Saturday, 29 October 2016

[amdavadis4ever] જિંદગીના ભાથામ ાં ઉત્સવો એટલે સુખદ સ્મૃતિઓ રૂ પી છબીઓના સર્જક

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



આજે દિવાળી. આ શબ્દ સાંભળતાં, વાંચતાં કે લખતાં પણ કેટલી બધી છબીઓ નજર સમક્ષ ઊપસી આવે છે! મને ખાતરી છે જેટલા કાને આ શબ્દ પડશે, જેટલી આંખો આ શબ્દ ઉપર પડશે એ તમામ પાસે પોત-પોતાની દિવાળીની છબીઓ મનના આલબમમાં સચવાયેલી હશે. ક્યાંક પહેલવહેલી વાર ફટાકડા ફોડ્યાનો રોમાંચ હશે, ક્યાંક પોતે ફોડેલું રોકેટ બાજુવાળા અંકલના ધોતિયામાં ઘૂસી ગયું કે પાડોશીના ઘરમાં ઘૂસી ગયેલી સીટીની ફની ઇમેજિસ હશે. ક્યાંક દિવાળીના અઠવાડિયા પહેલાંથી સપરિવાર શોપિંગ પર નીકળી પડેલા ત્યારે મમ્મી-પપ્પાની થાકથી થયેલી હાલત અને પોતાના ચિરંજીવ ઊછળતા ઉત્સાહની કોન્ટ્રાસ્ટિંગ છબીઓ હશે. કેટલાકની નજર સમક્ષ દર દિવાળીની રજાઓમાં જુદાં-જુદાં હિલસ્ટેશનોની ટ્રીપ કરેલી તેની સાચકલી તસવીરો પેશ થઈ જશે. ફાફડા, મઠિયા, ઘૂઘરાં, મોહનથાળ, નમકીન કે સાટાપુરીની સોડમથી કોઇના નાકમાં સ્વાદછબીઓ તરવા લાગશે તો કેટલાક્ને યાદ આવી જશે એ દિવાળીના દિવસોમાં અંધારામાં ઊઠીને નહાઈ-ધોઇને મમ્મી-પપ્પા સાથે મંદિરે દોડતા તે કે ત્યાંથી આવીને દૂધ પીવડાવતાં પહેલાં મમ્મી ઘી,સાકર અને મરીનું મિશ્ર્રણ ખવડાવતી તે! સવારના દેવ-દર્શનની ફરજ પતાવીને કાકા, મામા, માસી, ફોઇ, દાદા-દાદી કે નાના-નાનીને પગે લાગવા નીકળી પડવાનું, મીઠું મોઢું થાય અને માથે બોણી પણ મળે! આવી જાત-જાતની અને નિર-નિરાળી છબીઓની મનમાં વણઝાર ચાલવા લાગે. વળી દરેક વ્યક્તિની જુદી વણઝાર! કેટલું આહલાદક! જિંદગીના ભાથામાં ઉત્સવો આવી સુખદ સ્મૃતિઓ રૂપી છબીઓના સર્જક છે. 

તહેવારો દરમિયાન નિયમિતપણે કરાતી આવી એક્ટિવિટિઝ આપણી જિંદગીમાં સુખદ સંભારણાં રૂપે સચવાય છે અને સમય-સમય પર તેને તાજાં કરતાં કે વાગોળતાં આપણે આનંદ અને પરિતોષની લાગણી પામતાં રહીએ છીએ. અને એ જ્યારે આપણે નેક્સ્ટ જનરેશન સાથે શેર કરીએ છીએ ત્યારે અનાયાસ જ તેમનામાં ફૅમિલી ટ્રેડિશન્સ અને ફેસ્ટિવલ સ્પેસિફિક મૂલ્યો રોપતાં જઈએ છીએ. હકીકતમાં આદર્શ પેરેન્ટિંગના સેશન્સમાં મમ્મી-પપ્પાઓને ખાસ આવાં ફેમિલી રિચ્યુઅલ્સ કરવાની સલાહ અપાય છે. 

અતીતના અનુભવો અને વાત-ખજાનાની કિંમત માત્ર પારિવારિક સ્તરે જ હોય છે એવું નથી. વ્યાવસાયિક કે સંસ્થાકીય સ્તરે પણ એ સંસ્થાના અતીતની કહાણીઓ કે કિસ્સાઓ મોઢામોઢ ફરતા રહે છે. અમે એ રીતે ગઇકાલની પેઢી વિશેની મબલક જાણકારી પછીની જનરેશન્સને ઇન્ફોર્મલી મળતી રહે છે. થોડા સમય પહેલાં જ એક આર્ટ હિસ્ટોરિયને તેમની સંસ્થાની આર્કાઇવ્ઝ માટે સંસ્થાના વરસો પહેલાં નિવૃત્ત થઈ ગયેલા કર્મચારીઓ, જૂના સહયોગીઓ ઇત્યાદીઓની મુલાકાતો રેકર્ડ કરી હતી. અને આ સંદર્ભે તેમણે સરસ વાત કરી. તેમણે કહેલું કે 'આ રીતે મોઢામોઢ કહેવાયેલી વાતો-વિગતો થકી, મૌખિક સ્મૃતિઓ થકી અમે સંસ્થાના ઇતિહાસને ધબકતો રાખવા માગીએ છીએ જેથી ભવિષ્યમાં આપણેે જે કોઇ પણ કામ હાથ પર લઈએ તેમાં આપણા ડી.એન.એ.નો લોકો અનુભવ કરતા રહી શકે!' કેટલી અદ્ભુત વાત છે! આજે આપણી પાસે આપણા અનેક તહેવારોની ઉજવણીની કેટલીક વિશિષ્ટ રસમો છે. તેની પાછળ આપણા વડીલોએ, આપણી પારિવારિક પરંપરાએ રોપેલા એ ખાસ રિચ્યુઅલ્સ છે. અને જુઓ, કેટલી સહજતાથી એ સ્મૃતિઓ આપણામાં વણાઈ ગઈ છે! 

થોડા સમય પહેલાં જ એક બહુ સુંદર કિસ્સો વાંચેલો. એક સેલ્ફમેડ અમેરિકન ઉદ્યોગપતિને પૂછવામાં આવ્યું કે તમે તમારી સફળતાનું શ્રેય તમારી જિંદગીની કઈ વ્યક્તિ કે ચીજને આપો છો? ત્યારે તેણે કહ્યું અમારા ઘરે કુટુંબના બધા જ સભ્યોએ રોજ સાંજનું ભોજન સાથે લેવાનો નિયમ હતો. એ જમવાના ટેબલ પર અમારી રોજની પ્રવૃત્તિ વિશે વાતો થતી. તેમાં મા સાથેનું જે ઇન્ટરએક્સન થતું તે જ મારી સફળતાનું રહસ્ય છે. ગમે એવો થાક લાગ્યો હોય કે ગમે એટલી નિષ્ફળતા મળતી રહે તોય લક્ષ્ય સુધી પહોંચવા માટે સતત મથતા રહેવું અને પહોંચીને જ ઝંપવું એ પ્રાર્થના મા સાથે અમે રોજ કરતા. અને તે એક વાત હંમેશાં મારી સાથે રહી છે.

આજે દિવાળીના દિવસે આવી કેટલીય બાબતો તાજી થાય છે. વીતેલાં વરસોમાં ઘણું -ઘણું બદલાઈ ગયું છે. કેટલાય રીત-રિવાજો ભુલાઈ ગયા છે. દિપાવલી અને નૂતન વર્ષાભિનંદનના ગ્રીટિંગ્સ મોકલવાની એક અતિ પ્રિય પ્રથા લુપ્ત થઈ ગઈ છે. તહેવારના દિવસોને સપરમા બનાવતા, ઉત્સવ બનાવતા અનેક વહાલા સ્વજનો કાલગ્રસ્ત થઈ ગયા છે. અને આ બધા થકી જિંદગીની ક્ષણભંગુરતાનું સત્ય આત્મસાત થતું રહ્યું છે. આમ છતાં અનેક બાબતોનો આહલાદ અકબંધ રહ્યો છે. આ ચાર દિવસોની પ્રતીક્ષા આજે પણ મજેદાર લાગે છે. એ દિવસોમાં ભલે અગાઉની જેમ ક્યાંય જવાનું ન હોય કે કોઇના આવવાની પ્રતીક્ષા ન હોય, તોય એ દિવસો જ સ્વયં ખૂબ ગમતીલા લાગે છે! વિચારું છું આવું કઈ રીતે શક્ય છે! કદાચ રોજિંદી જિંદગીની મોનોટોનીને તોડતા આવા ઉત્સવી બ્રેક્સનું જ એ આકર્ષણ હશે. આ તહેવારોમાં રંગબેરંગી વસ્ત્રોમાં સજ્જ થઈ નીકળી પડતાં નાના-મોટા સૌના ચહેરા પર છલકાતો ઉમંગ જોઇને આપણે પણ તાજગીનો અહેસાસ કરવા લાગીએ છીએ. અને મારી અંગત વાત કરું તો બચપણથી જ મારી દિવાળીઓ સાથે તો એક ખાસ રિચ્યુઅલ જોડાયેલો છે- રીડિંગ રિચ્યુઅલ. હા, બાપુજીની દુકાનમાં આવતાં ડઝનેક દિવાળી અંકોની ઉપર રીતસર તૂટી પડવાની જે મોજ દિવાળી સાથે સંકળાયેલી છે તેનો લહાવો આજે પણ શક્ય એટલો લેવા દિલ તડપે છે. અને એટલે જ બહારના પોલ્યુશન કે ભીડભાડનો શિકાર થયા વિના, ઘરમાં બેઠાં-બેઠાં પણ સર્જકતાની સૃષ્ટિમાં, શબ્દોની દુનિયામાં ક્યાં ક્યાં ઉડ્ડયન કરી અવાય છે! અલબત્ત કોઇ પણ પ્રકારની સાંસારિક જફા વગર માત્ર અને માત્ર એ દુનિયામાં રમમાણ રહેવાના દિવસોની મજા તો કોઇ ઓર જ હતી! પણ એ મજાની યાદોને સથવારે પણ આપણી દિવાળી રંગેચંગે ઉજવાતી રહે છે અને આપણો આનંદ અકબંધ છે એ જ શું પૂરતું નથી!

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment