લે બધું આવ્યું માતાને માથે, વર કે સાસુએ ઠોકેલાં બંધનોથી છૂટ્યા તો પણ ન ચારધામ જાત્રાએ જઈ શક્યાં કે ન કોઈ ધાર્મિક અભ્યાસ માટેનાં મંડળોમાં. દીકરી ફોન કરે તે મુજબ એમણે કૂકર ચડાવી દેવાનું. લોટનાં પીંડા તાણીને રોટલીઓ કરી રાખવાની, આખી જિંદગી એમાં જ ગઈ. આભને અડી શકવાની તાકાત એમનામાં હતી એવું એમને લગ્ન અગાઉ જાણતા લોકો કહેતા પણ છેલ્લે સેંડવીચ બનીને એ ખાબોચિયામાં ફેંકાયાં. 

પોતાનાથી આગલી પેઢીના નિર્ણયો મુજબ જીવવાનું હતું અને હવે પોતાના પછીની પેઢીના નિયમો મુજબ જીવવાનું છે, આ વચલી પેઢીની બહેનોની જિંદગી સેંડવીચ કહેવાય તેમાં નવાઈ શી?

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment