Wednesday 31 August 2016

[amdavadis4ever] સારું બાળ સ ાહિત્ય હશે તો સારા વાચ કો તૈયાર થશે

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ત્રણ દિવસ પહેલાંના રવિવારે ગુલઝાર ચંદીગઢ ગયા હતા. પંજાબ યુનિવર્સિટી અને ચંદીગઢ સાહિત્ય અકાદમીએ ત્યાંના ટાગોર થિયેટરમાં એમનો એક કાર્યક્રમ રાખ્યો હતો. યુનિવર્સિટીએ ટાગોર ચેરની પ્રૉફેસરશિપ આપીને એમનું બહુમાન કર્યું.

ગુલઝારે ત્યાં એક બહુ મહત્ત્વની વાત કરી કે પંજાબી ભાષામાં બાળ સાહિત્ય છે જ નહીં અને ઉર્દૂમાં પણ એ જ હાલત છે. આની સામે બંગાળી, મરાઠી અને મલયાલમમાં સમૃદ્ધ બાળ સાહિત્ય છે. હિન્દીનું મોટાભાગનું બાળ સાહિત્ય રામાયણ - મહાભારતની કથા - પેટાકથાઓના પુનર્કથન પૂરતું સીમિત છે.

ગુલઝારસા'બે કહ્યું કે બાળકો માટે લખવું ખૂબ કઠિન કામ છે. આઠ વર્ષના બાળકની ભાષા અને બાર વર્ષના બાળકની ભાષા જુદી જુદી હોવાની. ગુલઝારસા'બે 'બાબા બૈઠે પુસ્તક લિખતે રહતે હૈ'વાળી ટાગોરની કવિતા સંભળાવી અને કહ્યું કે સારા બાળ સાહિત્યની ખૂબી એ છે કે એ ભલે બાળકો માટે લખાયું હોય પણ મોટાઓને પણ એમાંથી મઝા મળતી હોય છે. જો મોટાઓને બાળ સાહિત્ય વાંચવાની મઝા નહીં આવે તો બાળકોને પણ એ ગમવાનું નથી.

ગુલઝારસા'બની વાત અહીં પૂરી, અમારી શરૂ.

જે ભાષામાં ઉત્તમ બાળ સાહિત્ય લખાતું હોય એ ભાષામાં ઉત્તમ સાહિત્ય (એટલે કે મોટાઓ માટેનું લિટરેચર) પણ લખાય અને એ ભાષામાં વાચકોની સંખ્યા પણ બહોળી હોય. બંગાળી, મરાઠી, મલયાલમ ઉપરાંત અંગ્રેજી ભાષાઓ આના ઉત્તમ પુરાવાઓ છે.

બાળકને નાનપણથી જ વાંચવાની ટેવ પડી હોય તો એ મોટું થશે ત્યારે પણ વાંચશે. શું વાંચવું, શું નહીં વાંચવું એની નીરક્ષીર સમજ એનામાં નાનપણથી જ કેળવાઈ હશે. જેટલા સારા લેખકો છે એમાંના મોટાભાગનાઓ પોતાના બાળપણથી વાંચનનો શોખ, વાંચવા માટેની પૅશન ધરાવતા આવ્યા છે. અપવાદરૂપે કેટલાક એવા જરૂર હોવાના જેમણે કિશોરાવસ્થા સુધી ટેક્સ્ટ બુક્સ સિવાય કશું જ ન વાંચ્યું હોય છતાં ઉત્તમ લેખક બન્યા હોય (હસમુખ ગાંધી આવા જ એક અપવાદ હતા. માનશો તમે, એમણે પાઠ્યપુસ્તકની બહારની કોઈ ચોપડી તો શું એક છાપું કે મૅગેઝિન પણ શાળાના અભ્યાસ દરમ્યાન નહોતાં વાંચ્યાં! કદાચ એટલે જ એમની ભાષામાં આટલી તાજગી, ફ્રેશનેશ હતી).

બાળકો માટે લખવું કઠિન છે અને ગુજરાતીમાં પ્રગટ થતું મોટાભાગનું બાળ સાહિત્ય જુઓ તો તમને ખ્યાલ આવશે કે મોટા મોટા લેખક - કવિ - સાહિત્યકારોને પણ બાળ સાહિત્ય લખતાં નથી ફાવ્યું. ગુજરાતીમાં પણ હાલાત ગુલઝારસા'બ કહે છે એવા જ છે - અલમોસ્ટ. આપણે ત્યાં છકોમકો, અડુકિયો-દડુકિયો, સોટીપોઠી, બકોર પટેલ, મિયાં ફુસકી વગેરે સર્જાઈ ગયાં તે સર્જાઈ ગયાં. એ અમર બાળ સાહિત્યની ટક્કર ઝીલવાની તો વાત જવા દો એની નજીક પણ આવી શકે એવી ગુણવત્તાવાળું બાળ સાહિત્ય છેલ્લાં પચાસ વર્ષમાં કેટલું સર્જાયું? અપવાદ ગણો તો ઘનશ્યામ દેસાઈ, રમેશ પારેખ, ઉદયન ઠક્કર, હેમેન શાહ, પુષ્પા અંતાણી. પણ આવા અપવાદો રણમાં મીઠી વીરડી જેવા. બાકીનું મોટાભાગનું બાળ સાહિત્ય મૃગજળ જેવું. લખાય, છપાય, વેચાય ખરું પણ વંચાય ભાગ્યે જ. યાદ તો કોઈને રહેવાનું જ ન હોય.

ગુજરાતીમાં જો વાચનનું પ્રમાણ વધારવું હોય, સારા લેખકોનાં પુસ્તકો મોટી સંખ્યામાં વેચાય એવું કંઈક કરવું હોય તો ગુજરાતી ભાષામાં ક્વૉલિટીસભર બાળ સાહિત્ય બહુ મોટા પ્રમાણમાં લખાવું જોઈએ. એવું થશે તો આજે નહીં તો, એ બાળકો મોટાં થશે ત્યારે, જે લેખકો સારું લખતા હશે એમને એનો લાભ મળશે.

બાળ સાહિત્ય ભલે એક સિંગલ કૅટેગરી તમને લાગે પણ એના કમ સે કમ ચાર કે પાંચ ભાગ પાડી શકીએ - ઉંમર પ્રમાણે.

પહેલી કેટેગરી ૩થી પાંચ વર્ષનાં બાળકોની. બાળક વરસેકનું થાય ત્યાં સુધી તો એ તમારી વાર્તા તો શું કોઈ વાત સાંભળવાનું નથી. બેથી ત્રણ વર્ષના બાળકને તમે તમને આવડતી હોય એવી વાર્તાઓ આવડે તેવી રીતે સંભળાવો તોય રાજી રાજી. ત્રણ વર્ષનું થાય એ પછી તમે એને ચોપડીમાં ચિત્ર બતાડીને એમાં લખેલી વાર્તા સંભળાવી શકો. પાંચ વર્ષ સુધીના બાળકની વોકેબ્યુલરી - એનું શબ્દભંડોળ સીમિત હોય એટલે બહુ બધા નવા શબ્દોને બદલે એને જેટલા સમજ પડે કે એણે જેટલા સમજવા જોઈએ એટલા જ શબ્દો જેમાં હોય એવી વાર્તાઓ પુસ્તકમાંથી વાંચી વાંચીને સંભળાવાય.

છ વર્ષનું થતાં જ બાળક ભાષા શીખતું થઈ જાય. લખતાં - વાંચતાં આવડવા માંડે. ૬ થી ૮ વર્ષનાં બાળકો માટે તેઓ જાતે વાંચી શકે, માણી શકે એવી વાર્તાઓ, એવાં પુસ્તકો, એવું સાહિત્ય હોવું જોઈએ. સચિત્ર તો ખરું જ.

નવથી અગિયાર વર્ષના બાળકો ઘણું બધું સમજતા, માણતા થઈ જાય છે પણ એમનું મન હજુય નિર્દોષ વિશ્ર્વમાં વિહરતું રહે છે. ફિલ્મ અને ટીવી અને કાર્ટૂન ચૅનલોની અસરો તો બાળકો પર પહેલેથી જ હોવાની. પણ હવે - આ ઉંમરે - તેઓ કમ્પેર કરતાં થઈ જવાનાં. પોતે જે વાંચે છે તેમાંથી મનોરંજન વધારે મળે છે કે બીજાં માધ્યમોમાંથી.

૧૨થી ૧૪ વર્ષનાં બાળકો માટેના કિશોર સાહિત્યમાં સાહસકથાઓ અને નિર્દોષ પ્રકારની ડિટેક્ટિવ સ્ટોરીઝનો સમાવેશ થાય.

૧૫ થી ૧૮ વર્ષની ઉંમરના ટીનેજર્સ માટે અંગ્રેજીમાં યંગ-ઍડલ્ટ નોવેલ્સ લખાય છે. આપણે ત્યાં એ પ્રકાર ખેડાયો જ નથી.

ત્રણથી પાંચ, ૬ થી ૮, ૯થી ૧૧, ૧૨થી ૧૪ અને ૧૫થી ૧૮ - રફલી પાંચેક વિભાગ પડે. આમાં વૉટરરાઈટ કંપાર્ટમેન્ટ ન હોઈ શકે, ઘણું બધું ઑવરલૅપ પણ થાય. અને છેલ્લી જે કૅટેગરી છે એ વાચકો તો યંગ એડલ્ટ્સ નવલકથાઓ ઉપરાંત મોટેરાઓ જે સાહિત્ય વાંચે છે તે તમામ પ્રકારનું લિટરેચર વાંચતા થઈ જવાના (પોર્નોગ્રાફી સહિતનું, તમને ગમે કે ના ગમે).

જે ભાષામાં બાળકોને તમામ ઉંમરે પોતાનું મનગમતું સાહિત્ય વાંચવા મળી રહે તે ભાષામાં જ પૉપ્યુલર રાઈટરોની નવી બુકની પ્રથમ એડિશન મિનિમમ દસ હજાર કૉપીઝના પ્રિન્ટ ઑર્ડર સામે પ્રગટ થઈ શકે. ગુજરાતી ભાષામાં આવી સ્થિતિ પેદા કરવી હોય તો સારા લેખકોએ અત્યારથી જ બૅકવર્ડ ઈન્ટિગ્રેશન શરૂ કરી દેવું જોઈએ!

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment