Wednesday, 5 October 2016

[amdavadis4ever] પુરુષાર્થનો જોડીદાર કોણ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ઘણા લોકો ગમે એટલી મહેનત કરે તોય એમને એનું યોગ્ય ફળ નથી મળતું, કારણ કે એમના પુરુષાર્થમાં વિનય ભળેલો હોતો નથી એવું કહીને જેવું પૂ. મોરારિબાપુએ સમજાવ્યું કે શંકર ભગવાનનો મોટો દીકરો કાર્તિકેય પુરુષાર્થનું પ્રતીક છે અને નાના ગણેશજી વિનયનું પ્રતીક છે કે તરત જ પાન બનારસવાળું ખાઈને બચ્ચનજી પર જે અસર થાય તે અમારા પર પણ થઈ.

તમારી મહેનતમાં વિનય ભળવો જોઈએ. ક્યાં, શું, ક્યારે, કેટલી અને કેવી મહેનત કરવી જોઈએ એ વિશેનું વિનયભાન હોવું જોઈએ. ગાડાના બૈલની જેમ ઊંધું નાખીને પુરુષાર્થ કર્યા કરીએ અને આગળપાછળ જોયા વિના બસ માત્ર મહેનત કરવી છેની ધૂનમાં બીજું બધું જ ભૂલી જઈએ તો એને કારણે કંઈ ધીરુભાઈ અંબાણી કે સ્ટીવ જૉબ્સ ન બની જઈએ. મહેનત તો કરવાની જ છે પણ મહેનત કરતી વખતે આટલી વાતો ધ્યાનમાં રાખવાની.

૧. ક્ષેત્રની પસંદગી. તમારી પાસે દહીં હશે તો એમાંથી છાશ થશે, લસ્સી થશે, શીખંડ થશે, માખણ અને ઘી પણ થશે, પરંતુ એ દહીંમાંથી તમે ક્યારેય દાળઢોકળી નહીં બનાવી શકો, એ દહીં તમને પાઉંભાજી, ભેળપુરી કે રગડા પેટિસ બનાવવામાં કામ નહીં લાગે. તમારી પ્રકૃતિ કયા ક્ષેત્રને અનુરૂપ છે તે સમજી લીધા પછી એ જ ક્ષેત્રમાં મહેનત કરવાની, બીજાં ક્ષેત્રો ગમે એટલાં આકર્ષક લાગે તો પણ તેને તિલાંજલિ આપી દેવાની. સુભાષ ઘઈ ઍક્ટર બનવા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવ્યા હતા. બન્યા પણ ખરા. 'ઉમંગ' કે એવી કોઈ ફિલ્મમાં હીરો પણ બન્યા. પણ બહુ જલદી સમજી ગયા કે આ મારું કામ નહીં અને તેઓ દિગ્દર્શક બની ગયા. સુપરહિત ફિલ્મો ડાયરેક્ટ કરી.

કેટલીક વખત માણસ પોતાની ચાલ છોડીને બીજાની ચાલે ચાલવા જાય ત્યારે એને ચડાવી મારવા આસપાસમાં બીજા લોકો તૈયાર જ હોય છે. હૈઈસો હૈઈસો કરવા માટે. ચડ જા બેટા સુલી પર એવું કહેવા માટે. અને કૌઓ જ્યારે હંસની ચાલ ચાલવા જાય ત્યારે શું થાય એની તમને ખબર છે. આદરણી ગુણવંત શાહની શૈલી છાંટીને કહી શકો કે આવું કરવા જતાં કાગડો પોતાનું 'કાગડાત્વ' ગુમાવી બેસે! પોતાના ગજા બહારના, પોતાની ઔકાત બહારના ક્ષેત્રમાં પગ મૂકીને માણસ પોતે જે ક્ષેત્ર માટે કામનો છે તે ક્ષેત્રને લગતી મહારત પણ ગુમાવી બેસે. અય મેરે વતન કે લોગોં જરા આંખોંમેં ભર લો પાની ગીતના રચયિતા, સ્વરકાર તથા ગાયિકા આ અમર ગીતનું સર્જન કરવાને બદલે ખરેખર સરહદ પાર કરીને સર્જિકલ સ્ટ્રાઈકમાં ભાગ લેવાનું નક્કી કરે તો? અને જેઓ બહાદુરીપૂર્વક આવા ઑપરેશનમાં ભાગ લઈ આવ્યા છે તે જાંબાઝ સૈનિકોને થાય કે અમે પણ આવું ગીત લખીએ, ગાઈએ તો? આપણામાં કહેવાય છે કે 'જેનું કામ જે કરે' તે અમસ્તું નથી કહેવાતું. તો આ પહેલી વાત. મહેનત કયા ક્ષેત્રમાં કરવાની છે, તમારામાં કયા વિષયને લગતી આવડત છે, સૂઝ છે એ નક્કી કર્યા પછી બાકીનાં ક્ષેત્રોની બાદબાકી કરીને તમારી નિપુણતાના ક્ષેત્રમાં જ મહેનત કરતાં રહેવું. ઘણા યુવાનો કહેતા હોય છે કે મેં ત્રીસ વર્ષની ઉંમર સુધીમાં અલગ અલગ બાવીસ જાતના ધંધા કર્યા પણ હું આગળ ન આવ્યો! ક્યાંથી આવે? એના કરતાં આ ૨૨માંથી કયું કામ તારી પ્રકૃતિને અનુકૂળ છે એટલો વિનય જો તને મળ્યો હોત, તેં કેળવ્યો હોત તો આજે તું ક્યાંનો ક્યાં પહોંચી ગયો હોત ને બાકીના ૨૧ ધંધાઓ બદનામ થતા બચી ગયા હોત.

૨. ઈક્યુ. આ શબ્દ હવે અજાણ્યો નથી. પચીસ વર્ષ પહેલાં પહેલવહેલી વાર ઈમોશનલ ક્વોશન્ટ વિશે લખેલું ત્યારે કમ્પેરેટિવલી આ નવી ક્ધસેપ્ટ હતી. તમારો આઈ.ક્યુ. ગમે એટલો ઊંચો હોય, તમે ગમે એટલા બુદ્ધિશાળી હો અને ખૂબ પ્રતિભાવંત પણ કેમ ન હો- પણ જો તમારો ઈ.ક્યુ લો હશે તો તમે ગયા કામથી. ઈમોશનલ ક્વોશન્ટ એટલે તમારી સહનશક્તિ, તમારું મળતાવડાપણું, બીજાઓને મદદ કરવાની તમારી વૃત્તિ, જતું કરવાની તમારી આતુરતા અને તક ઝડપી લેવાની તમારી ઉત્સુકતા. અતડા, એકલાઅટુલા, તોછડા, સ્વાર્થી અને સ્વકેન્દ્રી લોકો ગમે એટલી મહેનત કરે તો પણ ઊંચા નથી આવતા, કારણ કે તેમનો ઈક્યુ લો હોય છે. તમે જે મહેનત કરો છો તેમાંથી બીજાઓને તમે કેટલો ફાયદો કરાવી શકો છો તેના પ્રમાણમાં તમને સફળતા મળતી હોય છે. મને મળેલો આખો લાડવો હું એકલો જ ખાઉં એવી મેન્ટાલિટી રાખવાથી એ લાડવો બનાવવામાં જે જે લોકોએ સીધી કે આડકતરી મદદ કરી હોય તે લોકો તમને એકલાએકલા લાડવો આરોગતાં જુએ છે ત્યારે તમારાથી દૂર થઈ જાય છે. ઊંચો ઈક્યુ ધરાવતા લોકો લાડવો વહેંચીને ખાય છે- જેમની મહેનત એને બનાવવામાં નથી ભળી એવા લોકો સાથે પણ વહેંચીને ખાય છે. ભવિષ્યમાં એ જ લોકો સામેથી તમારી મહેનતમાં જોડાય છે અને તમારો લાડવો મોટો, વધુ મોટો, ઔર મોટો બનાવતા રહે છે. તમારી તાકાત લોકોને તરછોડીને નહીં, એમને તમારાથી દૂર કરીને નહીં, એમની અવગણના કરીને નહીં પણ એમને તમારી સાથે જોડીને વધતી હોય છે, તમારી પાસે જે કંઈ હોય એમાંથી થોડું થોડું સૌને વહેંચીને વધતી હોય છે, એમને તમારી નજીક આવવા દઈને વધતી હોય છે. જે મહેનતી લોકોમાં ઈમોશનલ ક્વોશન્ટ ઊંચો હોય તેઓ ગજબની સફળતા પ્રાપ્ત કરી શકતા હોય છે.

૩. સાતત્ય. દિવસરાત કામ કર્યું પણ મારી મહેનત ઊગી નીકળતી નથી આવી ફરિયાદ તમે પણ સાંભળી હશે. ગધ્ધાવૈતરું કરનારા અને સખત મહેનત કરનારા વચ્ચે એક પાતળી ભેદરેખા હોય છે. જેઓ વૈતરું કરે છે તેઓ પરસેવો પાડવા સિવાય બીજું કોઈ ધ્યાન રાખતા નથી. જેઓ મહેનત કરે છે તેઓ મહેનત કરવાની સાથોસાથ સતત જાગૃત રહે છે કે ક્યાંક પોતાની મહેનત અટકી ન પડે. એ માટે તેઓ પોતાની તબિયતનું, પોતાના મૂડનું, પોતાની માનસિકતાનું જતન કરતા રહે છે. ગધ્ધાવૈતરું કરનારાઓ એક તબક્કે થાકીને હથિયાર (ઓજાર) હેઠાં મૂકી દે છે. એમનો મહેનત કરવાનો જુસ્સો ઓસરી જતો હોય છે. સમજીવિચારીને સખત મહેનત કરનારાઓ પોતાની મહેનતનું સાતત્ય જાળવી રાખે છે. એમને ખબર છે કે આ જિંદગી કંઈ સો-બસો મીટરની સ્પ્રિન્ટ નથી પણ બેતાળીસ કિલોમીટરની મૅરેથોન છે. આ કોઈ નવ-દસ સેક્ધડમાં પૂરી થઈ જનારી રેસ નથી, મિનિટો સુધી-કલાકો સુધી દોડવાની સ્ટેમિના જોઈશે. એટલે જ તેઓનાં કામ એકધારા થતાં રહે છે. બે-ચાર મહિના કે બે-ચાર વર્ષ સુધી ખૂબ કામ કરીને ઘડીએ ઘડી ચળકી લીધું, લાઈમલાઈટ માણી લીધી અને પછી ખોવાઈ ગયા એવું વિનય સાથે પુરુષાર્થ કરનારાઓની જિંદગીમાં નથી બનતું. એમની સખત મહેનતનો શેડ્યુલ એવો હોય છે કે વચ્ચે વચ્ચે રિજુવિનેટ થવાની તક મળતી રહે, નોળવેલ સૂંઘીને ફરી તાકાત મેળવતા રહે છે તેઓ.

વિનય એટલે વિવેક. નીરક્ષીર વિવેકનું મહત્ત્વ જેમને ખબર છે એમની જ મહેનત ઊગી નીકળે. શું સાચું છે ને શું સારું છે એનો વિવેક જેમનામાં હોય, ક્યારે કઈ દિશામાં કામ કરવું એનો વિવેક જેમનામાં હોય અને કોની સાથે કેવો વ્યવહાર રાખવો એનો વિવેક જેમનામાં હોય એમને જ પુરુષાર્થનાં ઉત્તમોત્તમ ફળ મળે.

ગુજરાતના નાનકડા ગામમાં, જ્યાં કોઈ ફ્યુચર દેખાતું નહોતું એવા માહોલમાં ઉછરેલા ટીનએજર ઘરેથી ભાગીને બિહાર જઈ, ધનબાદની ખાણોમાં કામ કરીને પોતાના પુરુષાર્થથી કરોડોપતિ ખાણમાલિક બને છે એવી એક વાર્તા વર્ષો પહેલાં લખેલી. એ કથાના હીરોનું નામ હતું- કાર્તિકેય.

પણ કાર્તિકેયના ખરા અર્થની આજે જ ખબર પડી!

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment