Wednesday 31 August 2016

[amdavadis4ever] વિશેષ..... ..અંતિમવિધ િનું કામ ક રી પ્રેરણામ ૂર્તિ બની!!.......... .ખ્વાબ હકી કત બની ગયું

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.




ભારતીય નારી આજે દેશ-વિદેશના દરેક ક્ષેત્રમાં છવાઈ ગઈ છે. એક સમયે સાઈકલ ચલાવવાથી ડરતી ભારતીય દીકરી હવે સ્કૂટરથી લઈને રિક્ષા, કાર, ટ્રેન, પ્લેન અને અવકાશયાન પણ સફળતાથી ઉડાવી જાણે છે. ઑલિમ્પિક્સમાં પણ ભારતની યુવા પ્રતિભા પી.વી સિંધુ, સાક્ષી મલિકે મેડલ જીતીને ભારતનું નામ વિશ્ર્વમાં ગાજતું ર્ક્યું છે. એકસાથે અનેક ક્ષેત્રે આગળ વધતી નારીની પ્રગતિને કોઈ રોકી શકે તેમ નથી. સામાજિક જવાબદારી પણ સુપેરે નિભાવી જાણે છે. જે માટે તે શિક્ષણથી લઈને રાજકારણ જેવા દરેક વિશાળ ક્ષેત્રમાં તેની કુનેહથી શ્રેષ્ઠ પરિણામ મેળવવા લાગી છે. 

તા ૧૫મી ઑગસ્ટ , ૨૦૧૬ના દિવસે ભારત દેશ તેનો ૭૦મો સ્વતંત્રતા દિવસ ઊજવી રહ્યો હતો. તામિલનાડુના મુખ્ય પ્રધાન જયલલિતા દ્વારા તેમના રાજ્યની અનેક શ્રેષ્ઠ વ્યક્તિઓને એવૉર્ડ આપવામાં આવ્યા હતા. આ બધામાં ૪૦ વર્ષીય પી. જયંથીને ચેન્નઈમાં કલ્પના ચાવલા એવૉર્ડ આપવામાં આવ્યો. પી.જયંથીને નિર્ભયતા, દૃઢ નિશ્ર્ચય અને નીડરતા માટે એવૉર્ડ આપવામાં આવ્યો. જયંથી સ્મશાનમાં ફરજ બજાવે છે. નમાકાલ જિલ્લાના નાનકડા ગામના સ્મશાનનું સંપૂર્ણ કામકાજ તે સંભાળે છે. ૨૦૧૩થી ઈલેક્ટ્રિક સ્મશાનભૂમિમાં તે કામ કરે છે. 

સગાસંબંધીઓ શબને લઈને આવે ત્યારબાદ તેને ગેસ દ્વારા ચાલતી કેબિનમાં મૃતશરીરને અંદર મૂકે છે. તેની રાખ સંબંધીઓને પાછી કરતાં સાંત્વનાના બે શબ્દો પણ તે કહે છે. 

જયંથીએ ઈકોનામિક્સમાં ડબલ ગ્રેજ્યુએશન ર્ક્યું છે. તેણે આ કાર્ય સ્વીકાર્યું તેની પાછળનું કારણ જયથી જણાવે છે કે ૨૦૦૯માં પિતાનું મૃત્યુ થયું. તે સમયે તેના કુટુંબની નજીકના કોઈ પુરુષ સભ્ય મૃત્યુની બાદની વિધિ કરવા આગળ આવ્યું નહીં. 

તેનું મુખ્ય કારણ હતું કે ત્યાંના બ્રાહ્મણ સમાજમાં જે કોઈ પુરુષ અગ્નિદાહની વિધિ કરે તે એક વર્ષ સુધી પંડિત તરીકેની વિધિ કરી શકે નહીં. તેની એક વર્ષની આવક બંધ થઈ જાય. જયંથીના બનેવીએ અગ્નિદાહની વિધિ કરી હતી. પિતાના અવસાન બાદ તેનું સ્વાસ્થ્ય પણ બગડ્યું હતું. તબિયત સુધરવા લાગી ત્યારબાદ તેણે નોકરીની શોધ શરૂ કરી. તે સમયે તેની મુલાકાત યુનાઈટેડ વેલફેર ટ્રસ્ટના સંચાલકો સાથે થઈ. તેમણે જયંથીને સ્મશાનમાં માળી તરીકેની નોકરી આપી. જયંથીએ તે નોકરી સ્વીકારી લીધી. ધીમે ધીમે તે સ્મશાનના દરેક કામ ઉત્સાહથી કરવા લાગી. 

શરૂઆતમાં પતિ વાસુદેવનને તેનું કામ પસંદ ન હતું. સમય જતાં વાસુદેવનનો પણ જયંથીના કામ પ્રત્યેનો અણગમો દૂર થયો. બ્રાહ્મણ કુટુંબની સ્ત્રીને સ્મશાનમાં કામ કરતી જોઈને અન્ય સ્ત્રીઓ પણ અહિંયા કામ કરવા તૈયાર થઈ. હાલમાં જયંથીની સાથે બીજી પણ એક અનુસૂચિત જાતિની સ્ત્રીએ કામ કરવાની હિંમત દાખવી છે. હાલમાં સેનામંગલમ રોડ વિસ્તારમાં આવેલા આ સ્મશાનગૃહમાં કુલ પાંચ વ્યક્તિ કામ કરે છે. જયંથીનું કહેવું છે કે જ્યારે પણ કોઈ શબ અહિંયા આવે છે ત્યારે તેને અમે ઈશ્ર્વરનું સ્વરૂપ ગણીએ છીએ.

એક વખત તે ઈલેક્ટ્રિક ગૃહમાં મોકલીએ ત્યારબાદ તેનું સંપૂર્ણ સ્વરૂપ બદલાઈ જાય ત્યાં સુધી યોગ્ય કાળજી લેવામાં આવે છે. જયંથી એક રૂઢિચુસ્ત સમાજમાં ઊછરેલી છે. તેઓ બધી જ બહેનો છે તેને ભાઈ નથી. બ્રાહ્મણ કુટુંબમાં ઊછરેલી જયથીએ પ્રેમલગ્ન તેનાથી નીચલા કુળમાં ર્ક્યા છે. તે સમયે પણ તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. થોડા સમય બાદ પિતાના સહકારથી બધું બરાબર ચાલવા લાગ્યું. પિતાનું મૃત્યુ થયું ત્યારબાદ મનથી નિર્ધાર ર્ક્યો હતો કે અનિવાર્ય કામ માટે કોઈ ઉપર પરાવલંબિત ન રહેવું.

એવૉર્ડ મળવાના સમાચાર જાણીને તે અતિશય રોમાંચિત બની ગઈ હતી. માતાને આ ખુશખબરની જાણ હતી. તેને મળતો એવૉર્ડ જોવા તે જીવિત ન રહી. જયંથીને જ્યારે પૂછવામાં આવ્યું કે તે કોને આદર્શ માને છે. તેણે ચહેરા ઉપર મોટા સ્મિત સાથે જણાવ્યું કે અમારાં મુખ્ય મંત્રી જયલલિતા. તેમણે રાજકારણમાં અનેક સંઘર્ષ બાદ પણ પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. જયંથીને પાંચ લાખના ઈનામની સાથે ગોલ્ડ મેડલ અને સર્ટિફિકેટ પણ મળ્યું છે. - શ્રીલેખા યાજ્ઞિક

---------------------------------

ખ્વાબ હકીકત બની ગયું

ભુવનેશ્ર્વરમાં રહેતા ૧૧ વર્ષના કિશોરને ફૂટબૉલ રમવાના શોખે જર્મનીમાં તાલીમ મેળવવાની તક આપી

કહેવાય છે કે મહેનત કરતા રહેવાથી ભગવાન પણ એક દિવસ રીઝે છે. 

આવું જ કંઈક ભુવનેશ્ર્વરમાં રહેતા ચંદન નાયક સાથે બન્યું. ઓડિશાની રાજધાની ભુવનેશ્ર્વરના એક સામાન્ય વિસ્તારમાં રહેતા ચંદન નાયકની વય ફક્ત ૧૧ વર્ષની છે. ગરીબીમાં ઊછરી રહેલા આ બાળકને ફક્ત એક જ શોખ છે. ફૂટબોલ રમવાનો. ચંદનની વિશ્ર્વ કક્ષાએ ફૂટબોલ રમવાની ઈચ્છા પૂરી થશે. ચંદનની પસંદગી જર્મની સ્થિત બેર્યન મ્યુનિક ફૂટબોલ કલબ દ્વારા કરવામાં આવી છે. બે મહિના સુધી પ્લેયરોને તેઓ પોતાના ખર્ચે બોલવીને તાલીમ આપશે. દરવર્ષે વિશ્ર્વના ૧૨૦ બાળકોને જર્મનીમાં આવેલી મ્યુનિકની ખ્યાતનામ ફૂટબોલ ક્લબમાં તાલીમ આપવામાં આવે છે. તાલીમ માટે બાળકોની પસંદગી કરવાની વયમર્યાદા ૧૪થી ૧૬ની છે. જ્યારે ચંદનની વય ફક્ત ૧૧ છે. ચંદનની બોલ પાસ કરવાની ટેકનિક જોઈને પસંદગીકારો પણ અવાક્ બની ગયા હતા. ફક્ત સમય પસાર કરવા રમાવાને બદલે ચંદન નાયકે ફૂટબોલ રમવા પાછળ તેની બધી જ મહેનત લગાવી દીધી હતી. ચંદનને ફૂટબોલ રમવું અતિશય ગમતું. ચંદનની વાત પણ મેરેથોન રનર બુધિયા સિંઘ જેવી જ છે. 

ચંદનનું ઘર એટલે ફક્ત ૧૦ બાય ૧૨ની નાનકડી રૂમ. તેની માતા અને ભાઈ સાથે તે રહે છે. પિતા તે નાનો હતો ત્યારે જ છોડીને જતા રહ્યા હતા. ચંદન પાસે જન્મનું યોગ્ય પ્રમાણપત્ર પણ ન હતું. તેની માતા ધુતિયા નાયક ઘરકામ કરીને બાળકોને ઉછેરતી હતી. તેમનો યોગ્ય ઉછેર થાય તેનું માતા ખાસ ધ્યાન રાખતી. ધુતિયાનું કહેવું છે ં કે અમારા ઘરમાં ટેલિવિઝન પણ નથી. તેમ છતાં ચંદન ફૂટબોલનો ખ્યાતનામ ખેલાડી મેસીનો ચાહક છે. મેસીના નામવાળું ટી-શર્ટ પણ તેણે ખરીદ્યું હતું. મારો પુત્ર દેશનું ગૌરવ વધારશે ત્યારે મને અનહદ આનંદ થશે, તે પળની હું આતુરતથી રાહ જોઈ રહી છું. 

તેને ફૂટબોલનો શોખ કઈ રીતે લાગ્યો? તે વિશે વિચારીએ તો તે જેે જગ્યાએ રહેતો હતો ત્યાં બધા જ ગરીબ લોકો અચ્વચ્છ પરિસરમાં મોટા થતા હતા. ચંદનનું ઘર જે વિસ્તારમાં આવેલું છે, તેની બરાબર બાજુમાં કલિંગા સ્ટેડિયમ આવેલું છે. સ્ટેડિયમમાં રમાતી રમત જોઈને ચંદનને પણ ફૂટબોલ રમવાનું મન થતું. ચંદન જેવા અનેક બાળકો ભેગા થઈને સ્ટેડિયમની બહાર ફૂટબોલ કે ક્રિકેટ જેવી રમત રમવા એકઠા થતાં. સ્ટેડિયમાં રમત જોવા આવેલા જાણીતા ફૂટબોલ કોચ જયદેવ મોહપાત્રાએ ચંદનને ફૂટબોલ રમતા જોયો, મનોમન તેમણે નક્કી કરી લીધું આ બાળક વધુ સારી રીતે રમીને રમતને આગળ વધારી શકે તેમ છે. 

જો કે ગરીબ પરિવારનો ચંદનને તેની ઓછી ઊંચાઈને લીધે ફૂટબોલ રમવા માટે નકારવામાં આવ્યો. મહાપાત્રાએ કરેલી વિનંતી બાદ તેને કલિંગા સ્ટેડિયમમાં રમવા મળ્યું. કમિટીના સભ્યો તેની રમત જોઈને અચંબામાં પડી ગયા. અંતિમ રાઉન્ડ પૂનામાં રમાડવામાં આવ્યો હતો. ચેન્નઈ ફૂટબોલ કલબના માર્ગદર્શક અને જાણીતા ફૂટબોલ પ્લેયર સુનીલ ચૈતરી પણ ચંદનની રમત જોઈને પ્રભાવતિ બન્યા હતા. મહાપાત્રાએ કેન્દ્રીય પ્રધાન સુષ્મા સ્વરાજ, ધર્મેન્દ્ર પ્રધાન અને ભુવનેશ્ર્વરના મેયર એ. એન. જેના જેણે આર્થિક રીતે પછાત ચંદનનું સ્વપ્ન પૂરું થાય તે માટે વિનંતી કરી. તેનું જન્મપ્રમાણપત્ર બનાવડાવ્યું. તેને જર્મનીમાં વિઝા મળે તે માટે પ્રયત્ન ર્ક્યો.

હાલમાં તો ચંદન જર્મની પહોંચી ગયો છે. વિશ્ર્વના મહાન ફૂટબોલર દ્વારા ચંદનને તાલીમ આપવામાં આવશે. ચંદન જર્મની તો પહોંચી ગયો છે. ત્યાં તેણે તેની ચપળતા બતાવવી પડશે. આજે તો ચંદન અનેક ગરીબ બાળકો જેઓ ફૂટબોલ રમવાનો શોખ ધરાવે છે તેમના માટે પ્રેરણારૂપ બની ગયો છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment