Monday 31 October 2016

[amdavadis4ever] ભારતીય અર ્થતંત્રમાં વીતેલા વર સે શું નવુ ં થયું અન ે નવા વરસે શું નવું થવાનું છે!

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



નરેન્દ્ર મોદી સરકારને અઢી વરસ જેવો સમય થઈ ગયો છે. આ સમયમાં સરકાર દ્વારા તેના વિઝન અને મિશન સાથે ઘણાં કામ થયાં છે, ઘણાં થયા નથી, ઘણાં અધૂરાં છે, ઘણાં હવે પછી થશે, કેમ કે તેની તૈયારી સતત ચાલુ છે. આર્થિક વિકાસને વેગ આપવો એ સરકારનો મુખ્ય એજન્ડા છે, જેને હાંસલ કરવા અનેકવિધ મોરચે કામ થઈ રહ્યું છે. આપણે હાલ માત્ર છેલ્લા એક વરસની જ વાતો કરીએ. આજથી ૨૦૧૬ની દિવાળીનું નવું વરસ શરૂ થયું છે. વરસમાં અનેક પરિવર્તન આકાર પામ્યા છે. નવા વરસે પણ વિવિધ પરિવર્તન આકાર પામશે. દેશ બદલ રહા હૈ, ઈમેજ બદલ રહી હૈ. 

આમાં માત્ર સરકાર જ નહીં , સમગ્ર પ્રજાનો પણ પ્રત્યક્ષ કે પરોક્ષ ફાળો છે. આગામી પાંચ થી દસ વરસમાં આ પરિવર્તન આંખે ઊડીને વળગશે એ પહેલાં અમુક અંશે આભાસ લાગશે, કંઈક અંશે શંકા અને સવાલ પણ થશે કે આ બધું ખરેખર થશે કે વાતો જ રહી જશે? 

આ નવા વરસના દિવસે આપણે આ સમયગાળામાં મોટી ઘટના કહી શકાય એવું નવું શું થયું છે અને શું નવું થવાનું છે તેની ઝલક જોઈએ. ભારતીય અર્થતંત્ર કઈ દિશામાં જઈ રહ્યું છે એ સમજવા આ મુખ્ય આર્થિક ઘટનાઓ પર નજર કરવી જરૂરી છે. 

સેબી- એફએમસીનું મર્જર: સૌપ્રથમ તો દેશના આર્થિક ક્ષેત્રે બે મોટા નિયમન તંત્ર સિકયોરિટીઝ એન્ડ એકસચેંજ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) અને ફોરવર્ડ માર્કેટ કમિશન (એફએમસી)નું મર્જર થયું. અર્થાત વરસો જૂના કોમોડિટીઝ માર્કેટનું નિયમન પણ સેબી હેઠળ આવી ગયું. બે નિયમન તંત્રના મર્જરની સંભવત: ભારતની આ પ્રથમ જ ઘટના છે. જેને પગલે કોમોડિટી માર્કેટમાં અનેકવિધ ફેરફાર શરૂ થયા છે અને હજી અનેક થશે. જે અર્થતંત્રના અને બજારના વિકાસના હિતમાં રહેશે.

વૈશ્ર્વિક ઘટનાઓ અને ભારત: વિશ્ર્વનું બીજા ક્રમનું અર્થતંત્ર ચીન મંદ પડી ગયું, જેનો લાભ ભારતને મળશે. ચીનનો ગ્રોથ રેટ નીચે ગયો અને તેના સ્લો ડાઉનની અસરરૂપે લેવાયેલા પગલાંની અમુક અસર વિશ્ર્વભરમાં પડી. 

આ જ ચીનના પ્રેસિડન્ટે તાજેતરમાં જ જાહેરમાં એવું કહ્યું કે વર્તમાન સંજોગોમાં ભારત જ એક એવો દેશ છે, જે સૌથી ઝડપી વિકસતું અર્થતંત્ર ધરાવે છે. બ્રિકસ (બ્રાઝિલ, રશિયા, ચીન, ઈન્ડિયા અને સાઉથ આફ્રિકા ) ની મીટિંગમાં ચીનના પ્રેસિડન્ટે ભારતની આ સિદ્ધિ જાહેરમાં કહી હતી, જેની નોંધ લેવા જેવી છે. સવાલ માત્ર ચીનનો નથી, અમેરિકા અને રશિયા સહિત વિકસતા અને વિકસિત દેશો પણ ભારતના વિકાસને માનવા લાગ્યા છે, તેની તરફ આશાભરી દૃષ્ટિએ જોવા લાગ્યા છે. ભારતમાં નજીકના ભવિષ્યથી જ વિશ્ર્વભરમાંથી રોકાણ પ્રવાહ કેવો અને કેટલો વહેતો થશે એનો અંદાજ આના પરથી મૂકી શકાય છે. 

બ્રેક્ઝિટ અને રેક્ઝિટ: આ વીતેલા વરસમાં વૈશ્ર્વિક ક્ષેત્રે સૌથી ગંભીર અને મેજર કહી શકાય એવી ઘટના બ્રેક્ઝિટની બની. બ્રિટને યુરોપ સંઘમાંથી બહાર નીકળી જવાની ઘટનાની જાહેરાતની પણ જગત પર અસર જોવા મળી , હજી તો આ ઘટના જયારે ખરેખર આકાર પામશે ત્યારે શું થશે એની કલ્પના કરવી કઠિન છે. કરન્સી માર્કેટ અને વિશ્ર્વ બજારના વેપાર પર આની લાંબા ગાળાની અસર થશે. આપણે જોયું કે માત્ર બ્રેક્ઝિટની જાહેરાત સાથે જ કેટલીક ભારતીય કંપનીઓ પર આફત જેવું વાતાવરણ બની ગયું હતું, ખાસ કરીને કેટલીક કંપનીઓના પ્રોજેકટ્સ અધ્ધર થઈ જવાની સ્થિતિ પણ સર્જાઈ હતી. ભારતીય શેરબજારમાં પણ મોટા કડાકા બોલાઈ ગયા હતા. જયારે રેકિઝટ રૂપે રિઝર્વ બૅંકના ગવર્નર રઘુરામ રાજનની એક્ઝિટની ઘટના પણ ચર્ચાસ્પદ રહી, અને તેમના સ્થાને ડૉ. ઉર્જિત આર. પટેલની નવા ગવર્નર બનવાની ઘટના પણ રસપ્રદ રહી. રાજન નોંધપાત્ર કામ કરીને આ પદેથી વિદાય થયા અને નવા ગવર્નર નવા પડકારો સાથે આ પદે આવ્યા. જેમનું લક્ષ્ય ભારતીય અર્થતંત્રનો વિકાસ છે, જે દિશામાં તેમણે તરત જ કામ શરૂ કરી દીધું છે. આ વરસે ફુગાવાનો દર નીચે આવ્યો , કરન્ટ ડેફિસિટ નીચે આવી અને વિકાસદરની આશા ઊંચી બની છે.

ટેલિકોમ સેકટરમાં સ્પર્ધાનો નવો યુગ: વીતેલા વરસના અંત ભાગમાં એક બહુ મોટી અને ચર્ચાસ્પદ ઘટના ટેલિકોમ સેકટરમાં બની. યસ, આપ સમજી ગયા હશો . રિલાયન્સના જિઓનું આગમન. આ સાથે જ વિવિધ માંધાતા કહી શકાય એવી કંપનીઓ ચિંતામાં મુકાઈ ગઈ, ટેરિફ વૉર શરૂ થઈ ગયું. વિવિધ ટેલિકોમ કંપનીઓ નવા પ્લાન ઘડવા લાગી. ગ્રાહકો માટે એક નવા યુગનો આરંભ થઈ ગયો એમ કહેવામાં પણ અતિશયોક્તિ નથી. કારણ કે હજી તો ટ્રેલર શરૂ થયું છે, ખરું પિકચર હવે શરૂ થશે.

કર લો દુનિયા મુઠ્ઠીમેં માંથી ઘણું બધું મુઠ્ઠીમાં આવી જશે. રાધર આંગળીનાં ટેરવે આવી જશે. પાંચ થી દસ વરસમાં તો ભારતીય ડિજિટલ ક્રાંતિનું વિશાળ સ્વરૂપ જોવા મળશે. 

ટેલિકોમ ઉદ્યોગમાં વધુ એક મોટી ઘટના: આ પછી ભારતીય ટેલિકોમ સેકટરમાં વધુ એક જબરદસ્ત ઘટના બની, મુકેશ અંબાણીની રિલાયન્સ જિઓને પગલે અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશને એરસેલ સાથે મર્જરની જાહેરાત કરી . 

આ બંને કંપનીઓ તેમના ભારતીય વાયરલેસ બિઝનેસનું મર્જર કરશે. એરસેલ એ મેક્સિસ કોમ્યુનિકેશન બેરહાદની જાયન્ટ કંપની છે. રિલાયન્સ કોમ્યુનિકેશના આ પગલાથી તેનું ૨૦૦૦૦ કરોડ જેટલું કરજ ઘટી જશે, જે તેના કુલ દેવાના ૪૦ ટકા જેટલું થાય છે, જયારે એરસેલનું પણ ૪૦૦૦ કરોડ જેટલું દેવું ઓછું થશે. આ મર્જરથી બંને કંપનીને લાભ થશે અને ભવિષ્યમાં શેરધારકોની વેલ્યુ પણ વધવાની આશા રહેશે. અલબત્ત, આવી વધુ ઘટના હવેપછી આકાર પામે તો નવાઈ નહીં. 

પીએફ ગિરવી મૂકવાની સુવિધા: કેન્દ્ર સરકાર પ્રોવિડન્ટ ફંડ (પીએફ) ધારકો માટે એક વિશેષ સુવિધા વિચારી રહી છે. પીએફ- ધારકો લો કોસ્ટ હાઉસિંગ માટે પોતાનું પીએફ ગિરવી મૂકી શકશે અને તેમાંથી ઈકવેટેડ મન્થલી ઈન્સ્ટોલમેન્ટ (ઈએમઆઈ) પણ ભરી શકશે એવી વ્યવસ્થા વિચારણા હેઠળ છે. સરકાર આ સુવિધા પીએફધારકોને આપવા માગે છે, જે માટે આ દરખાસ્ત પીએફ ટ્રસ્ટીઓને મોકલાઈ છે. પીએફના ચાર કરોડ સબ્સક્રાઈબર્સને આ લાભ મળી શકશે. આ માટે લો કોસ્ટ હાઉસની રકમ મર્યાદા કેટલી રાખવી તે વિશે પણ વિચારણા થઈ રહી છે . આ માટે સબ્સક્રાઈબર્સ પર કોઈ ફરજ નાંખવામાં નહીં આવે, તેઓ પોતાની મરજી મુજબ ઘર ખરીદી શકશે. આમ તો આનો ઉદ્દેશ લો કોસ્ટ હાઉસિંગને પ્રોત્સાહન આપવા સાથે જેઓ મોંઘા ઘર ખરીદી શકતા નથી એવા પીએફધારકોને એક સવલત ઓફર કરવાનો છે.

જીએસટીનો અમલ એક વિરાટ પગલું: તાજેતરમાં જ ગૂડ્ઝ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી)નો દર શું રાખવો એ સંબંધી જીએસટી કાઉન્સિલની બેઠક મળી હતી. જોકે આ બેઠકમાં જીએસટીનો દર નિયત થઈ શકયો નહીં, કિંતુ હવે ટૂંકમાં જ આ દર નક્કી કર્યા સિવાય છૂટકો નથી. અલબત્ત, રાજયોને કમ્પેન્સેશન ફોર્મ્યુલા જેવા મુદ્દા પણ કિલયર થઈ ગયા છે. સરકાર કોઈપણ હિસાબે તા. ૧ એપ્રિલથી જીએસટી અમલી બનાવવા માગતી હોવાથી આ બધી તૈયારી પુરજોશમાં ચાલી રહી છે. જીએસટીનો દર સામાન્ય માનવી પર કેટલો પડશે એ નક્કી કરવા ઉપરાંત નાણાં ખાતાએ આ ૨૨ નવેમ્બર સુધીમાં જીએસટી સંબંધી તમામ મુદ્દા પર સર્વસંમતિ સાધવા ડેડલાઈન આપી દીધી છે. 

નાણાં ખાતું સેન્ટ્રલ જીએસટી અને ઈન્ટિગ્રેટેડ જીએસટી કાનૂન વિશે પણ નક્કી કરશે, જે તેણે શિયાળુ સત્રમાં રજૂ કરવા છે. સંસદનું આ સત્ર ૧૬ નવેમ્બરથી શરૂ થશે. અગાઉ ઈકોનોમિક એડવાઈઝર અરવિંદ સુબ્રમણ્યમે ચોકકસ સ્ટાન્ડર્ડ આઈટમ્સ પર ૧૭ થી ૧૮ ટકાનો દર સૂચવ્યો હતો, જયારે કેટલીક લો કોસ્ટ આઈટમ્સ પર ૧૨ ટકા અને અમુક લકઝરી આઈટમ્સ પર ૪૦ ટકાનો દર સૂચવ્યો હતો. કિંમતી મેટલ્સ પર ૨ થી ૬ ટકાનો દર સુચવાયો હતો. જયારે કે તાજેતરમાં નાણાં પ્રધાને એવું કહ્યું હતું કે પર્યાવરણ સાથે મૈત્રીપૂર્ણ ન હોય એવી ચીજો પર જીએસટી ફ્રેમવર્કમાં અલગથી ટેકસ માળખું વિચારાશે . 

જીએસટીને તા. ૧ એપ્રિલ, ૨૦૧૭થી અમલમાં મૂકવા સરકાર યુદ્ધના ધોરણે કામ કરી રહી છે. આ વેરાના અમલ માટે રજિસ્ટ્રેશન, રિટર્ન ફાઈલિંગ સહિતની વિવિધ પ્રોસેસ ટૂંક સમયમાં તૈયાર થઈ જશે. આ સંબંધમાં અત્યારસુધીમાં ચાર રિપોર્ટ બન્યા છે. જોકે કેટલીક અસ્પષ્ટતા હજી અધ્ધર હોવાનું જાણવા મળે છે. દરમ્યાન કોર્પોરેટ સેકટરથી માંડી વિવિધ સંબંધિત વર્ગ પોતાની રીતે આના અમલની તૈયારીમાં વ્યસ્ત થઈ ગયો છે. વીતેલા વરસની આ પણ સૌથી મોટી અને ક્રાંતિકારી કહી શકાય એવી ઘટના છે. વૈશ્ર્વિક રોકાણકારો સહિત સમગ્ર ભારતીય પ્રજા અને વેપાર-ઉદ્યોગ વર્ગ આ વેરાના અમલની અને તેની અસરો વિશે ઉત્સુક છે. સરકાર ઈચ્છે છે કે આનાથી ભારતીય માર્કેટ સિંગલ માર્કેટ બની જશે, વેરા પર 

વેરા પર વેરાની પ્રથા દૂર થશે, જેને લીધે ચીજવસ્તુઓના ભાવ નીચે આવશે. તેમ છતાં શરૂમાં આની પ્રાથમિક અસરરૂપે ગૂંચવણો પણ ઊભી થવાની શંકા છે, મોંઘવારી વધી જવાનો ભય પણ છે. સરકાર તેનો દર કઈ રીતે અને કેટલો નકકી કરે છે તેમ જ તેના અમલના માળખાંને કેવો બનાવે છે એના પર મોટો આધાર રહેશે. અમુક સ્તરે આ કર એક એપ્રિલથી લાગુ થવા અંગે શંકા પણ સેવાય છે. 

કારણ કે તેમાં હજી ઘણી ગૂંચવણોમાં સ્પષ્ટતા થવાની જરૂર છે. અલબત્ત, આ વેરાને વરસનાં અન્ય સમયથી પણ લાગુ કરી શકાય છે.

કેન્દ્રીય બજેટની વહેલી જાહેરાત: વીતેલા વરસની અપૂર્વ કહી શકાય અને ૯૨ વરસની પ્રથા તોડતી ઘટનામાં એક મહિના પહેલાં બજેટ રજૂ કરવાની બાબત પણ આવે છે. કેન્દ્ર સરકાર આ વખતે ફેબ્રુઆરીના અંતિમ દિવસને બદલે તા. ૧ ફેબ્રુઆરીને બજેટ જાહેર કરવાનું લક્ષ્ય ધરાવે છે. 

સરકાર ઉત્તર પ્રદેશ, ગોવા, ઉત્તરાખંડ, મણિપુર અને પંજાબના એસેમ્બલી ઈલેકશન વચ્ચે આ બજેટની જાહેરાત ન આવે તેને ધ્યાનમાં રાખવા માગે છે. અગાઉ કેબિનેટે બજેટને એક મહિના વહેલું જાહેર કરવાના પ્રસ્તાવને સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી, જો આમ થાય તો સરકાર આગામી વરસના ખર્ચનું પ્લાનિંગ વહેલું કરી શકે , તે માટેની જરૂરી કાનૂની મંજૂરીઓ મેળવી શકે, ઠરાવો પસાર કરાવી શકે. એ સાથે સરકાર કેટલી ફાઈનાન્શિયલ નિર્ણયોનો તા. એક એપ્રિલથી અમલ કરી શકે, જે સર્વાંગી રાહતદાયી બની શકે એવી આશા છે. 

સરકાર જનરલ બજેટ સાથે રેલવે બજેટને પણ મર્જ કરવાની છે એ પણ આ વરસની નોખી અને નવી ઘટના છે. આ નવી પહેલને પાર પાડવા સરકાર ૨૫ જાન્યુઆરી પહેલાં જ બજેટ સત્ર શરૂ કરવાનો ઈરાદો ધરાવે છે. આવી જ ઘટનાઓની વધુ વાતોની ચર્ચા આગામી સોમવારે કરવી જરૂરી છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment