Monday, 31 October 2016

[amdavadis4ever] વિક્રમ સંવત ૨ ૦૭૩ના મંગલ પ્ રભાતે નમું તુ જને વારંવાર...

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



વિક્રમ સંવત ૨૦૭૩ના વર્ષનો આજથી શુભારંભ થઇ રહ્યો છે. દરેક વર્ષ તુલના સાથે જમા-ઉધાર પાસાનું મૂલ્યાંકન કરવાની તક પૂરી પાડે છે. ઘણું થયું છે અને હજુ ઘણું કરવાનું બાકી છે, પરંતુ એક પ્રજા તરીકે સમાજ પ્રતિ જવાબદારી અદા કરવા વ્યક્તિગત રીતે શું યોગદાન આપી શકાય તેમ છે તે માટે હવે કટીબદ્ધ થવાની જરૂર છે.

ભારતીય પ્રજાએ બોલવાનું અને ટીકા કરવાનું બંધ કરવાની ખાસ જરૂર છે. બોલવામાં ૯૦ ટકા તો નિરર્થક વાત જ હોય છે. જેની કોઇ જ ઉપયોગિતા નથી, લાભ નથી, તેમજ તેનું પરિણામ પણ નથી. સવારથી સાંજ સુધીમાં જે શબ્દ બોલાયા હોય છે તેમાં ખરેખર જરૂરી વાત કેટલી હોય છે? આ બાબત આજે વિચારણાને પાત્ર છે. કેટલીક ટીકા તો તદ્દન બીનજરૂરી જ હોય છે. આવું હવે ચાલવાનું નથી.

આટલું બોલ્યા પછી પણ કેટલા પ્રશ્ર્નનો નિવેડો આવે છે? શિક્ષક અને વિદ્યાર્થીઓ બોલે છે, માતા-પિતા અને બાળકો બોલે છે, ઓફિસમાં કર્મચારી અને અધિકારી બોલે છે. ગ્રાહક અને વેપારી બોલે છે, પરંતુ કામની વાત કેટલી હોય છે? કોઇ કોઇની વાત સાંભળતું નથી છતાં સઘળો બકવાસ ચાલ્યા કરે છે અને પછી સાંજ પડી જતી હોય છે. અને બીજે દિવસે સઘળું ભુલાતું હોય છે!!

પ્રવર્તમાન સમય નમતું મૂકવાનો, બાંધછોડ કરવા સાથે જતું કરવાનો છે. વધારે પડતું અક્કડ રહેવાનો કોઇ અર્થ નથી. સિદ્ધાંત અવશ્ય હોવા જોઇએ પરંતુ તેમાં જડતા નહીં જોઇએ. આંતરિક રીતે ભારત એક રહેવું જોઇએ કારણ કે એવા ઘણાં પરિબળો આજે સક્રિય છે જે માત્ર મોકાની જ રાહ જુએ છે કે ક્યારે તૂટી પડીએ અને સઘળું રફેદફે કરી નાખીએ તેની સામે પ્રજા સાવધ રહે. એવી ઘણી બાબત છે કે જેમાં માત્ર મૌન હોય તો સમસ્યાના ઉકેલ આવી જતા હોય છે. માનવીના મનમાં રહેલું અભિમાન- હુંપદ અને ઘમંડ, તોછડાઇ વગેરે જેવા નકારાત્મક પરિબળ સર્વનાશ કરાવે છે. છેલ્લા કેટલાક મહિનામાં રાજકારણના ક્ષેત્રે બનેલી ઘટના એ વાત પુરવાર કરે છે કે જો કંઇ જ ન બોલાયું હોય તો બીજા ઘણા પ્રશ્ર્ન ઉકેલાયા હોત, પરંતુ આ બાબત હવે પ્રજાએ સમજવાની જરૂર છે.

કેટલીક વાર તો એમ લાગે છે કે જ્ઞાન કરતાં અજ્ઞાન હોય તો વધારે સારું આથી મણીશંકર રત્નજી ભટ્ટ 'કાન્ત'ના એક કાવ્યમાં 'કરાય શું નિષ્ફળ જ્ઞાન સર્વ આ, થનાર ચીજો નવ થાય અન્યથા સદૈવ ચિંતા દિલમાં વહ્યા કરું અનેક હું એકલડો સહ્યા કરું.' મતલબ કે બનવાની ઘટના તો બન્યા જ કરે છે પસંદ નથી છતાં વ્યક્તિએ તે સહન કરવું પડે છે. 

કંઇક સારું કરવાની ભાવના સમાજમાં રહેનારાઓએ કેળવવાની જરૂર છે. કારણ કે હાલમાં નકારાત્મક ઊર્જાનો પ્રભાવ ઘણો વધી ગયો છે. એક વ્યક્તિની પોઝિટિવ ઊર્જા ચોક્કસપણે ચમત્કાર કરી શકે છે, પરંતુ આવી વ્યક્તિ કેટલી અને કયાં છે? વળી તેમના પણ અગ્રતાક્રમ હોવો જોઇએ કારણ કે ઘણા પ્રશ્ર્ન શમાવી શકાતા નથી. એટલે મનમાં જ મુંઝારો થતો રહે છે. જે હાલમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે.

'નમું તુજને વારંવાર' પ્રાર્થના સંગ્રહ છે તેમાં વિવિધ પ્રાર્થના સુંદર રીતે વણી લેવામાં આવી છે. કવિ કાન્ત દ્વારા તો 'ઓ હિન્દ દેવ ભૂમિ-સંતાન અમે સૌ તમારા- કરીએ નીતદિન વંદન સ્વીકારજો અમારા.' એ કાવ્યમાં માતૃભૂમિને વંદન કરવાની જે વાત કહી છે તે પણ રાષ્ટ્રવાદનો જ ભાગ છે. ભારતની પ્રજામાં સંસ્કૃતિ પ્રતિ આદર પ્રગટે તો સમાજના હિતની સારી રીતે સુરક્ષા થઇ શકે.

નવા વર્ષનો પ્રથમ દિવસ માત્ર પ્રાર્થના માટે જ ફાળવીએ તો ઇશ્ર્વર પાસે ઘણું માંગવાનું છે. સ્વાર્થ માટે નહીં, પરંતુ સમાજના કલ્યાણ માટે માંગવાની વાત છે. આપણે ત્યાં છે તેટલા પ્રશ્ર્ન કોઇ દેશમાં નથી કારણ કે મોટા ભાગની સમસ્યા માનવસર્જિત છે તેમ જ કોઇને જવાબદારી લેવી નથી. અન્યથા પ્રશ્ર્ન જ હોય નહીં. તેને બદલે દૈનિક બિનજરૂરી પ્રશ્ર્ન ઊભા થયા કરે છે. અન્ય કોઇ નેતૃત્વ આવે કે નહીં પ્રજાજનોએ જ પરંપરાગત મૂલ્યો, ધર્મગ્રંથ, પ્રણાલિકા અને અગાઉના દેશભક્ત નેતાઓએ જે માર્ગદર્શન આપ્યું છે તેની સૂચના અનુસાર ચાલવાનું છે બાકી અન્ય રીતે ભાગ્યે જ કંઇ સારું થાય તેવું છે. કારણ કે દરેકને પોતાનો સ્વાર્થ અને મતલબ છે. વ્યક્તિગત રીતે જેટલું સારું થઇ શકે તેટલું જ કરવાની જરૂર છે.

સ્વચ્છતા, સદાચાર, શિસ્ત, અનુશાસન તેમ જ અન્ય તેના જેવા ક્ષેત્રમાં પ્રત્યેક વ્યક્તિ ઘણું યોગદાન આપી શકે તેમ છે. યશસ્વી નાગરિકો આ દિશામાં અન્યને મદદરૂપ બની શકે છે. સૌથી મોટી અછત નેતૃત્વની છે. કારણ કે આગેવાની લેવા જ કોઇ તૈયાર થતું નથી. એકવાર કાર્યની શરૂઆત કરવામાં આવે તો એકલા હાથે શરૂ થયેલા કાર્યને જો પાછું વળીને જોવામાં આવે તો સેંકડો લોકો તેમાં જોડાવા તૈયાર હોય તેમ જોવામાં આવશે. ખાસ કરીને યુવાન વર્ગ અને તરુણ વયનાં બાળકોમાં સમાજ પ્રતિ પ્રેમ, અનુકંપાના બોધનો વિસ્તાર થાય તેવી ભૂમિકા તૈયાર થાય તો ભવિષ્યમાં અબજો રૂપિયાનું ડિવિડન્ડ મળે તેવું છે. અભૌતિક બાબતો સમાજમાં સુખ, શાંતિ અને સદભાવ સ્થાપિત કરવામાં અકસીર ભૂમિકા ભજવે છે. આવું જ્ઞાન આજે સમાજમાં ઓછું થયું છે. એટલે કે અતિ જ્ઞાન અને અજ્ઞાન વચ્ચેનો તફાવત સમજવાની જરૂર છે.

આ સમગ્ર વિશ્ર્વ પૂર્ણ છે. પૂર્ણમાં પૂર્ણ ઉમેરીએ તો પણ તે પૂર્ણ છે અને પૂર્ણમાંથી પૂર્ણ લઇ લેવામાં આવે તો પણ બાકી તો પૂર્ણ જ રહે છે. આ સંસ્કૃત ભાષાનું જ્ઞાન માત્ર ભારતને જ અનુલક્ષીને હોય તેમ જણાય છે. પ્રજાની અને કુદરતી સાધન સંપત્તિની પ્રચંડ શક્તિ છતાં આજે આપણે ઠેસ-ઠેબાં ખાવા પડે છે તેવો વિરોધાભાસ અન્ય કોઇ જ સ્થળે જોવા મળતો નથી.

સંકલ્પ સાથે સિદ્ધિ મેળવવા કટિબદ્ધ થવાના આજના દિવસે મહત્ત્વના મુદ્દા પ્રતિ હવે અગ્રતાક્રમ નક્કી કરીને આગળ વધવાની જરૂર છે. માત્ર બેથી પાંચ જ બાબતોને શરૂઆતમાં મહત્ત્વ આપીને આગળ જઇએ તો પણ પરિણામ મળવાના છે તેટલું નિશ્ર્ચિત છે. આજે ભારત ત્રિભેટે આવીને ઊભું છે. આવે વખતે પ્રજાની જવાબદારી ઘણી છે. ભારતની મજબૂતાઇને કોઇ પડકારી શકે તેમ નથી. માત્ર તેનો પ્રજાએ સ્વીકાર કરવો રહ્યો.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment