Sunday, 30 October 2016

[amdavadis4ever] માયાવી માં દગી - સમજા ય એવી અને ન સમજાય એવી

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



મધ્યયુગના ઈતિહાસમાં એવા કેટલાય પ્રસંગો નોંધાયા છે કે જેમાં રાજા માંદા પડી ગયા હોય, મરણતોલ અવસ્થામાં પથારીવશ હોય અને ક્યારેક તો મૃત્યુ પણ પામ્યા હોય અને એમ છતાં એમની પરિસ્થિતિની આ સચ્ચાઈ રણવાસમાં જ ઢાંકી રાખવામાં આવે અને રાજવૈદ્ય, દીવાન કે એવા એક-બે જણ સિવાય, રાજાનું મૃત્યુ સુધ્ધાં ગોપિત રાખવામાં આવે. આવું લાંબો વખત ન ચાલે, બે-ચાર દિવસ જ ચાલે. રાજાના મૃત્યુ પછી ઉત્તરાધિકારી ગાદીપતિ વિશે અનેક કુંવરો અને રાણીઓ વચ્ચે વિખવાદ હોય એટલે આવું બને. ઉત્તરાધિકારી ગાદીપતિનો સ્વીકાર પાછળના સમયમાં અંગ્રેજ હાકેમો કરતા એટલે પોતાના ધાર્યા કુંવરને ગાદીપતિ બનાવી શકાય એ માટે મૃત રાજાના દેહને ઢાંકી રાખીને આ અંગ્રેજ હાકેમો સાથે રાણી કે દીવાન સોદાબાજી પણ કરતાં. કોઈ કોઈ વાર તો અનેક રાણીઓ હોવા છતાં, રાજા અપુત્ર હોય એવુંય બનતું અને ત્યારે કોઈક ખમતીધર રાણી પોતે સગર્ભા છે એવીય જાહેરાત કરી નાખતી. અંગ્રેજ હાકેમ સાથે સોદાબાજી થયા પછી એની સગર્ભાવસ્થાનો સ્વીકાર પણ થઈ જતો અને પૂરા દિવસે કુંવરનો જન્મ થતો અને જે કુંવર ખરેખર તો ખાનગીમાં બહારથી આયાત કરી લીધેલો હોય.

આજે રજવાડાઓ નથી પણ રાજાઓ તો એવા ને એવા જ છે. તમિલનાડુનાં મુખ્ય મંત્રી જયલલિતા આજે એક મહિનાથી માંદાં છે, હોસ્પિટલમાં છે, એમની સારવાર ચાલે છે અને જેમાંથી કશું જ નિદાન ફલિત ન થાય એવા એમના હેલ્થ બુલેટિનો પણ હોસ્પિટલમાંથી ડૉકટરો એક ધાર્મિક વિધિ તરીકે પ્રગટ કરે છે. જયલલિતાને શી માંદગી છે એ જાહેર થતું નથી અને હોસ્પિટલમાં એમને મળવા માટે કોઈનેય છૂટ આપવામાં આવતી નથી. (આમાં તમિલનાડુ મંત્રીમંડળના જયલલિતાના સંભવિત ઉત્તરાધિકારીના ઉમેદવાર જેવા એકાદ મંત્રી મહોદય અને રાહુલ ગાંધી આ બે જણ અપવાદ!) આમ છતાં એમની માંદગી વિશે કોઈ કશું જાણતું નથી. એટલું જ નહિ, મંત્રીમંડળમાં એમના હસ્તકની કામગીરીની ફાઈલો એમને એમ ઢગલાબંધ પડી રહે છે. મંત્રીમંડળની બેઠક મળે છે ખરી પણ એમાં મુખ્ય મંત્રીની ખુરશી ઉપર જયલલિતાનો ફોટો મૂકીને થોડીક ઔપચારિક ચર્ચા થાય છે અને પછી કોઈ ખાસ નિર્ણય લીધા વિના જ અમ્માનું સ્વાસ્થ્ય જલદી સુધરે એ માટે પરમાત્માને પ્રાર્થના થાય છે.

થોડા મહિના પહેલાં યુપીએનાં ચેરપર્સન અને કૉંગ્રેસનાં પ્રમુખ સોનિયા ગાંધી પણ આવાં જ માંદાં પડી ગયા હતાં એ ઘણાને યાદ હશે. દેશ આખાએ બીજા દિવસે અખબારો મારફતે જાણ્યું કે સોનિયાજી અચાનક માંદાં પડી ગયાં છે અને રાતબૂઢા વિમાન મારફતે વિદેશમાં સારવાર અર્થે જતાં રહ્યાં છે. આ વિદેશ એટલે શું અને કઈ માંદગી માટે તથા કઈ સારવાર લેવા તેઓ ગયાં છે એની જાણ દેશમાં કોઈનેય કરવામાં આવી નહોતી. લાંબા ગાળા પછી સોનિયાજી સાજાંનરવાં થઈને પાછાં ફર્યાં ત્યાં સુધી રાહુલજી, પ્રિયંકા કે એવા જ બે-ચાર અતિ નિકટના સ્વજનો એમને મળ્યાં હતાં અને પાછા ફર્યા પછી પણ આ માંદગીની વાત ઉપર રહસ્યનો ટોપલો આજ સુધી ઢાંકી રાખવામાં આવ્યો છે.

બહુજન સમાજ પાર્ટીના સ્થાપક કાંશીરામના છેલ્લા દિવસો હવે તો ઘણા માણસો ભૂલી ગયા હશે. કાંશીરામ માયાવતીને પોતાના પક્ષમાં લાવ્યા, એમના ગોડફાધર બન્યા અને પછી સત્તા પર આવવાનો સમય થયો ત્યારે કાંશીરામને 'મેરી બિલ્લી મુઝકો મ્યાંઉં'નો સાક્ષાત્કાર થયો. કાંશીરામ માંદા પડી ગયા કે એમને માંદા પાડી દેવામાં આવ્યા એ રહસ્ય હજુ સુધી ખૂલ્યું નથી. દિલ્હીના જ એક ખાનગી ચિકિત્સાલયમાં અને પછી એમને મળેલા સરકારી આવાસમાં માંદગી સાથે જ કાંશીરામ નજરકેદ થઈ ગયા. આ નજરકેદ સરકારી કે અદાલતી નહોતી. માયાવતી દ્વારા ફરમાવાયેલી એ પક્ષીય અને તબીબી નજરકેદ હતી. કાંશીરામ બે વરસ સુધી ડાયાબિટીસથી માંડીને હૃદયરોગ સુધીના અનેક રોગોથી ઘેરાયેલા છે એવી જાહેરાતો થતી રહી અને તમામ મુલાકાતો પ્રતિબંધિત થઈ ગઈ - મૃત્યુની છેલ્લી ક્ષણ સુધી.

આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ

બિહારી વાજેપેયી અને વાજપેયી પ્રધાનમંડળના તેજીલા તોખાર જેવા મંત્રી સમાજવાદી નેતા જ્યોર્જ ફર્નાન્ડિસને પણ આ ઘટમાળમાં યાદ કરી લેવા જેવા છે. વાજપેયીજી સ્મૃતિલોપના દર્દથી પીડાય છે એવું જાહેર નથી થયું પણ અધિકૃત માત્રામાં સંભળાય છે. એમને પણ કોઈ મળી શકતું નથી. એમનો ફોટોગ્રાફ સુધ્ધાં ક્યાંય દર્શાવાતો નથી. એમનું કોઈ હેલ્થ બુલેટિન પ્રસિદ્ધ થતું નથી. ગયા વરસે જ્યારે એમને ભારતરત્નનું સન્માન આપવામાં આવ્યું ત્યારે પણ આ ચંદ્રક ટીવી ઉપર દેખાડાયો હતો અને ભૂતપૂર્વ પ્રધાનમંત્રીના મસ્તક અને લલાટ જેટલો જ ભાગ જોઈ શકાયો હતો. આખો દેહ તો ઠીક પણ ચહેરો સુધ્ધાં ગોપિત રાખવામાં આવ્યો હતો.

એ જ રીતે, જ્યોર્જ ફર્નાન્ડિસ પણ આજે ઘણાં વરસોથી સ્મૃતિલોપનો ભોગ બન્યા પછી શારીરિક રીતે સાવ અક્ષમ થઈને પથારીવશ થયા છે. જ્યારે એમનો સૂરજ સોળકળાએ તપતો હતો ત્યારે કેન્દ્રીય મંત્રી હુમાયુ કબીરની પુત્રી લયલા સાથે એમણે લગ્ન કર્યાં હતાં પણ આ દામ્પત્ય લાંબું નભ્યું નહિ અને બન્ને છૂટાં પડી ગયાં. આ પછી જ્યોર્જ પક્ષનાં જ એક મહિલા નેતા જયા જેટલીના કબજામાં આવ્યા. હવે જ્યોર્જ સાવ પથારીવશ અવસ્થામાં છે ત્યારે પહેલી પત્ની લયલાએ આવીને જ્યોર્જના મકાનો અને સંપત્તિ પર અધિકાર જમાવી દીધો છે તથા જયાને હાંકી કાઢવામાં આવ્યાં છે. હવે જ્યોર્જ એક સાધના માત્ર છે અને સાધ્ય સંપત્તિ છે. આજે કોઈ પણ દેશવાસી જ્યોર્જને મળી શકતો નથી.

રાજાઓની આ માંદગીની અને મૃત્યુની વાતો કરતી વેળાએ જો પાકિસ્તાનના સર્જક મહમદ અલી ઝીણાને ન સંભારીએ તો ઝીણા સ્વયં જન્નતમાંથી ઠેકડો મારીને નીચે આવે અને તમારા હાથમાંથી આ લખાણ આંચકી લે. લખાણ આંચક્યા પછી પૂરા બે કલાક સુધી તમને એક અક્ષરેય બોલવા દીધા વિના પોતાની વાત કર્યા વિના ન રહે. એ વાત આ પ્રમાણે છે -

૭૦ વરસના ઝીણાને ક્ષયનો વ્યાધિ લાગુ પડ્યો. આ વ્યાધિ અંતિમ તબક્કે પહોંચી જાય એટલો બધો વકરી ગયો. ત્યારે એટલે કે ૧૯૪૫માં ક્ષયની કોઈ સારવાર નહોતી. મુંબઈના ડૉ. જાલ પટેલે એમને તપાસીને કહી દીધું, 'મિસ્ટર ઝીણા, ટી.બી. ઉપરાંત બ્લડ કેન્સરનાં ચિહ્નો પણ છે. તમે બચી નહિ શકો.' ઝીણાએ ડૉકટરના હાથમાંથી પોતાની ફાઈલ લઈ લીધી અને કહ્યું 'ડૉકટર, ફાઈલની એક નકલ મને આપો અને જે નકલ તમારી પાસે છે એની ઉપર દર્દી તરીકે મારું નામ ક્યાંય પણ ન લખાય એની તકેદારી રાખજો.' ડૉકટરે ઝીણાને વચન આપ્યું અને આ વચન ઝીણા અને ડૉકટર બંનેએ ત્રણ વરસ સુધી પાળ્યું. ત્રણ વરસ પછી ઝીણા મૃત્યુ પામ્યા ત્યાં સુધી એ મરણતોલ અવસ્થામાં જ હતા, એની વાત કોઈને પણ જણાવવામાં આવી નહોતી.

ડૉ. શ્યામાપ્રસાદ મુખરજી અને લોકનાયક જયપ્રકાશ નારાયણ આ બંનેના અંતિમ દિવસો પણ અહીં ઘડીક સંભારી લેવા જેવા છે. શ્યામાપ્રસાદ મુખરજી જવાહરલાલ નેહરુના પહેલા પ્રધાનમંડળમાં નિમાયેલા મંત્રી હતા. કાશ્મીર પ્રશ્ર્ને જવાહરલાલની નીતિઓનો વિરોધ કરીને એમણે રાજીનામું આપ્યું હતું. કાશ્મીરી પ્રજા વચ્ચે કામ કરવા એ કાશ્મીરમાં ગયા અને જવાહરલાલની સરકારે ધરપકડ કરીને એમને કારાવાસમાં પૂરી દીધા. બે-ત્રણ મહિનામાં જ તેઓ અનેક રોગોથી ઘેરાઈ ગયા અને શંકાસ્પદ સંજોગોમાં જેલમાં જ એમનું મૃત્યુ થયું. આ મૃત્યુ વિશે ન્યાયિક તપાસ કરાવવાની માગણી દેશભમાં ઊઠી હતી પણ જવાહરલાલે એનો સ્વીકાર નહોતો કર્યો.

જેવું શ્યામાપ્રસાદનું થયું એવું જ બરાબર પચ્ચીસ વરસ પછી જયપ્રકાશનું થયું. જવાહરલાલની પુત્રી ઈંદિરા સામે નવનિર્માણનું રણશિંગું ફૂંકનાર જયપ્રકાશજીને ઈંદિરાજીએ જેલમાં ધકેલી દીધા અને દોઢ વરસ પછી જ્યારે એ જેલમાંથી બહાર આવ્યા ત્યારે લગભગ મૃત્યુના ખોળામાં જ મુકાઈ ચૂક્યા હતા. જેલમાં જ એમની જે સારવાર કરવામાં આવી હતી એ એમની રોગમુક્તિ માટે નહોતી એવું ખુદ જયપ્રકાશે છેલ્લા દિવસોમાં કહ્યું છે. જયપ્રકાશ પણ ટૂંક સમયમાં જ મૃત્યુ પામ્યા.

હવે રાજાઓ નથી રહ્યા અને જેઓ બળૂકાઓ છે તેઓ રાજા બની ગયા છે. આ બળૂકાઓ જેલવાસમાં જવાનો વારો આવે છે ત્યારે માંદગી એમના માટે હવાફેરનું નિમિત્ત બની જાય છે. શેરબજારના ખમતીધર સટોડિયાથી માંડીને છગન ભુજબળ સુધી સહુ હવે જેલમાં જતાવેંત માંદા પડી જાય છે. આ માંદગી પણ પાછી એવી હોય છે કે સરકારી હોસ્પિટલમાં એની સારવાર થઈ શકે એવી સગવડ નથી હોતી. પરિણામે મનધારી ઈચ્છિત હોસ્પિટલમાં ધાર્યો ફાઈવસ્ટાર સ્યુટ મેળવીને સારવારના નામે તેઓ હોસ્પિટલમાં હવાફેર કરે છે. હોસ્પિટલમાં આ રીતે હવાફેર કરીને જામીન ઉપર છૂટનારાઓની એક મોટી યાદી તૈયાર થઈ શકે એમ છે.

રાજકારણીઓ, નેતાઓ, રાજાઓ આ બધાની માંદગી ઉપરાંત એમની ઉકેલાયા વિનાની હત્યાઓ વિશે પણ ઘણી વાત થઈ શકે છે પણ એ વળી બીજી કોઈ વાર.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment