Sunday 30 October 2016

[amdavadis4ever] બસ્તરમાં પ્ર વેશ દુશ્મનના ઘરના પ્રવેશ જેવો મુશ્કેલ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



તાજેતરમાં (મંગળવારે) એવા સમાચાર હતા કે બસ્તર જિલ્લામાં પોલીસે જ ચળવળકારોનાં પૂતળાં બાળ્યાં હતાં. આ કિસ્સો જે મામલાના અનુસંધાનમાં બન્યો હતો એ મૂળ ઘટના જૂની છે, પણ 'બસ્તર માટે બંધ બારણા પાછળનો જિલ્લો' એવું કહેવામાં આવે છે એનાં કારણો છે.

પુષ્કળ ઉત્સાહ અને ખાસ્સા પ્રમાણના પ્રોત્સાહન અને યુવાનીની નિર્મળ ઘેલછાથી મહારાષ્ટ્રમાં છેકછેવાડે આવેલા ગડચિરૌલી જિલ્લાના ગામ ભામરાગડમાં ચાલતા આદિવાસી પ્રકલ્પથી ખેંચાઈને કશું 'મહાન' કાર્ય કરવા તૈયાર થઈ પુણેના ત્રણ કૉલેજ-વિદ્યાર્થીઓ માઓવાદથી ઘેરાયેલા અને ગડચિરૌલીની નજીકમાં આવેલા બસ્તરમાં સાઈકલયાત્રાએ નીકળે છે. માઓવાદીઓ એમનું અપહરણ કરે છે. પાંચ દિવસના બંધન બાદ એમનો છૂટકારો થાય છે (આ ઘટના આ વર્ષના જાન્યુઆરીની છે.) ભરોસો ન પડે એવી, પણ થોડા મહિનાઓ અગાઉ જ બનેલી આ ફિલ્મી લાગતી નાટકીય ઘટનાને પગલે સમાજ સમક્ષ કેટલાક સવાલો ઊભા થયા છે અને એ સવાલો ગંભીર છે.

આ ત્રણ કૉલેજ વિદ્યાર્થીઓને પોલીસે સતત બે સવાલ પૂછ્યા હતા, "તમે બસ્તરમાં ખરેખર શા માટે ગયા હતા? તમને ત્યાં જ જવાની ઈચ્છા શા માટે થઈ હતી? પોલીસ માટે તો આવી ઈન્ક્વાયરી ઠીક બાબત છે, પોલીસ તો આંખો બંધ કરીને, દરેકને એક જ લાકડીએ હાંકે એટલે એ આવા સવાલો કરી શકે..., પણ પત્રકારોએ સુધ્ધાં તેમને આ જ સવાલો વારંવાર કર્યા હતા.

આ વિદ્યાર્થીઓની જેમ નોખો ચીલો ચાતરી વેગળા માર્ગે જનારા સ્વપ્નાળુ યુવાનો દરેક પેઢીમાં પેદા થાય છે. લગભગ ૩૦ વર્ષ અગાઉ પુણેના જ કેટલાક યુવાનોએ આદિવાસીઓના ઉત્કર્ષ માટે 'ઈન્દ્રાવતી ચળવળ' ચલાવી હતી. આ ચળવળમાં સૌથી નાની વયનો યુવાન હતો મોહન હિરાબાઈ હિરાલાલ. આજે આ વ્યક્તિ આદિવાસીઓના વિકાસ માટે કામ કરનારાઓમાં દેશમાં મોખરાની હરોળમાં છે. આવી જ રીતે ગાંધીવાદને વરેલાં સામાજિક કાર્યકર અને કોમી સમભાવ માટે કામ કરનારાં નિર્મળા દેશપાંડેની પ્રેરણાથી લગભગ ૨૫ વર્ષ અગાઉ કેટલાક યુવાનો બસ્તરનો જંગલપ્રદેશ જોવા આવ્યા હતા. તેમાંનો હિમાંશુકુમાર નામનો એક યુવાન દુન્યવી આકર્ષણોને ઠોકરે મારી બસ્તરમાં 'વનવાસી ચેતના આશ્રમ' સ્થાપી આદિવાસીઓના ઉત્થાન માટે અહીં જ વસી ગયો હતો, જેણે પછીથી આદિવાસીઓનું શોષણ થતું અટકાવવા સતત પ્રયાસો કર્યા હતા. આવા પ્રવાસો, આવી યાત્રાઓ દેશ અને સમાજને સમજવામાં બહુ મદદગાર પુરવાર થાય છે. આવી યાત્રાઓ દેશના સર્વાધિક ગરીબ હિસ્સાને દેશના વિકસિત હિસ્સા સાથે જોડવામાં મોટો ભાગ ભજવે છે.

જોકે, બસ્તરના કમનસીબે છેલ્લાં ૨૫ વર્ષમાં આવો કોઈ યુવાન અહીંના અવિકસિત આદિવાસી પટ્ટામાં આવ્યો નથી. એને બદલે કોન્ડાપલ્લી સીતારામૈયા નામના આંધ્રપ્રદેશના માઓવાદી નેતાએ ૨૫ વર્ષ અગાઉ બસ્તરની ગરીબી અને શોષણનો અભ્યાસ કરી અહીં માઓવાદનો પ્રસાર-પ્રચાર કરવાના હેતુથી ચૂંટેલા માઓવાદીઓને મોકલ્યા હતા. આ લોકોનું કામ શોષિત-પીડિત આદિવાસીઓની વચ્ચે રહી એમનો અવાજ બનવાનું અને આદિવાસીઓને ખતમ કરી નાખવા શાસન-સરકાર પ્રવૃત્ત છે એવો સતત ઊહાપોહ કરી સરકાર કે શાસનવિરોધી 'સ્વતંત્ર પ્રદેશ' ઊભો કરવાનું હતું. ભારતીય સરકારના શાસનને ભૂંસી નાખવાનું દેશવિરોધી કામ માઓવાદીઓએ એવી ઉત્તમ રીતે પાર પાડ્યું કે, બીજાપુર, દાંતેવાડા, સુકમા જિલ્લાના હજારો આદિવાસીઓ હાલમાં શાસનના વિરોધમાં ઊભા છે. આદિવાસીઓના મગજમાં સરકાર કે શાસન વિરોધી ભાવના એવી તો ઠાંસીને ભરી દેવામાં આવી છે કે શાસનની યંત્રણા અહીં, આ ભાગમાં ખુલાસાથી કામ કરી શકતી નથી. એવું માનવામાં આવે છે કે માઓવાદી પ્રેરિત આદિવાસીઓની દેશવિરોધી ભાવના ભૂંસાતા હજુ કદાચ દસ વર્ષનો સમય જશે! આજે બસ્તરની સ્થિતિ એવી છે કે આપણે બસ્તરમાં જઈએ તો જાણે એમ જ લાગે કે આપણે પાકિસ્તાનની સરહદ પર છીએ. લગભગ એક લાખનું પોલીસ દળ હાજર હોવા છતાં વધુ એક લાખ પોલીસ દળની જરૂર હોવાનું ટોચના અધિકારીઓને કહેતા સાંભળીએ તો બસ્તરની સ્થિતિની ગંભીરતા કદાચ કંઈક સમજાય.

પુણેના આ ત્રણ વિદ્યાર્થીઓ જે બીજાપુર-બાસાગુડા રસ્તે સાઈકલ પર પસાર થયા એ રૂટ પર ૨૦૦૬થી ૨૦૧૨ સુધીના સમયગાળામાં નક્સલવાદીઓએ ૧૩ વાર વિસ્ફોટો કર્યા-કરાવ્યા છે. એમનું જે બાસાગુડા ગામમાંથી અપહરણ કરાયું હતું એ ગામને અડીને તાલપેરુ નામની નદી વહે છે. આ નદીને લાઈન ઑફ ક્ધટ્રોલ (એલઓસી) માનવામાં આવે છે. આપણા જવાનો આ નદીની પેલી તરફના પ્રદેશને મજાકમાં 'પાકિસ્તાન' કહે છે. એક તરફ બાસાગુડા અને બીજી તરફ ઓરિસ્સાની સીમાને લાગીને આવેલું દોરનાપાલ ગામ છે. આ બે ગામની વચ્ચેના સંપૂર્ણ ભાગમાં નક્સલવાદીઓનું સામ્રાજ્ય છે. નક્સલવાદી પ્રવૃત્તિઓને પગલે આ વિસ્તારનાં ગામ સમાચારોમાં ઝળકવા લાગ્યાં. આ વિસ્તારોમાં એકલદોકલ જવાનને સુધ્ધાં જવાની પરવાનગી ઉપરીઓ આપતા નથી. સાધારણપણે લગભગ એકસો જણની સંખ્યામાં જ એ લોકો બહાર નીકળે છે. માઓવાદીઓએ સરકારવિરોધી ગજબનો વચક બેસાડી દીધો છેે અહીં.

પેલા ત્રણ વિદ્યાર્થીઓને બાનમાં લીધા બાદ માઓવાદીઓએ તેમને જ્યાં રાખ્યા હતા એને એ લોકો પોતાની રાજધાની માને છે. દેશમાં જ્યારે માઓવાદીની સરકાર આવશે ત્યારે દેશની રાજધાની નવી દિલ્હીથી ખસેડીને આ જાગરગોન્ડા ગામમાં ખસેડવામાં આવશે એવા હાસ્યાસ્પદ બણગાં એમના નેતાઓ વર્ષોથી ફૂંકે છે. ૨૦૧૦માં આ જ વિસ્તારમાં એમણે વિસ્ફોટ કરી સીઆરપીએફ (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ)ના ૭૬ જવાનની હત્યા કરી હતી. આ ત્રણ વિદ્યાર્થીઓનું અપહરણ અને તેમનો છુટકારો કરવામાં આવ્યો ત્યાં સુધીનો નાટ્યાત્મક ઘટનાક્રમ પાછળથી જાણવા મળ્યો હતો. પોલીસ અને અર્ધલશ્કરી દળો આ મામલામાં કશું કરી શક્યા નહોતા, કારણ કે એમને આ વિદ્યાર્થીઓ સંબંધી કશી જ જાણકારી નહોતી. એમને કશી જ જાણકારી મળી નહોતી. મળે પણ શી રીતે? અહીંના લોકો પોતાની મરજી કે નામરજીથી અહીં આવ્યા નથી. એમને અહીં વસી જવાની ફરજ પાડવામાં આવી હોવાનું કહેવામાં આવે છે. આ વિદ્યાર્થીઓ અહીં આવ્યા, બાન બન્યા અને છૂટ્યા એમ વન-લાઈનર કથાની જાણકારી લોકોને થશે એમ આ વિદ્યાર્થીઓને લોકો માથે ચડાવશે કે તેમની ટકા કરશે એ મહત્ત્વની બાબત નથી, પણ આ વિદ્યાર્થીઓની સાઈકલયાત્રાએ સમાજ સામે કેટલાક સવાલો ઊભા કર્યા છે. બસ્તર ભારતનો ભાગ છે તો આ વિસ્તારમાં જવા માટે પોલીસની પરવાનગીની જરૂર કેમ?

આ આદિવાસી ક્ષેત્રમાં માઓવાદ વિકસ્યો-વકર્યો, કારણ કે ફક્ત સરકારે જ નહીં, પણ કહેવાતા મુખ્ય પ્રવાહના સમાજે સુધ્ધાં મધ્ય ભારતના આ વિશાળ ક્ષેત્રફળના પ્રદેશ તરફ સતત દુર્લક્ષ કર્યું છે. સાર્વભૌમ ભારતનો જ આ એક ભાગ છે એવી સમજની સાથે એને સુસંગત વ્યવહાર પણ કરવો આવશ્યક છે એ આપણા શાસકો સમજ્યા ન હોય એમ માનવાને કોઈ કારણ જ નથી. આ વિસ્તારમાં જઈ સતત આદિવાસીઓ વચ્ચે રહીને કામ કરનારા યુવાનોની ગરજ છે એવું અપહરણની આ ઘટનાથી તીવ્રપણે લાગી રહ્યું છે. આપણું લશ્કર માઓવાદીઓને નાબૂદ કરશે, પણ અહીંના આદિવાસીઓના મનમાં જે અંતર પડી ગયું છે એને કોણ નાબૂદ કરશે? એમની સાથે મૈત્રીનો પુલ બાંધવાની કાળની ગરજ છે, એ કોણ બાંધશે? આ સવાલોનો જવાબ ગરીબ, નિરક્ષર, શોષિત આદિવાસીઓને એમની પરંપરા, એમની સંસ્કૃતિ સાથે જીવવા દઈ, એમને દેશ સાથે જોડવાથી મળશે. આદિવાસીઓને આપણા જેવા બનાવવા જઈશું તો વધુ એક રાજ્ય ઊભું થશે, એમ કહી શકાય.

એક ચિંતકે કહ્યું છે, "ભીંતમાં તિરાડો પડી જાય તો ભીંત પડી જમીનદોસ્ત થઈ જાય છે, પણ સંબંધમાં તિરાડ પડી જાય તો ભીંતો ખડી થઈ જાય છે, અત્યારે તો આ આદિવાસીઓ સાથેના સંબંધમાં ઊભી થયેલી દીવાલ પાડી નાખવી મુખ્ય વાત છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment