Sunday, 28 August 2016

[amdavadis4ever] બાહોં મેં ચલે આઓ, હમસે સનમ ક્યા પર્દા (Gujarati)

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



બાહોં મેં ચલે આઓ, હમસે સનમ ક્યા પર્દા
પુરુષ દર્પણ - મનોજ કાપડિયા

પૂજા અને આરતી એ બન્ને બાળપણની સહિયરો. અભ્યાસમાં બન્ને વચ્ચે તંદુરસ્ત હરીફાઈ ચાલતી. પૂજા બેડમિન્ટનમાં તો આરતી ટેબલટેનિસ રમવામાં નિષ્ણાત. હાઈસ્કૂલના અભ્યાસ દરમ્યાન તે બન્નેએ, પોતપોતાની રમત સાથે રાજ્યનું પ્રતિનિધિત્વ પણ કરેલું. માધ્યમિક શાળાનો અભ્યાસ પૂરો થયા પછી બન્નેએ એક જ કૉલેજમાં એડમિશન લેવાનું નક્કી કર્યું. શૈક્ષણિક સફળતા અને સ્પોર્ટ્સની નિપુણતાના કારણે કોઈ પણ કૉલેજ તેમનો પ્રવેશ નકારી શકે એમ નહોતું.

ઉચ્ચ અભ્યાસ કરીને તેમને બન્નેને કાંઈ મેડલ નહોતા મેળવવા પરંતુ એવી કૉલેજ પસંદ કરવાની બન્નેની ઈચ્છા હતી કે, જ્યાં સંપૂર્ણ સુવિધાજનક સ્પોર્ટ્સ સંકુલ હોય. એકને બૅડમિન્ટન કૉર્ટ જોઈતો હતો તો બીજીને ટેબલટેનિસ હૉલ! આ ક્ષેત્રમાં પૂજા અને આરતીએ નામના મેળવવી હતી. કૉલેજ પસંદ કરવામાં પણ એવું હતું કે, ઘરથી તદ્દન નજીક નહીં અને બહુ દૂર પણ ન હોવી જોઈએ. બન્ને સાઇક્લિગંની પણ શોખીન. કૉલેજ પણ સાઇકલ પર જ જવાનું બન્નેએ નક્કી કર્યું. બન્ને જણી ફેશનેબલ સાઇકલ પર કૉલેજના ગેટમાં પ્રવેશતી. ત્યારથી એ બન્ને યુવતીઓને અન્ય વિદ્યાર્થીઓ જોઈ રહેતા. ચંદન નામનો એક વિદ્યાર્થી પૂજા અને આરતીથી એક વર્ષ અભ્યાસમાં આગળ. તેણે ગયા વરસે આ કૉલેજને ટેબલટેનિસ - બેડમિન્ટનમાં યુનિવર્સિટી સ્તર પર નામના અપાવી હતી. એ બન્ને ગેમમાં માહીર. વિદ્યાર્થીઓમાં તેનું હીરો જેવું સ્થાન. પણ, વિદ્યાર્થિનીઓ તેનામાં બહુ રસ ન લેતી કારણ કે તેને રમતાં નહોતો જોયો. ચંદનને ઈર્ષ્યા થતી, નાટક, સંગીત અને સાહિત્યમાં સ્થાન જમાવનારા મિત્રોની! તેઓ બધા યુવતીઓથી ઘેરાયેલા જ જોવા મળતા. કેટલીકે તેની નજીક રહેવાના પ્રયાસ કર્યા પણ ચંદન માટે 'મીસમેચ' જેવું રહ્યું.

પૂજા અને આરતીની અલ્હડતા જોઈ એ દંગ રહી ગયો. બન્નેના ચહેરા તાજા ખીલેલા ગુલાબ જેવા, સાદા પણ સુંદર વસ્ત્રોમાં બન્ને સૌંદર્ય સામ્રાજ્ઞી લાગે. વ્યક્તિત્વ એવું કે, કોઈ તેમની આંખમાં ઝાંકીને જોઈ ન શકે! નજર ઝુકી જ જાય! એક જ રિધમમાં બન્ને એક સાથે કૉલેજમાં પ્રવેશે કે બાજુમાંથી પસાર થાય તો આખું ઉપવન ઓઢીને નીકળી હોય તેવું લાગે! ચંદનની આંખો ચકળવકળ તેને જોઈ રહેતી, પણ હાય! કે હેલ્લો! કહેવાની હિંમત નહોતો કરી શક્યો.

મુલાકાત થઈ તો સીધી ટેબલટેનિસ રૂમમાં. બેડમિન્ટન કૉર્ટમાં પ્રેક્ટિસ કરીને પાછા ફરતા ચંદનના કાને ટેબલટેનિસ હોલમાં કોઈ રમતું હોય તેવું લાગતાં, તેના પગ થંભી ગયા. જોયું તો એજ બન્ને યુવતી, પૂજા અને આરતી ટેબલટેનિસ રમી રહી હતી. આરતી ચેમ્પિયન હતી, જ્યારે પૂજા તેને સાથ આપવા પૂરતું રમી લેતી. ચંદનની ચકોર નજર આરતીની સર્વિસ અને શોટસ પર થંભી ગઈ. એ હવે પૂરેપૂરો રૂમમાં પ્રવેશી ચૂક્યો હતો. એ પરિચય વધારવાની તક છોડવા નહોતો ઈચ્છતો. પૂજા અને આરતી વચ્ચેની એક ગેમ પૂરી થઈ, એટલે તેણે આરતીને કહ્યું: મારી સાથે એક ગેમ રમવાનું ગમશે? આરતીએ ચંદનને પગથી માથા સુધી જોઈને કહ્યું: રમત જાણતા હો તો રેકેટ હાથમાં લો, બાકી મારી સાથે રમવામાં ટાઈમપાસ કરવો હોય તો, સૉરી! જવાબમાં ચંદને એક સર્વિસ કરી... આરતી સર્વિસને જોતી રહી ગઈ અને બોલ તેના હાંફતા સ્તન સાથે ભટકાયો. તેણે પોતાનો હાથ સ્તનના એ નાજુક ભાગ પર દાબ્યો જ્યાં બોલ લાગ્યો હતો અને ક્ષણવારમાં તૈયાર થઈ ગઈ રમવા... લવ ઓલ સ્ટાર્ટ.

આરતીએ કરેલી સર્વિસ ચંદન માંડ ઊઠાવી શક્યો, પણ વળતા પ્રહારમાં આરતીએ મારેલા બેકહેન્ડ શોટથી તેણે પોઈન્ટ ગુમાવ્યો. પૂજા એ બન્ને બળિયાની રમત જોઈને અભિભૂત થઈ હતી. તેની નજરમાં આરતી સાથે રમતો ચંદન વસી ગયો. બન્ને વચ્ચે પોઈન્ટસ સરખા થયા પછી, ડ્યુસ સાથેની રમત અર્ધા કલાકથી પણ વધુ સમય ચાલી. પૂજાને એમ લાગ્યું કે, આખરે ચંદને ઈરાદાપૂર્વક આરતી સામે હાર સ્વીકારી લીધી છે. આરતીએ ચંદનની ભારોભાર પ્રશંસા કરી, તેને પણ રમતમાં ચંદનની અદાકારી અભિભૂત કરી ગઈ! ચંદનના કસાયેલા શરીર તરફ નજર માંડીને એ ગમી ગયો. એ બબડી, હું જીતી નથી, હારી છું, હારતી જાઉં છું.

આખરે પૂજા-આરતી વચ્ચે ચંદને સ્થાન લઈ લીધું. એ હવે બન્ને જણી સાથે કોલેજની લોબીમાં, કેન્ટિનમાં, બગીચામાં ફરવા લાગ્યો. પૂજા સાથે એ બેડમિન્ટન રમતો પણ, આરતી સાથે ટેબલટેનિસનો બોલ ઉછાળવાની જે મઝા આવતી એ બેટમિન્ટનકોર્ટમાં શટલકોક ઉછાળવામાં નહોતી આવતી. પૂજાએ નોંધી લીધું ચંદન અને આરતી એકબીજાની નજીક સરકી રહ્યા છે. એક વખત ટેબલટેનિસ રૂમમાં અચાનક પ્રવેશતાં તેણે જોયું કે, ચંદનના શોટ પછી બોલ આરતીના ટી-શર્ટની અંદર બે ઉરસરોજ વચ્ચે ગોઠવાઈ ગયો હતો. આરતી ઈરાદાપૂર્વક બોલને રૂમમાં શોધતી હતી. ચંદનને ખબર હતી બોલ કર્યાં છે. આરતીની આંખમાં તોફાન હતું. ચંદન આરતી તરફ ધસી ગયો અને ટી-શર્ટમાં હાથ નાખી બે સુંદર સ્તન વચ્ચે ગોઠવાઈ ગયેલા બોલને કાઢી લીધો. પણ સુંવાળપ તેના શરીરમાં આગ પેટાવી ગઈ! બરાબર તેજ વખતે પૂજાનો રૂમમાં પ્રવેશ થયો હતો. તેણે બધું જ જોઈ લીધું!

પોતાનો મનગમતો પુરુષ તેના હાથમાંથી સરકી રહ્યો હતો. સ્ત્રી સહજ અસુયા પેદા થઈ. એ હવે વાત વાતમાં ચંદનનો હાથ પકડી લેતી અને પ્રેમ જતાવતી, જ્યારે તે ગમે ત્યારે આરતીને સ્પર્શ કરી શકે, તેટલો આગળ વધી ગયો હતો. તેણે પૂજા અને આરતી વચ્ચે એક ભેદરેખા દોરવાનું નક્કી કર્યું. પણ...

...તે વચ્ચે ટેબલટેનિસની એક ટુર્નામેન્ટ રમવા માટે બીજી ઝોનની એક કોલેજ સામે રમવા જવાનું થયું. આરતી મહિલા સિંગલ્સ, ચંદન પુરુષ સિંગલ્સ અને આરતી - ચંદન મિક્સ ડબલ્સ આ રીતે રમવાનાં હતાં. સાથે કોલેજનો સ્પોર્ટ્સ સેક્રેટરી પ્રતિનિધિ તરીકે આવવાનો હતો.

એ શહેરમાંની એક હોટલના રિસેપ્શન કાઉન્ટર પર ઊભાં હતાં. સ્પોર્ટ્સ સેક્રેટરીએ ચંદન સામે આંખ મિચકારીને પૂછ્યું, ચંદન તું મારી સાથે કે આરતીના સ્યુટમાં? આરતીએ જ તરત જવાબ આપ્યો, એ મારી સાથે રહેશે.

સ્યુટમાં પહોંચતાં આરતી પહેલા તો પલંગ પર ફેલાઈને પડી રહી. આમ તો ચંદન માટે ખુલ્લું ઈજન હતું. ચંદન જ્યારે નજીક ન જ આવ્યો ત્યારે આરતી તેની નજીક ગઈ. ગળે વિંટળાઈ અને બોલી: ચંદન, આઈ લવ યૂ, આઈ નીડ યૂ! તેણે ચંદનના શર્ટનાં બટન હળવેથી ખોલવાનું શરૂ કર્યું. ચંદનનો હાથ અત્યાર સુધી આરતીના શરીરના જે પ્રદેશ સુધી નહોતો પહોંચ્યો, તેની સફર કરવા લાગ્યો. શરીરમાં વેગવંતો આવેગ ઉછળવા લાગ્યો. આરતી એક સશક્ત અને સુંદર યુવાનના શરીરના ભાગોને સ્પર્શતાં સિસકારા બોલાવી રહી હતી. ચંદને આરતીની નગ્ન કાયાને પલંગ પર પાથરી ફેલાવી દીધી, થોડી વાર જોઈ રહ્યો... પછી આવેશપૂર્વક એ શરીરમાં સમાઈ ગયો...! બન્ને ધારદાર 'સર્વિસ'ને પડકારતાં રહ્યાં!

 

__._,_.___

Posted by: imamdavadi@ymail.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment