Sunday, 30 October 2016

[amdavadis4ever] ભાગ્યદા લ ક્ષ્મી બા રમ્મા, નમ મમ્માની...

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



લક્ષ્મી એટલે માત્ર ધનની દેવી નહીં. જીવનમાં જે કંઈ પણ ઈચ્છનીય છે, તમે જે જે મેળવવાનાં સપનાં જુઓ છો તે સઘળાયની દેવી તે મા લક્ષ્મી. ધન ઉપરાંત સમૃદ્ધિ, યશ, કીર્તિ, ઐશ્ર્વર્ય, સુખ, સંપત્તિ, સંતાનપ્રાપ્તિ, સફળતા, સંતોષ, ઉદારવૃત્તિ, સ્નેહ, સખ્ય, ધર્મ, ભાગ્ય, સૌંદર્ય વગેરે બધું જ આપનારી દેવી તે પણ લક્ષ્મી. એટલે જ ધનની પૂજા વેગળી લક્ષ્મીની પૂજા વેગળી.

ગૂગલ કરશો તો પંડીત ભીમસેન જોશીથી લઈને એમ. એસ. સુબ્બુલક્ષ્મી સુધીના સ્ટૉલવર્ટસે ગાયેલું એક કીર્તન સાંભળવા મળશે. મારું ફેવરિટ વર્ઝન જયતીર્થ મેવંડીએ જે ગાયેલું છે તે છે. ભાષા ક્ધનડની છે - કાનડી. બારમ્મા એટલે મારા ઘરે પધારો. 'ભાગ્યદા લક્ષ્મી બારમ્મા' બહુ જાણીતી કૃતિ છે. પહેલાં એના શબ્દોનો વિશાળ અર્થ સમજી લઈએ:

ભાગ્યદા લક્ષ્મી બારમ્મા

(ઓ સમૃદ્ધિની દેવી લક્ષ્મી, પધારો...)

નમમમ્માની સૌભાગ્યદા લક્ષ્મી બારમ્મા

(મારી મા છો તમે, સૌભાગ્ય લાવનારી લક્ષ્મી, પધારો...)

ગજ્જ કાળ્ગળા ધ્વનીય તોરુતા

(તમારાં ઝાંઝરના રણકાર સાથે)

હજ્જ્ય મેળે હજ્જ્ય નિક્કુત.

(એક પછી એક પગલાં મૂકીને)

સજ્જન સાધુ પૂજ્ય વેળગે

(સારા માણસો, સાધુજનો તમારી પૂજા કરવા તૈયાર ઊભા છે)

મજ્જિગ યેળગિન બેન્ને યેન્તે

(છાશ વલોવી લીધા પછી માખણ એમાં તરે એ રીતે તમે મને દેખાઓ, ધીમે ધીમે પણ નિશ્ર્ચિતરૂપે)

સૌભાગ્યદા લક્ષ્મી બારમ્મા, નમમ્માની...

કનકવૃષ્ટિયા કરયુત બારી

(આવો અને સુવર્ણની, સંપત્તિની વૃષ્ટિ કરો)

મનક માનવ સિદ્ધિય તોરી

(અને અમારી બધી જ કામનાઓ પૂરી કરો)

દિનકર કોટિ તેજ્ળી હોળેયુવ

(કોટિ સૂર્યની જેમ પ્રકાશમાન)

જનક રાયના કુમારી બેંગા

(હે જનકપુત્રી, જલદી આવો)

સૌભાગ્યદા લક્ષ્મી બારમ્મા, નમમ્માની...

સંખ્ય ઈલ્લદા ભાગ્યવ કોટ્ટુ

(અસંખ્ય સંપત્તિ આપતાં)

કંકણ કૈયા તિરવુત બારે

(ચમકતાં કંકણો હાથમાં શોભાવતાં, આવો)

કુમકુમાંકિતે પંકજ લોચન

(કમળ જેવાં નયનોથી, ભાલે કુમકુમથી શોભતાં)

વેંકટ રમણપ બિન્કદ રાણી

(વેંકટ રમણનાં સુન્દર પત્ની...)

સૌભાગ્યદા લક્ષ્મી બારમ્મા, નમમ્માની...

અતિથગબડે ભક્તર મનયલી

(તમારા ભક્તના ઘરે અતિથિ બનીને નહીં, કાયમનું રહેવાનું કરીને આવો...)

નિત્ય મહોત્સવ નિત્ય સુમંગલ

(અમે રોજ તમારો ઉત્સવ મનાવીશું, તમારાં મંગલ ગાઈને પૂજા કરીશું)

સત્યવતોરુવ સાધુ સજ્જનર

ચિત્તદે હોળેયુવ પુત્તળિ ગોમ્બે

(હે સુવર્ણમૂર્તિ, સજ્જનો અને સાધુ હૃદયોમાં વસો છો તમે...)

સૌભાગ્યદા લક્ષ્મી બારમ્મા, નમમમ્માની

સકકરે તુપ્પદ કાળવ હરિસિ

(અમારા ઘરમાં સાકર-ઘીની નદીઓ વહેવડાવો)

શુક્ર વારદા પૂજ્ય વેળગે

(શુક્રવારે તમારી પૂજા કરીએ ત્યારે પગલાં કરો...)

અક્કર યુણલા અળગિરી રંગણ

ચોક્ક પુરંદર વિઠ્ઠલન રાણી

(પુરંદર વિઠ્ઠલનાં રાણી, કૃપા કરો અને અમારા ઘરે પધારો)

સૌભાગ્યદા લક્ષ્મી બારમ્મા, નમમ્માની.

કર્ણાટકમાં આ સ્તુતિ ખૂબ શુકનવંતી

ગણાય છે. આ વર્ષના આરંભે ષણ્મુખાનંદ હોલમાં આઠ પ્રહર સુધીના શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમમાં જયતીર્થ મેવંડીના કંઠે આ ભજન સાંભળ્યું ત્યારથી હું એના પ્રેમમાં છું - આ કૃતિના અને જયતીર્થ મેવંડીના કંઠના. લક્ષ્મીદેવીના પ્રેમમાં તો પહેલેથી જ છીએને). પણ અહીં લક્ષ્મીદેવીની આરાધના કરવાની રીત જુઓ. માને ઘરે બોલાવવાની વિનવણી કેવી સરસ રીતે થાય છે. મા તું, માખણની જેમ આવ. છાશમાં એ જેમ ધીમે ધીમે ઊભરે તેમ તું આવ. એકસામટો વરસાદ નહીં કરતી મારા પર. મારી મહેનત વધતી જાય એમ તું વધારે ને વધારે આવ. પણ આવજે ચોક્કસ. રાહ જોઉં છું તારી. તું મારી મા છે. મારા ઘરે જ તો તારે આવવાનું છે. ક્યાં કોઈ અજાણ્યાના ઘરે જવાનું છે કે તને દ્વિધા થાય - જઉં કે નહીં!

તારાં ઝાંઝર ઝણકાવતી આવજે, જેથી મને ખબર પડે કે તું આવી રહી છે. હું તારા સ્વાગત માટે તૈયાર રહું. અને દોડીને નહીં આવતી. હું ધીરજપૂર્વક તારી રાહ જોઉં છું. એક પછી એક પગલાં મૂકતી આવજે. મને કોઈ ઉતાવળ નથી. આતુર છું હું, પણ અધીરાઈ નથી. મને ખબર છે કે તું ક્યાં તારો નિવાસ પસંદ કરે છે. અમે સજ્જન છીએ, સાધુ પુરુષ છીએ, નિષ્કલંક છીએ. અને આવ્યા પછી તું મહેમાનની જેમ અહીં નહીં રહેતી. કાયમનો વસવાટ રાખજે મારે ત્યાં. હું રોજ તારી સ્તુતિ કરીશ. તને ગમે તેવું વર્તન હશે મારું. કોઈ દિવસ તારું નીચાજોણું થાય એવું વર્તન નહીં કરું. આ વખતે, તારી પૂજા કરીએ ત્યારે તું ઝાંઝર રણકાવતી આવી જજે...

આવીશને!

મા લક્ષ્મીની આ સ્તુતિમાં વ્યકત થયેલી ભાવનાઓ સૌને ફળે, સૌ કોઈને લક્ષ્મીપુત્ર થવાનું સૌભાગ્ય મળે અને મા લક્ષ્મી તમારે ત્યાં રહે, અતિથિની જેમ નહીં, કાયમનો વસવાટ કરે એવી ઈશ્ર્વરને પ્રાર્થના.

આવતી કાલથી શરૂ થતું વિક્રમનું નવું વર્ષ લક્ષ્મીની રાહ જોવામાં નહીં પણ આજે આવી ગયેલી લક્ષ્મીની પૂજા કરવામાં વીતે એવી શુભકામના. સાલ મુબારક!

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment