Saturday, 27 August 2016

[amdavadis4ever] એ આપવા બેસે ત ો તમે શું માગો

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



જન્માષ્ટમીનો આખો દિવસ પ્રસન્ન ગયો. સાતમ-આઠમના રોજ પ્રગટ થયેલી આ કૉલમ માટે લેખો સારા લખાયા હતા તેની પ્રસન્નતાના હૅન્ગ ઓવર હતો. શ્રીકૃષ્ણ વિશેની અંગત વિભાવનાની સ્પષ્ટતા જાહેરમાં પ્રગટ કરી દીધી એની પ્રસન્નતા હતી. ભગવાનના જન્મદિવસની પ્રસન્નતા તો હતી જ. ઠેર ઠેર દહીંહાંડીઓ વીસ ફીટથી ઊંચી બંધાઈ રહી છે - ક્યાંક તો ૪૦-૪૫ ફીટ - એની પણ પ્રસન્નતા હતી. રસોડામાં રંધાતા ફરાળની સુગંધ તો પ્રસન્નતા આપવાની જ હોય.

તહેવારના આ વાતાવરણમાં એ આખો દિવસ અને રાત્રે બાર વાગ્યે ભગવાનના જન્મની ખુશાલી વ્યક્ત કરીને પથારીમાં સૂતાં સૂતાં એક વિચાર સતત મનમાં વહેતો રહ્યો. નજરની સામે શ્રી કૃષ્ણની છબી દેખાતી રહી. રાધાજી સાથેના શ્રીકૃષ્ણની નહીં. એક પગ વાંકો કરીને વાંસળી વગાડી રહેલા શ્રીકૃષ્ણની પણ નહીં, પણ સાડા છ ફીટ ઊંચા, ભવ્ય વ્યક્તિત્વ ધરાવતા તાકાતવર પુરુષની. જેમનું હૃદય નિર્મળ છે. જે યુદ્ધ ટાળવા માગે છે. વિષ્ટિ કરાવવા માગે છે. પાંડવો અને કૌરવો વચ્ચે કોઈ ભેદ કરવા નથી માગતા. બેઉને ઈક્વલ ચાન્સ આપવા માગે છે. એક પક્ષની સાથે મારી આખી સેના હશે તો બીજા પક્ષની સાથે નિ:શસ્ત્ર બનીને હું એકલો હોઈશ એવું કહ્યા પછી દુર્યોધન અને અર્જુનમાંથી કોને પહેલી માગણી કરવાનો હક્ક છે તેની પસંદગી થાય છે. અહીં પણ ભરપૂર ઉદારતા છે અને પછી જ્યારે જ્યારે કટોકટી સર્જાય છે ત્યારે એમનું મુત્સદ્દીપણું પ્રગટ થાય છે.

સમજણનો ભંડાર છે એમનામાં. જીવનની કોઈ સમસ્યા એવી નથી જેને એ ઉકેલી ના શકે. એમનાં ચરણ પાસે બેસીને ચરણ જ માથે ચડાવીને એમની શરણાગતિ સ્વીકારી લેવાની હોય અર્થાત્ એ જે કહે તે કરવાનું હોય અથવા તો એમ કહો કે એ જે થવા દે છે તેમ થવા દેવાનું હોય.

જન્માષ્ટમીનો આખો દિવસ અને રાત્રે બાર વાગ્યા પછીના ગાળામાં પણ શ્રીકૃષ્ણ પણ મારા પર પ્રસન્ન હતા. પિતા આંગળી પકડીને દીકરાને મૉલમાં લઈ જઈને પૂછે કે ચાલ બેટા, શું જોઈએ છે તને? જે જોઈએ તે અપાવું. કંઈક આવા જ અંદાજમાં જાણે શ્રીકૃષ્ણ મને ધીમા સાદે પૂછી રહ્યા હતા: બોલ, શું જોઈએ છે? અપાવું તને.

ભગવાન આશીર્વાદ આપી રહ્યા હોય તો કેટલું બધું માગવાનું મન થાય. મેં એક પછી એક આઈટમ રજૂ કરી. કંઈ બાકી રહી ન જવું જોઈએ. જે કંઈ નથી મળ્યું, જે મેળવવા આટલાં વર્ષોથી કામ કરી રહ્યા છીએ, જે મેળવીને ચાર લોકોમાં વટ પડે તે બધું જ યાદ કરી કરીને આખું લિસ્ટ ગણાવ્યું. પછી એકાએક અટકી ગયો. ભગવાને પૂછયું: શું થયું? હજુ કંઈ બાકી છે? બોલતો જા. મને કોઈ ઉતાવળ નથી. આજે આખો દિવસ પવઈમાં જ છું.

મેં ખચકાઈને કહ્યું કે ના, કંઈ રહી જતું તો નથી, પણ ઑન સેક્ધડ થૉટ આ યાદી પાછી આપી દો, પ્લીઝ. ફાડી નાખો. મેં જે કંઈ માગ્યું છે તે તો કરોડો લોકો માગી ચૂક્યા છે અને લાખો લોકો મેળવી ચૂક્યા છે. તમે પોતે જ્યારે મારું કોઈ કામ કરવા માગો છો ત્યારે હું શું કામ તમને કહું કે પ્રભુ, આજે શાકવાળા પાસે લીમડો નથી ને ઘરમાં કઢી બની રહી છે તો જરા કઢીપત્તો લાવી આપો. મારી આ આખી યાદી કઢીપત્તાની માગણી જેવી છે. તમે માગવાનું કહેતા હો તો મારે કંઈક બીજું માગવું જોઈએ. નરસિંહ મહેતા કહેતા હતા એવું: તમને જે વલ્લભ હોય, હોય જે દુર્લભ... તમારા જેવા ભગવાન માટે પણ પ્રિય છતાં અલભ્ય હોય એવી ચીજ માગવાની હોય, આવા કઢીપત્તાઓ તો લાખો લોકો મેળવી ચૂક્યા છે. એ નથી જોઈતું. તો શું જોઈએ છે?

હું પણ મૂંઝવણમાં કે શું જોઈએે છે?

જે જોઈએ છે તે મેળવવાની પાત્રતા હોવી જોઈએ. અન્યથા ગધેડા પર અંબાડી જેવું લાગે. પાત્રતા વિના મળેલું કંઈ પણ ઝાઝું ટકતું નથી અને એના કરતાંય ખરાબ, એ જ્યારે જાય છે ત્યારે તમને ડૂબાડીને જાય છે. માટે એવું કંઈ નથી માગવું કે જે મેળવવાની મારી હેસિયત ન હોય, મારી ઔકાત ન હોય.

તો શું જોઈએ છે?

ફરી એ જ સવાલ.

જોઈએ તો છે જ, પણ એવી પાત્રતા સર્જાય ત્યારે જોઈએ છે. અત્યારે નહીં. અત્યારે હું મારી પાત્રતા, મારી કૅપેસિટી, મારી યોગ્યતા વધારવાની કોશિશ કરીશ.

આર યુ શ્યોર?

શ્યોર, ભગવાન

શ્રીકૃષ્ણને મળીને તમને ખ્યાલ આવે છે કે તમે કેટલા અધૂરા છો. શ્રીકૃષ્ણને મળીને તમને ખ્યાલ આવે છે કે તમારું પોટેન્શ્યલ કેટલું બધું છે, જેની કોઈનેય ખબર નથી. તમને પણ નહોતી. શ્રી કૃષ્ણને મળીને તમને ખ્યાલ આવે છે કે જે જોઈએ છે તે મળી જાય એને ભગવાનના આશીર્વાદ ના કહેવાય. જે નથી તે મેળવવા માટેની પાત્રતા સર્જવાની સમજ આવે તેને ભગવાનના આશીર્વાદ કહેવાય.

સાક્ષાત્કાર શું આને જ કહેતા હશે?

કોને ખબર.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment