Sunday, 2 October 2016

[amdavadis4ever] હુકમનો એક્ક ો, દૂડી-તીડ ીથી કપાઈ જા ય ત્યારે...

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



વિશ્ર્વના તમામ ધર્મોના પવિત્ર ગ્રંથોમાંથી વિધર્મીઓ વખોડવા ધારે તો પૂરતાં કથાનકો મળતાં હોય છે. દા.ત. હિંદુ ધર્મમાં ભગવાન વિષ્ણુ અને વૃંદા કે પછી ઈન્દ્ર અને અહલ્યાનાં જારકર્મનાં કથાનકો છે. એ જ રીતે ખ્રિસ્તી ધર્મમાં ઈશુનો જન્મ કુંવારી માતાને પેટે થયો હતો એવી વાત પણ છે જ. ઈસ્લામ ધર્મના સ્થાપક મહંમદસાહેબે પોતાની પુત્રવધૂ સમાન મહિલા સાથે આઠમી શાદી કરી હતી અને એ પછી સ્ત્રીઓએ બુરખો ધારણ કરવો એવી વહી ઊતરી આવી એવું કથાનક છે. આ બધું પ્રતીકાત્મક હોય છે પણ ધર્મના નામે બખેડા ઊભા કરવા હોય ત્યારે આવાં સંખ્યાબંધ કથાનકો શોધી શકાય અને એ જ વખતે તમામ વૈશ્ર્વિક ધર્મો એક જ છે એવું સિદ્ધ કરવું હોય તો એવાં અનુકૂળ કથાનકો પણ પૂરતા પ્રમાણમાં મળે છે.
દુર્ભાગ્યે બને છે એવું કે જે ધર્મોપદેશકો કે તત્કાલીન મુઠ્ઠી ઊંચેરા માણસોએ માણસજાતને શાંતિ અને સુખ માટે શીખવ્યું એનો ભારે દુરુપયોગ થયો. ધર્મના નામે જેટલી અશાંતિ, ઉગ્રતા, પીડા અને ત્રાસ માણસજાતે વેઠ્યાં છે એટલાં બીજા કોઈ કારણથી વેઠાયાં નથી. સુનામી, ભૂકંપ, વાવાઝોડાં કે અન્ય કુદરતી આપત્તિઓથી માણસજાત જેટલી પરેશાન થઈ છે એથી અનેકગણી વધુ પરેશાની ધર્મોના આ અનુયાયીઓએ આપી છે. આનો અર્થ એમ નથી કે માણસજાતને ધર્મની જરૂર નથી. ધર્મનાં ધોરણો પ્રસ્થાપિત થયાં હોવાને કારણે જ દ્વિપાદ માણસ ચતુર્પાદ જનાવરથી જુદો પડે છે. પણ થયું છે એવું કે આ જુદા પડવાનું લક્ષણ જ માણસે ખોઈ નાખ્યું.

રાષ્ટ્રીયતાને ધર્મ સાથે કંઈ સંબંધ છે કે નહીં એ હજુ સુધી નહીં ઉકેલાયેલો એવો પ્રશ્ર્ન છે. હિંદુસ્તાનનું વિભાજન આમ તો ધર્મના નામે થયું છે પણ પાકિસ્તાનના સ્થાપક ઝીણા એવું કહેતા કે મુસલમાન ધર્મ જુદો હોવાથી એની રાષ્ટ્રીયતા પણ જુદી જ હોય. એના જવાબમાં ગાંધીજી કહેતા કે મારો દીકરો હરિલાલ મુસલમાન થઈ ગયો એટલે શું એની રાષ્ટ્રીયતાને બદલાઈ જાય? શું એ હિંદુસ્તાની નહીં કહેવાય? હરિલાલમાંથી અબ્દુલ્લા બની જાય એથી એની સંસ્કૃતિ, એના પૂર્વજો, એનો ઈતિહાસ આ બધું હિમાલય, ગંગા કે રામેશ્ર્વરને બદલે શું રાતોરાત મક્કા કે મદીના બની જાય? આ શી રીતે બને?

છતાં દેશનું વિભાજન તો થયું જ. વિભાજનનો સ્વીકાર નાછુટકે લાચારીથી થયો હતો. આમ છતાં ભાવના તો એવી જ રહી હતી કે જુદા પડેલા બે ભાઈઓ પડોશી તરીકે શાંતિથી જીવી શકશે, પણ ૭૦ વરસ વીત્યા છતાં આમ બન્યું નથી. હિંદુ - મુસ્લિમ સૌહાર્દની ગમે એટલી વાતો પાંચ-દસ સમજદાર માણસો કરતા હોય તો પણ પરમ સત્યથી એ વાત આજ સુધી ખાસ્સી દૂર રહી છે એનો સ્વીકાર કરવો જોઈએ. એનો સ્વીકાર દુ:ખદ છે પણ જે દુ:ખ દેતું હોય એની ઉચિત સારવાર સમયસર ન થાય તો એ દુ:ખ આગળ જતાં વકરી જાય એટલી સમજણ આપણામાં હોવી જોઈએ.

પઠાનકોટ અને પછી ઉડી ઉપરના હુમલા પછી આ દેશમાં જે આક્રોશ અને અકળામણ વ્યાપ્યાં છે એને પૂરા ગાંભીર્ય સાથે, તમામ પરિણામોને લક્ષમાં લઈને વિચાર્યા વિના ચાલે એમ નથી. ત્રાસવાદ અને લશ્કરી મથકો ઉપરના હુમલા બંને વાત એક નથી. તાજમહાલ હોટેલ ઉપર કે અન્યત્ર થયેલા બૉમ્બધડાકા એ ત્રાસવાદ છે પણ પઠાનકોટ કે ઉડી ઉપર થયેલા હુમલા ત્રાસવાદ નથી પણ શત્રુ પક્ષે લશ્કરી આક્રમણ છે તથા આપણા પક્ષે લશ્કરી મથકો સુધ્ધાં સાચવવાની આપણી નિર્બળતાની વરવી કબૂલાત છે. પ્રશ્ર્ન એ પેદા થાય કે જ્યાં શસ્ત્રભંડારો ખડકાયેલા છે એ લશ્કરી મથકોને પણ જો આપણે જાળવી શકતાં ન હોઈએ તો સ્વાતંત્ર્ય સાચવવાની ક્ષમતા કહેવાય ખરી?

આનો અર્થ એવો નથી કે આપણે તાબડતોબ પાકિસ્તાન સાથે વળતું યુદ્ધ જાહેર કરી દેવું જોઈએ. ના, દુનિયાના કોઈ પણ દેશને હવે યુદ્ધ પરવડે એમ નથી. અફઘાનિસ્તાન, વિયેટનામ કે ઇરાકમાં યુદ્ધ કરવાથી જગત જમાદાર અમેરિકા પણ જીત્યું નથી પણ હાંફી ગયું છે. પાકિસ્તાનની ભૂમિ ઉપરથી ત્રાસવાદીઓ આપણી ભૂમિ ઉપર ત્રાટકે છે એવા સબળ સંકેત જો હોય તો વળતો ત્રાસવાદ એ પણ એક ઉપાય છે. પણ આ ઉપાય સહેલો નથી. પાકિસ્તાનીઓ માટે હિંદુસ્તાનમાં ત્રાસવાદ ફેલાવવા માટે વિશાળ સ્લીપિંગ સેલ સહાયભૂત છે. હિંદુસ્તાન જો વળતો ત્રાસવાદ આચરે તો પાકિસ્તાનમાં એને કોઈ સ્લીપિંગ સેલ મળે નહીં. ત્રાસવાદ સામેના જંગમાં આ આપણી સહુથી નબળી કડી છે એ સતત યાદ રહેવું જોઈએ.

આ યાદ રાખ્યા પછી પણ લશ્કરી ત્રાસવાદનો મુકાબલો કરવા માટે પાકિસ્તાનનું નાક દબાવ્યા વિના તો ચાલે જ નહીં. નાક દબાવવાનું આ કામ માત્ર ગર્જનાઓ કરવાથી પૂરું નહીં થાય. કોઈક નક્કર પગલાંથી પ્રજાને પ્રતીતિ આપવી પડશે કે શાસકો શાસન પણ કરી શકે છે. ૧૯૬૦માં પાકિસ્તાન સાથે પાણીની વહેંચણીના જે કરાર થયા હતા એને રદબાતલ કરીને આપણે પાકિસ્તાનનું નાક દબાવી શકીએ એમ છીએ પણ આમ કરવા જતાં આપણું નાક પણ ક્યાંક દબાઈ ન જાય એની ચકાસણી કરવી પડશે. પંજાબની નદીઓનાં પાણી રોકીને પાકિસ્તાનને ખાનાખરાબ કરી શકાય, પણ આ નદીઓનાં મૂળ ક્યાંક તિબેટમાં પણ છે. આ તિબેટ આપણી બેવકૂફીને કારણે અત્યારે ચીની પ્રદેશ છે અને આ ચીન અત્યારે પાકિસ્તાન તરફી છે. પંજાબમાંથી પાકિસ્તાન તરફ વહેતા જળને આપણે રોકીએ ત્યારે મિત્ર પાકિસ્તાનને મદદ કરવા ચીન આ નદીઓનાં મૂળને તિબેટમાંથી જ વાળી નહીં લે એની ખાતરી શી? એટલું જ નહીં, દેશનાં પૂર્વીય રાજ્યોને સમૃદ્ધ કરનાર બ્રહ્મપુત્રા નદી પણ તિબેટમાંથી જ નીકળે છે. ચીન મિત્ર પાકિસ્તાનને વધુ મદદ કરવા માટે બ્રહ્મપુત્રાના આ વહેણને પણ જો રોકી દે તો આપણાં પૂર્વીય રાજ્યોએ ઘણું સહન કરવું પડે. તમાચાનો જવાબ તમાચાથી જ વાળવો જોઈએ એ સ્વીકાર્યા પછી પણ નર્યા હાકોટા કરનારા સવાઈ બહાદુરોએ આ તથ્યો જાણી લેવાં જોઈએ.

ભૂતકાળમાં પાકિસ્તાન સાથે આવી તંગદિલી પેદા થઈ ત્યારે તત્કાલીન પૂર્વ અને પશ્ર્ચિમ પાકિસ્તાન વચ્ચેનાં હવાઈ ઉડ્ડયનોને આપણી આકાશી સીમામાંથી પસાર થવાનો પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. આ પ્રતિબંધ કામિયાબ રહ્યો હતો. આજે પૂર્વ પાકિસ્તાન નથી અને આમ છતાં જો પાકિસ્તાની વિમાનો માટે આપણી આકાશી સીમા તત્કાલ પ્રતિબંધિત કરી દેવામાં આવે તો પાકિસ્તાનનું નાક દબાવી શકાય એમ છે. આ કામ માટે પણ જો કેન્દ્ર સરકારે સમિતિઓ નીમવી પડે એમ હોય, એના અહેવાલની જો રાહ જોવી પડે એમ હોય, યુનો કે અન્ય વૈશ્ર્વિક મંચ પરથી લખેલાં ભાષણો વાંચવાં પડે એમ હોય તો એનો દેખીતો અર્થ એટલો જ થશે કે કાં તો આપણે નબળા છીએ અથવા ડરપોક છીએ.

પાકિસ્તાની ક્રિકેટરો, કલાકારો, ધંધા ઉદ્યોગો આ બધું પણ તત્કાળ પ્રતિબંધના દાયરામાં આવી જવું જોઈએ. પાકિસ્તાની ક્રિકેટ આપણે ઘરે બેઠા માણીએ, પાકિસ્તાની કલાકારો અહીંથી પ્રતિષ્ઠા અને પૈસા બંને ઉસેટી જાય અને ધંધાદારીઓ પણ રોકડી કરતા રહે ત્યારે રાષ્ટ્રની રક્ષા કે દેશપ્રેમ એ કંઈ એકલા સૈનિકોનો ઠેકો નથી. સૈનિકોની શહાદતને મીણબત્તી કે પુષ્પાંજલિથી સંતુષ્ટ કરવાની વાત સાચી નથી, પ્રતીકાત્મક છે.

હમણાં જ પ્રધાનમંત્રીએ પાકિસ્તાન સાથે એક હજાર વરસ સુધી લડી દેવાની વાત કરી છે. એક હજાર વરસ સુધી હિંદુસ્તાન સાથે યુદ્ધ કરવાની વાત અસલમાં તો ઝુલ્ફીકાર અલી ભુટ્ટોની છે. ભુટ્ટો ૧૯૭૧ના યુદ્ધ પછી પાકિસ્તાનના વડા પ્રધાન હતા. આ યુદ્ધમાં પાકિસ્તાન પરાસ્ત થયું, બંગલાદેશનું નિર્માણ થયું, એક લાખ પાકિસ્તાની સૈનિકો આપણા શરણે આવ્યા અને કેદી બન્યા. આમ છતાં તત્કાલીન વડા પ્રધાન ઈંદિરા ગાંધી ભુટ્ટો સાથેના શિમલા કરારમાં કાશ્મીરનો પ્રશ્ર્ન ઉકેલી શક્યાં નહીં. આંતરરાષ્ટ્રીય દબાણની ભ્રામક નીતિ હેઠળ ભુટ્ટો ઈંદિરાજી પાસેથી એક લાખ સૈનિકોને છોડાવી ગયા. આ લાખ સૈનિકો કાશ્મીર પ્રશ્ર્ને આપણું હુકમનું પત્તું બની શક્યા હોત. પત્તાની રમતની ભાષામાં કહીએ તો હુકમનો એક્કો દૂડી, તીડીથી કપાઈ ગયો.

કેન્દ્ર સરકારે એ પણ વિચારવું જોઈએ કે જો દિલ્હીના પાકિસ્તાની હાઈ કમિશનર, કાશ્મીરના અલગાવવાદીઓને ચા-પાણી માટે નોતરી શકતા હોય તો ઈસ્લામાબાદના આપણા હાઈ કમિશનર બલૂચ નેતાઓને આવાં જ ચા-પાણી માટે કેમ નોતરી ન શકે? આ સંદર્ભમાં બલૂચિસ્તાનના વિદ્રોહી નેતા બુગતીએ ભારતમાં રાજ્યશ્રય માગ્યો છે એની પણ વિચારણા થવી જોઈએ અને આ વિચારણા કરતી વેળાએ એ પણ યાદ રાખવું જોઈએ કે બંગલાદેશનું નિર્માણ શેખ મુઝીબર રહેમાનના સમયમાં ભારતે જ કર્યું હોવા છતાં બંગલાદેશ કાયમી ધોરણે ભારતનું મિત્ર રહ્યું નથી.

દુનિયાના ઈતિહાસમાં એવો એક પણ દિવસ નથી કે જ્યારે માણસ યુદ્ધ કર્યા વિના શાંતિથી રહ્યો હોય. યુદ્ધથી એક પણ પ્રશ્ર્ન ઉકલ્યો નથી અને છતાં માણસને યુદ્ધ સિવાય બીજો કોઈ બહેતર અંતિમ વિકલ્પ હજુ સુધી મળ્યો નથી. યુદ્ધ વિજેતાને પણ ખરેખર શાંતિ નથી આપતું. પરાજિત તો અશાંત હોય જ છે માત્ર બીજા યુદ્ધનો એ પ્રતીક્ષા કાળ બની જાય છે. આમ હોવાથી ભારતે રક્ષણ અને આક્રમણ એમ બંને મોરચે સતત જાગરૂક રહેવું પડશે. દુશ્મને પાછળથી હુમલો કર્યો, હતાશાથી કાયરની જેમ હુમલો કર્યો આવા બધા શબ્દગુચ્છોને હવે વધુ વાર બધાં જીરવી શકશે નહીં.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment