Monday, 1 August 2016

[amdavadis4ever] કલ્યાણ પહે લાં કર્તવ્ય નમ્રવાણી - રાષ્ટ્રસંત પૂજ્ય ગુર ુદેવ * શ્રી નમ્રમુનિ મ હારાજ સાહેબ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સંઘ પ્રત્યેનો કર્તવ્ય ધર્મ

દરેક સંઘનું ર્ક્તવ્ય હોય છે કે વધારેમાં વધારે ભાવિકો અને વધારેમાં વધારે યંગસ્ટર્સ ધર્મ સ્થાનકમાં આવે એવી વ્યવસ્થા કરવી, એવા આયોજનો કરવા અને એ માટેનો યથાયોગ્ય પુરુષાર્થ કરવો.

ક્યા ક્ષેત્રમાં, કઈ પરિસ્થિતિમાં, કેવા સંજોગોમાં મારા શું ર્ક્તવ્યો છે એની સમજ અને એનો વિવેક હોવો જ જોઈએ.

શાસન પ્રત્યેનો કર્તવ્ય ધર્મ

શાસનની પ્રભાવના કરવી, શાસનની સેવા કરવી, ધર્મ માટેની પ્રેરણા કરવી એ શાસન પ્રત્યેનો ર્ક્તવ્ય ધર્મ છે.

શાસન પ્રત્યેનું શ્રેષ્ઠ ર્ક્તવ્ય નિભાવ્યું હતું ચિત્ત નામના સારથિએ! રાજા પરદેશીના રથના સારથિએ!

રાજા પરદેશી એક એવો રાજા હતો જેના હાથ સદાય લોહીથી ખરડાયેલાં રહેતાં. એના મનમાં એક જિજ્ઞાસા હતી કે આત્મા છે કે નહીં? અને આત્મા વિશે જાણવા એ ચોર, લૂંટારાં જે કોઈ પકડાય તેના તલવારથી ટુકડા કરી આત્માને શોધવાનો પ્રયત્ન કરે, આ શરીરમાં આત્મા ક્યાં હોય છે? કેટલાંયને કાચની પેટીમાં પૂરી દે તો કેટલાંયને અંધારી ઓરડીમાં પૂરી દે અને ચેક કરે આમાંથી આત્મા બહાર કેવી રીતે નીકળે છે?

ક્યાંયથી આત્મા દેખાય નહીં એટલે એની માન્યતા દૃઢ થઈ જાય કે "આત્મા' જેવું કાંઈ છે જ નહીં.

એક દિવસ ચિત્ત સારથિ બીજા નગરમાં જાય છે, ત્યાં તેને એક સંતના દર્શન થાય છે. પ્રથમ દર્શનથી જ એના હૃદયમાં કંઈક થવા લાગે છે. અકલ્પનીય અનુભૂતિથી હૃદય સ્પંદિત થવા લાગે છે અને એ ત્યાં ને ત્યાં જ એમને સમર્પિત થઈ જાય છે, એમને પોતાના ગુરુ ધારી લે છે અને શ્રાવક ધર્મનો સ્વીકાર કરી લે છે. 

અને પછી એ ગુરુ કેશી સ્વામીને પોતાના નગરમાં પધારવા વિનંતી કરે છે. કેમકે, આજ સુધી એમની નગરીમાં કોઈ સંત પધાયાર્ર્ં નથી.

ગુરુ: તારી નગરી કઈ છે?

સારથિ: ભંતે! હું શ્ર્વેતાબિંકા નગરીનો છું, 

ગુરુ: એ તો પરદેશી રાજાની નગરી છે, એ રાજા ધર્મનો વિરોધી છે અને પ્રજા પણ અધર્મી છે. અમે ત્યાં ન આવી શકીએ.

ચિત્ત સારથિ ફરી ભાવથી વિનંતી કરે છે, ગુરુદેવ! આપ પધારશો તો બહુ મોટું પરિવર્તન આવી જશે. રાજા અને પ્રજા બંને સુધરી જશે અને સંત તેમની નગરીમાં પધારે છે.

ઘણીવાર એવું બનતું હોય છે કે, કોરી પાટીમાં વધારે ચોખ્ખો એકડો થાય. જેની પાટીમાં આડા અવળાં લીટાં થયેલાં હોય એમાં એકડો બરાબર દેખાય પણ નહીં.

ચિત્ત સારથિની ભાવના એક જ હતી એકવાર હું મારા રાજાને મારા ગુરુ પાસે લઈ આવું. એકવાર એમની પાસે લઈ જઈશ પછીની જવાબદારી મારા ગુરુની છે, પણ એકવાર મારે એમને લઈ જવા છે.

જે વ્યક્તિ ધર્મક્ષેત્રમાં ન આવતી હોય તેને ધર્મક્ષેત્રમાં લાવવી એ દરેક વ્યક્તિનું ધર્મ પ્રત્યેનું ર્ક્તવ્ય હોય છે.

ચિત્ત સારથિ વિચારે છે રાજાને ગુરુ કેશી સ્વામી પાસે કેવી રીતે લઈ જવા? એમને ડાયરેકટ કહીશ કે ચાલો, આપણે દર્શન કરવા જઈએ તો એ માનશે નહીં, તો પછી શું કરું?

આખી રાત ચિંતન ક્યુુર્ર્ં અને એને ઉપાય સૂઝી આવ્યો, એ સવારના રાજા પાસે જાય છે અને કહે છે, રાજન્! કંબોજથી મસ્ત પાણીદાર ઘોડા આવ્યાં છે, ચાલો આપણે રથયાત્રાએ નીકળીએ.

રાજા ઘોડાનો શોખીન હતો એટલે એ તરત જ તૈયાર થઈ જાય છે. 

સારથિ ઘોડાની ટ્રેઈનિંગ જાણતો હતો એટલે એણે ઘોડાને એવા ટ્રેઈન કરી દીધાં કે ગમે તેટલી કોશિશ કરો એ ઊભા રહે જ નહીં. સારથિ જ્યારે લગામ ખેેંચે ત્યારે જ ઊભા રહે.

આમ ઘોડા દોડાવતાં દોડાવતાં બરાબર એ જ ઉદ્યાનની સામે પહોેંચ્યાં જ્યાં કેશી સ્વામી બિરાજમાન હતા.

સારથિએ ઘોડા ઊભા રાખ્યાં અને થાક્યા પાક્યાં રાજા ત્યાં જ વૃક્ષ નીચે બેસી ગયા અને બરાબર એ જ સમયે કેશી સ્વામીનો અવાજ સંભળાયો એટલે રાજાએ પૂછયું, આ મૂંડિયો કોણ છે? આ આટલી મોટી સભા લઈને કેમ બૂમબરાડા પાડે છે? આ છે કોણ?

એક તો રાજા થાકેલા હતા અને એમાં આ બધું જોયું એટલે એકદમ ગુસ્સે થઈ ગયા.

લોઢું જ્યારે તપેલું હોય ત્યારે ઘણ મારી દેવાય.

ચિત્ત સારથિએ બરાબર તકને ઝડપી લીધી અને કહ્યું, આ તો શરીર અને આત્માને અલગ માનવાવાળા છે. આટલું સાંભળતાં જ રાજા ઊભા થઈ જાય છે અને કહે છે મારે ત્યાં જવું છે.

જ્યાં રાજા કેશી સ્વામીના દિવ્ય લલાટ અને તેજસ્વી દેહ લાલિત્યને જુએ છે ત્યાં જ અર્ધા પીગળી જાય છે, પણ હજુ અંદરમાં અહમ્ ભરેલો છે એટલે સીધા જ સામે જઈને પ્રશ્ર્ન પૂછે છે, "શું તમે આત્મા અને શરીરને અલગ માનવાવાળા છો?'

કેશી સ્વામી તો એક ક્ષણમાં એમના રાજવી વસ્ત્રો અને મુગટ જોઈને જાણી ગયાં કે આ અહમી રાજા છે. એટલે કેશી સ્વામીએ એમના બુલંદી અવાજમાં પૂછયું, તમને ખબર છે ઋષિની સભામાં આવવું હોય તો શું કરવું જોઈએ?

ધારદાર અને યોેગ્ય પ્રશ્ર્ન સાંભળી રાજા ધીમેથી જવાબ આપે છે હા, મને ખબર છે પહેલાં આજ્ઞા લેવી જોઈએ, આદર કરવો જોઈએ, વંદના કરવી જોઈએ અને પછી જ જિજ્ઞાસા વ્યક્ત કરવી જોઈએ. મારી ભૂલ છે, મેેં એ નિયમો પાળ્યાં નથી.

કેશી સ્વામી એમને બેસાડે છે, પ્રશ્ર્નોતરી શરૂ થાય છે અને રાજાને સમાધાન મળતું જાય છે, એમનું વિઝન ઓપન થતું જાય છે. "આત્મા છે' એ સ્વીકાર્ય થઈ જાય છે. અને રાજા ત્યાં ને ત્યાં કેશી સ્વામીના ચરણોમાં સમર્પિત થઈ જાય છે. 

વિનંતી પછી કેશી સ્વામી તેમની નગરીમાં પધારે છે. ધર્મબોધથી રાજાનું પરિવર્તન થાય છે અને પ્રજાનું પણ પરિવર્તન થઈ જાય છે. પ્રજા પણ ધાર્મિક બની જાય છે.

ધર્મ પ્રત્યેનું કર્તવ્ય

દરેક વ્યક્તિનું એક ર્ક્તવ્ય હોય છે કે હું રોજ એક નવી વ્યક્તિને ધર્મની પ્રેરણા કરૂં, રોજ એક વ્યક્તિને ધર્મના માર્ગેે લાવું. જેમ ધર્મ પામીને મને લાગે છે કે હવે મારી દુર્ગતિ ક્યારેય નહીં થાય, તો આવો ધર્મ બધાંને મળે અને બધાની સદ્ગતિ થાય એ મારૂં ધર્મ પ્રત્યેનું ર્ક્તવ્ય છે અને એ ર્ક્તવ્ય પણ મારા ધર્મનો જ એક પ્રકાર છે.

વ્યક્તિ ક્યારેય સોડાની બોટલ જેવા ન હોવા જોઈએ. જ્યાં સુધી ઢાંકણુ બંધ છે ત્યાં સુધી પાવર છે, એમ જ્યાં સુધી ધર્મ સ્થાનકમાં છો ત્યાં સુધી ધર્મમય છો.

ધર્મનો રંગ, ધર્મની અસર, ધર્મની ભાવના તો રગેરગમાં અને હાડકાંના મિંજ સુધી વ્યાપ્ત હોવા જોઈએ. જેમ પ્રેમી પોતાના પ્રેમથી દૂર રહી જ ન શકે, તેમ ધર્મ પ્રત્યે એવો પ્રેમ હોવો જોઈએ કે ધર્મ વિના એક ક્ષણ પણ ચેન પડે નહીં. એક વાર જેને ધર્મ પ્રત્યે પ્રેમ થઈ જાય છે તે ધર્મના પ્રસાર માટે બધું જ કરવા તૈયાર થઈ જાય છે. ધર્મનો પ્રસાર એ દરેક વ્યક્તિનો ર્ક્તવ્ય ધર્મ છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (2)

Save time and get your email on the go with the Yahoo Mail app
Get the beautifully designed, lighting fast, and easy-to-use Yahoo Mail today. Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment