Saturday, 27 August 2016

[amdavadis4ever] પાકિસ્તાનને એન ી જ જબાનમાં જવા બ આપવા માટે બલ ૂચિસ્તાન છે જ !

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



પાકિસ્તાનને એની જ જબાનમાં જવાબ આપવા માટે બલૂચિસ્તાન છે જ!

પંદર ઓગસ્ટે લાલ કિલ્લાની રાંગ પરથી આપેલા પ્રવચનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘણા મુદ્દાઓ પર ઘણો લાંબો સમય બોલ્યા, પરંતુ બલૂચિસ્તાન, ગીલગીટ અને બાલટીસ્તાનને આવરી લેતા થોડા હળવા વાક્યોએ બીજા દિવસે અખબારોના આખાં પાનાંઓ રોકી દીધાં. વાત પાકિસ્તાનની જબાનમાં પાકિસ્તાનને જવાબ આપવાની છે અને આઝાદી મળી ત્યારથી આજ સુધી ભારત પાકિસ્તાનની આંતરિક બાબતોમાં દખલ દેવાથી દૂર રહેતું આવ્યું છે. બલૂચિસ્તાન એ સિન્ધની પશ્ચિમે ઇરાનની સરહદ પર આવેલો પાકિસ્તાનનો મહત્વનો અને મોટો પ્રદેશ છે. બલોચ પ્રજા પાકિસ્તાનથી અલગ થવા માટે દાયકાઓથી લડાઇ લડતી આવી છે. પાકિસ્તાનની સેના સાથે મોટું ઘર્ષણ સર્જાયું હતું અને તેમાં હજારો અને લાખો લોકો માર્યા ગયા હતા. ભારતે એ ચળવળને કયારેય ખુલ્લે આમ ટેકો આપ્યો નથી. પાકિસ્તાને ભારતમાં ખાલીસ્તાનવાદીઓને તમામ પ્રકારનું પ્રોત્સાહન આપ્યું હતું છતાં બલૂચિસ્તાન બાબતમાં ભારત સત્તાવાર રીતે અલિપ્ત રહ્યું હતું. દુનિયાના મંચ પર ભારત પોતાને વધુ સંસ્કારી ઢબે પેશ કરતું આવ્યું છે. 
ભારત પાકિસ્તાનની કાશ્મીર નીતિનો ભોગ બની રહ્યું છે તેના ફ્રિયાદી તરીકે દુનિયા સમક્ષ જવામાં ભારતનો સંતોષ પૂરો થતો હતો. લાલ કિલ્લા પરથી નરેન્દ્ર મોદીએ બલૂચિસ્તાન માટે સાવ સ્પષ્ટ શબ્દોમાં કોઇ વાત કરી નથી. વાત ગોળ ગોળ છે અને ભાજપના નેતા રવિશંકર પ્રસાદ તેનું કડક નહીં, પણ મુલામય અર્થઘટન કરી રહ્યા છે, છતાં વડાપ્રધાનના સ્તરેથી લાલ કિલ્લા પરથી બલૂચિસ્તાનની સાથે ગીલગીટ અને બાલટીસ્તાનની પ્રજાના ભારત પ્રત્યેની સહાનુભૂતિ અને કદરદાનીનો ઉલ્લેખ થયો તે સરકારના સત્તાવાર વિચારોમાં આવેલું એક મોટું પરિવર્તન છે. પાકિસ્તાનીઓ કાશ્મીરની બાબતમાં જે ઉન્માદ દર્શાવી રહ્યા છે તેણે ભારતને પોતાનું વલણ બદલવા મજબૂર કર્યું છે. કાશ્મીરનો બુરહાન વાણી ભારતીય ફેજના હાથે મરાયો પછી કાશ્મીરના તોફનીઓને તમામ પ્રકારની મદદ પૂરી પાડીને પાકિસ્તાનને કાશ્મીરને સળગતું રાખ્યું છે. બુરહાન વાણીની હત્યા બાદ પાકિસ્તાનને કાશ્મીરમાં માનવ અધિકારોના હનનનો મુદ્દો ગજાવ્યો હતો. ત્યાં સુધી કે ભારત ખાતેના પાકિસ્તાની રાજદૂત અબ્દુલ બાશીતે હાલનો સ્વતંત્રતા દિવસ કાશ્મીરીઓને અર્પણ કર્યો હતો. પાકિસ્તાનના રાજદૂત ભારતમાં રહીને ભારત વિરોધી પ્રવૃતિઓ બેરોકટોક ચલાવે તે ભારતની નાલેશી જ ગણાય. દુનિયાની કોઇ સત્તા પોતાના પ્રદેશમાં આવી તોફનમસ્તી ચલાવી ન લે. ભારત સંસ્કારી ખરૃં ને ! વાસ્તવમાં ભારતે ઇન્દિરા ગાંધીના એ વિધાનને હંમેશા યાદ રાખવું પડશે કે કોઇ મુઠ્ઠી વાળી જાય, મુક્કો ઉગામે તો તેની સાથે હસ્તધૂનન થઇ શકે નહીં. ઇન્દિરા ગાંધી આ વાક્ય પાકિસ્તાનના સંદર્ભમાં જ બોલ્યા હતા.
લાંબા ભાષણના અંતે પ્રેમમાં ઝબોળેલા વાક્યો દ્વારા નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનને જણાવી દીધું છે કે જેવા સાથે તેવા થવામાં હવે ભારત વધુ વિચાર કરશે નહીં. વડાપ્રધાન બોલ્યા હતા કે, "બલૂચિસ્તાન, ગીલગીટ અને બાલટીસ્તાનના અસંખ્ય લોકો મારો આભાર માની રહ્યા છે. આ એવા પ્રદેશો છે જે મેં ક્યારેય જોયા નથી. છતાં તેઓ ભારતના વડાપ્રધાન પ્રત્યે આદર વ્યક્ત કરે છે ત્યારે ભારતની સવા અબજ પ્રજા પ્રત્યે વ્યક્ત કરે છે." મોદીના આ વાક્યોનો પૂર્વાપર સંબંધ એ ઘટના સાથે છે જેમાં કાશ્મીરની અશાંતિ બાબતમાં વડાપ્રધાને તાજેતરમાં સર્વપક્ષીય બેઠક યોજી હતી અને તેમાં વડાપ્રધાને એ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે કાશ્મીરમાં માનવ અધિકારો બાબતે પાકિસ્તાન કાગારોળ કરે છે ત્યારે તેના ઘરઆંગણે બલૂચિસ્તાન અને તથાકથિત આઝાદ કાશ્મીરમાં પાકિસ્તાન દ્વારા મોટા પાયે માનવ અધિકારોનું ઉલ્લંઘન થઇ રહ્યું છે. મોદીના આ વિધાનોથી ખુશ થઇને બલોચ અને ગીલગીટ, બાલટીસ્તાનના લોકોએ વડાપ્રધાનનો આભાર માન્યો હતો, જેનો વડાપ્રધાને લાલ કિલ્લા પરથી ઉલ્લેખ કર્યો.
છતાં ખાને વરસો સુધી પાકિસ્તાન સાથે જોડાવાના દસ્તાવેજો પર સહી કરી ન હતી. બલોચ પ્રજા પાકિસ્તાન સાથે જોડાવા રાજી જ ન હતી. ૧૯૭૩માં પ્રજાની આ લાગણીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. સામ્યવાદીઓની આગેવાની હેઠળ બલોચ પીપલ્સ લિબરેશન ફ્રન્ટ અને બલોચી સ્ટુડન્ટસ ઓરગાનિઝેશનના દસ હજાર ગેરીલા લડાકુઓ પાકિસ્તાનના લશ્કરની છ ડિવિઝનો પર ધસી ગયા. પાકિસ્તાનની લશ્કરે બલોચીઓ પર નેપામ બોમ્બનો મારો ચલાવ્યો તેમાં ૫૩૦૦ વિપ્લવીઓ સાથે પાકિસ્તાની લશ્કરના ૩૩૦૦ સિપાહીઓ અને હજારો નિર્દોષ નાગરિકો માર્યા ગયા. એ પછી બલોચીઓ દ્વારા વારંવાર બળવાઓ થયા છે. બલોચ પ્રજા પર્વતો અને ખેતરોમાં વસતી કબીલાઓની પ્રજા છે. પાકિસ્તાનની સરકારો દ્વારા આ પ્રજાને વારંવાર અન્યાય થયો છે. કોઇ જાતનો વિકાસ થયો નથી. કરાચી શહેરમાં વસતા બલોચીઓ અને સિન્ધીઓ વચ્ચે વારંવાર લોહિયાળ અથડામણો થતી રહે છે. 
વરસ ૨૦૦૬માં બલોચી પ્રજાની આગેવાની નવાબ અકબર ખાન બુગટી સંભાળી રહ્યા હતા. એમને સાથ આપવાનો પાકિસ્તાન ભારત પર આરોપ મૂકતું હતું અને ૨૦૦૬માં પાકિસ્તાનના લશ્કરે અકબર ખાનને મારી નાખ્યા. એ પછી બુગટીના પૌત્ર બ્રાહુમદાઘ બુગટી નાસીને અફ્ઘાનિસ્તાન જતા રહ્યા અને કહેવાય છે કે ભારતની મદદથી તેમને ત્યાં આશ્રય અપાયો હતો. અફ્ઘાનિસ્તાનથી એમને સ્વીત્ઝરલેન્ડ મોકલી આપવામાં આવ્યા તેમાં પણ ભારતની ભૂમિકા હતી એવો પાકિસ્તાનનો આક્ષેપ છે. મોદીના તાજેતરના વિધાનોથી જુનિયર બુગટી ખુશ થયા છે અને બલોચ પ્રજાના સંઘર્ષ વિશે ભારતના નામી સિતારાો એક ફ્લ્મિ તૈયાર કરે તેવી ઇચ્છા એમણે વ્યક્ત કરી છે. એમને પૂછવામાં આવ્યું કે તમને ભારત તરફ્થી મદદ મળે છે ? તો એમણે ઇન્કાર કર્યો અને એમ પણ કહ્યું મદદ મળતી હોય તો તેમાં ખોટું પણ શું છે ? બલોચ બળવાખોરો વારંવાર ભારત પાસેથી મદદ માગી રહ્યા હતા, પણ તેનો ભારત તરફ્થી યોગ્ય પ્રતિસાદ મળતો ન હતો. ભારતને ડર છે કે બલૂચિસ્તાનમાં બળવાને મદદ કરવામાં સામેલ થવાય તો ભારતનો કાશ્મીરનો કેસ નબળો પડી શકે છે. બલોચ પ્રજાને મદદ કરવાનો પાકિસ્તાની આરોપ સાચો પુરવાર થાય તો પાકિસ્તાનની આંતરિક બાબતમાં દખલગીરી ગણાય. પાકિસ્તાન આવા કોઇ બંધન સ્વીકારતું નથી. 
૨૦૦૯માં મનમોહન સિંહ ઇજિપ્તના શર્મ અલ-શેખ ખાતે પાકિસ્તાનના વડાપ્રધાન યુસુફ્ રઝા ગીલાનીને મળ્યા અને બન્ને વચ્ચે કરાર થયા તેમાં બલૂચિસ્તાનમાંની કોઇ ભાંગફેડની પ્રવૃતિ વિશે ભારત પાસે માહિતી હોય તો તે પાકિસ્તાનને પહોંચાડવી એવો કરાર હતો. મતલબ કે સ્વતંત્ર બલૂચિસ્તાનના ચળવળકારો ભારતમાં રહીને પ્રવૃતિ ચલાવી શકે નહીં. એ વખતે ભાજપને જૂદા કારણોસર આ કરાર સામે વાંધો હતો. ટોચના ભાજપી નેતાઓએ મનમોહન સિંહની ટીકા કરી કે પાકિસ્તાનના દખલગીરીના આરોપોને સિંહે અનુમોદન આપ્યું છે. ભાજપ પણ ઇચ્છતો હતો કે બલૂચિસ્તાનમાં ભારતની સામેલગીરી હોવી જોઇએ નહીં. ત્યારે અરૂણ જેટલી બોલ્યા હતા કે ભારત ફ્રિયાદી તરીકે ગયું હતું અને આરોપી બનીને પરત આવ્યું. હવે ભાજપને પોતાનો વ્યુહ બદલવાની જરૂર જણાઇ છે અને તેનો સમો નરેન્દ્ર મોદી બાંધી રહ્યા છે. દુનિયામાં સુંવાળા મોટાભા થઇને પૂજાવાના કોડ રાષ્ટ્રહિત માટે જતા કરવા જરૂરી હોય છે. અને આ નવી વિચારધારા રાષ્ટ્રીય સલામતી સલાહકાર અજિત ડોવાલનો પ્રભાવ દર્શાવે છે. ડોવાલ માને છે કે અને સાચુ છે કે અણુ યુધ્ધની ધમકી આપીનેે પાકિસ્તાનને નાથી શકાય નહીં. તે માટે પાકિસ્તાનની દુખતી રગ જ દબાવવી પડે. પાકિસ્તાનને જણાવવું પડે કે જો તમે મુંબઇ પર હુમલો કરશો તો બલૂચિસ્તાન ગુમાવવું પડશે.
પોતાના જ બાળકોને હણતા પાકિસ્તાની ત્રાસવાદીઓ પર ભારતના આ નવા વલણની કેવી અસર પડે છે તે જાણવા માટે રાહ જોવી પડશે, પણ ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં ભાજપને આ વલણનો ફયદો જરૂર મળશે. આજકાલ પાકિસ્તાન વિરોધી વલણને હિન્દુવાદના અભિવાદન તરીકે ગણવામાં આવે છે. અમુક સમીક્ષકો માને છે કે મોદીનો આ ઘટસ્ફેટ માત્ર ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને યોજાયો છે. કારણ કે બલૂચિસ્તાનની સ્વતંત્રતાને ટેકો આપવાનું ભારતના હિતમાં નથી. અણુ યુધ્ધમાં ભિખારી પાકિસ્તાન કરતા સમૃધ્ધ ભારતે જ વધુ ગુમાવવાનું થાય. ભારત બલૂચિસ્તાનમાં અશાંતિ જગાવી શકે તેવી સ્થિતિમાં છે, પણ કાશ્મીરમાં ભારતે વધુ સહન કરવું પડે તેમ વેદિયા પંડિતો કહે છે. તેઓને એ સવાલ કરવો પડે કે પાકિસ્તાને બાકી શું રાખ્યું છે ? 
વેદિયાઓમાં કોંગ્રેસના નેતા સલમાન ખુરશીદ છે. કેજરીવાલને જોઇ લેવાની ધમકી આપી ચૂકેલા ખુરશીદ બલૂચિસ્તાનમાં સળી ન કરવાનું મહાત્મ્ય સમજાવતા કહે છે કે ભારતે તેનાથી વધુ સહન કરવું પડશે. પણ નરેન્દ્ર મોદીના વિધાનોને દેશના સુરક્ષા તજજ્ઞાોએ અને વ્યુહકારોએ એકી અવાજમાં આવકાર્યો છે. પ્રજા પણ ઇચ્છે છે કે પાકિસ્તાન કંઇક ગુમાવે તો મોળું પડશે. તેને પદાર્થપાઠ ફ્રીથી ભણાવવાની જરૂર છે. પ્રજાના આ રચનાત્મક પ્રતિસાદથી કોંગ્રેસ પણ ડઘાઇ ગઇ. રાહુલ ગાંધીએ કોંગ્રેસી નેતાઓની બેઠક બોલાવીને મોદીના ઉચ્ચારોનો વિરોધ નહીં કરવાનું નક્કી કરવું પડયું. કોંગ્રેસના પ્રવક્તા સુરજેવાલાએ ખુરશીદનો અભિપ્રાય ખુરશીદનો પોતાનો અભિપ્રાય છે તેમ જાહેર કરવું પડયું. બલૂચિસ્તાન બાબતમાં ભારતે સંયમ રાખવો પડે તેવી સ્થિતિ પણ છે. બલૂચિસ્તાન સાથે ઇરાનની સૌથી મોટી સરહદ છે. તેમાંના કેટલાક નાના વિસ્તારો ઇરાનમાં પડે છે. ઇરાન હંમેશા ઇચ્છતું આવ્યું છે કે પાકિસ્તાન બલોચીઓને કાબુમાં રાખે. ઇરાન ભારતનું મિત્ર છે. તેથી અલગ બલૂચિસ્તાનને હવા દેવામાં ઇરાનની શરમ નડે છે. છતાં જો કોઇ ઉપાય જ ન હોય તો ઇરાનને વિશ્વાસમાં લેવું જરૂરી ગણાય. અને છતાં ફ્રક ન પડે તો ઇરાન નારાજ થઇ જાય તેની ખૂબ ચિંતા ન કરાય.
 અફ્ઘાનિસ્તાન પર સારી પકડ જમાવીને ભારતે પાકિસ્તાનને કાબુમાં રાખ્યું છે. હમણા બલૂચિસ્તાનમાંથી ભારતના જાસૂસ કુલભૂષણ જાધવની પાકિસ્તાને ધરપકડ કરી છે. પાકિસ્તાન તેને પુરાવા તરીકે રજૂ કરે છે અનેે સાથે પાકિસ્તાનને એ ચેતવણી પણ મળી ગઇ છે કે ભારત ચૂપચાપ બેઠું નથી. બલૂચિસ્તાનમાં અશાંતિ થાય તો પાકિસ્તાનના ગ્વાદર બંદરને વિકસાવી ધોરીમાર્ગ વડે ચીન સાથે જોડવાના ચીનના ૪૫ અબજ ડોલરના પ્રોજેક્ટની હવા નીકળી શકે છે. ફ્ક્ત અશાંતિ ફેલાય તો પણ પાકિસ્તાનને નુકશાન છે. ભારતે સ્વરક્ષા કાજે આવી નીતિ અપનાવી પડે તો તેમાં કશું ખોટું નથી તેમ શાસ્ત્ર્રો કહે છે અને પરંપરાગત ડહાપણ પણ કહે છે કે લાતો કે ભૂત, બાતોં સે નહીં માનતે !

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment