Monday, 29 August 2016

[amdavadis4ever] ભારતીયોને ચાહીને ભારતને પ્રેમ કરી શકાય! (Gujarati) - Posted by B D Jesrani

 




Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



તમે તમારા દેશને કેટલી રીતે પ્રેમ કરી શકો?

ખરેખર ભારતીય હોવું એ દેશને પ્રેમ કરવાની પહેલી રીત છે, ભારતીય હોવું એટલે મારા કહેવાનો અર્થ એવો છે કે ભારતીય પાસપોર્ટ ધરાવવો. મારા કિસ્સામાં ત્રણ પાસપોર્ટ. એ એટલા માટે કે ભારતીયોએ મોટા ભાગનાં રાષ્ટ્રોના આગોતરા વિઝા હોવા જરૂરી છે અને હું બહુ પ્રવાસ કરું છું. તેથી મારે બે સમયાવધિ પૂર્ણ થઈ ગયેલાં પાસપોર્ટ પણ સાથે રાખવા પડે છે, જેમાં લાંબા સમયના કાયદેસરના વિઝા છે.

મેં ભારતની બહાર ખરેખર બહુ કામ નથી કર્યું, પણ હું એવા કેટલાક ભારતીયોને જાણું છું જેમણે પોતાના પાસપોર્ટ જાળવ્યાં છે, પછી ભલે તેમની આખી કામકાજી જિંદગી વિદેશમાં વીતી હોય. મ્યુઝિક ક્ધડક્ટર ઝુબિન મહેતા આવી એક વ્યક્તિ છે તો એમ્નેસ્ટી ઈન્ટરનેશનલના લંંડનમાંના સેક્રેટરી જનરલ-મહામંત્રી સલીલ શેટ્ટી આવી બીજી વ્યક્તિ છે. મહેતાએ વર્ષો સુધી ન્યૂ યોર્ક ફિલહાર્મોનિકનું નેતૃત્વ કર્યું હતું અને આખા જૂથમાં એ એક જ એવી વ્યક્તિ હતા જેમને પ્રવાસના સમયે વિઝા માટે કતારમાં ઊભા રહેવું પડતું હતું, તો પણ તેમણે ભારતીય પાસપોર્ટ જાળવી રાખવાનું, ઉપયોગમાં લેવાનું પસંદ કર્યું હતું.

બીજો રસ્તો છે ભારતીયોને ચાહીને ભારતને ચાહી શકાય છે. મારું કહેવું છે કે બધા જ ભારતીયોને ચાહીને, તમારા ધર્મના છે તેમને અને જુદા ધર્મના છે તેમને, જુદી જ્ઞાતિ-જાતિના છે, જુદી ભાષાના છે તેમને પણ ચાહીને. તમે જેમની સાથે સહમત થઈ શકો છો તેમને અને એવી જ રીતે તમે જેમની સાથે અસહમત થાઓ છો તેમને પણ ચાહીને. જે લોકો કોઈ પણ પ્રકારનું માંસ-મટન ખાય છે અને જે લોકો નથી ખાતા તેમની પણ ચાહીને ભારતને પ્રેમ કરી શકાય છે. દરેક ભારતીયને પ્રેમ કરવો એટલે ખરા અર્થમાં દેશને પ્રેમ કરવો. નકશાની રેખાઓને પ્રેમ કરવો એટલે પ્રતીકને પ્રેમ કરવો.

તમારા દેશને પ્રેમ કરવાની ત્રીજી રીત છે, તમે શીખી શકો એટલી દેશની ભાષા શીખવાની. ગાંધીજીએ કહ્યું હતું કે બધા ભારતીયોએ દેવનાગરી અને પર્સો-અરેબિક લિપિમાં હિન્દુસ્તાની શીખવી જોઈએ. હું બેઉમાં શીખ્યો છું, પણ બધા ભારતીયોએ હિન્દુસ્તાની શીખવી જોઈએ એ બાબત સાથે હું સહમત થતો નથી.

ભારતને ચાહવાની ચોથી રીત છે, એના શાસ્ત્રીય સંગીત અને કવિતાને સમજવાની. આ બાબત પુખ્ત થયા પછી આવે છે, કારણ કે હિન્દુસ્તાની સંગીત પુખ્ત છે અને એનો મૂડ આનંદી કે ઉલ્લાસી નહીં પણ ખેદજનક છે. કોઈ પણ માણસ જ્યાં સુધી ખ્યાલ શું અને કર્ણાટકી સંગીત શું છે અને ગાયકો દ્વારા આંખો બંધ રાખીને એ જે રીતે ગવાય છે એ એમ શા માટે ગવાય છે એ ન સમજી શકે તો એના માટે આ રાષ્ટ્રને અને તેના લોકોને સમજવા શક્ય નથી. ઘણી કવિતાઓ હું, શેલીની ઓઝીમેન્ડિયેસ જેવી મોઢે બોલી શકું છું, પણ લગભગ દર વખતે સાંભળું કે વાંચું ત્યારે મને હલબલાવી મૂકે છે એ કવિતા તો નરસિંહ મહેતાની 'નાગદમન' છે. (એમણે જ ગાંધીજીનું મનગમતું ગીત 'વૈષ્ણવ જન તો એને રે કહીએ' લખ્યું હતું.) નાગદમન કવિતા કિશોર કૃષ્ણે કેવી રીતે કાલિય નાગ સાથે લડાઈ કરીને એને પરાજિત કર્યો, પણ મારી ન નાખ્યો એની વાત કરે છે. હું જ્યારે આ કવિતા, ખાસ કરીને સાદા સરળ સંગીતમાં હોય છે એ સાંંભળું છું ત્યારે રડી પડું છું, એમ કહેવામાં મને સંકોચ થતો નથી. 

ભારતને ચાહવાની પાંચમી રીત છે એના ખાદ્યાન્નને-આહારને પ્રેમ કરવાની. અહીં કહેવાનું એમ નથી કે તમારે બીજાના આહારનો તિરસ્કાર જ કરવો. આ વિશે હું ખુલ્લો છું અને કેટલાક વર્ષો અગાઉ વિયેતનામની મુલાકાત વખતે હેનોઈમાં એ જ દિવસે મેં સાપ અને કૂતરાનો ભારે દ્વેષ કર્યો હતો. મને જાપાનીઝ આહારમાં મજા પડે છે, પણ મને પસંદ તો ભારતીય આહાર જ આવે છે. આ બધાયમાં મને સામાન્ય પાટીદારનો આહાર બહુ ભાવે છે, જેમાં બાજરાની જાડી રોટી (ગુજરાતીમાં જેને રોટલોે કહેવામાં આવે છે) અને લસણની ચટણી સાથે શાક હોય છે. આ આહાર હું લગભગ દિવસો સુધી બપોરનાં ખાણાંમાં ખાઉં છું અને મારી બાકીની જિંદગીમાં પણ એ હું રોજેરોજ ખાઈ શકું છું.

વળી દેશનું બંધારણ વાંચવું અને એ વિશે જાણવું એ દેશને પ્રેમ કરવાની, ચાહવાની છઠ્ઠી રીત છે. ભારતનું બંધારણ વિશ્ર્વમાં સૌથી લાંબાંમાં લાંબું છે, પણ મારું કહેવું છે તે એટલું કે બંધારણની શરૂઆતનો હિસ્સો, પ્રસ્તાવનાનો ભાગ અને એ શું મહત્ત્વ ધરાવે છે અને આપણને વચન પેટે આપવામાં આવેલા પ્રાથમિક અધિકારોનો શો અર્થ છે એ જાણવું જ જોઈએ. આ પૃથ્વી પરનો સૌથી મહાન દસ્તાવેજ છે અને વધુને વધુ ભારતીયોએ એમાં રસ લેવો જોઈએ.

સાતમી રીત છે, દેશની સેવા કરનારાને માન-સન્માન આપીને દેશને ચાહવો. મારા માટે એક ખેલાડી કરતાં એક શિક્ષક વધારે મહત્ત્વનો છે. ખેલમાં મળેલો વિજય રાષ્ટ્રવાદને પ્રોત્સાહન આપે છે, પણ એ બોદું હોય છે અને ખચિત શક્તિનો ક્ષય કરનારું હોય છે. હું ખેલાડીને નફરત કરતો નથી, પણ તેમના પ્રદાનને હું કોઈ મહત્ત્વનું છે એવું માનતો નથી.

મારા કરવેરા ભરી દઈને હું ભારતને પ્રેમ કરું છું એ દેશને પ્રેમ કરવાની આઠમી રીત છે. એમ કરવામાં હું અભિમાન નથી અનુભવતો, કારણ કે મારે વેરા ભરવાના જ છે. જોકે મોટા ભાગના ભારતીયો તેમનો આવકવેરો ભરતા નથી. આમાંના ઘણાને આવકવેરો ભરવાનો હોતો નથી, કારણ કે તેઓ ક્યાં તો ગરીબ છે અથવા તેમને વેરો ભરવામાંથી માફી-છૂટ મળી છે. હું એમનો ઉલ્લેખ કરતો નથી. હું એવા ઉપલા વર્ગના અને મધ્યમ વર્ગના ભારતીયોને સવાલ કરું છું જેઓ તેમના વેરામાં છેતરપિંડી કરે છે: તમે ભારતને ચાહો છો? તમે કહેશો હા, તો હું કહીશ ના!

તમારા દેશને ચાહવાની નવમી રીત છે એના લોકો સાથે તાદાત્મ્યભાવ કે સહાનુભૂતિનો ભાવ હોવાની. હાંસિયા પર ધકેલાયેલા અને નબળાં લોકોની વેદના અનુભવવી, દલિતને હાનિ થાય તો પોતાને એ હાનિની સંવેદના થવી, આદિવાસીનું નીચાજોણું કરવામાં આવે ત્યારે પોતાને શરમ આવવી, મુસ્લિમ પર સિતમ થાય અને આપણા દેશમાં એ ઘણીવાર થાય છે ત્યારે એનું દુ:ખ જાતને થવું એ ભાવના, એ સમભાવ, એ સહાનુભૂતિ થવી એ જ દેશને પ્રેમ કરવાનો ભાવ છે.

આપણે આપણા દેશને પ્રેમ કરી શકીએ એ માટેની છેલ્લી રીત છે, એનામાં રહેલાં વિરોધાભાસો અને મતભેદો પ્રત્યે સમાનપણે ખુલ્લા-મોકળા હોવું. આટલા વિશાળ દેશમાં સમાનતા કે એકરૂપતા લાદવી, પછી ભલે એ ભાષાની કે ધર્મની, અથવા પર્સનલ લો સંબંધી કે આહારની પસંદગી અથવા સંગીત સંબંધી કોઈ સમાનતા કે એકસરખાપણું કે એકરૂપતા લાદવી એ મારા મતે તો દેશ આખાને કે સમગ્ર દેશ માટેનો પ્રેમ નથી.

અહીં જણાવેલી રીતો એ આપણા દેશને ચાહવાની મુખ્ય રીતો છે. મારા મતે બાકી બધું આનુષંગિક કે પ્રાસંગિક છે. તમે આ બાબત સાથે કદાચ અસહમત થઈ શકો, કદાચ આ વિચારો તમને ન ગમે અને આ માટે તમે મારી નફરત પણ કરો, પણ હું તો તમને એ જ રીતે ચાહીશ.


__._,_.___

Posted by: imamdavadi@ymail.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment