Tuesday, 30 August 2016

[amdavadis4ever] કાયદાના ફાયદ ા: છે કે નથી?

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



"છેલ્લા કેટલા ટાઈમથી હું તને કહું છું પણ તું સાંભળતો નથી...તારે તારી વાઈફ સાથે વાત કરી લેવી જોઈએ. મોનાએ જરા અકળાઈને પ્રફુલ્લભાઈને કહ્યું, "ત્રણ વર્ષ થયાં. તું મને પ્રોમિસ કર્યા જ કરે છે

"અરે ! બધું તો આપ્યું છે તને. લેટ, પૈસા... પંચાવન વર્ષના પ્રફુલ્લભાઈ એમના પીળા દાંત બતાવીને હસી પડ્યા, "તારામાં લાયકાત નથી એવી નોકરી પણ આપી છે.

"તો ? ત્રીસ વર્ષની મોના સેક્સી દેખાતી હતી. એની વિક્ટોરિયા સિક્રેટની રેડ નાઈટી એના શરીરના વળાંકો માટે જ બની હોય એવી સરસ રીતે બેસતી હતી એના શરીર ઉપર, "મેં પણ તને ઘણું આપ્યું છે. તારું પેટ જો, તારી ઉંમર જો...મારા જેવી છોકરી તને ઘાસ પણ ન નાખે.

"જો મોના, આપણી વચ્ચે એક સમજ હતી. તને એશોઆરામની જિંદગી જોઈતી હતી. જસદણથી આવી ત્યારે મુંબઈમાં તને કોઈ ઓળખતુંય નહોતું, આજે પેજ ૩ની જિંદગી જીવે છે તું. તારાં મા-બાપને જસદણમાં ઘર બાંધી આપ્યું, તારા ભાઈને ધંધે લગાવ્યો, બીજું શું કરું હું ? પ્રફુલ્લભાઈએ આજે ચોખ્ખી વાત કરી લેવાનું નક્કી જ કરી લીધું, "મારા દીકરાની વહુ છે, દીકરી પરણવાલાયક છે. આ ઉંમરે મધુને છૂટાછેડા આપું ?

"મેં ક્યાં કહ્યું કે છુટાછેડા આપ. હું તો કહું છું કે મારી સાથે લગ્ન કર 

"બસ ? ને પછી જેલમાં જતો રહું ? મારો દીકરો અને વહુ મારી બૈરીના પક્ષમાં છે. જરાક આડોઅવળો થાઉંં ને તો ત્રણ જણ ભેગા થઈને મને ઘરેથી કાઢી મૂકે ખબર છે ? તારા આ ખર્ચા પણ બંધ થઈ જશે...

મોનાએ છણકો કર્યો. એને ખૂબ ગુસ્સો આવતો હતો...પણ એ જાણતી હતી કે પ્રફુલ્લભાઈની વાત સાચી હતી. ખરેખર, આમાં કશું જ થઈ શકે એમ નહોતું.

*

છેલ્લા થોડા સમયથી સમાજમાં એક ટ્રેન્ડ ચાલ્યો છે. પરણેલા, મોટી ઉંમરના પુરુષોને એકાદ રિલેશનશિપ હોય એ વાતને હવે સ્વાભાવિક્તાથી જોવામાં આવે છે. ઘણા બધા પુરુષો એમ માને છે કે, 'એકાદ ગર્લફ્રેન્ડ તો હોવી જોઈએ' ખાસ કરીને જે પુરુષો અચાનક કમાયા અને એમની પાસે કશું જ નહોતું એમાંથી અચાનક પૈસા, બિઝનેસ અને બીજી સવલતો ઊભી થઈ, એવા પુરુષોને લાગવા માંડે છે કે એમની પત્ની 'દેશી' છે...અથવા બહાર ફરતા, દુનિયા જોતા પુરુષોને અચાનક નાની ઉંમરની, સેક્સી અને પ્રમાણમાં સુંદર દેખાતી, અંગ્રેજી બોલતી અને ફેશનેબલ છોકરીઓનું આકર્ષણ થવા લાગે છે. પ્રશ્ર્ન એ છે કે આ આકર્ષણ ક્યાં સુધી પહોંચે છે ! 

સુંદર દેખાતી કે ફેશનેબલ સ્ત્રીઓનું આકર્ષણ સદીઓથી પુરુષને થતું રહ્યું છે. એક સમય હતો જ્યારે રાજાઓ એકથી વધુ રાણીઓ રાખતા. ગુજરાતીમાં એક કહેવત છે, "રાજાને ગમે તે રાણી, છાણાં વીણતી આણી આ કહેવતનો સાદો અર્થ એ છે કે સ્ત્રી ગમી જાય પછી એને પોતાની બનાવવાનો, 'વસાવવાનો' શોખ આજકાલનો નથી ! ઘણા પુરુષો સ્ત્રીને કોમોડિટી ગણતા થઈ ગયા છે. આને માટે પુરુષ તો જવાબદાર છે જ, હશે પણ સ્ત્રી ઓછી જવાબદાર નથી. જો પુરુષો એક્સ્ટ્રામેરિટલ અથવા લગ્નેતર સંબંધ બાંધે છે અને લગ્નની વફાદાર રહી શક્તા નથી એવો આક્ષેપ કરીએ તો પ્રશ્ર્ન ઊઠે છે કે, આ પુરુષો એક્સ્ટ્રામેરિટલ કરે છે કોની સાથે ? સ્ત્રી સાથે...એનો અર્થ એ થયો કે એક પુરુષ જેટલો પોતાના લગ્નને તોડવા માટે કે પોતાની પત્નીને છેતરવા માટે જવાબદાર છે એટલી જ, સરખા ભાગે જવાબદારી સ્ત્રીની પણ છે જ. 

નાના ગામથી મોટા શહેરમાં આવેલી, મહત્ત્વાકાંક્ષી અને એશોઆરામની જિંદગી જીવવા માગતી છોકરીઓ ઘણીવાર આવા પુરુષોને પોતાનું લક્ષ્ય બનાવે છે. મોટી ઉંમરના પુરુષોને યુવાન, સુંદર છોકરીઓ જોઈએ છે, ને બીજી તરફ યુવાન સુંદર છોકરીને ખબર છે કે એનું સપનું પૂરું કરવા માટે એને વર્ષો સુધી મહેનત કરવી પડશે, ત્યારે આવી છોકરીઓ અથવા સ્ત્રીઓ એક સરળ રસ્તો શોધી કાઢે છે. બે વ્યક્તિઓ પોત પોતાની જરૂરિયાત સાથે એક સમજ કેળવે છે, પરંતુ આ 'સમજ' એક એવા પાયા પર ગોઠવાઈ હોય છે જ્યાં શારીરિક સંબંધ સિવાય બીજી બાબતોનું બહુ જ મહત્ત્વ હોતું નથી. પુરુષ પણ જાણે છે કે પોતે કામદેવનો અવતાર નથી...એટલે જે છોકરી એના પ્રેમમાં હોવાનો દાવો કરે છે એની જરૂરિયાત 'પ્રેમ' નથી. બીજી તરફ છોકરી સમજે છે કે એ જે પુરુષ સાથે સંબંધમાં છે એ પુરુષ એને એશોઆરામ તો આપે છે પણ એ પુરુષનું લગ્નજીવન પ્રમાણમાં સ્ટેબલ અને અકબંધ જ રહેવાનું છે અને આ આખીયે રમતનો ત્રીજો પાયો, પુરુષની પત્ની જે હવે પચાસેક વર્ષની ઉંમરે પહોંચી છે એ સમજે છે કે એનો પતિ બહાર ગમે તે કરે પણ સામાજિક પ્રતિષ્ઠા અને મોટાં થઈ ગયેલાં સંતાનોને કારણે હવે એણે કોઈ અસલામતી અનુભવવાની જરૂર નથી. 

દુનિયાની કોઈપણ પત્નીને પતિની બેવફાઈનું દુ:ખ થાય, પીડા થાય, અણગમો થાય કે ગુસ્સો આવે આ બધી સ્વાભાવિક પ્રતિક્રિયાઓ છે પણ આ બધાની સાથે સંપૂર્ણ સિક્યોરિટી એ હોય છે કે ગૃહિણીને અથવા ગૃહસ્વામીનીને હવે કોઈ અન્યાય કરી શકે એમ નથી. મોટાં થઈ ગયેલાં સંતાનો પણ માનો પક્ષ લે છે, કારણ કે એ જાણે છે કે એમની માએ કેટલીક તકલીફ અને બલિદાનોથી આ પરિવારને સાચવ્યો છે અથવા સંતાનોનો ઉછેર કર્યો છે. 

સલમાન ખાન, અભિષેક બચ્ચન, સની-બોબી જેવાં સંતાનો માતાના બલિદાનને કદીયે ભૂલી શક્તા નથી. અમિતાભ બચ્ચનનો અફેર રેખા સાથે હોય કે ન હોય, પરંતુ અભિષેક પબ્લિક ઈન્ટરવ્યુમાં એની માનો પક્ષ લે છે, એ જાહેરમાં સ્વીકારે છે કે મને જે લાગણી મારી મા માટે છે એ બીજા કોઈ માટે છે નહીં, થઈ શકે નહીં...એવી જ રીતે હેલન સાથે લગ્ન કર્યા છતાં સલીમ ખાનના ઘરમાં આજે પણ એમની પત્ની, સલમાજી-જે સલમાન, અરબાઝ, સોહિલનાં માતા છે, એનું સન્માન સહેજ પણ ઓછું થઈ શક્યું નથી. હેમા માલિની જેવી એક્ટ્રસ સાથે લગ્ન કરવા છતાં આજે પણ દેઓલ ભાઈઓ હેમા માલિનીને સ્વીકારતા નથી, એટલું જ નહીં, ધર્મેન્દ્રના ઘરમાં આજે પણ એમના પત્ની પ્રકાશજીનું સન્માન જરાય ઓછું થયું નથી...રાજા દશરથને ત્રણ પત્નીઓ હતી, પરંતુ રામે એક પત્નીત્વ સ્વીકાર્યું, એ હદ સુધી કે યજ્ઞમાં સોનાની મૂર્તિ મુકાવી પણ બીજી પત્ની એમના જીવનમાં ન આવી. ભારતીય બંધારણે એકથી વધુ પત્નીઓની મનાઈ ફરમાવી છે. આપણું બંધારણ એક પુરુષને એક જ પત્ની કરવાની પરવાનગી આપે છે, જો કોઈ પુરુષ આની વિરુદ્ધ જાય અથવા એક પત્ની હયાત અને જીવિત હોવા છતાં બીજાં લગ્ન કરે તો એ પુરુષને કાયદો જેલ અને દંડની સજા કરી શકે છે. 

જ્યાં કાયદા બને છે ત્યાં છીંડા ઊભાં થાય છે...મુસ્લિમ ધર્મ અંગીકાર કરીને અથવા મૈત્રીકરાર જેવા કોન્ટ્રાક્ટ મેરેજીસ પણ કાયદામાંથી બચવાના રસ્તા તરીકે શોધાતા રહ્યા, પરંતુ સત્ય એ છે કે જો હયાત પત્ની કે સંતાનો, પિતા કે પત્નીના બીજાં લગ્ન વિશે વિરોધ ઉઠાવે, પોલીસ ફરિયાદ કરે તો એ કાયદેસરનો ગુનો બને છે.

માણસ જેમ વિક્સતો ગયો, વિસ્તરતો ગયો તેમ-તેમ સમાજે બંધનોને કડક કર્યા, સામાજિક પ્રતિષ્ઠાના નામે કે કાયદાના નામે પુરુષને એનું આકર્ષણ ખાળવાની, સંયમ પાળવાની ફરજ પાડવામાં આવી, પરંતુ કાયદાના ફાયદા દરેક વખતે દેખાય એટલા હોતા નથી. જ્યાં નિયમો છે ત્યાં એને તોડવાની રીત છે...જ્યાં ભય છે ત્યાં છટકવાનો પ્રયાસ છે!

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment