Saturday, 27 August 2016

[amdavadis4ever] ૯૦મા વર્ષે ત્રીજા લગ્ન કરી હનીમૂન પર જઈ શકાય!

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



૯૦મા વર્ષે ત્રીજા લગ્ન કરી હનીમૂન પર જઈ શકાય!

એક ભાઈ છેલ્લાં ૧૫ વર્ષથી પોતાના શરીરની જરૂરિયાત કરતાં ૬૦૦ કેલરી ઓછી મળે એ રીતનું જ ભોજન લઈ રહ્યાં છે. તેઓ વિજ્ઞાાની હોવાથી એમનું કામ સતત માથાનું વલોણું કરવાનું છે. તેથી એમને રોજ ૨૫૦૦ કેલરી ઊર્જા મળે એવા ખોરાકની જરૂર હોય છે, પરંતુ તે રોજ માત્ર ૧૯૦૦ કેલરી મળે એટલો જ ખોરાક ખાય છે. એમણે આખા અઠવાડિયામાં રોજે રોજ સવારે નાસ્તાથી માંડીને રાતનાં ભોજન સુધી શું શું ખાવું અને કેટલાં પ્રમાણમાં ખાવું એની યાદી(ડાયેટ પ્લાન) બનાવી છે અને એનો કડકાઈથી અમલ કર્યો છે. ડો.માઈકલ રાય નામના આ નિષ્ણાત પોતાની પ્રયોગશાળાના ઉંદરો પર આ પ્રયોગ કરી ચૂક્યા છે. ઉંદરોના ખોરાક પણ નિયંત્રણ રાખવાથી સ્વસ્થ જીવનનાં વર્ષો વધી ગયાં હતાં. ડો. માઈકલ રાયને ખાતરી છે કે એમના જીવનમાં પણ આરોગ્યથી થનગનતાં ૧૫ વર્ષ જરૂર વધી જશે.

 


માણસોનું આયુષ્ય વધારવા માટે શરીરનાં ઘસાયેલા કોષની જગ્યાએ નવા કાચા કોષ (સ્ટેમ સેલ્સ) રોપવાના પ્રયોગ ચાલી રહ્યાં છે. શરીરમાં વપરાઈ વપરાઈને જુનાં થયેલા લોહીને બદલે નવું યુવાન લોહી બદલવાનાં અખતરાં પણ ચાલી રહ્યાં છે. જે તે માણસના શરીરના જ કોષ લઈ તેમાંથી જીવન માટે અનિવાર્ય એવા હૃદય, ફેફસાં, કિડની, લિવર જેવા અંગ વિકસાવવાનાં પ્રયોગ પુરબહારમાં ચાલી રહ્યાં છે. શરીરનાં બધા અંગ આ રીતે સમયાંતરે બદલી શકાય તો શરીરનો ઘસારો નાબુદ થતો રહે અને ઘડપણ કદી આવે જ નહીં! વિજ્ઞાાનીઓના ધ્યાનમાં આવ્યું છે કે કેટલાંક પરિવારનાં લોકો કુદરતી રીતે જ લાંબું આયુષ્ય ભોગવે છે. એમના ડીએનએમાં લાંબું આયુષ્ય આપનાર કોઈક લખાણ જરૂર હશે. એવા પરિવારના લોકોનાં જીન મેળવીને તેના ડીએનએની બારીકાઈથી તપાસ ચાલી રહી છે. વિજ્ઞાાનીઓ એ લખાણ શોધી શકે તો પછી બધાનાં ડીએનએમાં એ લખાણ કોપી પેસ્ટ કરી દેવાનું જ રહે. બધાનું ૧૦૦-૧૨૦ વર્ષનું આયુષ્ય પાકું થઈ જાય!
એવું બની શકે કે દર ૪૦-૫૦ વર્ષે લોકો નવી કરિયર અજમાવવા લાગે. બે કરિયર વચ્ચે પાંચ-દસ વર્ષનું વેકેશન લેવાની ફેશન પણ ચાલુ થઈ શકે. આ વાવાઝોડામાં લગ્ન અને એકપત્નીત્ત્વ કેટલું ટકશે એ જોવું પણ રસપ્રદ બનશે. સમાજવિજ્ઞાાનનાં નિષ્ણાતો ખાતરીથી કહે છે કે, એકપત્નીત્ત્વનો વિચાર ઓગળી જશે, કરિયરની જેમ લગ્ન પણ ૪૦-૫૦ વર્ષ માટે થશે. લગ્ન વ્યવસ્થા જે જરૂરિયાતમાંથી ઉદ્ભવી એ પ્રજનનની ક્ષમતા પણ પ્રશ્નો ઊભા કરશે. પુરૂષના શુક્રાણુ ઉત્પાદનનો કોઈ અંત નથી હોતો, એટલે પુરૂષ ૧૫૦ વર્ષે પણ સંતાન ઉત્પન્ન કરવા યોગ્ય રહેશે, પરંતુ મહિલાઓમાં ૫૦ વર્ષ પછી અંડાશયોમાં બીજનું ઉત્પાદન અટકી જાય છે. એ પછી એ સંતાન ઉત્પન્ન કરી શકતી નથી. એવી સ્થિતિમાં મહિલા ૧૫૦ કે ૨૦૦ વર્ષ જીવશે તો પ્રજનન ક્રિયામાં એની ભુમિકા શું રહેશે? વિજ્ઞાાનીઓએ નવી જિનેટિક ટેક્નોલોજી વિકસાવીને મહિલાઓની પ્રજનન ક્ષમતા પણ વધારવી પડશે.

આપણા બધાની ઉંમર વધે છે, કારણ કે આપણા શરીરનાં કોષોમાં સિનેસન્સ નામની ખાસ પ્રક્રિયા થતી રહે છે. ઉંમર વધતી જાય એમ એમ કોષની વિભાજન પામવાની અને વિકાસ કરવાની ક્ષમતામાં ઘટાડો થાય એને સિનેસન્સ કહે છે. કોષની ક્ષમતામાં ઘટાડો કરતી એ પ્રક્રિયાને અટકાવી શકાય અથવા ધીમી પાડી શકાય તો જ લાંબું આયુષ્ય ઉપકારક બની શકે. નહીંતર પેલા પુરાણકથાના ટિથોનસ અશ્વ જેવી હાલત થાય. એ અશ્વએ દેવોની ખુબ સારી સેવા કર્યા પછી વરદાન સ્વરૂપે અમરત્ત્વ માગી લીધું. તે અમરત્ત્વની સાથે યૌવન માગવાનું યાદ ન આવ્યું, પરિણામે વર્ષો પછી એની પંગુતા વધતી રહી અને તેણે કોઈ તુચ્છ જંતુની જેમ પેટે ઘસડાઈને રઝળપાટ કરતાં રહેવું પડે. મૃત્યુ તો એને આવવાનું જ નહોતું. એવું ન થાય એટલાં માટે જ આપણે લાંબા આયુષ્યની સાથે આરોગ્ય તથા મગજ સહિત તમામ અવયવોની ક્ષમતાઓ પણ ૧૦૦-૧૫૦ વર્ષ લંબાવવી પડશે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment