Wednesday, 5 October 2016

[amdavadis4ever] પાક જમીન પર ફૌજી હિંદુસ્ત ાની, એની યાદ કરો કુરબાની!

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ટાઇટલ્સ: ઘણા લોકો માટે યુદ્ધ વીડિયોગેમ છે! (છેલવાણી)
 


૯-૧૨-૧૯૭૪, વાઘા બોર્ડર પર, એક ભારતીય સૈનિક પાકિસ્તાનથી હિંદુસ્તાનમાં પ્રવેશીને 'ભારત માતા કી જય' પોકારે છે. ત્યારે એનો બુઢ્ઢો બાપ, એના એક એક અંગને અડીને ચેક કરે છે કે દીકરો પૂરેપૂરો તો પાછો આવ્યો છેને? એ સૈનિકનું ગામમાં હારતોરાંથી સ્વાગત થાય છે, પત્રકારો ઇન્ટરવ્યુ લે છે, ફોટા છપાય છે, કારણ કે એ સાત સાત વરસ સુધી પાકિસ્તાનમાં કેદ થયેલો 'જાસૂસ' મોહનલાલ હતો! આ વાહવાહીનાં ત્રણ વર્ષ પછી ૧૯૭૭માં થાકેલ-હારેલો એ ફૌજી ત્યારના વડા પ્રધાન મોરારજી દેસાઇને મળીને વિનંતી કરે છે કે પાક. જેલમાં વરસો સુધી યાતના ઝેલવા બદ્દલ કોઇ રકમ કે ઇનામ મળે તો એનો બુઢાપો સુધરે. ત્યારે મોરારજીએ કહ્યું, 'પાકિસ્તાને તમારી સાથે જે કર્યું એની સજા અમે શા માટે ભોગવીએ? જો પાકિસ્તાની સરકારે તમને ૨૦ વરસ જેલમાં રાખ્યા હોત તો શું અમારે ૨૦ વરસની ભરપાઈ કરવી પડત?' આ સાંભળીને વૃદ્ધ સૈનિક કે જાસૂસને થાય છે કે એના હાથમાં બંદૂક હોત તો એ આ ક્રૂર જવાબનો જવાબ આપી શકત!

હાલમાં ભારતે પાક પર સફળ સર્જિકલ એટેક ભલે કર્યો પણ એમાં એક ભારતીય જવાન ત્યાં પકડાઇ ગયો છે... એટલે જ મોહનલાલ ભાસ્કર નામના જાસૂસની વીરગાથા આજે યાદ આવે છે અને હમણાં પકડાયેલા જવાન સાથે હવે શું શું થશે એ વિચારીને કાંપી જવાય છે. આજે દેશમાં લોકો પાકિસ્તાન સામે યુદ્ધના મૂડમાં છે પણ આવાં યુદ્ધો પાછળ કેવા અને કેટલા જાંબાઝ લોકો પોતાના જીવતર હોમી દે છે એ કોઇ વિચારે છે? તો સાંભળો મોહનલાલની શોર્યકથા-

૨૩-૩-૬૫ના રોજ, ભગતસિંહની સમાધિ પર મોહનલાલ નામના શાયરે ગાયું-

'તેરે લહૂસે સીંચા હૈ, અનાજ હમને ખાયા. 

યહ જઝબા-એ-શહાદત, હૈ ઉસીસે હમ મેં આયા!' 

આ સાંભળીને ત્યાં એક ફૌજીએ આવીને મોહનલાલને કહ્યું, 'દેશ માટે કવિતાઓ લલકારવી બહુ આસાન છે, મરવું અઘરું છે! ભગતસિંહ જેવી શહાદતની ભાવના છે?'

મોહનલાલે કહ્યું, 'સીમા પર જ્યારે ગોળીઓ ચાલે ત્યારે બોલાવી જો જો. તમારાથી ચાર કદમ વધુ આગળ ચાલીશ અને પીછેહઠ કરું તો ગોળીએ દેજો!'

-અને મોહનલાલ ફૌજીની મદદથી. સુન્નત કરાવીને, મુસલમાન બનીને પાકિસ્તાનમાં જાસૂસ બની ગયો! દુશ્મન દેશના લશ્કરની ગોળીઓ અને શિકારી કૂત્તાઓથી બચીને વારંવાર સીમા પાર જવાનું શરૂ કર્યું. દસ કરોડ પાકિસ્તાનીઓની ૨૦ કરોડ આંખોથી પોતાની ઓળખને સંતાડીને, નવાનવા વેશ પહેરીને એ દુશ્મન દેશમાં ફરતો રહ્યો. મોહનલાલ, કાળા ચશ્માં એટલે પહેરતો કે એની આંખોમાંનો ભારત પરનો દેશપ્રેમ કોઇ વાંચીના લે! 

ત્યારે પાકિસ્તાનમાં એક તરફ અયુબ ખાનનું રાજ હતું અને બીજી બાજુ વિપક્ષી નેતા ભુટ્ટો, હજુયે પાકિસ્તાનીઓનાં દિલો-દિમાગ પર છવાયેલા હતા, કારણ કે એણે યુ.એન.ઓમાં એલાન કરેલું કે 'અમે પાકિસ્તાનીઓ ઘાસ ખાઇને ૧૦,૦૦૦ વર્ષ જીવી લેશું પણ ભારતને ખતમ કરીને રહેશું' અયુબખાને ભુટ્ટોને પાગલ ઘોષિત કરીને ચીન મોકલી દીધેલાં! પણ ત્યાંથી ભુટ્ટો પાછાં આવ્યાં ત્યારે હજારો પાકિસ્તાનીઓ એને સાંભળવા ટોળે વળેલા એટલે અયુબખાને તમામ શહેરોમાં કર્ફ્યૂ લાદી દીધો. એવા ખતરનાક માહોલમાં મોહનલાલે લાહોરમાં જાસૂસી શરૂ કરી. ત્યારે સેંકડો લોકોએ 'અયુબશાહી મુર્દાબાદ, ભુટ્ટો ઝિંદાબાદ' પોકારીને પાક લશ્કર પર પથ્થરબાજી કરી. લશ્કરે લાહોરમાં બેફામ ગોળીબાર કરેલો અને ૨૦ જેટલા ટ્રકોમાં લાશોને લાદીને સતલજ નદીમાં વહાવી દીધેલી. એ લાશોના ઢગલા વચ્ચે છુપાઇને, મરવાનો અભિનય કરીને, શ્ર્વાસ રોકીને મોહનલાલે પોતાનો જીવ બચાવ્યો. ત્યાંથી નીકળીને લાહોરના ગુલબર્ગ વિસ્તારમાં શેખવહીદનાં 'કોઠા' તરફ ભાગી નીકળ્યો. લાહોરમાં તિબ્બી બજાર, રંગમહલ વગરે એરિયાના સુંદર મકાનોમાં સુંદર તવાયફો રહેતી. એ જાજરમાન સ્ત્રીઓ પાક. જનરલો અને ફૌજીઓ સાથે ઇશ્ક ફરમાવતી. રૂપનાં પાવરથી દેશ પર આડકતરી રીતે રાજ કરતી! શરાબ અને શબાબની મહેફિલોમાં કોલગર્લ્સની હાજરીમાં પાક. જનતાના મુકદ્દરનાં ફૈસલા થતા! સરકારી ટેન્ડરો, પરમિટો, લાઇસંસો બધુ જ અહિયા જ નક્કી થતું. ત્યાં સુધી કે 'રાની' નામની કોલગર્લનો સંબંધ જનરલ યાહ્યાખાન સાથે હતો તો લોકો એને 'જનરલ રાની' કહેતાં!

-અને એક જાસૂસ માટે વેશ્યાના કોઠાથી સુરક્ષિત જગ્યા કઇ? મોહનલાલ, લશ્કરના ગોળીબારથી બચીને, એ શેખવહીદનાં અડ્ડા પર પહોંચ્યો... અને એણે કોડવર્ડ કહ્યો 'આદમ ખૈલ સે આયા હું, અંગુર લાયા હૂં.'

ઇન્ટરવલ:

દો જાસૂસ, કરે મહેસૂસ 

કે દુનિયા બડી ખરાબ હૈ!

(દો જાસૂસ-ફિલ્મ)

કોઠામાં અંદર પ્રવેશતાં જ એની સામે સુંદર છોકરીઓ પેશ કરવામાં આવી પણ મોહનલાલને માત્ર વહીદામાં જ રસ હતો, કારણ કે વહીદા જેવી અનુભવી તવાયફ પાસે જ મોટાં રહસ્યો હોય. રાત્રે દારૂ અને સેક્સની મદહોશીમાં ચકચૂર વહીદા પાસેથી મોહનલાલે પાક લશ્કરી ઓફિસરનાં નામ, સરનામાં, બધી જ ડીટેઇલ્સ મેળવી લીધી અને સવારે ત્યાંથી ગુમ! ત્યાંથી નીકળીને એ શાહનૂર ફિલ્મી સ્ટુડિયોમાં છુપાઇ ગયો અને જુનિયર આર્ટિસ્ટ બની કામ કરવા લાગ્યો! 

મોહનલાલ જાસૂસના જ્યારે અનુભવો વાંચીએ ત્યારે સમજાય છે કે સરહદથી દૂર આપણે કેટલી આરામથી આઝાદીને માણીએ છીએ. દેશભક્તિ, રાષ્ટ્રવાદ અને સત્તાધારીઓના ચાણક્યનીતિઓની ફિશિયારી મારીએ છીએ! અરે, સાચી જાંબાઝી તો મોહનલાલ જેવાએ જાન પર ખેલીને દાખવી છે!

એકવાર મિંગટગુરી ગામમાં એણે એના લોકલ 'કોન્ટેકટ'ને શોધવાનો હતો. સૈનિક હોસ્પિટલ પાસે જઇને મોહનલાલે ગેટ પર લાલ રૂમાલથી ચહેરો સાફ કરીને ત્રણ વાર ઝાટકીને સિગ્નલ આપવાનું હતું. મોહનલાલે એજ રીતે 'એકટિંગ' કરી, એનો ખબરી જોડાયો. બેઉ ત્યાંથી નીકળીને મુલતાન જવા માટે બસસ્ટેંડ પહોંચ્યા પણ ત્યાં એક માણસે મોહનલાલને શકકી અવાજે પૂછયું. 'ક્યાંથી આવ્યો છે? શું કરે છો?' 

'હું... લાહોરનાં શાહનૂર સ્ટુડિયોમાં એકસ્ટ્રા તરીકે કામ કરું છું!' મોહનલાલે કહ્યું. 

પેલાએ તરત પૂછ્યું, 'અહીંયા કોને મળવા આવેલા?' 

મોહનલાલે કહ્યું, 'શેખ અબ્દુલ રહેમાનને!'

આ સાંભળતાં પેલો ચોંકયો, 'શું કહ્યું?'

તરત જ મોહનલાલનાં લોકલ ગાઇડે બાજી સંભાળી લીધી, 'ના ના, શેખ શાહબુદીનને મળવા આવેલા! આ નવો છે ને માટે નામમાં ગડબડ કરે છે!' એવામાં બસ આવી, મોહનલાલ અને ખબરી બસમાં તરત જ ચઢી ગયા. ગાઇડે મોહનલાલને કહ્યું, 'બેવકૂફ! પેલો પોતે જ 'અબ્દુલ રહેમાન' હતો! બચી ગયા સમજ!'

પછી મોહનલાલ, એક શહેરથી બીજા શહેર ફરે રાખે છે. ખારિયા ગામમાં પાકિસ્તાની લશ્કરી છાવણી પાસે જઇ પહોંચે છે. આ છાવણી અમેરિકાએ પાકિસ્તાનમાં બનાવેલી જેથી રશિયા પર એટેક કરવા કામ આવે. ખારિયા છાવણીમાં પ્રવેશવાનો જ હોય છે ત્યાં તો લશ્કરી જીપોનો કાફલો આવી પહોંચે છે. મોહન અને એનો નવો કોન્ટેકટ ત્યાંથી ભાગીને ઝેલમ પહોંચે છે. ઝેલમની લશ્કરી છાવણીમાં, પૈટન, શૈફી ટેંક, ૧૦૫ મિલિમીટરની તોપ વગેરે શસ્ત્રોની ખુફિયા માહિતી મેળવે છે. આ વખતે મોહનલાલનો સાથી ઇમામુદ્દિન ઉર્ફ બાબા સમુદસિંહ હોય છે. એ પાછો અફીણનો બંધાણી. એ સમયે પાકિસ્તાનમાં ૧૦ થી ૮૦ વર્ષ સુધીના બધા જ અફીણ પીતા... લાહોરના ઝંડુશાહ નામના અફીણના વેપારીને ત્યાં મોહન અને બાબા છુપાઇ જાય છે. ઝંડુશાહ, ટાંગો ચલાવતો અને ટાંગામાં બેસનારનો સામાન લૂંટી લેતો. ઝંડુશાહની પત્ની અફીણનો અડ્ડો ચલાવતી. અફીણ-દારૂની હેરફેર માટે જે છોકરાઓ કામ કરતા એ 'મશીન' કહેવાતા. મોહન આ 'મશીન' જોડે દોસ્તી કરીને ખુફિયા માહિતીઓ મેળવતો. મોહન અને બાબા, ભેંસના વેપારીઓ બનીને એક ગામથી બીજે ગામ ભેંસ વેંચતા વેંચતા બોર્ડર સુધી પહોંચીને ભારતમાં ફાઇલો-માહિતીઓ પહોંચાડતા!

એક સવારે લાહોર રેડિયો પર સમાચાર આવ્યા, 'આજ મિંયવાલી જેલમેં તીન હિંદુસ્તાની જાસૂસોં કો ફાંસી પે લટકા દિયા!' સાંભળીને લાહોરમાં છુપાયેલો મોહનલાલ કાંપી ઊઠે છે, કારણ કે કપૂર અને ગુરા નામના બે સાથી પકડાઇ ગયેલા. પાક અદાલતે એમને ૧૪ વરસની સજા કરેલી છતાંયે આજે એ બેઉને ફાંસી આપી દીધી! મોહનલાલ તરત જ ભારત પાછા ફરવાનું નકકી કરે છે. સરહદના અંધારામાં જીવ બચાવવા જાસૂસોએ બાજ જેવી નજર અને કૂત્તા જેવું નાક રાખવું પડે. સરહદ પર ક્યાંક સળગતો કોલસો દેખાય તો મોહનલાલ તરત જ સમજી જતો કે આસપાસ ક્યાંક પાક ફૌજી છે. પછી મોહનલાલ એના રૂમાલને ફાડીને એમાંથી રસ્સી બનાવીને ઝાડ સાથે લટકાવીને પેટાવતો. પાક ફૌજીઓને દૂરથી એમ લાગતું કે કોઇક સિગરેટ પી રહ્યું છે એટલે એ લોકો સળગતા રૂમાલ પર ફાયરિંગ કરતા. ફાયરિંગના અવાજોથી પાક ફૌજીઓની દિશા સમજાઇ જતી અને ઊંધી દિશામાં ભાગીને એ સરહદ પાર કરી લેવાતી!

ભારત પાછા આવ્યા પછી એક દિવસ અમરીક સિંઘ નામના ફૌજીને પાક બોર્ડર પાર કરાવવાનું કામ મોહનલાલને સોંપવામાં આવ્યું. પણ અમરીક સિંઘ, ગદ્દાર નીકળ્યો. એણે મોહનલાલને પાક લશ્કર પાસે પકડાવી દીધો. મોહનલાલે ત્યાં અસંખ્ય અમાનુષી અત્યાચાર, લોહિયાળ ટોર્ચર, અનેક અપમાનો ઝેલ્યાં. માંડ માંડ જીવતો પાછો આવ્યો. મોહનલાલ જેવા લોકો જાનની બાજી આપે છે અને જાન પણ આપે છે અને વાહવાહી મેળવે છે, બોર્ડરની બેઉ બાજુના નેતાઓ!

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment